આશ્રય…(માઇક્રો ફિક્સન વાર્તા)

‘હલ્લો,’ કુલભૂષણે લેન્ડ લાઈન ફોનનું રિસીવર ઉપાડી આતુરતાથી કહ્યું, ‘જાગીરદાર રેસિડન્સ..’

‘કુલભૂષણભાઈ, હું ‘આશ્રય’થી બોલું છું.’

‘ઓકે! લિસન, જો મારા પપ્પાની તબિયત ખરાબ હોય કે કંઈ પ્રૉબ્લેમ હોય તો એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેજો.’  કુલભૂષણે એના સિત્તેર વરસના પિતાજી શ્રી શાંતિભૂષણ જાગીરદારને એક મહિના પહેલાં જ શહેરના છેવાડે આવેલ ‘આશ્રય વૃદ્ધાશ્રમ’માં દાખલ કર્યા હતા. કુલભૂષણના ચહેરા પર કંટાળાના ભાવ આવી ગયા, ‘જુઓ ભાઈ, અમે અહીં ઘણા પ્રોબ્લેમમાં છીએ.’

‘અરે કુલભૂષણભાઈ, તમે સાંભળો તો ખરા!’ સામેથી પેલા શખ્સે કહ્યું, ‘હું તમારા પપ્પાની વાત નથી કરતો. આ તો આજે તમે પેપરમાં જે જાહેરાત આપી છે ને કે તમારો ટૉમી ખોવાય ગયો છે અને એના વિશે માહિતી આપનારને કે શોધનારને વીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે. તો તમારો ટૉમી અહીં અમારા ‘આશ્રય’ ખાતે આવી ગયો છે. બે દિવસથી. અમને તો એમ કે કોઈ શેરીનો રખડતો કૂતરો હશે. એ અમારા સહુ વડીલો સાથે એ બહુ હળીમળી ગયો છે અને ટૉમી તમારા પપ્પા શાંતિભૂષણજી સાથેને સાથે જ રહે છે. અમારા ‘આશ્રય’ને પૈસાની ખાસ જરૂર છે તો તમે તમારા ટૉમીને લઈ જાઓ અને અમને વીસ હજાર આપો એટલાં માટે મેં ફોન કર્યો!’

(સમાપ્ત)

27 comments on “આશ્રય…(માઇક્રો ફિક્સન વાર્તા)

  1. નટવર મહેતા's avatar નટવર મહેતા કહે છે:

    વહાલા મિત્રો,

    માઇક્રોફિક્સન વાર્તા લખવાનો મારો આ પ્રથમ નમ્ર પ્રયાસ છે. આપના સુચનો, ટિપ્પણીઓ આવકાર્ય છે.

    ધન્યવાદ

  2. Diptika Patel's avatar Diptika Patel કહે છે:

    Amazing! It was very good.

  3. ખરી વાત કહી… પપ્પાને વૃધ્ધાશ્રમમાં રખાય, કાંઈ ‘ટોમી’ને થોડો રેવા દેવાય… મારતે ઘોડે (કે મારતી મોટરે) આવીને લઈ ગયા હશે, દીકરો ગમે તેટલા પ્રોબ્લેમ કે ટેન્શનમાં ભલેને હોય….!!!

  4. Satish's avatar Satish કહે છે:

    Reality of current society.

  5. આપનું નવું સોપાન(નવો પ્રયોગ) જરુર સફળ થશે એની મને ખાત્રી છે..અત્યારના ફાસ્ટ મુવીગ વર્ડમાં લોકોનો ટુંકું અને ટ્ચ વાંચવામાં આનંદ થાય છે, સુંદર-લાગણી સભર વાર્તા

  6. સરસ નટવરભાઈ. આજના આપણા લોકોના માનસનું પ્રતીબીંબ આપે સુંદર રીતે વ્યક્ત કર્યું છે. હાર્દીક ધન્યવાદ.

  7. Hasmukh Bulsara's avatar Hasmukh Bulsara કહે છે:

    I agreed with Satish. Its a reality of 21st century.

  8. Dipak Desai's avatar Dipak Desai કહે છે:

    Too god one can spend Rs. 20000/- but advises to put his father in Civil Hospital. Tragedy

  9. Suhas's avatar Suhas કહે છે:

    Heart Touching & Eye Opener

  10. Shilpa's avatar Shilpa કહે છે:

    Very touching short story Mama!

  11. Veena Joshi's avatar Veena Joshi કહે છે:

    heart touching story natavarji…

  12. Rashmin Tathata's avatar Rashmin Tathata કહે છે:

    Jordar. Khub j chotdar,vedhak ant. Navo j kathavishay.

  13. પરાગ મહેતા's avatar પરાગ મહેતા કહે છે:

    દીકરા કરતા પણ કૂતરાને વધારે લાગણી…!!!

  14. શોભન પિલ્લાઈ's avatar શોભન પિલ્લાઈ કહે છે:

    ખૂબ સુંદર અને કડવી વાસ્તવિકતા ની રજૂઆત કરી છે.

  15. રમેશ સવાણી's avatar રમેશ સવાણી કહે છે:

    કૂતરો ગમે; પિતાજી નહી. વાસ્તવિકતા રજૂ કરી છે. માણસ ઘણો અઘરો થઈ ગયો છે. સમજી શકાતો નથી. સચોટ લઘુકથા.

  16. Parth Patel's avatar Parth Patel કહે છે:

    ખુબ સરસ અને સરળ શબ્દો મા ટચુકડી વાર્તા વાંચતા આનંદ થયો પણ સાથે સાથે સમાજ ની કરણતા નજરો સમક્ષ દેખાઈ…

  17. Dilip Ahalpara's avatar Dilip Ahalpara કહે છે:

    A very apt story depicting the negligence towards one´s parents in their old age. What a tragedy that the same parents who have poured their heart after looking after and upbringing of their kins would become a burden to their children at a time when they need their support so badly. The comparison of tragic situation for the old person brings such a wonderful contrast in the story when a dog is given much more importance.

    Very nice story!

    Dilip Ahalpara

  18. ઈન્દ્રરાજ કોન્ટ્રાક્ટર's avatar ઈન્દ્રરાજ કોન્ટ્રાક્ટર કહે છે:

    નટવરભાઈ, ખરેખર આપની આ ક્રૃતિ વાચી મન દ્રવી ગયુ.. પણ આજ નું સત્ય માત્ર આજ છે.. નવી પેઢી કયાં જઈ રહી છે.. નથી સમજાતું.. ખૂબ જ સરસ રજૂઆત કરી છે અને સત્યતા ની કડવાહટ નું નિરૂપણ પણ..
    આપની આ રચના વાચીને અભિભૂત થયો છું

  19. અશોક દેસાઈ. વડોદરા.'s avatar અશોક દેસાઈ. વડોદરા. કહે છે:

    હૃદયને સ્પર્શી ગયું….

    • અજય પટેલ's avatar અજય પટેલ કહે છે:

      નટવરભાઈ, ….🙏🙏 આપણા કહેવાતા સમાજનું વરવું પણ સાચું ચિત્ર આલેખવા માટે….આ માનસિકતા સામે આપણે બધાજ વિવશ છીએ તથા અમુક અંશે જવાબદાર પણ છીએ….

Leave a reply to અજય પટેલ જવાબ રદ કરો