(સહુ પ્રથમ તો આપણા મહાન ભારત દેશના ૬૨માં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. અને… હવે ક્ષમા યાચના કે લગભગ છ મહિનાના લાં…બા અંતરાલ બાદ ફરી એક વખત આપ સહુને મારી વરસગાંઠ નિમિત્તે આ એક સાવ અલગ જ વાર્તા ‘‘યુ કેન ડુ ઈટ….!!’ અર્પણ કરી રહ્યો છું.
સમયનો ખાસો અભાવ, અને દમદાર પ્લોટના વિના વાર્તા ન લખવાના મારા નિર્ણયને કારણે અક્ષમ્ય મોડું થયું છે તો મને માફ કરશો.
આશા છે કે મારી અન્ય વાર્તાઓની માફક આ વાર્તા પણ આપ સહુને પસંદ આવશે. અને આ વાર્તા ‘યુ કેન ડુ ઈટ….!!’ આટે આપના નિખાલસ, પ્રેરણાત્મક અને સુચનાત્મક પ્રતિભાવની અપેક્ષા સેવું છું.
અહિં ક્લિક કરતા અથવા તો વાર્તાની નીચે comments લખેલ છે ત્યાં ક્લિક કરતા આ વાર્તા માટે આપના પ્રતિભાવ આપી શકાશે.
આભાર…!)
‘યુ કેન ડુ ઈટ….!!’
‘બચાવો…બચાવો…બચાવો….!’
મરિયમ દોડી રહી હતી. હાંફળી ફાંફળી..!! જીવ કાઢીને…જીવ બચાવવા.
‘બચાવો…બચાવો…બચાવો….!’
એની પાછળ પાછળ એક ટોળું દોડી રહ્યું હતું. દરેક ડગલે ટોળામાં પુરુષોની સંખ્યા વધી રહી હતી. પાંચ…દશ…પંદર…! કોઈના ય ચહેરા ઓળખાતા ન હતા! એક ધાબું હતું ચહેરાઓની જગ્યાએ!! કોઈએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા…કોઈએ ભગવા તો કોઈએ પીતાંબર…!!
મરિયમે ઝડપ વધારી.
‘ભૈયા…ભૈયા…ભૈયા…!! મુઝે બચાઓ…!!’
મરિયમ અને ટોળા વચ્ચે અંતર ઝડપથી ઘટી રહ્યું હતું. ઘટી ગયું. મરિયમ જમીન પર ફસડાઈ…ટોળું બેરહમીથી એના પર તૂટી પડ્યું…! ટોળાંએ મરિયમને પીંખી નાંખી…! વીંખી નાંખી…!! ચૂંથી નાંખી!
ફરહાન ઝબકીને એકદમ જાગી ગયો.
પરસેવે રેબઝેબ! એની છાતી ધમણની માફક ચાલી રહી હતી. એ પથારીમાં બેઠો થઈ ગયો. બ્રસેલ્સની રોયલ વિન્ડસર હોટેલના રૂમ નંબર ૪૦૩માં વાતાનુકૂલિત વાતાવરણમાં પણ એનું શરીર પરસેવે નાહી રહ્યું હતું.
-ડેમ…!! એણે પોતાના હાથના બન્ને પંજા પોતના ચહેરા પર ફેરવ્યા અને કપાળે બાઝેલ પ્રસ્વેદ બિન્દુ દૂર કર્યા. હજુ ય એના હ્રદયના ધબકારા એના કાનમાં સંભળાઈ રહ્યા હતાઃ ધક…ધક… ધક… ધક…!
-ઓ મરિયમ…! મરિયમ…! મરિયમ…!
ફરહાને એની પડખે સુતેલ શિવાની પર એક નજર કરી. શરીર સુખથી સંતૃપ્ત થઈ શિવાની ઘસઘસાટ ઊંઘી રહી હતી. રેશમી ગુલાબી કમ્ફોર્ટરમાંથી એની પાતળી પણ માંસલ જાંઘ બહાર ડોકિયું કરી રહી હતી એને ફરહાને બરાબર ઢાંકી. પલંગ પરથી એ ઊભો થયો. થોડા ઊંડા શ્વાસ લીધા. એના સ્નાયુબધ્ધ એકવડા શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એટલે ઠંડીનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું! આદતવશ ફરી એણે બન્ને પંજા પોતાના ગોરા ચહેરા પર ફેરવ્યા. કાર્પેટ પડેલ બૉક્સર પહેરી એણે પોતાની નિર્વસ્ત્રતા દુર કરી. હજુ એના હ્રદયના ધબકારા ધીમા થયા નહોતા. હળવા કદમે ચાલી એ બાથરૂમમાં ગયો. લાઈટ ચાલુ કરી વોશ બેસિનને લગોલગ જડેલ આદમકદ અરીસામાં એ પોતાને નિહાળી રહ્યો.
આયનાએ ઓળખવાની ના પાડી છે;
મેં જ ખુદને મારી નજર લગાડી છે.
મ્લાન હસી ઠંડા પાણીની છાલક પોતાના મ્હોં પર મારી ફરી એ પોતાના પ્રતિબિંબને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. બાથરૂમની બહાર આવી એણે સાઈડ ડેસ્ક પર મૂકેલ ડિજીટલ ક્લૉક પર નજર કરીઃ મધરાતના બે વાગવામાં દશ મિનિટ બાકી હતી. સવારે નવ વાગે તો એની રિટર્ન ફ્લાઇટ હતી. બ્રસેલ્સથી મુંબઈની, જે એણે લઈ જવાની હતી. જેટ એરવેઝમાં ફરહાન મુખ્ય પાઇલટ હતો. કૅપ્ટન હતો.
-ઓહ!! ગમે એમ કરીને ઊંઘવું જરૂરી હતું. પણ આ એક દુઃસ્વપ્ન એને ચેનથી સુવા દેતું નહોતું! સુવા દેવાનું નહોતું. વારેવારે આવતું… સતાવતું રહેતું હતું…!!
-મરિયમ…!
મરિયમને યાદ કરી એણે એક ઊંડો નિઃશ્વાસ નાંખ્યો. એની પાંપણે આંસુનાં તોરણો લટક્યા!! એ કંઈ જ કરી ન શક્યો હતો મરિયમને બચાવવા માટે…!! મરિયમ એની એકની એક નાની દીદી હતી. ખીલતા મોગરાની કળી જેવી મહેકતી…વહેતા ઝરણા જેવી ખળખળ વહેતી…ઊછળતી કુદતી…!! આમ્રકુંજમાં ડાળીએ ડાળીએ ઘૂમતી કોયલની માફક ચહેકતી ગહેકતીઃ ભૈયા ભૈયા…! અબ્બુ અબ્બુ…!! અમ્મી અમ્મી…!!!
ચૂથી નાંખી હતી નાપાક હિન્દુઓએ મરિયમને! બેરહમીથી વીંખી નાંખી હતી એની એકની એક દીદીને…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં… એની ચૂંથાયેલ લાશ મળી આવી હતી. એની સખીના ઘરેથી પરત આવવા મરિયમ નીકળી હતી. અચાનક દંગા ફાટી નીકળ્યા હતા. આખુ મુંબઈ સળગી ઊઠ્યું હતું. માનવો શેરીમાં નીકળી પડ્યા હતા દાનવ બનીને…! ફરહાન ત્યારે ફ્લોરિડા ભણી રહ્યો હતો. અબ્બુ જાવેદ અલીએ એને ફોન કર્યો હતોઃ મરિયમ ગુમશુદા છે…! મુંબઈ ભડકે બળી રહ્યું છે. ઇન્ડિયા આખું સળગી ઊઠ્યું છે…! માનવતા મરી પરવારી છે. શયતાન રાજ કરી રહ્યો છે. ફરહાન દોડી આવ્યો હતો ફ્લોરિડાથી મુંબઈ…!!એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલે દોડતા રહ્યા હતા હાંફળા ફાંફળા…!!ફસાદ થોડા શાંત થયા બાદ એક મુર્દાઘરમાં એ અબ્બુ સાથે ગયો હતો. એક બેનામી લાશને ઓળખવાઃ એ હતી મરિયમ…!! એક ડૂંસકું આવીને અટકી ગયું ફરહાનના ગળે.
-શું વાંક હતો મરિયમનો…?!
-એણે ક્યાં બાબરી મસ્જિદ બાંધી હતી…?!
-અરે…! એને તો જાણ પણ ન હશે કે બાબરી મસ્જીદ ક્યાં આવી…?!
ફરહાનના ગાલ પર આંસુની સરવાણી વહેવા લાગી…!
-મને માફ કરી દે મરિયમ…! હું તને બચાવી ન શક્યો…!!
-મને બક્સ દે…મારી દીદી…!!
મરિયમની રૂહ ભટકતી હતી…!! એણે એના બન્ને પંજાઓ ફરી પોતાના ચહેરા પર ફેરવ્યા. જાણે એ પોતાના ચહેરા પર ચોંટેલ ખોખલી સ્વસ્થતા શહેરો ઉતારી નાંખવા માંગતો ન હોય…!!
પલંગ પરથી એ ફરી ઊભો થયો. ઘડિયાળ પર ઊડતી નજર કરી એણે ખુદાને યાદ કરી નમાજ અદા કરીઃ ખુદા મારી મરિયમને બક્સ દે…! તારી પનાહમાં લઈ લે…!! યા અલ્લા…!! યા ખુદા…!!! રહમ કર…રહમ કર…!!
લેપટૉપની બેગમાં નાના પાઉચમાં રાખેલ વેલિયમ ફાઈવની એક નાનકડી ગોળી કાઢી એણે ગળી અને શિવાનીના સુંવાળા પડખે સમાઈ ફરહાને આંખો બંધ કરી…!!
‘વેઈક અપ કૅપ્ટન!!’ તાજુ શેમ્પુ કરી બહાર આવેલ શિવાનીએ એના ભીના ભીના ખુશ્બુદાર વાળથી સુતેલ ફરહાનના ચહેરા પર વાંછટ કરી. છાતી પર બરાબર કસીને બાંધેલ ટુવાલ ખેંચવાની ફરહાનની કોશિશ શિવાનીએ નિષ્ફળ બનાવી.
‘ગેટ રેડી…!!’ એણે હુકમ જ કર્યો, ‘યુ હેવ ઓન્લી થર્ટી મિનિટ્સ…! પછી ફરહાનના રૂમનું બારણું અડધું ખોલી હોટેલના કોરીડોરમાં એક નજર દોડાવી કોઈ નથીની ખાતરી કરી એ ટુવાલભેર ઝડપથી બહાર સરકી ગઈ અને પડખેના એના રૂમમાં સરકી ગઈ.
શાવર નીચે ઊભા રહી ફરહાન વિચારવા લાગ્યોઃ આ શિવાની પણ ગજબની ઓરત છે!! એના અંગેઅંગને એ જાણતો હતો… પહેચાનતો હતો…પણ એના દિમાગમાં શું ચાલે છે એના વિશે એને કશી જ ગતાગમ પડતી નહોતી!! શિવાની પણ જેટ એરવેઝમાં એરહોસ્ટેસ જ હતી. એકવાર શિવાનીએ ફરહાનનો રૂમ છોડ્યો કે એ શિવાની માટે કૅપ્ટન ફરહાન કે કૅપ્ટન અલી જ બની જતો…!! કોઈ પણ જગ્યાએ એ ઊતરતી, કોઈ પણ ડેસ્ટીનેશને, એ હંમેશ બે અલગ અલગ હોટેલમાં રૂમ બુક કરાવતીઃ એક રૂમ ફરહાનના રૂમની સાવ પડખે અને બીજો એને જેટ એરવેઝ તરફથી મળતો ઑફિશિયલ રૂમ…!! આ શિવાની પણ એક કોયડો જ હતી ફરહાન માટે…!! શિવાની સાથેના એના સંબંધો ફરહાને ગુપ્ત રાખ્યા હતા. એને એ ય જાણ નહોતી શિવાની એને ચાહે છે કે નહિ? એ શિવાનીને ચાહે છે કે નહિં?? એના અને શિવાનીના સંબંધોની વ્યાખ્યા શી છે…??
બ્રસેલ્સથી મુંબઈની ફ્લાઇટ એકદમ સરળ અને સમયસર રહી હતી. સહારના શિવાજી છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે શિવાનીએ એક વાર પણ ફરીને એના તરફ ન જોયું!!
-એ છે જ એવી!! ફરહાને વિચાર્યું. શી ઈસ લાઈક ધેટ…!!
ફરહાને એની ફોર્ડ ફિયેસ્ટાની ઈગ્નિશન કિ ફેરવી…!! મધરાતનો સમય હોય માહિમ એની કોલોની પર આવતા ફરહાનને જરાય ટ્રાફિક ન નડ્યો. એના બંગલા ‘આશિયાના’ના કંપાઉંડમાં કાર પાર્ક કરતા કરતા એની નજર અબ્બુના રૂમ પર પડી. બારી બંધ હતી. એરકંડિશનરનો ધીમો ઘરઘરાટ સંભળાઈ રહ્યો હતો. ઓટલાના ચોથા પગથિએ એ પહોંચ્યો એ પહેલાં તો એના અબ્બુ જાવેદ અલીએ બારણું ખોલ્યું, ‘આ ગયા બેટા..?’
‘અ…બ્બુ…!! આપ ભી ના…!’ ફરહાન પ્રેમથી પિતાને ગળે મળ્યો, ‘ઈતની રાત હો ગઈ…!! ફિર ભી આપ…! સો જાના ચાહિયે થા…!!’
ચાર ફૂટ બે ઇંચ ઊંચા જાવેદ અલીએ પગના પંજા પર ઊભા થઈ છ ફૂટ એક ઇંચ ઊંચા ફરહાનના કપાળે પ્રેમથી એક ચુંબન કર્યું અને વાળમાં હાથ ફેરવ્યા, ‘કૈસી રહી ફ્લાઇટ…?’
‘આપકી દુઆ હૈ હમારે સાથ તો હમે ક્યા હોને વાલા હૈ…? હસીને ફરહાને કહ્યું, ‘આપકા તજરૂમા કૈસા ચલ રહા હૈ અબ્બુ..?’
‘બસ બેટા…! વહી કર રહા થા..,! ક્યા પાક બાત કહી હૈ ભગવાન કિશનને..! મા કર્મણ્યે વાધિકાર્સ્તે ફલેષુ કદાચન્…! ‘ જાવેદ અલી મુંબઈ યુનિવર્સિટીના ઊર્દુના પ્રોફેસર હતા. એઓ હાલમાં ભગવદ્ ગીતાનું ઊર્દુમાં જ્ઞાનાંતર કરી રહ્યા હતા.
‘અબ્બુ સો જાઓ…! હમ ભી શાવર લે કે સો જોયેંગે…!’ થૂંક ગળી ફરહાને વિચાર્યુઃ મેર ભોલે અબ્બુ યે સબ કિતાબી બાતેં હૈ…!!
‘અચ્છા બેટા…!’ કહી એમણે લિવિંગ રૂમની લાઈટ હોલવી કહ્યું, ‘બેટા, આપકી અમ્મીને આપકે લિયે બહુત બઢિયા બિરયાની પકાઈ હૈ…હો શકે તો…!!’
‘ઓ કે…! અબ્બુ…!!’ કહી ફરહાન પહેલે માળે એના રૂમમાં ગયો. ટાઈ છોડી યુનિફોર્મ કાઢી માસ્ટર બેડરૂમના ઍટેચ્ડ બાથરૂમમાં એ ઘૂસ્યો. શાવર નીચે ઊભા રહી હૂંફાળો શાવર લેતા લેતા એ વિચારવા લાગ્યોઃ કેટલા ભોળા છે મારા અબ્બુ…?!! કેટ કેટલાં ઝહર ગટગટાવી પી ગયા…? પચાવી ગયા…!! કેટલી આસાનીથી એ વીસરી ગયા કે જાવેદ ગદ્દારના નામે એક વાર એમનું નામ દેશભરના અખબારોમાં કાલી સ્યાહીમાં છપાયું હતું…! શું અબ્બુ એ સાવ વીસરી ગયા હશે કે પછી…??!!
થયું એવું હતું કે મુસ્લિમ લીગે પ્રોફેસર જાવેદ અલીને બૃહદ મુંબઈ મહાનગર પાલિકાના વૉર્ડની ચૂંટણી માટે એક ઉમેદવાર તરીકે ઊભા રાખવાનું નક્કી કર્યું હતું. બોર્ડની વસ્તી અને જાતિ મુજબ અને એક નેક પાક ઉમદા ઇન્સાન તરીકે પ્રોફેસરની ઓળખને કારણે એઓ ચૂંટાઈ આવે એવી પુરેપુરી ખાતરી હતી. વૉર્ડમાં મુસ્લિમ વસ્તી ચાલીસથી બેતાલીસ ટકા હતી એટલે પણ એમની ચૂંટાઈ આવવાની પુરે પુરી શક્યતા હતી. એમની આ પસંદગીથી વૉર્ડના શિવસેના શાખાધ્યક્ષ કુશાભાઉ કરકરેને આંખમાં કણાની માફક ખૂંચી હતી. એમની સેનાના ઉમેદવાર વસંત પાટિલની ચૂંટાવાની શક્યતા ડગમગી ગઈ હતી. અને એક કારસો રચાયો હતો પ્રોફેસર જાવેદ અલી પર ગદ્દારનું લાંછન લગાવવાનો…! સેના શાખાભવન પર કોઈએ લેટર બૉમ્બ મોકલ્યો હતો. એ લેટર બૉમ્બ ફૂટ્યો. બે શિવ સૈનિકો ઘવાયા તો એક મર્યો…! બાહોશ કહેવાતી મુંબઈ પોલીસે તપાસ આરંભી…! આંતર રાષ્ટ્રિય અલકાયદાથી દેશી સિમ્મી સુધીના આતંકવાદી સંસ્થાઓની સંડોવણીની જાતજાતની અફવાઓથી અખબારો…ટીવી ચેનલો…રેડિયો છલકાયા… બે મહિના બાદ અચાનક પ્રોફેસર જાવેદ અલીના ‘આશિયાના’ પર પોલીસની રેડ પડી… પ્રોફેસરે ઘરની તલાશી લેવા દીધી હતી…એમનો ક્યાં કોઈ દોષ હતો કે એમને કોઈ વાંધો પડે…??
પણ એમના આશ્ચર્ય વચ્ચે…સહુના આશ્ચર્ય વચ્ચે… ઘરની તલાશી દરમ્યાન એમની અંગત વિશાળ લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફના પાનાંઓ કાપી એમાં જગા બનાવી રાખેલ ચારસો ગ્રામ જેટલું આર. ડી. એક્ષ. મળી આવ્યું!! પોલીસે ‘શોધી’ કાઢ્યું…!! પ્રોફેસરે બહુ જ વિરોધ કર્યો. આ એમનું ન જ હતું…! એમને ફસાવવામાં આવી રહ્યા છે…!! ફસાવી દેવામાં આવ્યા છે…!! પણ પોલીસ ઈ. મહેશ માંજરેકર કેમ માને?? આ તો સીધો ગુન્હો હતો…! આર. ડી. એક્ષ!! મુંબઈની પોલીસ બહુ કુશળ હતી. બાહોશ હતી. કોઈને ‘ફીટ’ કરી દેવામાં પણ…! મુંબઈ પોલીસ હોશિયાર હતી ગુન્હેગાર પકડવામાં પણ અને ગુન્હેગાર બનાવવામાં પણ…!!
ત્યારે ફરહાન એની ડ્યૂટી પર હતો. લંડનથી પરત એની ફ્લાઇટ વેધરને કારણે બે કલાક મોડી થઈ હતી… વહેલી સવારે એ ઘરે આવ્યો ત્યારે અમ્મીએ રડી રડીને આંખોમાં ગુલાલ આંજી દીધો હતો. અને અબ્બુની પોલીસે ધરપકડ કરી હતી. સહમી ગયો ફરહાન… એક ઈમાનદાર પાક મુસ્લિમ હોવાનો શું આ સરપાવ હતો…??!! એનું જુવાન લોહી ઊકળી ઊઠ્યું હતું. એના પ્રોફેસર ભોળા અબ્બુને ફસાવી દેવામાં આવ્યા હતા…!! જો રસ્તામાં ચીંટીની કતાર જતી હોય તો જે ઇન્સાન ખુદનો રાહ બદલી નાંખે એવા નેકદિલ ઇન્સાન આજે ગદ્દાર…દેશ દ્રોહી…ખૂની તરીકે કારાવાસમાં….?? જેલમાં…?? યા ખુદા કૈસા હૈ તેરા યહ ઇન્સાફ…?? કૈસી યે તેરી ખુદાઈ…?? ફરહાને તરત જ અબ્બુને જેલમાં મળવાની કોશિશ કરી…! પણ પોલીસે એની એક ન માની…! બસ, એને એટલી જાણ થઈ કે અબ્બુએ અનશન શરૂ કર્યા હતા અને જેલમાં અન્ન જળનો ત્યાગ કર્યો હતો…! એના વિસ્તારના વિધાનસભ્યને મળીને પોલીસ અબ્બુ પર થર્ડ ડિગ્રી ન અજમાવે એની વિનંતિ કરી. સાંસદોને મળી રજૂઆત કરી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મળ્યો. ચાન્સેલરે તો બેધડક અબ્બુનો જ પક્ષ લીધો. ફરહાને એક અઠવાડીયાની રજા મૂકી દીધી. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, લીડરોને મળ્યો. વિદ્યાર્થીઓ એને પુરો સાથ આપ્યો. મુંબઈ વિદ્યાર્થી સંઘે વિધાનસભા તરફ મ્હોંએ કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી વિરોધ દર્શાવ્યો. મુસ્લિમ કોમી એકતા સમિતિએ શાંતિ બનાવી રાખવાની આપી મુસ્લિમોને શાંત રાખ્યા. સરકાર પર દબાણ વધી રહ્યું હતું. પ્રોફેસર જાવેદ અલીએ ગાંધી ચીંધ્યા માર્ગે જેલમાં વિરોધ જારી રાખ્યો. મુસ્લિમ લીગે મુંબઈના જાણીતા ઍડ્વોકેટ લાલવાણીને રોક્યા. પ્રોફેસર નિર્દોષ હતા.. જરૂર નિર્દોષ હતા એમાં કોઈ શક નહોતો. પરંતુ એમના ઘરમાંથી જ..એમની અંગત લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફમાં બનાવવામાં આવેલ ગુપ્ત ખાનામાંથી મળી આવેલ આર. ડી. એક્સને કારણે કેસ સાવ નબળો પડી ગયો હતો…!!
-આ કુરાન-એ-શરીફ ત્યાં કોણે ગોઠવ્યું??
ઍડ્વોકેટ લાલવાણી માટે આ સહુથી મોટો કોયડો હતો. આવડું દળદાર પુસ્તક સફાઈદાર રીતે રેડ વખતે તો પોલીસ ન જ મૂકી શકે!! ખુદ પ્રોફેસરે પણ કહ્યું હતું કે જ્યારે રેડ પડી ત્યારે ચાર પોલીસ કર્મી અને ઈ. માંજરેકર સાવ ખાલી હાથે વારંટ સાથે આવ્યા હતા…! તો પછી એ ત્યાં આવ્યું કેવી રીતે?? લાલવાણીએ એના અંગત અન્વેષકોને કામે લગાડ્યા. પ્રોફેસરની ઘરે ઘણી આવન-જાવન રહેતી હતી…! ખાસ તો એમના વિદ્યાર્થીઓ…! કેટલાક તો એમના હેઠળ પીએચડી કરતા હતા…એમ.ફીલ કરતા હતા…! એ ઉપરાંત મુસ્લિમ લીગના, મુસ્લિમ સમાજના માણસોની આવરો જાવરો રહેતો હતો. પ્રોફેસરે એ સહુને નિર્દોષ ઠરાવી દીધા હતા!!
-તો??
કોકડું ગૂંચવાયું હતું.
-અને એક દિવસે એક સુરાગ લાલવાણીના માણસને હાથ લાગ્યો!
માહિમના જ રૂપા બારમાં એમનો માણસ બિયર ગટગટાવી રહ્યો હતો. ત્યારે બાર ડાન્સર પર દરેક ઠૂમકે ઠૂમકે એક યુવાન સો સોની નોટ ઊડાવી રહ્યો હતો…! એક ડાન્સર શીલા હતી પણ એવી જ કાતિલ મારકણી…! રાત્રે અઢી વાગે જ્યારે બાર બંધ થયો ત્યારે લાલવાણીના એ માણસે એ યુવાનનો પીછો કર્યો. બે દિવસે રેકી કરી…! અને એક દિવસ એને દબોચી લેવામાં આવ્યો. થોડી ગડદા પાટુ બાદ હલાવેલ સોડા બોટલમાંથી ઊભરાતા સોડાવોટરની જેમ એ યુવાને વાત ઓકીઃ એની મા શાંતા તાઈ પ્રોફેસરને ત્યાં વીસ વરસથી ઘરકામ કરતી હતી. એને સિફતથી ત્યા એ કુરાન ગોઠવી દીધું હતું રેડના આગલા દિવસે…!! પ્રોફેસરની અંગત લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો હતા. એક વધે કે ઘટે કોને ખબર પડવાની હતી…?! લાલવાણીના માણસે રાતોરાત શાંતા તાઈને ઉઠાવી હતી. એના દીકરાને પણ ઉઠાવ્યો. પોલીસે ખુદ આ કામ કરાવેલ એટલે પોલીસ પાસે તો જવાનો કોઈ જ મતલબ નહોતો. વળી આ હવે એક બહુ જ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો હતો. એટલે લાલવાણીએ સીધા જ ગૃહ પ્રધાન વિકાસ રાઉતે સામે રજૂ કરવામાં આવ્યા. રાઉતેએ પોલિસ કમિશ્નરને તેડાવ્યા…ખખડાવ્યા…!! ઈ.મહેશ માંજરેકરને તાબડ્તોબ બોલાવવામાં આવ્યા…! એણે કબૂલી લીધું કે શાખાધ્યક્ષના ઈશારે આ કાંડ કરવામાં આવેલ!! એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને રાતોરાત પ્રોફેસરને જાવેદ અલીને છોડાવામાં આવ્યા. દંગાફસાદ ફાટી ન નીકળે એવી ગૃહ પ્રધાનની માંગણી અને વિનંતિને માન આપી નેક દિલ પ્રોફેસરે શાંતિ-અમન બની રહે એ માટે મોટું દિલ રાખીને સહુને માફ કરી દીધા અને એ જ ઘડીએ ગંદા ગોબરા રાજકારણમાં કદી ન પડવાનો નિર્ણય લઈ લીધો!
-કેટલા મહાન અબ્બુનો દીકરો હતો ફરહાન…!! શાવર બંધ કરી શરીર પર પાણી એમનું એમ જ રહેવા દઈ ફરહાને નાઇટ ગાઉન વીંટાળ્યો. અબ્બુ-અમ્મીના બેડ રૂમની લાઈટ બંધ છે એની ખાતરી કરી આદતવશ બે પંજા પોતાના ચહેરા પર બે- ત્રણ વાર ફેરવ્યા અને પલંગમાં લંબાવ્યું. હવે એને ત્રણ દિવસની છુટ્ટી હતી. પાંચ દિવસના સતત ઉડ્ડયન બાદ મળતી રજાઓમાં એ તાજો-માજો થઈ જતો.
સવારે ઊઠી ફરહાન જિમમાં તૈયારી કરતો હતો ત્યારે જ અબ્બુએ એના ઓરડામાં પ્રવેશ કર્યો, ‘બેટા! કલ સુબહ કુરિયરસે યહ આપકે લિયે આયા થા…!’ ફેડએક્ષનું એક મોટું એન્વેલેપ આપતા કહ્યું, ‘મુઆફ કરના હમે…! કલ રાત યહ હમારે દિમાગસે નિકલ ગયા થા…!!’
‘આપ ભી અબ્બુ…!’ હસીને ફરહાને કહ્યું, ‘ હમે ક્યું બારબાર શરમિંદાં કર રહે હો…! મુઆફ કરના કહકર…! હમ આપકે બેટે હૈ…!!’
‘…ઓ…ર…હોનહાર બેટે હો…!’ ગૌરવથી પ્રોફેસરે કહ્યું, ‘ બેટે…! અમ્મી કો મીલ લેના. વો તેરી શાદીકે બારેમેં સોચકર પરેશાન રહેતી હૈ…! અબ તો તુ…હી… ઉસે સમજા શકતા હૈ….!’ પ્રોફેસરે વાત અધૂરી છોડી એક નિઃશ્વાસ નાંખ્યો.
ફરહાન મૌન જ રહ્યો. ફેડએક્ષના એ એન્વેલેપને એણે બે- ત્રણ વાર ફેરવીને જોયું. મોકલનાર તરીકે જેટ એરવેઝ, દુબઈનું સરનામું હતું. એન્વેલેપને એણે સહેજ દબાવ્યુઃ અંદર પેપર જ છે….! જમાનો બહુ ખરાબ છે. વરંડામાં લટકાવેલ નેતરના હીંચકે એ બેઠો. એન્વેલેપ ખોલ્યું. અંદર બે પત્રો અને ઍમીરાત્સ એરલાઈનની ટિકિટ હતી…!! એક પત્ર જેટ એરવેઈઝના લેટરહેડ પર જ હતો. સૂર્ય પ્રકાશમાં ધરી લેટરહેડમાં સંતાયેલ વોટર માર્કસ્ એણે તપાસ્યા. એ-ફોર સાઇઝના એ કાગળોની બરાબર વચમાં હોવો જોઇતો જેટ એરવેઈઝનો લૉગો બરાબર હતો તો ચાર ખૂણે જે એ નો વોટર માર્કસ્ પણ બરાબર હતાઃ તો લેટર જેટ એરવેઈઝનો જ હતો પણ એના અતિ આશ્ચર્ય વચ્ચે એ ઊર્દુમાં લખાયો હતો. એણે વાંચવાની શરૂઆત કરીઃ જનાબ કપ્તાન ફરહાન અલી, બિસ્મિલ્લાહ અર્ રહેમાન નીર્રહીમ…!! જે…મ જે…મ એ વાંચતો ગયો એમ એના રૂપાળા ચહેરા પર હાવભાવ બદલાતા રહ્યા. મનોભાવમાં પરિવર્તનો આવતા રહ્યા. એને માટે દુબઈની રિટર્ન ટિકિટ મોકલવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસની… અલ્લાહના રસૂલ તરફથી ખુદાની ખિદમતમાં હાજર રહેવાનું ફરમાન હતું…!
-ઓહ અલ્લાહ…! યા અલી!! યે ક્યા હૈ?? ફરી ફરી એ પત્ર વાંચતો રહ્યો. એનું દિલ ધડકતું હતુઃધક.. ધક… ધક… ધક…!!
-ક્યા કિયા જાય?? એણે ઍમીરાત્સની ટિકિટ પર ફરી નજર કરી. કન્ફર્મ ટિકિટ હતી. આજની બે વાગ્યાની ફ્લાઈટની અને રવિવારે દુબઈથી ચાર વાગે પરત મુંબઈની. સાથે દુબઈમાં ત્રણ દિવસ રોકાવા માટે જરૂરી દુબઈના વિસા પણ હતા…!!
-જવું કે ન જવું…??
-શું આ પણ અબ્બાની જેમ એને ફસાવવા માટેનો ફાંસલો તો નથીને…??
-અબ્બુને વાત કરું…??
-ના…ના…! ભોલે અબ્બુને બિચારાં ખોટી ચિંતામાં શા માટે મૂકવા…??!!
-તો…??
પત્ર જેટ એરવેઝના લેટરહેડ પર જ હતો. એ વારંવાર વાંચી ગયો. એમાં એક આદેશ હતો. ફરમાન હતું…! કંઈક વિચારી એણે એનું લેપટૉપ ચાલુ કર્યું. જેટએરવેઝના એના એકાઉન્ટમાં લોગઇન થયોઃ ના, ત્યાં આ અંગે કોઈ મેસૅજ નહતો. ઊલટું એચઆરનો ત્રણ દિવસની રજા એન્જોય કરવાનો મેસૅજ હતોઃ એન્જોય યોર વિકએન્ડ, અને હેલ્થ ક્લબની મેમ્બરશિપ રિન્યુ કરી દેવામાં આવેલ એ અંગે મેસૅજ હતો!!
યંત્રવત્ એણે ત્રણ જોડી કપડાં, ત્રણ જિન્સ અને ચાર ટિશર્ટ અને ત્રણ જોડી અંડર ગારમેન્ટસ એની સેમ્સોનાઈટ બેગમાં મૂક્યા.
-દેખ લેતે હૈ ક્યા હૈ અલ્લા કે રસૂલકા ફરમાન…?? વિચારી એણે પ્રોફેસર પિતાને કહ્યું, ‘અબ્બુ…! હમે દુબઈ જાના પડેગા આજ દો દિનકે લિયે. એરવેઝકા સ્પેશ્યલ સેમિનાર હૈ…! ઈતવારકો શામકો હમ વાપસ આ જાયેંગે…!’
‘અચ્છા…?? દુબઈમેં…??’
‘હા…જી…!!’
‘તો ચલે જાઓ બેટા…!! તરક્કીકે લિયે કુછ ભી કરો…!’ સહેજ અટકી એ બોલ્યા, ‘ હમ સોચ રહે થે કી દો દિન આપકી સાથ ગુજારેંગે…!’ પ્રોફેસર સહેજ નિરાશ થઈ ગયા.
‘ફરહાન બેટે…!’ અમ્મીએ એના રૂમમાં દાખલ થતાં કહ્યું, ‘હમને તો ક્યા ક્યા સોચ રખા થા…? ક્યા ક્યા પ્લાન કિયા થા ઈન છુટ્ટીઓ કે લિયે…! ઝરીનાખાલાને તેરે લિયે દો દો લડકી બતાઈ હૈ ઉસે તેરે સાથ દેખને કા મનસૂબા સજાકે રખ્ખા થા…! અબ સબ કૅન્સલ કરના પડેગા…!’ સહેજ ફરિયાદના સુરમાં કહ્યું, ‘બેટા…! કબ તક મૂઝે હી રોટી પકાની પડેગી…??’
‘અમ્મી આજકી બહુ રોટી નહિ પકાતી…!’ હસીને ફરહાન બોલ્યો. એને શિવાનીની તીવ્ર યાદ સતાવી ગઈ.
‘તો તેરે દિલમેં કોઈ હો તો બતા દે…બેટા…!’
‘મેરે દિલમેં તો મેરી અમ્મી હૈ…!’ અમ્મી ઉમરાઉના બન્ને ખભા પકડી પ્રેમથી ફરહાન બોલ્યો, ‘અબ હમે નીકલના પડેગા…!’
ઍમીરાત્સની ફ્લાઇટ સવા ત્રણ કલાકમાં ફરહાનને દુબઈ લઈ આવી. ફ્લાઇટમાંથી હજુ એ લોંજમાં આવ્યો કે તરત જ એક આરબ ઝડપથી એના તરફ આવ્યો, ‘મિસ્ટર ફ..ર..હા…ન??’
‘યસ…?!’ જમણો હાથ લંબાવી ફરહાને એ આરબ સાથે હાથ મેળવ્યો.
‘પ્લી..ઝ…!’ આરબે એના હાથમાંથી એક માત્ર કૅરીઑન લગેજ બેગ નમ્રતાથી લેતા કહ્યું, ‘પ્લીઝ ફૉલૉ મી…!’ પછી આઈફોન કાઢી અરબીમાં કંઈક કહ્યું. કોઈ પણ જાતની કસ્ટમ વિધી પતાવ્યા વિના વીઆઈપી એક્ઝિટમાંથી બન્ને એરપોર્ટની બહાર આવ્યા કે એક બ્લેક મર્સિડીઝ એમની સામે આસ્તેથી સરકીને ઊભી રહી ગઈ. બન્ને એમાં ગોઠવાયા. કોઈ ફિલ્મી પાત્ર ભજવી રહ્યો હોય એવું લાગ્યું ફરહાનને!! પણ ના, આ કોઈ ફિલ્મ નહોતી. એક નરી વાસ્તવિકતા હતી. અચાનક ફૂટી નીકળેલ આરબ…!કોઈ પણ જાતની કસ્ટમ પ્રક્રિયા વિના વિઆઈપી એક્ઝિટમાંથી બહાર નીકળવું…અને હવે ડાર્ક ટિન્ટેડ વિન્ડો વાળી બ્લેક વૈભવી મર્સિડીઝ…!!
-એ ક્યાં જઈ રહ્યો છે…? હજુ એ વિચારવાનું પુરૂં કરે તે પહેલાં તો કાર હળવેકથી ઊભી રહી ગઈ. આગળની પેસેન્જર સીટ પરથી ઊતરી આરબે ઝડપથી પાછળનો દરવાજો ખોલ્યો, ‘વેલ કમ ટુ વર્લ્ડ’સ ટોલેસ્ટ બિલ્ડિંગ જનાબ ફરહાન અલી…વેલકમ ટુ… બુર્જ ખલીફા…!!’ દુનિયા સહુથી ઊંચા આઠમી અજાયબી સમા બુર્જ ખલીફાના વૈભવશાળી પ્રવેશ દ્વારે એ ઊભો હતો.
-અરે વાહ…!! જેટ એરવેઝ ઈતના સુધર ગયા…?!!
કાર એમને ઉતારીને સરકી ગઈ.
‘પ્લીઝ ફોલો મી…!’ એક અત્યાધુનિક લિફ્ટ મારફતે એ બન્ને ઇઠ્ઠોતરમાં માળે પળભરમાં પહોંચી ગયા.
ભવ્યાતિભવ્ય કોરીડોરમાં લીલા રંગની કાર્પેટ બિછાવેલ હતી. બન્ને ૭૮૬ નંબરના સોનેરી પતરું જડેલ દ્વારે આવીને ઊભા રહ્યા કે દ્વાર ખૂલી ગયું.
‘ખુશામદીદ… ખુશામદીદ…!!’ પાંચ ફૂટ ઊંચા સહેજ શામળા શખ્સે બે હાથો વડે બાવડાથી પકડી ફરહાનને પ્રેમથી આવકાર્યો,‘આહલન વસાલન…આહલન વસાલન…!!’
પેલો આરબ કુર્નિશ બજાવી બહારથી જ સરકી ગયો.
‘શુક્રિયા…!’ સહેજ સંકોચાયને ફરહાને કહ્યું. વિશાળ બેઠક ખંડમાં વચ્ચે ગોઠવાયેલ વૈભવશાળી સોફા તરફ પેલા શખ્સે ફરહાનને દોરી જઈ બરાબર ફરહાનની સામેના સિંગલ સોફામાં એ ગૌરવથી ગોઠવાયો, ‘તો કપ્તાન ફરહાન અલી…! આ…પ…કી મંઝિલ આપકો યહાં તક લે હી આઈ…!’
‘……………..!!’ ફરહાન મૌન જ રહ્યો. એણે પેલા શખ્સ સાથે નજર મેળવવા કોશિશ કરી પણ એણે પહેરી રાખેલ સોનેરી ફ્રેમવાળા ડાર્ક બ્રાઉન ગોગલ્સને કારણે એનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
-શું ચાલી રહ્યું છે? ફરહાનની સમજમાં કંઈ જ આવતું નહોતું.
એટલામાં એક સ્ત્રી લચકતી ચાલે આવી. સર્વિંગ ટ્રૉલી પર બે લીલાછમ તરોપા હતા. અને ચાંદીના બે કટોરામાં તરોપામાંથી તાજુ જ કાઢવામાં આવેલ કુમળું મલાઈદાર કોપરું હતું. એ ઔરતે રિદાહ હેઠળ એનો ચહેરો ખુબસુરતીથી સંતાડેલ હતો. પણ એની મારકણી આંખો એના સૌંદર્યને છતી કરી દેતી હતી. એ ઔરતે તરોપામાં ચાંદીની સ્ટ્રો મૂકી નજાકતથી ફરહાનને આપ્યો અને સામેના કોતરણી વાળા ટેબલ પર કોપરાનો કટોરો મૂક્યો.
‘શુક્રિયા…!’ ફરહાને તરોપો લેતા કહ્યું. એને તરોપામાંથી સીધું નાળિયેર પાણી પીવું ખૂબ જ પસંદ હતું તો કુમળું કોપરું એની નબળાઈ હતી. આ વાતનું અહિં ધ્યાન રાખવામાં આવેલ છે એ જાણી ફરહાન સમજી ગયો કે સામે બેઠેલ શખ્સ એના વિશે ઘણું જ જાણતો હોવો જોઈએ…!!
ઇશારો કરી એણે બાંદીને મોકલી દીધી, ‘સો કૅપ્ટન ફરહાન અલી…!! ક્યા કહું…?? વોટ શુલ્ડ આઈ સે…?’ પેલા શખ્સે તરોપામાંથી ચૂસકી મારી કહ્યું, ‘ લેટ મી વેરી ફર્સ્ટ સે થેન્ક યુ વેરી મચ. હમ આપકે દિલ-ઓ-જાંસે શુક્રગુજાર હૈ…! આપ વો શખ્સ હૈ…ખુદાકે વો બંદે હો… જો અબ પુરી દુનિયાકી તાસીર બદલ દેને વાલા હૈ…! તવારીખ બદલ દેને વાલા હૈ…!!’ એ સોફા પરથી ઊભો થયો ફરહાનની નજદીક આવ્યો. એણે વાપરેલ મસ્ક પરફ્યુમની સુગંધ ફરહાને અનુભવી…!
‘હમ સમજે નહિ…!’ ફરહાને સંકોચાયને કહ્યું.
‘ડેસ્ટિની…!’ પેલા શખ્સે ફરહાનના હ્રદયે એની ઇન્ડેક્સ ફિંગર મૂકી કહ્યું, ‘તકદીર…તકદીર…! આપકી કિસ્મતમેં જો લિખા હો વો કોઈ મીટા નહિં શકતા…! બહુત હી કમ પાક નેક દિલ ઈન્સાનકો હી ઐસી ફઝલ અલ્લાહ ખેરાત કરતા હૈ જો જન્નતમેં અપની જગહ બના પાતા હૈ…! ખુદાકે દરબારમેં હસતે હસતે કદમ રખ શકતા હૈ…! ઈસ્લામકા ફરિશ્તા બન શકતા હૈ…! યુ કેન ડુ ઈટ…! એન્ડ યુ વિલ ડુ ઈટ…!’ કહી એ ફરી પોતાના સ્થાને ગોઠવાયો.
-કોણ છે આ શખ્સ?? ફરહાને વિચાર્યું.
‘હમ કૌન હૈ યે મત સોચો…!’
-યા અલ્લા…! ફરહાને બીજી જ ક્ષણે વિચાર્યુઃ આ માણસ તો એના વિચારો પણ વાંચી લે છે…! ચોરી લે છે…!
‘હમ કૌન હૈ યે મત સોચો…!’ ફરી દોહરાવી એ વ્યક્તિએ એના સોનેરી ગોગલ્સ ઉતાર્યા અને ફરહાન સાથે સીધી નજર મેળવી. એની જમણી આંખ સહેજ નાની હતી. એની આંખોમાં સાપ રમતા હતા. ફરહાનને આછો આછો ખ્યાલ આવી ગયો કે કોણ છે આ અજીબ શખ્સ!! એના રૂંવાટા ઊભા થઈ ગયા. આ એ શખ્સ હતો કે જેને દુનિયાભરની પોલીસ શોધતી હતી.
સહેજ હસીને એ બોલ્યો, ‘હમ વો હૈ જો કહીં ભી રહે…સારે જહાંમેં હમ રાજ કરતે હૈ…! ઔર જો હમે નારાજ કરે હમ ઊસે તારાજ કર દેતે હૈ…બરબાદ કર દેતે હૈ…! ઉસકે નામોં નિશાં મિટા દેતે હૈ…!! ઈસ્લામકે લિયે હમ કુછ ભી કર શકતે હૈ…! કુછ ભી…મતલબ કુછ ભી…!!’
એટલામાં જ ફ્લેટમાં હળવા સ્વરે ત્રણ ટકોરા પડ્યા. અને ત્યારબાદ મૃદુ સ્વરે અજાન સંભળાઈઃ અલ્લાહ ઓ અકબર અલ્લા…હ… અલ્લાહ ઓ અકબર અલ્લા..હ…
‘નમાજકા વક્ત હો ગયા….આઓ નમાજ અદા કરે ઓર ખુદાકો યાદ કરકે તાકાત માંગે…’ પેલા સખ્શે આદેશ આપ્યો કે સવાલ કર્યો એ ફરહાનને સમજ ન પડી પણ બન્ને ઊભા થયા. અંદર બનાવવામાં આવેલ ખાસ બંદગી કક્ષમાં જઈ વજૂ કરી બન્નેએ ઈશાની નમાજ અદા કરી.
‘યા અલ્લા…!રહેમ કર…! મહેરબાની કર…! હમે ઈસ્લામકા હૌંસલા બઢાનેમેં મદદ કર…!!’ નમાજ અદા કર્યા બાદ પેલા શખ્સે ફરહાનના ખબે હાથ મૂકી કહ્યું, ‘આ..ઓ…! હમ આપકો કુછ દિખાને ચાહતે હૈ જનાબ…!’ એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘ હમ વો કુછ દેંખે વો તો ઊંટકી પૂંછકા એક બાલ કે બરાબર હૈ…! કિતને હી સિતમ નાપાક અમિરીકી… ઔર શેતાન હિંદુઓને હમ પર બેરહેમીસે ગુજારે હૈ…! હમારે ખૂનકી હોલી ખેલી હૈ ઊન ફિરંગીઓને…! હમે ખતમ કરને કી સાજિશ કી જા રહી હૈ હર ઘડી હર પલ ઈસ જહાંમે…!’ કહી એ ફરહાનન ફ્લેટમાં જ બનાવવામાં આવેલ આધુનિક હોમ થિયેટર તરફ દોરી ગયો. જ્યાં ઊંટના ચામડા મઢેલ બે વિશાળ સોફાઓ દિવાલને લગોલગ ગોઠવવામાં આવેલ હતા. બન્ને એના પર ગોઠવાયા.
-મને આ બધું બતાવવાનો શો અર્થ??!! ફરહાને વિચાર્યું પણ એ મૌન જ રહ્યો.
પેલી વ્યક્તિએ રિમૉટ કન્ટ્રોલ હાથમાં લઈ એક બટન દબાવ્યું એટલે સામેની દિવાલ એક મોટા પડદામાં પરાવર્તિત થઈ ગઈ! એના પર એક પછી એક ચિત્રો, કેટલાંક સ્થિર તો કેટલાંક ચિત્રપટ, હાલતા ચાલતા…ચિત્રો બદલાવા લાગ્યા. ઇરાકમાં અમેરિકન આર્મીએ કરેલ આડેધડ બોમ્બમારો…માસૂમ નાના ભુલકાંઓની લાશ…લાશના ટુકડા…વિચ્છેદિત શરીરના અંગો…સ્ત્રી-પુરુષોની લાશોના જુગુપ્સા પ્રેરક ઢગલે ઢગલા…અને એ લાશોનું ખાડાઓમાં બુલડોઝર વડે સામૂહિક દફન…!! ઠેર ઠેર લોહી જ લોહી…! અરે…!! કેટલાંક દ્ગશ્યો સાથે તો તારીખ અને સમય પણ હતો. કેટલીક એકદમ સ્પષ્ટ તો કેટલીક ફિલ્મ જાંખી અને અસ્પષ્ટ હતી. ઇરાકી સ્ત્રીઓ પર કરવામાં આવતા અત્યાચાર… યુદ્ધ કેદી બનાવી મુસ્લિમો સાથે કરવામાં અમાનુષી વ્યવહાર. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલીઓના આડેધડ વિમાની હુમલા…અફઘાનિસ્તાનમાં રશિયનો અને ત્યારબાદ અમેરિકન સૈનિકોના જુલમો… નિર્દોષ લોકોની લાશોના ખડકલા…! ટોરાબોરામાં કરવામાં આવેલ એકધારો સતત સાત દિવસ સુધીનો બોમ્બમારો…! કીડીઓની જેમ મરતા અફઘાનિસ્તાની મુસ્લિમો…! પાકિસ્તાનમાં ડ્રોન વિમાનો દ્વારા રોજ બરોજ નિર્દોષ પાકિસ્તાનીઓ પર કરવામાં આવતા હુમલાઓ…! ભારતીય સૈનિકો દ્વારા કશ્મિરમાં ગુજારવામાં આવતા સિતમો…! ગોધરા ટ્રેન દહન બાદ ફાટી નીકળેલ તોફાનોમાં ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણી મારવામાં આવેલ એની ફિલ્મ… અમદાવાદમાં એમના નિરાશ્રિત કેમ્પસ્…અને એમાં પડતી અગવડો…! મુસ્લિમોના ધંધા ઉદ્યોગને નિશાન બનાવી કરવામાં આવેલ હિદ્નુઓના હુમલાઓ…!! આખેઆખી ફિલ્મનું એડિટિંગ અવલ દરજ્જાનું હતુ….અરે એમાં જાવેદ અલીને જાવેદ ગદ્દાર તરીકે ચીતરવામાં આવેલ એનો ઉલ્લેખ પણ આવરી લેવામાં આવેલ…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં મુસ્લિમ વસ્તીની તબાહી…અને છેલ્લે એક છોકરી દોડતી હતી…દુરથી…એની પાછળ એક ટોળું…કોઈના ય ચહેરા સ્પષ્ટ ન હતા…પણ વસ્ત્રે પહેરે ઓઢવે એ સહુ હિદ્નુઓ હતા…છોકરીની ચૂંથાયેલ લાશ અને છેવટે મરિયમનો માસુમ ચહેરો પડદા પર સ્થિર થઈ ગયો. જે ચારેક મિનિટ રહ્યો…મરિયમની આંખમાંથી આંસુ ટપકતા હતા…!! અને ફરહાન ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો…એની આંખે બારે મેઘ ખાંગા થયા..!! ક્યાં સુધી એ ચોધાર આંસુંએ રડતો જ રહ્યો. રડતો જ રહ્યો. પેલા શખ્સે એને રડવા જ દીધો. ત્યારબાદ, એ હળવેથી ઊભો થયો અને ફરહાનને આલિંગનમાં લીધો. ફરહાન એને વળગી વળગીને રડવા લાગ્યો. ડૂસકૂં રોકી, ભીના શાંત મક્કમ અવાજે એણે પૂછ્યું, ‘હમારી મરિયમકા ખૂનકા બદલા લેને કે લિયે હમે ક્યા કરના હોગા…??’
***** *****
મુંબઈથી બ્રસેલ્સની જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W0228 શિવાજી છત્રપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ એકના ગેટ 6A પર મળસ્કે ચાર વાગે લાંગરી ચૂકી હતી. જે લગભગ એક કલાક મોડી હતી. એટલે પ્રવાસીઓ ઝડપથી પોતાના બોર્ડિંગ પાસ એરવેઝના કર્મચારીઓને બતાવી વિમાનમાં દાખલ થઈ રહ્યા હતા. ગોરા…કાળા…ખાખી..પચરંગી…એમાં અઢી મહિનાની એક બાળકીથી માંડીને નેવું વરસના એક વૃદ્ધ સહિત કુલ ૨૫૦ પ્રવાસીઓ હતા.
મુખ્ય પાઇલટ કૅપ્ટન ફરહાન અલી અને કો. પાઇલટ અશોક અરોરા લાસ્ટ મિનિટ ચેકિંગ કરી રહ્યા હતા એ એર બસ ૩૩૦-૨૦૦નું…!! વિમાન પુરેપુરું ભરાઈ ગયું…! છ એર હોસ્ટેસ અને ચાર પુરુષ પર્સર પોત પોતના ઝોનમાં ફરી કયા પેસેન્જર તરફથી ટ્રબલ આવી શકે, કોણ ડિમાન્ડીંગ છે નો અડસટ્ટો મેળવી રહ્યા હતા. શિવાનીની ડ્યૂટી હર હંમેશની માફક બિઝનેસ ક્લાસમાં જ હતી. બિઝનેસ ક્લાસમાં ચઉદ અમેરિકન, ચાર બ્રિટિશ, અને બે ઈજરાયેલી પ્રવાસીઓ અને કેટલાંક ભારતીય યાત્રીઓ હતા. એક ઇટાલિયન જોડું ભારત હનીમૂન કરવા આવેલ હશે એ હજુ પણ હનીમૂન મૂડમાંથી બહાર આવ્યું લાગતું નહોતું અને એક બીજાને ચુંબનો પર ચુંબનો કરી રહ્યું હતું! એના પર નજર પડતા શિવાની મનોમન હસી. સોનેરી પીળા કલરમાં જાંબલી રંગની ફૂલપાનની ડિઝાઇન અને પહોળા પાલવવાળી યુનિફૉર્મની સિલ્કની સાડી અને જાંબલી રંગની સ્લિવલેસ બ્લાઉઝમાં સોટા જેવી પાતળી શિવાની બહુ જ મારકણી લાગતી હતી. વિન્ડો સીટ પર બેઠેલ એક આધેડ ભારતીય શિવાની પર નજરથી બળાત્કાર કરી રહ્યો હતો!! એ શિવાનીના ધ્યાનમાં આવી ગયું. એટલે પાલવ વડે એની કમનીય કમર નજાકતથી ઢાંકી સીધી એ પ્રવાસી પાસે જ ગઈ, ‘હાઉ આર યુ સર…?! ડુ યુ નીડ એનીથિંગ સર…??’ દાડમ જેવી ચસોચસ ગોઠવાયેલ મોતીના દાણા જેવી દંતપંક્તિ બતાવતું પહોળું હાસ્ય કરી શિવાનીએ પૂછ્યું.
‘વો…વો…ટર…!’પેલો આધેડ ગલવાઈ ગયો.
‘સ્યો…યો…ર…!’ શિવાનીએ હસીને કહ્યું. પોતાના સ્ટેશન પર જઈ ગ્લાસમાં પાણી લઈ એ સજ્જનને આપ્યું.
મોટાભાગના પેસેજંરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. કૅબિન ક્રુએ ફટાફટ ઑવરહેડ લગેજ કન્ટેનરને વાસી દીધા. ઉડ્ડયન પહેલાંના સુચનો અપાયા. ડોક પરથી વિમાનને અલગ કરવામાં આવ્યું અને ટ્રેક્ટરે રિવર્સ કરી ટરમેક પર મૂક્યું.
‘વેલકમ ટુ જેટ એરવેઝ ફ્લાઇટ નંબર 9W0228..! આઈ એમ યોર કૅપ્ટન ફરહાન અલી વિથ કો. પાઇલટ અશોક અરોરા વિલ ટેઈક યુ ટુ બ્યુટિફૂલ બ્રસેલ્સ. વિ અપોલાઈઝ ફોર ધ ડિલે…! બટ ઈફ વેધર પરમિટસ્ વિ વીલ રીચ અવર ડેસ્ટિનેશન ઓન ટાઇમ…!’ ફરહાનનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગુંજ્યો, ‘વિ હેવ નાઇન અવર ટ્વેન્ટી મિનિટ જર્ની ટુ બ્રસેલ્સ.ધ વેધર ઓફ બ્રસેલ્સ ઇસ ગુડ અને રાઈટ નાઉ એબાઊટ વન ડિગ્રી સેન્ટિગ્રેડ એન્ડ નો સ્નો ફોરકાસ્ટ…!! થેન્ક યુ વેરી મચ ફોર ફ્લાઈંગ વિથ જેટ એરવેઝ…વી વિલ અપડેઈટ યુ એઝ એન્ડ વ્હેન રિકવાયર્ડ…! હેવ અ નાઈસ જર્ની…!’
ટરમેક પરથી હળવે હળવે રવાલ ચાલે ચાલતું વિમાન મુખ્ય રનવે પર આવીને ગોઠવાયું. સહેજ ઊભું રહ્યું, ‘વી આર ફિફ્થ ઇન ધ ક્યુ…! હેવ ટુ વેઈટ ફોર ફ્યુ મોર મિનિટસ્…! પ્લીસ બી સિટેડ…ફાસન યોર સિટ બેલ્ટ એન્ડ કોઑપરેટ વિથ અસ!! કૅબિન ક્રુ… પ્લીઝ ટેઈક યોર સીટ…! વિ વિલ બી એર બોર્ન વેરી સુન. થેન્ક યુ..!’
કોકપીટનો દરવાજો અંદરથી બંધ ગયો. હવે જો કૅપ્ટન ફરહાન અલી કે કો પાઇલટ અશોક અરોરા ખોલે તો જ એ દરવાજો ખૂલી શકે એવી સુરક્ષા વિમાનના અપહરણને અને કોકપીટમાં કોઈ આતંકવાદી દાખલ ન થઈ શકે એ હેતુ થી કરવામાં આવેલ હતી.
બિઝનેસ ક્લાસમાં કોકપીટની દિવાલને લગોલગ અનફૉલ્ડ સિંગલ સીટ પર શિવાની ટટ્ટાર ગોઠવાઈ હતી. સીટ બેલ્ટ બાંધવાને કારણે એના ચુસ્ત શરીરના ઉન્નત વળાંકો એને વધુ આકર્ષક બનાવતા હતા. વિમાનમાં શિલિંગ લાઈટ સિવાય બધી જ રોશની ઓછી કરી દેવામાં આવી…! કૅપ્ટન ફરહાન અલીએ ફૂલ થ્રોટલ દબાવી વિમાનને પૂરે પુરી તાકાતથી રન વે પર દોડાવ્યું…સહેજ ઘરઘરાટી સાથે દોડ લગાવી વિશાળ પંખીની માફક ગણતરીની પળોમાં વિમાન હવામાં અધ્ધર થયું.
શિવાનીએ આંખો બંધ કરી પ્રભુને યાદ કર્યાઃ હે પાંડુરંગા…!
થોડા જ સમયમાં તો એરબસે બત્રીસ હજારની જરૂરી ઊંચાઈ મેળવી લીધી. સીટ બેલ્ટનો વોર્નિંગ દુર થઈ. કેટલાંક મુસાફરોએ બાથરૂમનો ઉપયોગ પણ શરૂ કરી દીધો. શિવાનીએ વેલકમ ડ્રિન્કની તૈયારી કરવા માંડી. સર્વિંગ ટ્રૉલી પર પેસેન્જરની રિકવેસ્ટ મુજબ સ્કોચ, બ્રાન્ડી, વાઈન ફ્રૂટ જ્યૂસ, સોડા-પેપ્સી-કૉક વગેરે ગોઠવવા માંડ્યા. એટલામાં જ વિમાને એક નાનકડી ડૂબકી મારી… એક આંચકો લાગ્યો. શિવાનીએ પણ પોતાની જાતને પડતા માંડ બચાવી. કેટલાક મુસાફરો તો ગબડ્યા પણ ખરા…! હાયકારો નીકળી ગયો એમનાથી…!
-વા…ઉ…ઊ…! શિવાનીએ વિચારી ફરી તૈયારી કરવા માંડી. એક વાઈન ગ્લાસ તૂટી ગયો એના કાચ કાળજીપુર્વક ઝડપથી એકત્ર કર્યાઃ કૅપ્ટન અલી શુલ્ડ વોર્ન..! એને વિમાન વળાંક લેતું હોય એમ પણ લાગ્યું! ઈસ હિ ગોઇંગ બેક ટુ… મુંબઈ..?? શિવાનીએ વિચાર્યુઃ કદાચ એર ટર્બ્યુલન્સથી બચવા એમ કરવું પડ્યું હશે. શિવાનીએ મનને મનાવ્યું. કદાચ બીજો એર પૉકેટ આવે એમ વિચારી ટ્રૉલીની બ્રેક બરાબર ચકાસી શિવાનીએ થોડી રાહ જોવાનું વિચાર્યું. એણે સાડીનો છેડો બરાબર લપેટ્યો. આમ તો એરહોસ્ટેસ માટે સોનેરી પીળો કોટ અને જાંબલી પેન્ટ જ યુનિફોર્મ હતો પણ શિવાની અલગ જ હતી. એને તો સાડી જ વધારે ગમતી.એણે લિપસ્ટિક લગાવી હોઠને વધારે રતમુડા બનાવ્યા. હોઠોને એકમેક સાથે દબાવી અરીસામાં નજર કરી જમણી આંખ મારી પોતાની સાથે જ ફ્લર્ટ કર્યું!! એટલામાંજ એના બ્લાઉઝમાં સંતાડેલ સ્માર્ટ સ્લિમ ફોન વાઈબ્રેટ થવા લાગ્યો. શિવાનીના શરીરના રોમ રોમમાં એ કંપન ફરી વળ્યુઃ ફોન એકધારો વાઈબ્રેટ થઈ રહ્યો હતોઃ ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
-ઓ માય ગોડ…! ઓ માય ગોડ…! ઓ માય ગોડ…!
સર્વ કંઈ વીસરી શિવાનીએ ત્વરાથી ફોન હ્રદય પાસેથી ખેંચ્યો. સ્ક્રીન પર નજર કરી. સહેજ અટકીને ફોન ફરી લયબધ્ધ કંપવા લાગ્યો. એણે નંબર ચેક કર્યોઃ યસ…ઈટ ઈસ ગ્રાઉન્ડ કન્ટ્રોલ…!! વ્હોટ ગોઇંગ ઓન? એને વિમાનમાં એક નજર દોડાવી. સહુ સમુસુતરું લાગતું હતું. તો…?
– ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
ફોન કંપવાનું અટકતો નહોતો. તો…? વિમાનમાં કંઈક ગરબડ છે જ…! ફ્લાઇટ હેસ લોસ ધ કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ …!! વાય…?? હાઉ…??
-નો ધીસ ઈસ રિયલ…! નોટ અ ડ્રિલ…!! શિવાનીનું કેળવાયેલ મગજ ઝડપથી વિચારવા લાગ્યુઃ નાઉ. ટાઈમ ટુ એક્ટ…! યસ…!! ઊંડો શ્વાસ લઈ એણે ખુદને કહ્યુઃ શિવાની યુ કેન ડુ ઈટ…! બે ડગલામાં તો એ કોકપીટના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ…!એની બોડી લૅન્ગ્વેજ જ બદલાઈ ગઈ…! કોકપીટમાં જ જરૂર કંઈ ગરબડ હતી. પ્લેઈને રસ્તો બદલ્યો હતો…અણધાર્યો વળાંક લીધો હતો!! શું કોકપીટમાં પહેલેથી જ કોઈ આતંકવાદી ધુસ્યો હશે…? વિચારી શિવાનીના હ્રદયના ધબકારા અનિયમિત થયાઃ ઓહ… માય ગોડ…! કોકપીટનો દરવાજો ખોલવા એણે જોર અજમાવ્યું પણ દરવાજો ટસનો મસ ન થયો. ફરી એક વાર એણે પ્રયત્ન કર્યો. બ્લાઉઝમાં બનાવેલ નાના પાઉચમાંથી સ્માર્ટ ડીકૉડર કાર્ડ કાઢી એણે કોકપીટના દ્વાર પાસેથી પસાર કર્યો. લૉક ડિકોડ થઈ જતા સહેજ જોર લગાવતા જ એ ખૂલી ગયું. એની નજર સીધી જ કો. પાયલટ અશોક અરોરા પર પડી…! એ ચમકી ગઈ…! અશોકની ડોક વળી ગઈ હતી…અને એનું માથું છાતી તરફ આગળ નમી ગયું હતું…! એ બેહોશ હતો…! ઓહ…! એણે કૅપ્ટન ફરહાન તરફ નજર કરી, એ બરાબર હતો!!
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…? કૅપ્ટન ફરહાન અલી??’
‘યુ..???’ ફરહાને એકદમ ચમકીને શિવાની તરફ નિહાળ્યું, ‘હાઊ ડુ યુ ગેન ઈન કૉકપિટ…?’
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…?’ શિવાની વાઘણની જેમ બરાડી. ફરહાનની ભાવશૂન્ય આંખોમાં શયતાન રમતો હતોઃ આ માણસ આ…વો…?!!
‘ગેટ રેડ્ડી ટુ ગો ટુ જન્નત વિથ મી…!’ ફરહાનનો અવાજ જાણે અવકાશમાંથી આવી રહ્યો હતો.
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની બરાડી, ‘વેઈક અપ…અરોરા…!! વેઈક અપ…!!’ શિવાની અશોક અરોરાની નજીક સરકી. અરોરાના બાલ પકડી એનું નિર્જીવ માથું એણે હલાવ્યું…
‘વ્હો જહન્નમમેં જા ચૂકા હૈ…હમને પહોંચા દિયા…!’
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની માની શકતી જ ન હતી કે ફરહાન આવું કરે…! હવે શિવાનીને ખ્યાલ આવ્યો કે વિમાને જે ડૂબકી મારેલ એ એર પૉકેટને કારણે નહોતી. પણ કૅપ્ટન ફરહાન અને અરોરા વચ્ચે થયેલ ઝપાઝપીને કારણે હતોઃ ઓ માય ગોડ…!! ફરહાને અરોરાને પતાવી દીધો!!
‘ય…સ…! હી ઈસ ડેડ…!’
‘ક્યા…?’શિવાનીએ સાડી ઊંચી કરી. ફરહાને શિવાનીને સાડી ઊંચી કરતા નિહાળી વિકૃત હસીને કહ્યું, ‘તૂઝે અબ ભી સેક્સ કરના હૈ જબ હમેં જાના હૈ જન્નતમેં…!’
શિવાનીની જમણી જાંઘ સાથે સાયલંસરવાળી કોલ્ટ-45 બાંધેલ હતી તો ડાબી જાંઘે કુશળતા પૂર્વક નાનકડી સ્ટન ગન લગાવેલ હતી. એના જમણા હાથમાં સ્ટનગન આવી ગઈ હતી. હા, શિવાની એક કમાન્ડો હતી…ભારતીય વાયુ સૈનાની ટ્રેઇન્ડ કમાન્ડો…!
પોતાની ધૂનમાં જ ફરહાન મસ્ત રહી બબડતો હતો, ‘મરિયમકી મોતકા કર્જ હમે અદા કરના હૈ…!’ એની નજર શિવાની પર નહોતી. ‘અવકાશના અંધકારમાં નિહાળી એ બોલી રહ્યો હતો, ‘ હમ સબ મરને વાલે હૈ..!’ પાગલની માફક એ બબડતો હતો, ‘હમને ઓટો પાયલટ પર જીપીએસમેં ટાર્ગેટ લૉક કર દિયા હૈ તારપુર એટોમિક રિએક્ટર…! તબાહી મચ જાને વાલી હૈ…સારે હિદ્નુસ્તાનમેં…તબાહી…હી…તબાહી…! કયામત…કયામત…!!’ ફરહાને વિકૃતિથી અટ્ટ હાસ્ય કર્યું.’ અને હસતા હસતા એણે એના હાથના પંજા એની ટેવ મુજબ ચહેરા પર ફેરવવાની શરૂઆત કરી કે એના હાથ એના ચહેરા પર જ થીજી ગયા…!!
શિવાની એની પાછળ સરકી આવી હતી અને એના ડાબા કાન નીચે ગરદન પર એણે સ્ટન ગન મૂકી ટ્રિગર દબાવી જ દીધું…! ફરહાનને એક લાખ વોલ્ટ કરંટનો જોરદાર આંચકો લાગ્યો…! એ તરત મૃતપ્રાય થઈ ગયો…. શિવાની આવું કરશે એની કલ્પનામાં જ નહોતું…! શિવાની તરફ જોવાની એણે દરકાર ન કરી એ એને બહુ જ ભારે પડી ગઈ…! ફરહાને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેની સુવિધા જ બંધ કરી દીધી હતી અને એ કારણે ફ્લાઇટ 9W0228 રડાર પરથી અદૃશ્ય થઈ ગઈ…એ શંકાસ્પદ હતું અને એટલે જ ગ્રાઉન્ડ કન્ટ્રોલે સ્માર્ટ ફોનથી કમાન્ડો શિવાનીને ચેતવી દીધી…! ગુસ્સાથી પાગલ શિવાનીએ ફરી વાર ફરહાનને કપાળે સ્ટન ગન અડાડી એક ઓર આંચકો આપ્યો. બે બે વારના જોરદાર વીજળીક આંચકાને કારણે ફરહાન બેહોશ થઈ ગયો. શિવાનીએ સીટ બેલ્ટ છોડી પાયલટની સિટ પરથી એને ફરસ પર ફંગોળ્યો…એના ગુપ્તભાગમાં બે વાર જોરદાર લાત મારીઃ આવા શખ્સ સાથે એણે શરીર સુખ ભોગવ્યું હતું…!!?? શિવાનીના ખાસ બનાવેલ અણીદાર શુઝના પ્રહારને કારણે ફરહાનનું વૃષણ ફાટી ગયું. એને આંતરિક રક્ત સ્રાવ થવા લાગ્યો. અને અસહ્ય પીડાથી ફરહાન કણસવા લાગ્યો. એક સાથે હજારો વીંછી ડંખી રહ્યા હતા ફરહાનને…!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’
વિમાન એકધારી ઊંચાઈ ગુમાવી રહ્યું હતું એ શિવાની એ મહેસૂસ કર્યું.
‘હવે…? ઓ પાંડુ રંગા…હેલ્પ મી…હેલ્પ મી…!’ બબડતી શિવાની પાયલટની સીટ પર ગોઠવાઈ… ‘વી હેવ અ પ્રૉબ્લેમ…!’ પીએ સિસ્ટિમ તરત જ એણે મુસાફરોને ચેતવ્યા, ‘પ્લી..ઈ…સ, એવરી વન ટેઈક યોર સીટ એન્ડ ફાસન યોર સીટબૅલ્ટ…પ્લીઝ…!!’ એ બોલતી હતી પણ એના બન્ને હાથ ફટાફટ ચાલતા હતા… વિમાન પર કન્ટ્રોલ મેળવવાની તજવીજ ચાલુ જ કરી દીધી હતી એણે…!! ફરહાને તારાપુર અણુ વિદ્યુત મથકના મુખ્ય રિએક્ટર સાથે ૩૫,૦૦૦ ગેલન પેટ્રોલ ભરેલ ૨૪૦ ટનનું વિમાન ભટકાવવાની પુરી તૈયારી કરી દીધી હતી…! જો એમ થાય તો અણુ રિએક્ટર ફાટે અણુ બૉમ્બની માફક અને આખા ભારતમાં તબાહી મચી જાય…! રેડિયેશન ફેલાઈ જાય…! કરોડો લોકો મરી જાય…!!અડધો દેશ ખલાસ થઈ જાય….!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’ શિવાની ફટાફટ જુદા જુદા બટનો દબાવતી જતી હતી. વિમાન હાલક ડોલક થતું હતું… અને કોકપીટનો દરવાજો ફરી બંધ થઈ ગયો…! સામે કન્ટ્રોલ પેનલ પર અસંખ્ય અલગ અલગ સ્વિચો હતી…ડાયલો હતા…જાત જાતના ઈન્ડીકેટરો હતા..એમાંના જે એ જાણતી હતી એ એણે ચકાસવા માંડ્યા. એને સ્ટિમ્યુલેટર પર સો કલાક એર બસ ૩૩૦-૨૦૦ ઊડાડવાની તાલિમ આપવામાં આવેલ હતી પણ સ્ટિમ્યુલેટર નહોતું. સાચે સાચું પ્લેઇન હતું…૨૫૦ પેસેન્જર હતા… અને ટાર્ગેટ હતું તારાપુર એટોમિક રિએક્ટર…! અને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે કોઈ જ સંપર્ક નહતો…!!
‘આલ્ફા નાઈન…! આ…લ્ફા ના..ઈ…ન…!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેનું બટન દબાઈ જતા અને એ કાર્યરત થતા સંપર્ક થઈ ગયો…
‘મે..ડે..!’ શિવાનીના જીવમાં જીવ આવ્યો…’ મે…ડે…! આલ્ફા નાઈન રિપૉર્ટિંગ.. ઓ…વ…ર’’
‘આલ્ફા નાઈન.. વોટ ઇસ ગોઈંગ ઓન…? ક્યા ગરબડ હૈ…?’
‘મે..ડે…! મે..ડે…!’ શિવાનીએ માઈક્રોફોન કાને ભેરવી માઉથપિસમાં કહ્યું, ‘કમાન્ડો શિવાની રિપૉર્ટિંગ…! ઓ…વ…ર’
‘વ્હોટ રોંગ…? ઓવર…!’
‘કૅપ્ટન ફરહાન બેટ્રેઈડ…વો સાલા ગદ્દાર નીકલા…! હી કિલ્ડ અશોક અરોરા…! બટ નાઊ હી ઇસ અન્ડર માય કન્ટ્રોલ…! હી ઈસ નોટ કોઑપરેટિંગ…! ઓવર…”
‘ઓકે…’
‘આઈ નીડ હેલ્પ… ટુ ફ્લાઈ ઓર લેન્ડ…!’
‘વિ આર રેડી…! ટ્રાય ટુ ગો અપ ક્વિકલી… ઓ…વ…ર….!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ પરથી મદદ મળવાની આશાથી શિવાનીને થોડી રાહત થઈ…!
‘હા…ઊ..?’
નીચેથી થોડા સૂચનો આવ્યા. શિવાનીએ એ પ્રમાણે પ્રયાસ કર્યા…! ઓલ્ટીમીટર પર ઝડપથી ઊંચાઈ ઘટી રહી હતી…
‘ટાર્ગેટ ઇસ તારાપુર એટોમિક રિએક્ટર…!’શિવાની પ્રયાસ વધારતા કહ્યું, ‘આઈ મસ્ટ ડુ સમથિંગ… પ્લીઝ હેલ્પ… હેલ્પ…!’
‘ઓહ…માય ગોડ…!!’ નીચેથી અવાજ આવ્યો, ‘કમાન્ડો…ગેટ ઓન મૅન્યુઅલ…! પ્લેન કો મૅન્યુઅલ પર લે લો…જલ્દી..જલ્દી…કરો….ટાઈમ નહિં હૈ… ક્વિક…ક્વિક…!’
‘કૈસે…? મૅન્યુઅલ પર કૈસે લું. બતાઓ…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. પણ ફરહાને પાસવર્ડ પ્રૉટેક્ટેડ ઓટો પાયલટ કરી દીધેલ અને પાસવર્ડ બદલી નાંખેલ એટલે ઑટો પાયલટમાંથી વિમાન બહાર આવી જ ન શકે…!
‘ઓ માય ગોડ…!!’ ઓરિજીનલ સાચો પાસવર્ડ નીચેથી આવ્યો તે એન્ટર કરતા પણ મૅન્યુઅલ ન થતા વિમાન પર કન્ટ્રોલ ન જ આવ્યો. અને વિમાન ધસી રહ્યું હતું મોતના ગોળાની જેમ તારાપુર અણુ રિએક્ટર સાથે ભટકાવા…
‘ટ્રાય સમ ન્યુ પાસવર્ડ… પ્લીઝ..ક્વિક…ક્વિક…!’ નીચેથી દબાણ વધી રહ્યું હતું.
શિવાનીએ નવા નવા પાસવર્ડ એન્ટર કરવા માંડ્યા. પણ એક પણ કામ આવતો ન હતા…
ફરહાનને થોડું થોડું ભાન આવવા માંડ્યું હતું.. ગુપ્તભાગ પકડી સાતડાની માફક વાંકો વળી એ કણસતો હતો…
‘વોટ ઇસ પાસવર્ડ??’ શિવાની બરાડી, ‘યુ સન ઑફ બીચ…વોટ ઇસ પાસવર્ડ…?’ વાત કરતા કરતા એ નવા નવા પાસવર્ડ તો એન્ટર કર્યે જ જતી હતી… પાયલટની સીટ પરથી એ સહેજ ઊભી થઈ વોટર હોલ્ડરમાં મિનરલ વોટર ભરેલ હતી એ બોટલ ઉપાડી એણે ફરહાન મ્હોં પર ઠાલવી દીધી… ‘યુ બાસ્ટર્ડ…. પ્લીઝ સ્પિક અપ…ફોર ગોડ સેક… પ્લીઝ…વોટ ઇસ યોર પાસવર્ડ…??’
ઠંડું પાણી મ્હોં પર પડવાથી ફરહાનને થોડું ભાન આવતું હોય એમ લાગ્યું. એ લવારા કરવા લાગ્યો, ‘મરિયમ…મરિયમ… હમ આ રહે હૈ તુઝે મિલને…મેરી પ્યારી બહન મરિયમ!! દેખ હમને આપકે ખૂનકા કૈસા બદલા લિયા…? તબાહી મચાદી..હમને…તેરે લિયે…મરિયમ…!’
‘યુ હેવ ઓન્લી ટુ મિનિટ…કમાન્ડો શિવાની…ઓન્લી દો મિનિટ બાકી હૈ…કુછ કરો…વરના સબ મારે જાયેંગે…દેશ બરબાદ હો જાયેગા…!’
વિમાન ધસી રહ્યું હતુઃ યમરાજના પાગલ થઈ ગયેલ પાડાની માફક તારાપુર અણુ વીજળી મથક તરફ…!
શિવાનીના ધબકારા પણ વધી રહ્યા હતા. એને લાગતું હતું કે એની છાતી ફાટી પડશે…એણે ઊંડો શ્વાસ લઈ ટાઈપ કર્યુઃ mariam અને ધ્રૂજતા હાથે એન્ટરનું બટન દબાવ્યું…અને વિમાન મૅન્યુઅલ પર આવી ગયું…! એ દરમ્યાન વિમાને સારી એવી ઊંચાઈ ગુમાવી દીધી હતી…! સહુ પ્રથમ તો શિવાનીએ વિમાનની દિશા જ બદલી નાંખી…! જેથી વિમાન એટોમિક રિએક્ટર સાથે સીધે સીધું ન ભટકાય… સહેજ રાજી થતા એણે માઉથપિસમાં કહ્યું, ‘આઈ ગોટ ઈટ…!! આઈ ગોટ ઈટ…!! વેસલ્સ ઇસ ઈન માય કન્ટ્રોલ…! આઈ ગોટ ઈટ…!! આઈ વોન્ટ ટુ ગો અપ…! હાઉ કેન.. હાઊ.. ઓવર…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. વિમાન નીચે તરફ ધસી રહ્યું હતું.
‘આઈ કાન્ટ…’લગભગ રડી પડતા શિવાની બોલી, ‘મેં ઉપર નહિં જા શકતી…! આઈ કાન્ટ…’
‘યુ કેન ડુ ઈટ…કમાન્ડો…’ હવે શિવાનીને ટ્રેઇનિંગ આપનાર કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા ગ્રાઉન્ડ કન્ટ્રોલમાં એમની રેસક્યુ ટીમ સાથે આવી ગયા હતા, ‘ઓન્લી યુ કેન ડુ ઈટ..માય ડિયર શિવાની…!!’
‘જય હિંદ સર…!!’
‘જય હિંદ ટાઈગ્રેસ…!’ કમાન્ડોની આકરી તાલિમ વખતે શિવાનીને કર્નલ ટાઈગ્રેસ કહેતા હતા, ‘લિસન…ધેર ઈસ મિડલ સ્ટીક…બ્લ્યુ…ઈન ધ મિડલ ઑફ કૅબિન…પુલ ઈટ અપ…બ્લ્યુ…કેન યુ સિ ઈટ..પુલ…પુલ… ટ્રાય ઈટ…નાઊ..યુ કેન…!’
કર્નલ જસવિંદરસીઘે સચોટ સૂચનો આપવા માંડ્યા. એમની હાજરીથી જ શિવાનીનો આત્મવિશ્વાસ બેવડાયો. શિવાનીએ બળ કરી બ્લ્યુ સ્ટિક ઉપરની તરફ ખેંચી…અને એટલે પ્લેનનું અધઃપતન અટકી ગયું. અને જરા હાલક ડોલક થઈ એ સીધી સમક્ષિતિજ ગતિમાં આવી ગયું.
‘યસ.. નાઊ આઈ એમ નોટ ફોલીંગ ડાઉન…’ શિવાનીનો ઉત્સાહ વધ્યો. પણ એ બહુ ન ટક્યો. કારણ કે વિમાન હવે તારાપુર વીજળી મથકના નો ફ્લાય ઝોનમાં બહુ નીચી ઊંચાઈએ ઊડી રહ્યું હતું. અને એમ થવાને કારણે રિએક્ટરના રક્ષણ માટે રાખવામાં આવેલ એર ડિફેન્સ રોકેટ પ્રણાલિ કાર્યાન્વિત થઈ ગઈ…કારણ કે આ તારાપુર અણુમથક પર એક હવાઈ હુમલો જ હતો. નીચેથી એક વિમાનવિરોધી તોપ ફૂટી અને એક રોકેટ ફ્લાઇટ 9W0228 બાજુમાંથી ઝુ…ઊ…ઊ…ઊ…મ કરતું પસાર થઈ ગયું…એની તણખા ધરાવતી પૂંછડી અંધકારમાં શિવાનીએ જોઈ અને એ ચોંકી ઊઠી..અને બરાડી… ‘સ્ટોપ ધ ફાયરિંગ સર…ધે આર ફાયરિંગ અસ…!’
‘સ્ટોપ ધ ડેમ ફાયરિંગ…’ કર્નલ જસવિંદર સિંઘે સિંહ ગર્જના કરી કોઈને આદેશ આપ્યો. ખરેખર તો આ વાત એમના મનમાંથી નીકળી જ ગઈ હતી એનો હવે એમને અફસોસ થવા લાગ્યો…
ઝોલા ખાતુ શિવાનીનું પ્લેઇન તારાપુર અણુવિદ્યુત મથક પર ઊડી રહ્યું હતું. પેસેન્જર ડરના માર્યા સહમી ગયા હતા. ચીસાચીસ કરી રહ્યા હતા. નીચે તારાપુર મથકની લાઈટ દેખાઈ રહી હતી. પણ હવે શું…?
‘સર! નાઉ વોટ…??’ શિવાની પ્લેઇન પર કાબુ મેળવાની પુરી કોશિશ કરી રહી હતી.
એટલામાં જ નીચેથી વિમાન વિરોધી તોપમાંથી વછૂટેલ એક રોકેટ ફ્લાઇટ 9W0228ની જમણી પાંખને છેડે જરાક ઘસરકો કરી ગયું. એ કારણે જમણી પાંખને છેડે આગ પકડી લીધી…! વિમાન ડાબી તરફ સહેજ નમી ફરી લેવલમાં આવી ગયું.
‘આઈ એમ શોટ…ડે…એ…મ…!!’ શિવાની ડરની મારી બરાડી, ‘આઈ એમ શોટ…’
વિમાનમાં મુસાફરો ચીસો પાડવા લાગ્યા. વિમાન થોડું વધારે હાલક ડોલક થતું હોય એમ લાગ્યું.
‘પ્લીઝ બી સિટેડ… બી સિટેડ…’ શિવાનીએ પીએ સિસ્ટિમ પર પ્રવાસીઓને વિનંતિ કરી ગ્રાઉન્ડ સાથે વાર્તાલાપ શરૂ કર્યો, ‘નાઉ આઈ એમ શોટ…આઈ એમ શોટ ઓન ધ એન્ડ ઑફ રાઇટ વિન્ગ… આઈ ગોટ ફાયર…આઈ નીડ ટુ ગેટ ડાઉન એની હાઉ…આઈ એમ શોટ…!! આઈ નીડ ટુ લેન્ડ નાઉ…’ નાઉ શબ્દ પર ભાર આપતા શિવાનીએ પ્લેઇન કાબૂમાં રાખતા વિચાર્યુઃ હાઉ…?? હાઉ કેન આઈ લેન્ડ નાઉ…? હાઉ…?? એ હવે મનોમન ડરી ગઈ હતી. એ જાણી ગઈ હતી કે તારાપુર અણુ રિએક્ટરને તો એ જેમ તેમ બચાવી શકી હતી…પણ…હવે…મોત સિવાય બીજો કોઈ આરો ન હતો…એક સામટા અઢીસો મુસાફરો… ઓહ… ગોડ…એણે એક કૃધ્ધ નજર ફરહાન તરફ નાંખી જે અર્ધ બેહોશ અવસ્થામાં લવારો કરી રહ્યો હતો. કણસી રહ્યો હતો..
‘યુ કેન ડુ ઈટ…!’ જસવિંદરસિંઘનો આદેશ જ આવ્યો, ‘માય ડિયર શિવાની યુ આર કમાન્ડો… બ્રેવ કમાન્ડો, માય ટાયગ્રેસ યુ વિલ લેન્ડ.. સ્યોર લેન્ડ…’
વિમાન ઊડવાને કારણે હવા લાગવાથી જમણી પાંખે ભડકો નાનો મોટો થતો હતો. અને વિમાન ડાબે પડખે થોડું નમી ગયું હતું. અને થોડું ચક્રાકારે ઊડી રહ્યું હતું.
‘રાઈટ નાઉ… શિવાની… ગ્રેજ્યુઅલી એટ ટ્વેન્ટી ડીગ્રી બ્રિંગ પ્લેઇન લોવર એલિવેશન…! ગિયર ઇસ ઇન ધ મિડલ… યુ નો..ધેટ…યુ નો..! યુ કેન ડુ ઈટ…’ જસવિંદરસિંઘે સંયત સ્વરે શિવાનીને માર્ગદર્શન આપવા માંડ્યું, ‘ ડોન્ટ વરી એબાઉટ ફાયર..ઈટ ઈસ એક્ષટરનલ…ઓનલી…! યુ આર ગોઈન્ગ ટુ લેન્ડ ઓન હોલી વોટર ઑફ અરેબિયન સિ…અરેબિયન સમુદ્રકા પાની તુઝે બચાયેગા બેટી… બ્રિંગ ટ્વેન્ટી ડિગ્રી ડાઉન એન્ડ મેઈક રાઈટ એટ ફિફટિન…! માય ટાયગ્રેસ મેઈક રાઈટ એટ ફિફટિન નાઉ…એન્ડ યુ વિલ સેઈફલી લેન્ડ ઓન હોલી વોટર ઓફ અરેબિયન સિ…ડુ યુ અન્ડરસ્ટેન્ડ…?’
‘યસ સર…!!બટ વો..ટ…ર…??’ શિવાનીએ એમના કહ્યા મુજબ કરતા કહ્યું,
‘વોટર વિલ બી ઈઝિ એન્ડ સેફર ફોર યુ…’
શિવાનીએ ખુદને કહ્યુઃ શિવુ, યુ કેન ડુ ઈટ…પ્લેઈન ધીમે ધીમે નીચે આવવા માંડ્યું. મળસ્કેના અંધારામાં કંઈ નજર આવતું નહતું. બન્ને હાથે એણે લેન્ડિંગ ગિયર પકડી રાખ્યું હતું અને એ ધીમે ધીમે વિમાનને નીચે લાવી રહી હતી. પ્લેઇન ધ્રૂજતુ હતું…ગમે તે થઈ શકે…એને એકદમ ધ્યાનમાં આવ્યું કે પેસેંજરોને તો જાણ કરવી જરૂરી હતી, ‘વિ આર ગોઈંગ ટુ લેન્ડ ઓન વોટર ઑફ અરેબિયન સિ…ઈટ ઈસ એન ઇમર્જન્સી લેન્ડિગ…પ્લેઇન હેસ કૅપેસિટી ટુ સ્વિમ…પાની પે તૈર શકતા હૈ…! પ્લીઝ કોઑપરેટ વિથ અસ ટુ સેવ અવર લાઈવ્સ…!’ હજુ તો એ વાક્ય પુરું કરે એ પહેલાં તો વિમાનની પૂંછડી અરેબિયન સમુદ્રના પાણીને અડી…અને વિમાન પ્રતિ ધક્કાથી હવામાં સહેજ ઊછળ્યું…! શિવાનીએ લેન્ડિગ ગિયર કસીને પકડી રાખેલ પણ આ બધી ધમાલમાં એ સીટ બેલ્ટ બાંધવાનું તો વીસરી જ ગયેલ એટલે એ ફંગોળાઈ…પણ ગિયર ન છોડ્યું અને થ્રોટલ બિલકુલ બંધ કરી દઈ બળપૂર્વક લેન્ડિગ ગિયર ઉપર તરફ સહેજ ખેંચી રાખ્યું. લગભગ ચાલીસ સેકન્ડ બાદ આખું વિમાન દરિયાના પાણીની સપાટી પર આશરે એકસો વીસ માઈલની ઝડપે સરકવા લાગ્યું…!! દરિયામાં મોટા મોટા મોજાં ઊછળ્યા. વિમાનના બન્ને એન્જિનો પાણી ભરાઈ જવાને કારણે એ તરત બંધ થઈ ગયા. જમણી પાંખે લાગેલ આગ પણ દરિયાના પાણીને કારણે હોલવાઈ ગઈ. બે-ત્રણ માઈલ સરકીને વિમાન ઊભું રહી ગયું… તરવા લાગ્યું…!!
‘ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!!’ શિવાની માની શકતી જ ન હતી કે પ્લેઇન લેન્ડ થઈ ગયું છે…
ભારતીય નૌસૈનાની બચાવ નૌકાઓએ વિમાનને ઘેરી લીધું. કૉસ્ટ ગાર્ડના ચોપરોએ ફ્લડ લાઈટ ફેંકવા માંડી…! વીસ જેટલા કમાન્ડો અને ચાર તબીબોની ટૂકડી વિમાનમાં ધસી આવી…વિમાન ડૂબી ન જાય એ માટે ક્લેમ્પ લગાવી બોયાં બાંધવામાં આવ્યા. અને ત્વરાથી એક પછી એક પેસેન્જરોને કાળજીપુર્વક ઊતારી નૌકાઓમાં ચઢાવવામાં આવ્યા. શિવાની પાયલટની સીટ પર બેસી રડી રહી હતી…ધ્રૂસકે… ધ્રૂસકે…! પણ એના એ આંસુઓમાં ખારાશ ન હતી…! એ આંસુ હર્ષના હતા…વિજયના હતા… આનંદના હતા…! લગભગ આખું વિમાન ખાલી થઈ ગયું. ફરહાનના મ્હોં પર શિવાની થૂંકી, ‘ગદ્દાર…! દેશ દ્રોહી…!!’ એના બન્ને હાથ પાછળ લઈ જઈ એણે હાથકડી પહેરાવી. એ હજુ ફરસ પર પડી કણસી રહ્યો હતો…એના ગાલે બે સણસણતા તમાચા માર્યા શિવાનીએ.
એટલામાં જ શિવાની પાસે કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા પ્રગટ થયા અને શિવાને એ વ્હાલપૂર્વક ભેટી પડ્યા. એમની આંખોમાં પણ આંસુ હતા, ‘આઈ નો ઓન્લી યુ કેન ડુ ઈટ..એન્ડ માય બ્રેવ કમાન્ડો યુ ડીડ ઈટ…આઈ એમ વેરી પ્રાઉડ ઑફ યુ…ટાયગ્રેસ…!’
અરેબિયન સમુદ્રના પૂર્વાકાશમાં સૂરજ સહેજ ડોકિયું કરી શિવાનીને જોઈ રહ્યો હતો…
(સમાપ્ત)
(“યુ કેન ડુ ઈટ…!!'” વાર્તા પસંદ પડી?
આપના મિત્રોને મોકલવા, આપના કમ્પ્યુટર પર Save કરવા અથવા તો
સરળતાથી પ્રિન્ટ કરવા અને પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરો. .)