મારી ઓળખ…

હું નટવર મહેતા, ગરવો ગુજરાતી ને મારી ભાષા છે ગુજરાતી, આવી પડ્યો અહિં ન્યુ જર્સી, યુએસ ખાતે..

હાલે હું દુનિયાની સહુથી મોટામાં મોટી કોસ્મેટિક કંપની લો’રિયાલમાં પ્રોજેક્ટ લિડરની સેવા બજાવી રહ્યો છું. મુખ્યત્વે પેકેજ કોમ્પેટિબિલીટી અને એરોસોલ-સંશોધન અંગેની કામગીરી કરૂં છું.

આમ તો ખેતીવાડીનો અનુસ્નાતક પણ ગુજરાતીમાં વાર્તા, કવિતા,ગઝલો લખું…ખાસ કંઈ પ્રકાશિત થયું નથી!!

તો આ બ્લોગ મારફતે પ્રકાશિત કરવાની તક લઇ રહ્યો છું. મારી વાર્તાઓ આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું અને આપનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા સેવું છું..આપ સહુ મને પ્રોત્સાહિત કરશો એવી પ્રાર્થના…

ઘણા સમયથી વાર્તાઓ લખું છું. મારી વાર્તા ‘ત્રીજો જન્મ?’ને રીડગુજરાતી.કોમ દ્વારા આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધા-૨૦૦૮માં પ્રથમ સ્થાન મળ્યું. પરન્તુ, વાર્તામાં આવતા શૃંગારિક વર્ણનોને કારણે એ વાર્તા રીડગુજરાતી.કોમ પર એમના સંચાલક શ્રી મૃગેશભાઈ શાહ પ્રકાશિત ન કરી શક્યા. આ વાર્તા મેં ઈમેઈલ અને ટપાલ મારફત સાહિત્યરસિક મિત્રોને મોકલાવી. એઓએ મારી અન્ય વાર્તાઓ વાંચવા માટે ઈચ્છા દર્શાવી. મને ખાસ કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોવા છતાં મારી દીકરીઓની લાગણીભરી માગણી સાથે અને એઓની મદદથી  આ બ્લોગનો જન્મ થયો. મારી વાર્તાઓમાં જોડણીદોષ હોવાની સંભાવના છે. એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીશ.

હાલે તો દર મહિને એક નવી વાર્તા રજુ કરવાની મને અભિલાષા છે. આપ સહુ વાંચક મિત્રોને એનો લાભ લઇ જરુરી સલાહ સુચનો આપવા નમ્ર વિનંતી છે. આપના પ્રતિભાવથી મને શિખવાનું મળશે અને પ્રેરણા મળશે.

મારો સંપર્ક:
ઘરનું સરનામું:
Natver Mehta, 23 Iowa Avenue; Lake Hopatcong, NJ 07849-USA.
email: natnvs@yahoo.com
ફોન નંબર:  (૯૭૩) ૮૧૦-૩૪૨૨

35 comments on “મારી ઓળખ…

  1. Girish Parikh કહે છે:

    Very nice ‘varta’.It deserves the first prize.
    Thanks
    Girish Parikh

  2. સુરેશ જાની કહે છે:

    હું વાર્તા લેખનમાં નવો નિશાળીયો છું.મૂળ અમદાવાદી પણ નિવૃત્તી બાદ, 2000 ડીસે.થી અમેરાકામાં ટેક્સાસમાં છું.
    તમારી સાથે સમ્પર્ક સાધવાનું ગમશે.
    મારાં ગદ્ય ઉપર પ્રતિભાવ આપશો તો આનંદ થશે –
    http://gadyasoor.wordpress.com/

  3. Vinod Patel કહે છે:

    Thank you for informing me about your two blogs,which I
    liked very much when I went through it.I wish you all the best for your blogs.I look forward to read your future postings in your blogs.

    I had read your two stories ,TRIJO JANMA and GANGABA earlier in your hand written version which you werekind enough to send to me by e-mail.I liked these stories and gave my high appreciation for your art of story telling in my reply e-mail.I would like to get more and more interesting literature from you.I also enjoyed to read your Gazals.Thanks .–Vinod Patel, San Diego,CA.

  4. Rajendra M.Trivedi,M.D. કહે છે:

    Dear Natavar,

    I saw your name and read your blog.
    Welcome to blogers world.
    We surfers has more to surf and learn of gujarat and Gujarati.
    Regards

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  5. KANTILAL KARSHALA કહે છે:

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  6. arvindadalja કહે છે:

    ભાઈશ્રી
    સૌ પ્રથમ તો ગુજરાતી બલોગ જગતમાં આપનું સ્વાગત ! નિવૃતિ બાદ હું પણ મારા વિચારો મારાં બ્લોગ ઉપર મૂકી રહ્યો છું. આપની અનૂકુળતાએ જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જાણવાનું મને ગમશે એટલું જ નહિ મને પ્રોત્સાહિત પણ કરશે. આભાર અને ધન્યવાદ ! મારા બ્લોગની લીંક
    http.wwww.arvindadalja.wordpress.com
    સ-સ્નેહ
    અરવિંદ

  7. Kirtikant Purohit કહે છે:

    ભાઇશ્રી નટવરભાઇ

    આપની અત્રે મુલાકાત લેતાં આનંદ થયો.

    ગુજરાતીસાહિત્યસંગમમાં આપના મારા વિષેના અભિપ્રાય માટે આભારી છું.

    કીર્તિકાન્ત પુરોહિત
    home@kritonwelders.com
    purohitkirtikant@yahoo.com

  8. Chirag કહે છે:

    નટવરભાઈ, તમને વાંચવાનો સમય કાઢી નથી શક્યો. તમારી મારા ઈંટર્વ્યુ વીશેની ટીપ્પણી વાંચીને તમને વાંચવાનું મન થયું. જે વ્યક્તી કુદરતને માણી શકે છે એની કળામાં ઈશ્વ્રરત્વ જરુર પડઘાય છે. તમને મળવુ ગમશે.

  9. Ramesh Patel કહે છે:

    રોક્યો નથી રોકાતો સમય કોઈનો કે આજ રોકાશે
    વય, વ્યય અને સમયના કદી ન કરીએ સરવાળા??

    Wonderfully said….Congratulation
    Happy New Year,Shri Natavarbhai
    Ramesh Patel(Aakashdeep)

    nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

  10. anil કહે છે:

    can you give your stories in PDF format or ebook?

  11. nilam doshi કહે છે:

    શ્રી, નટવરભાઇ…આપનો બ્લોગ માણ્યો… આનંદ થયો. અભિનંદન.. ખૂબ લખતા રહો એવી શુભેચ્છાઓ સાથે.
    ન્યુ જર્સી આવીશું ત્યારે શકય બનશે તો મળવાની તક પણ માણીશું.

  12. Kapil Dave Astrologer કહે છે:

    aapna blog ni mulakat khubaj gami aapni varta o khubaj saras che aap aavi saras varta o aapta rahejo ane blog par muko tyare janavta rahsho

  13. મોટાભાઈ આપની પાસેથી ગુજરાતી સાહિત્યને ઘણી આશાઓ છે.અમારી દુઆઓ તમારી સાથે છે અને હા…!રીડગુજરાતી.કોમ દ્વારા આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધા-૨૦૦૮માં પ્રથમ સ્થાન મળ્યું. તે બદલ ભાવ ભર્યા અભિનંદન..

  14. laksha કહે છે:

    hello uncle uncle kahu chu karan k tamo mara papa ni age na lago cho hu sneha shah ne face book ma add karti hati ane tamne joya haju gaikale to joya tamari ek pan rachana read nathi kari pan have karish mane fece book ma add karva mate thanks kaheva mate msg karu chu ane have read karine tamari mulakat laih again thanks a lot good mor hv a nic day bye fari malishu mane pan aa badhu read karvu bahu game che hu pan jane tamari duniya ni hov evu lage che mane fari malish by tc

  15. anandseta કહે છે:

    આપનો બ્લોગ ગમ્યો.પરિચય પણ ગમ્યો.
    મારું માસિક વિધાસૃષ્ટિ ઇ-મેઈલથી મોકલું છું.
    વિદ્યાર્થી ભોગ્ય લેખ,વાર્તા અને માહિતી મોકલશો.
    તમારી ત્રીજો જન્મ વાર્તા મને મોકલશો. તો ગમશે.

  16. PARESH G. JOSHI કહે છે:

    શ્રી, નટવરભાઇ…આપનો બ્લોગ માણ્યો… આનંદ થયો. અભિનંદન.. ખૂબ લખતા રહો એવી શુભેચ્છાઓ સાથે.

  17. pravinshah47 કહે છે:

    રીડ ગુજરાતીમાં આપની વારના પ્રથમ સ્થાન અંગે વાંચ્યું હતું. આજે તમારી વાર્તા “પધરામણી” વાંચી. પ્લોટ અને ભાષા બંને સરસ.
    પ્રવીણ શાહ

  18. mira shah કહે છે:

    aap ni kahani vachi khub sunder chhe..
    aap na face book ma frnd request nathi to krupa aap mane add karso.

  19. Maulika કહે છે:

    Natwarbhai, ekdam saras,unique blog ane parichay pan…
    aapni, u can do it….story vanchi. lekhan shaili ane plot par saras pakkad..
    sarjan ne simada nathi hota evaat ahi saabit thati hoy em lage chhe.
    aagal satat lakhta raho ane share karta raho evi shubechchhao..!!

  20. parshu chaudhary કહે છે:

    thanks vrey nice..

  21. Meghal કહે છે:

    Waiting for your new story.

  22. dave mrugesh કહે છે:

    dada tamaro parichay temaj u can do it pan vanchi khub aanad thayo temaj aavi j rite lakhata resho aavi prathana

  23. ketan patel કહે છે:

    That’s Amazine i m post ur Varta in facebook……..

    Natvardaada u r so intelligent…………i m always remember you…

    Respected :

    ketan patel

  24. kishor desai. lancaster pa કહે છે:

    natverbhai, jindgi ek safar varta vachi, i went 30 years back.really touched. kishor desai . pa

  25. Meddy કહે છે:

    Good Going Natukaka…….Keep ur spirit up ….. make ur creativity alive in Gujarati……. I hope you can try the social life of NRG and shape it up ..help them

  26. parul mehta કહે છે:

    sir…tamari varnan sakti khub saras che…ek vaar vachvanu saru kariye pachi varta puri thai tya sudhu mukvanu man n thai…ane poem pan bahu j saras lakho cho…aam to mane vachvano khas sokh nathi pan tamari varta mare badhi vachvi j padse……

  27. vrajesh કહે છે:

    mr. naatvar mehta varta kub sunder 6, kurnta pn 6, kik ssaru lakho.

  28. stailor21 કહે છે:

    You should have one page with everything jija and then you can publish same to fb, twitter etc etc. But still you have done a great job with having your own site, fb page and writing in gujarati. I am impressed.

  29. parul mehta કહે છે:

    hello..sir..aapno blog read karvano aanand aavyo..me lagbhag aapni mota bhag ni varta read Kari che..jingdi ek safar mari favourite che….aapni poem pan lagbhag daily read karu chu…kai poem favourite che a kahevu muskel che..karan k badhi j saras che……waiting for new poem and story…

  30. ઇન્દુ શાહ કહે છે:

    આપની વાર્તાઓ વાંચી આનંદ થયો.વાર્તા લખવાની શરૂઆત કરી છે, હજુ પા પા પગલી…આપની પાસેથી ઘણુ શીખવાનું મળશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s