આશ્રય…(માઇક્રો ફિક્સન વાર્તા)

‘હલ્લો,’ કુલભૂષણે લેન્ડ લાઈન ફોનનું રિસીવર ઉપાડી આતુરતાથી કહ્યું, ‘જાગીરદાર રેસિડન્સ..’

કુલભૂષણભાઈ, હું ‘આશ્રય’થી બોલું છું.’

‘ઓકે! લિસન, જો મારા પપ્પાની તબિયત ખરાબ હોય કે કંઈ પ્રૉબ્લેમ હોય તો એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેજો.’  કુલભૂષણે એના સિત્તેર વરસના પિતાજી શ્રી શાંતિભૂષણ જાગીરદારને એક મહિના પહેલાં જ શહેરના છેવાડે આવેલ ‘આશ્રય વૃદ્ધાશ્રમ’માં દાખલ કર્યા હતા. કુલભૂષણના ચહેરા પર કંટાળાના ભાવ આવી ગયા, ‘જુઓ ભાઈ, અમે અહીં ઘણા પ્રોબ્લેમમાં છીએ.’

‘અરે કુલભૂષણભાઈ, તમે સાંભળો તો ખરા!’ સામેથી પેલા શખ્સે કહ્યું, ‘હું તમારા પપ્પાની વાત નથી કરતો. આ તો આજે તમે પેપરમાં જે જાહેરાત આપી છે ને કે તમારો ટૉમી ખોવાય ગયો છે અને એના વિશે માહિતી આપનારને કે શોધનારને વીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે. તો તમારો ટૉમી અહીં અમારા ‘આશ્રય’ ખાતે આવી ગયો છે. બે દિવસથી. અમને તો એમ કે કોઈ શેરીનો રખડતો કૂતરો હશે. એ અમારા સહુ વડીલો સાથે એ બહુ હળીમળી ગયો છે અને ટૉમી તમારા પપ્પા શાંતિભૂષણજી સાથેને સાથે જ રહે છે. અમારા ‘આશ્રય’ને પૈસાની ખાસ જરૂર છે તો તમે તમારા ટૉમીને લઈ જાઓ અને અમને વીસ હજાર આપો એટલાં માટે મેં ફોન કર્યો!’

(સમાપ્ત)

9 comments on “આશ્રય…(માઇક્રો ફિક્સન વાર્તા)

  1. નટવર મહેતા કહે છે:

    વહાલા મિત્રો,

    માઇક્રોફિક્સન વાર્તા લખવાનો મારો આ પ્રથમ નમ્ર પ્રયાસ છે. આપના સુચનો, ટિપ્પણીઓ આવકાર્ય છે.

    ધન્યવાદ

    • મુકુંદ દેસાઈ કહે છે:

      નટવરભાઈ… નાની ટચુકડી પરંતુ ઘણી જ પ્રેરણા દાયક વાર્તા છે. આજની નવી પેઢી ના બાળકોને માબાપ કરતાં કૂતરાં વધુ વહાલાં લાગે છે. ધન્યવાદ. 🙏🙏

      મુકુંદ દેસાઈ
      સુરત
      મોબાઇલ : +919227240695

  2. Diptika Patel કહે છે:

    Amazing! It was very good.

  3. ખરી વાત કહી… પપ્પાને વૃધ્ધાશ્રમમાં રખાય, કાંઈ ‘ટોમી’ને થોડો રેવા દેવાય… મારતે ઘોડે (કે મારતી મોટરે) આવીને લઈ ગયા હશે, દીકરો ગમે તેટલા પ્રોબ્લેમ કે ટેન્શનમાં ભલેને હોય….!!!

  4. Satish કહે છે:

    Reality of current society.

  5. આપનું નવું સોપાન(નવો પ્રયોગ) જરુર સફળ થશે એની મને ખાત્રી છે..અત્યારના ફાસ્ટ મુવીગ વર્ડમાં લોકોનો ટુંકું અને ટ્ચ વાંચવામાં આનંદ થાય છે, સુંદર-લાગણી સભર વાર્તા

  6. સરસ નટવરભાઈ. આજના આપણા લોકોના માનસનું પ્રતીબીંબ આપે સુંદર રીતે વ્યક્ત કર્યું છે. હાર્દીક ધન્યવાદ.

  7. Hasmukh Bulsara કહે છે:

    I agreed with Satish. Its a reality of 21st century.

  8. Dipak Desai કહે છે:

    Too god one can spend Rs. 20000/- but advises to put his father in Civil Hospital. Tragedy

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s