‘થેન્ક યુ ડૉક્ટર…’

(સહુ પ્રથમ તો હર્ષના એક સમાચાર!
મારી વાર્તા ‘પિતૃકૃપા’ જાન્યુઆરી ૨૦૧૦ના ખ્યાતનામ ગુજરાતી માસિક ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઈ છે. મને આ માહિતી પહોંચાડનાર અને ‘અખંડ આનંદ’માંથી કાળજીપુર્વક એને સ્કેન કરી મને મોકલવા માટે સાહિત્યપ્રેમી માનનિય નવિનભાઈ મોદીનો હું હાર્દિક આભારી છું.

‘ગંગાબા’, ‘સરપ્રાઈઝ’ બાદ મારી આ ત્રીજી વાર્તા  ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઈ એ આપણા સહુ માટે ગૌરવની વાત છે.

હવે માણો મારી સાવ નવિન વાર્તા થેન્ક યુ ડૉક્ટર… પ્રથમવાર મારા બ્લોગ પર…! આપના પ્રતિભાવ/કોમેન્ટ/સલાહ સુચન/અભિપ્રેરણાની અપેક્ષા સેવું છું.)

‘થેન્ક યુ ડૉક્ટર…’

ડો. મમતા દેસાઈએ વેનેશિયન બ્લાઈન્ડસ્ સહેજ ખસેડી બારીની બહાર નજર કરી. પીંજારો જાણે આકાશમાં બેસી રૂ પીંજી રહ્યો હોય એમ આકાશમાંથી પીંજાયેલ રૂ જેવો સ્નો સતત વરસી રહ્યો હતો. સેન્ટ મેરી હોસ્પિટલના ચોથા માળેથી ડો. મમતાએ પાર્કિંગ લોટમાં એક નજર કરી. સફેદ ચાદર છવાય ગઈ હતી એ લોટમાં પાર્ક કરેલ દરેક કાર પર, સડક પર…બસ સફેદીનું સામ્રાજ્ય…!!

-આ વરસે વિન્ટર બહુ આકારો જવાનો…! ડો. મમતાએ વિચાર્યું: હજુ તો જાન્યુઆરીની શરૂઆત જ થઈ ને આ સ્નો…!? આટલો સ્નો…!? પહેલાં જ બ્લિઝાર્ડમાં ત્રીસ વરસનો રેકર્ડ તૂટી જવાનો. મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એરપોર્ટ તો બંધ જ હતા.  ગવર્નર કોર્ઝાઈને સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરી દીધી હતી. હજુ બીજા બારેક કલાક સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની હતી.

વાઈબ્રેટર પર મૂકેલ એનો સેલ ફોન સહેજ ધ્રૂજ્યો. ડો. મમતાએ સ્ક્રીન પર નજર કરી.

-આઇ ન્યુ ઈટ…બબડી એમણે ફોનમાં કહ્યું, ‘આઈ ન્યુ ઈટ…!!’ સામે એને રિલિવ કરવા આવનાર ડો. રિબેકા હતી,  ‘હે…ડોક!! વ્હોટ કેન આઈ ડુ? આઈ એમ સોરી ડિયર! ધ રોડસ્‌ આર ક્લોઝ્ડ…!’ રિબેકા ફિલાડેલ્ફીયાથી આવતી હતી. સ્નોને કારણે આજે એ પણ આવી શકવાની નહોતી.

-ઓહ ગોડ…! હવે આજે પણ ડબલ શિફ્ટ કરવી પડશે! અઠ્ઠાવીસ વરસની ડો. મમતા સેન્ટ મેરી હોસ્પિટલમાં ગાયનેક તરીકે સેવા બજાવતી હતી. આ હોસ્પિટલમાં જ એણે રેસિડન્સી કરી હતી અને ગ્રેજ્યુએશન બાદ આસિસ્ટન્ટ ગાયનેક તરીકે નોકરી મળતા એમણે એ તક લઈ લીધી હતી. આજે હોસ્પિટલમાં અન્ય સ્ટાફની સંખ્યા પણ ઓછી હતી. ગાયનેક વૉર્ડમાં પણ એક જ નર્સ આવી હતી. એ તો સારું હતું કે આજે કોઈ ખાસ ઇમર્જન્સી ઊભી થઈ નહોતી. એના રૂમમાંથી બહાર આવી વૉર્ડમાં એણે એક આંટો માર્યો. આજે ત્રણ ડિલિવરી થઈ હતી અને કોઈ કોમ્પલિકેશન ઉભા થયા નહોતા. ત્રણમાંથી એક સિંગલ મધર હતી! એના બોયફ્રેન્ડે એને દગો દીધો હતો.

-આ અમેરિકન કલ્ચર પણ ખરું છે…!! કુંવારી માતાઓની તો કોઈ જ નવાઈ નથી રહી અહિં. આજ સુધીમાં એવા તો કેટલાય કેસ એણે જોયા.!

-જોજે, આ દેશનું આર્થિક દેવાળું તો ફૂંકાય ગયું છે એક દિવસ અહિં લાગણીઓનું પણ લિલામ થઈ જશે. લાગણીઓની, માયાની, ફિલીંગ્સની અહિં કોઈ કિંમત રહેશે નહિ. ડો. મમતાને એના પિતા મહેશભાઈના શબ્દો યાદ આવી ગયા.

-લેટ્સ ટોક ટુ ડેડ વિચારી કાંડા ઘડિયાળમાં નજર કરી એમણે ફોન જોડ્યો, ‘હાઈ ડેડ…! વ્હોટ યુ ડુઈંગ…?’

‘હાઈ સની…!!’ એના પિતા એને સની કહીને જ બોલાવતા..મમતા એમનું એકનું એક સંતાન હતી. હસીને એમણે મમતાને પૂછ્યું, ‘ગૅસ…!!વોટ એમ આઈ ડુંઈગ?’

‘ડ્રિન્કીગ ટી??’ મમતાએ ધાર્યું.

‘રોંગ…!!’ હસીને મહેશભાઈએ કહ્યું, ‘આઈ એમ સોવલિંગ ધ સ્નો…! સફેદ કાદવ સાફ કરૂં છું!’ મહેશભાઈ સ્નોને સફેદ કાદવ કહેતા, ‘ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!!’

‘ડેડ…!! આજે મારે સ્ટ્રેઇટ ડબલ કરવી પડશે…! પેલી ડો. રિબેકાનો ફોન આવ્યો હતો.’

‘ધેટ્સ લાઇફ…સની…અમેરિકન લાઇફ…!’ હસીને એઓ બોલ્યા, ‘આમ પણ આજે તને ડ્રાઈવ કરી ત્યાં ક્લિફ્ટનથી એડિસન આવવામાં પણ ચાર-પાંચ કલાક તો થઈ જતે. પાર્કવે પર જ  ચાર એક્સિડંટ થયેલ છે. ઓલમૉસ્ટ બંધ છે. તું તો સવારે સવારે નીકળી ગયેલ એટલે સારું, બાકી હવે તો ડ્રાઈવ કરવું બહુ જ રિસ્કી છે. યુ ટેઈક ઈટ ઈઝી..! બ્રેક લેજે…! ડિડ યુ ઈટ સમથિંગ…?’

‘આઈ વિલ…ડેડ…!’ હસીને મમતા બોલી, ‘મોમ તો આજે તમારા ફેવરિટ કાંદાના ભજિયા ખવડાવશે તમને બરાબરને?!’

‘અફકોર્સ…! યુ ગોના મિસ ધ ભજિયા…!’ હસીને મહેશભાઈએ કહ્યું.

‘ડેડ…! ડુ નોટ સોવલ ટુ મચ…! ટેઇક અ બ્રેક…!’

‘ઓ..કે ડૉક્ટર…! યુ ઓલ્સો ટેઇક રેસ્ટ. આઈ લવ યુ સની…!!’

‘મી ટુ…! ડેડ ટેઇક કેર…!’ કહી મમતાએ ફોન ડિસકનેક્ટ કર્યો. રૂમમાંથી બહાર આવી સેન્ટ્રલ નર્સિંગ સેન્ટર પર આવી જોયું તો નર્સ માર્થા ડેસ્ક પર માથું રાખી આંખો બંધ કરી આરામ કરી રહી હતી. એ નિહાળી એના હોઠો મરકી ગયા. માર્થા કાબેલ નર્સ હતી. એણે પણ આજે સ્ટ્રેઇટ બીજી શિફ્ટ કરવી પડીઃ બિચારી માર્થા!! આખા વૉર્ડમાં આજે એઓ બે જ જણ હતા અને આ કોડ યલો ઇમર્જન્સી…!

‘માર્થા…!’ મમતાએ પ્રેમથી માર્થાના કપાળ પર હાથ ફેરવ્યો.

‘સો…રી…ડૉક્ટર…!’ જરા ઝબકીને માર્થા બોલી. પચાસેક વરસની માર્થા અનુભવી નર્સ હતી. સવારથી એ એક જ વૉર્ડમાં દોડધામ કરતી રહી હતી. ઘડાયેલ હતી. પરિસ્થિતિને સમજતી હતી.

‘એવરીથિંગ ઇસ ઓકે…! યુ રિલેક્સ…!’ માર્થાની સામે ખુરશી પર ગોઠવાતા મમતા બોલી.

‘ડોક…! ધિસ બ્લિઝાર્ડ ઈસ વેરી વર્સ્ટ…!’ કહીને માર્થા ઊભી થઈ, ‘આઇ વિલ ટેઇક અ રાઉન્ડ. જસ્ટ ચેક અપ…! ફોરઓટુ વોઝ કમ્પ્લેઇનિંગ ફોર પેઇન…! આઇ હેવ ગિવન હર ટાઈલૅનોલ.’

‘પ્લીઝ, લેટ મિ નો એનિથિંગ રોંગ.’

‘યા…’

ડો. મમતાએ કેસ પેપરોનું ક્લિપ બોર્ડ હાથમાં લઈ વિગતો જોવા માંડી. ફોરઓટુને એક દિવસ પહેલાં જ સી-સેક્સન કરેલ અને એને થોડું ઇનફેક્સન થયેલ હતું ને સહેજ ટેમ્પરેચર રહેતું હતું. એન્ટિબાયોટિક્સ્ ચાલુ જ હતી. એનું બાળક પણ સહેજ અન્ડરવેઇટ હતું. આમે ય સ્પેનિશ વિમન કમ્પ્લેઇન કરવામાં કાબેલ હોય છે! જરાય સહનશક્તિ નથી હોતી એઓમાં!!

રાત્રિના સાડા નવ થવા આવ્યા હતા. એક પાવર નૅપ લેવાનો વિચાર આવીને સમી ગયો ડો. મમતાના મનમાં. કોફી મશીન પાસે જઈ ડાર્ક-સ્ટ્રોંગ કોફીના બે ગ્લાસ બનાવ્યા. એક ઘૂંટ લઈ બીજો ગ્લાસ માર્થાને આપ્યો.

‘થેન્ક્સ…!’

‘યુ વેલકમ…’ સ્મિત કરી મમતાએ માર્થાને પૂછ્યું, ‘તારી ડૉટર કેમ છે?’

‘શિ ઇસ ફાઇન…! હવે તો એના ક્લિનિકલ્સના લેક્ચર શરૂ થઈ ગયા, ‘શી વોન્ટ ટુ બી એ વિઝિટિંગ નર્સ.’

‘ધેટ્સ ગ્રેઇટ…!’ એટલામાં જ ઇન્ટરકોમની રિંગ વાગતા મમતાએ રિસીવર ઊંચકી કહ્યું, ‘ડો. મમતા હિયર…!

‘…………….’ રિસીવર ક્રૅડલ પર મૂકી મમતાએ ઊંડો શ્વાસ લઈ માર્થાને કહ્યું, ‘ગેટ રેડી…! વિ આર ગેટિંગ પેશન્ટ. ઇમર્જન્સીમાંથી કોલ હતો. કોઈ ડ્રગિસ્ટ લેડી અન્ડર ઇન્ફ્લુઅન્સ છે. બટ શી ઇસ ઓલ્સો કેરિંગ એન્ડ મે બી ડિલીવર એનીટાઇમ એટલે અહિં ટ્રાન્સ્ફર કરે છે. વેરી ઑકવર્ડ કેઇસ…!’

લિફ્ટ ચોથા માળે આવીને અટકી. અંદરથી હોસ્પિટલ બેડ બહાર સરકાવતો વોર્ડબોય બહાર આવ્યો. એણે માર્થાને પૂછ્યું, ‘વ્હેર ડુ યુ વોન્ટ?’

‘પુટ હર ઈન ઍક્ઝામિનેશન રૂમ!’ માર્થાએ વોર્ડબોયને બેડ ખસેડવામાં મદદ કરતા સહેજ મ્હોં મચકોડી કહ્યું, ‘હાઉ ડીડ શી ગેટ ઇન?’

‘કોપ…! પોલીસ બ્રોટ હર…’

ડો. મમતા ઍક્ઝામિનેશન રૂમમાં દાખલ થઈ. પેશન્ટ પર નજર પડતા જ એ ચમકી. પોતાના હાવભાવ ત્વરિત કાબુ મેળવી એણે પેલી સ્ત્રીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કૉપ એની ઊંચી નીચી થતી છાતી પર મૂકી ધબકારા ગણવાની શરૂઆત કરી. ધબકારા બહુ અનિયમિત હતા. ચિંતાની એક લકીર મમતાના કપાળ પર ખેંચાય ગઈ, ‘ચેક ધ પ્રેશર…!’ એ જરા મોટા અવાજે બોલી. માર્થાએ પ્રેશર માપવા માંડ્યું.

મમતાએ સ્ત્રીના ઊપસેલ પેટ પર સ્ટેથોસ્કૉપ મૂકી અંદર રહેલ બાળકના ધબકારા સાંભળ્યા. એ સાંભળી એને થોડી રાહત થઈ.

‘લિવ મી અલોન…!’ ડ્રગ્ઝના ઓવરડોઝના નશા હેઠળ પેલી સ્ત્રી ગમેતેમ લવારા કરતી હતી. એના હાથ પગ પછાડતી હતી. એનાં મ્હોંમાંથી લાળના રેલા એના ગાલ પર રેલાતા હતા…! એનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. હોઠો ફાટી ગયા હતા અને એના પર લોહીના ટસિયા ફૂટી નીકળ્યા હતા.

‘કામિની…પ્લિસ…બિહેવ…!’ પેલી સ્ત્રીના ગાલ થપથપાવતા ડો. મમતાએ મોટેથી કહ્યું, ‘કામિની…! યુ આર ઇન ધ હોસ્પિટલ…! યુ આર સેઈફ…!’

‘ડુ યુ નો હર…?!’ માર્થાને નવાઈ લાગી.

‘યસ…! આઈ નો હર…વેરી વેલ…! શી ઇસ કામિની…! વન્સ અપોન અ ટાઈમ શી વોઝ માય ફ્રૅન્ડ…’ જાણે ભૂતકાળમાં નિહાળી બોલતી હોય એમ ડો. મમતા બોલી, ‘માય ક્લોઝ ફ્રૅન્ડ…!’

આવી વિષમ કટોકટીમાં પણ વરસો પહેલાની વાત ડો. મમતાને યાદ આવી ગઈ. ત્યારે એ અને કામિની હાઈસ્કૂલમાં સિનિયર યરમાં હતા. ગોરિયા મિત્રો કામિનીને કમીની કહી બોલાવતા એટલે ખીજવવા મમતા પણ એને ક્યારેક કમીની કહેતી! બન્ને વચ્ચે ભારે બહેનપણાં…! ને એક દિવસ મમતા ચોંકી ગઈ હતી કામિનીને નિહાળીને…! એ સિગારેટ પી રહી હતી. એડિસન હાઈસ્કૂલની નજદીક એક સ્ટ્રીટ હતી. ત્યાં સ્કૂલના સમય દરમ્યાન અને ક્યારેક સમય બાદ તોફાની,માથાફરેલ વિદ્યાર્થીઓ ભેગાં થતા એ ટોળામાં કામિનીને સિગારેટ ફૂંકતી જોઈ મમતાને આઘાત લાગ્યો હતો.

‘કામિની… વ્હોટ યુ ડુઇન??’ મમતાએ કામિનીને સમજાવતા કહ્યું, ‘વિ આર હિયર ફ્રોમ ઇન્ડિયા નોટ ટુ સ્મોક સિગારેટ…! વિ આર ઇન્ડિયન…!’

‘સો…વ્હોટ રોન્ગ ઇન સ્મોકિંગ…? ઈટ ઇસ રિલેક્સિંગ…! ઇટ ઇસ કુલ…!’

‘યુ ફુલ…!’ ગુસ્સે થઈ જતા મમતા બોલી, ‘ઇટ ઇસ નોટ કુલ…! કા..મિ..ની..!!કામિની.., પ્લીઝ, તું સમજવાની કોશિશ કર. તારી સામે ઉજ્જ્વળ ભવિષ્ય છે. યુ આર ગુડ ઇન સ્કૂલ!’

‘આઇ નો.. !’ હસીને કામિની બોલી, ‘બટ નોબડી લવ્ઝ મી!’ સહેજ અચકાયને એ બોલી, ‘ યુ નો. માય પૅરન્ટ હેઇટ્સ મી.. ! ધે વોન્ટેડ અ સન.. એન્ડ આઇ બોર્ન- એ ગર્લ!’ એની આંખો સહેજ ભીની થઈ આવી, ‘મારા માટે ઘરમાં કોઈ સ્થાન નથી. માય ડેડ…..’અટકીને એણે એક ધ્રૂસકું મૂક્યું.

‘ઓ… ડિયર .. !’ મમતાએ એના આંસું લૂંછતા કહ્યું, ‘તારે એ પુરવાર કરવાનું છે કે તું છોકરી થઈ તો શું થયું? અહિં અમેરિકામાં સિકસ્ટી પરસન્ટ વુમન કામ કરે છે અને એઓ મેન કરતા વધુ કમાય છે. થર્ટી પરસ્ન્ટ વુમન આર મેકિંગ મોર મની ધેન મેન ઇન યુએસ. વુમન આર સ્માર્ટર ધેન મેન! તું જો આવું કરશે તો પછી એ કેમ ચાલે.. ? આવા ફ્રેન્ડસ‍ની ફ્રેન્ડશીપ છોડી દે તું…! એઓના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી! તું હુંશિયાર છે. સ્માર્ટ છે. પ્લીઝ, ક્વિટ ધીસ ટાઈપ કમ્પની..!’

‘બટ ધેર પૅરન્ટ લવ્ઝ ઘેમ!’ કામિનીએ દલીલ કરી, ‘જ્યારે મારા પૅરન્ટ…’

દિવસે દિવસે કામિનીના મનમાં એના સગા મા-બાપ માટે તિરસ્કારના થોર પાંગરતા જ રહ્યા. ડોલર પાછળ દોડતા એના માબાપને દીકરીની લાગણીની ભૂખની સમજ ન પડી. એની મા બે વાર સગર્ભા થઈ પણ બન્ને વખતે ભ્રૂણ પરીક્ષણમાં દીકરીની ઓળખ થતા એમણે ગર્ભપાત કરાવી દીધો. કામિની સમજતી હતી. કામિનીએ જ્યારે એ જાણ્યું ત્યારે એ એના મા-બાપને ધિક્કારવા જ લાગી. એના માબાપની પુત્ર એષણાની તીવ્ર ઈચ્છાએ એકની એક પુત્રીને એક દિવસ ખોઇ દીધી. કામિનીના પપ્પાનો ફોન આવ્યો મમતા પર, ‘કામિની ક્યાં છે?! ગઈ કાલે એ ઘરે નથી આવી! અમે બધે તપાસ કરી..કદાચ તને કંઈક જાણ હોય તો…!’

મમતા અવાક્‍ થઈ ગઈ. એને કંઈ જાણ નહોતી. એને અંદર અંદર થતું હતું કે એક દિવસ કામિની ગૃહત્યાગ કરશે જ. પણ આટલું જલદી કરશે એવી એને આશા ન્હોતીઃ અરે! હમણાં હમણાં તો એ ખૂબ ખુશ રહેતી હતી! પણ એ ખુશી પાછળ એક તરસ છુપાઈ હતીઃ હૂંફની.. પ્રેમની.. પ્યારની પ્યાસ! મમતાએ એના મિત્રવર્તુળમાં તપાસ કરી. કામિનીએ મિડલસેક્સ કાઉન્ટી કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું  જ્યારે મમતાએ રટગર્સ યુનિવર્સિટીમાં! એમ તો કામિનીએ પણ રટગર્સ યુનિવર્સિટીમાં જ ભણવું હતું પરતું એના પપ્પાએ રટગર્સની ફી ભરવા માટે પોતાની તૈયારી ન બતાવી અને કામિનીએ કાઉન્ટી કૉલેજમાં જવું પડ્યું! ત્યારે કામિનીએ કહ્યું, ‘યુ સી મમતા..ઈફ આઈ વોઝ ધેર સન.. આઇ કુલ્ડ ગેટ ઈન રટગર્સ..બટ આઈ એમ નોટ સન.. આઈ એમ ધેર ડેમ ડોટર..!!’

કેટલાય દિવસો સુધી કામિનીની કોઈ ભાળ ન મળી. મમતાએ એને ઘણી ઇમેઈલ પણ કરી. કદાચ, કોઈ જવાબ આપે…! પણ એનો કોઈ રિપ્લાઈ ન આવ્યો. લગભગ દોઢેક વરસ પછી સાવ અચાનક કામિની એક દિવસ મળી ગઈ એને ગાર્ડન સ્ટેટ મોલ પર. મોલના પ્રવેશદ્વાર પાસે એના કહેવાતા મિત્રો સાથે એ બેઠી હતી. એ સાવ બદલાય ગઈ હતી. લાલ રંગે એણે એના કેશ રંગ્યા હતા. હાથો પર ઘણા બધા છૂંદણા છૂંદાવ્યા હતા. કાનમાં જાત જાતના કુંડળો.. અને હાથમાં સિગારેટ..! પહેલાં તો મમતા એને ઓળખી જ ન શકી.

‘હાય… ! કામુ..ઊ..ઊ..!? કામિની…!?’મમતાએ એના આશ્ચર્યના ભાવો માંડ સંતાડતા કહ્યું, ‘આઈ ડીડ નોટ રેક્ગ્નાઈઝ યુ..! હાઉ યુ ડુઇન..?’

‘ઓ.. મમ્મુ..ઉ..ઊ..!! મ.મ..તા..!!’કામિની દોડીને મમતાને પ્રેમથી ભેટી પડી, ‘આ..ય..મ ફાઇન..! હાઉ એબાઉટ યુ? તારી સ્ટડી કેમ છે..?’

‘સરસ…! તું ક્યાં ગુમ થઈ ગયેલી?’

‘ઈટ્સ એ લોન્ગ સ્ટોરી…!’ સિગારેટનો છેલ્લો દમ મારી રસ્તા પર ફેંકી એના ઠૂંઠાને પગ વડે કચડતા એ બોલી, ‘વી વિલ સીટ ડાઉન સમ ડે..!’સિગારેટના એ ઠૂંઠાની સાથે જાણે એણે પોતાનો ગુસ્સો પણ કચડ્યો!

મમતા એના ભાવશૂન્ય ચહેરાને જોતી જ રહી. ક્યારેક ક્યારેક આમ જ એની ઊડતી મુલાકાત થઈ જતી કામિની સાથે. કામિનીના મા-બાપે પણ પોતાની પુત્રીના નામનું નાહી નાંખ્યું હતું. ક્યારેક ક્યારેક મમતાને એની યાદ આવી જતી. અને આજે એ કામિની એની સામે હોસ્પિટલના બેડ પર પડી હતી સાવ બેહાલ…! પ્રેગ્નન્ટ…! ટોક્સિકેટેડ..!!!

માર્થાએ મથીને કામિનીને હોસ્પિટલના પેશન્ટ માટેનો ગાઉન પહેરાવી દીધો હતો. એને ઓક્સિજન આપવાનું શરૂ કરી સેલાઈન ડ્રિપ ચાલુ કરી દીધી હતી. એણે બ્લડ સૅમ્પલ લેબમાં મોકલાવેલ તો રિપોર્ટ આવી ગયો એ એણે ડો. મમતાને આપ્યો.

‘હ. .. મ્મ્‍મ્‍મ!!’ કામિનીનો બ્લડ રિપોર્ટ જોતા મમતાના ભવાં તણાયા. હિમોગ્લોબિન ઘણું જ ઓછું હતું. એણે જે નશો કરેલ એના અંશો ઘણા વધારે પડતા હતા. જે ઘણા જ જોખમી હતા. ન જાણે નશા માટે એણે શું લીધું હશે?! એ કારણે એના બ્લડ પ્રેસરમાં ભારે ફેરફારો થઈ રહ્યા હતા. હ્રદયના ધબકારા પણ સાવ અનિયમિત હતા. એન્ટિડોટનો મોટો ડોઝ સલાઈન સાથે આપવા માટે એણે માર્થાને કહ્યું. મમતા એ બ્લડ રિપોર્ટ ફરી જોયો. એને એક મોટી રાહત એ થઈ કે કામિનીને એઇડ્સ નહોતો! આ વાતની એને નવાઈ પણ થઈ! અ..રે!! એસટીડી ટેસ્ટ પણ નીલ હતો! સ્ટેથોસ્કૉપથી એ સતત કામિનીના ધબકારા સાંભળી રહી હતી. મોનિટર પર એને જાણે વિશ્વાસ નહોતો કે પછી એ એની સખીથી અલગ થવા માંગતી નહોતી. જાણે કામિનીની હ્રદયની વાત સીધેસીધી સાંભળવી હતી એણે એના અનિયમિત ધબકતા હ્રદયમાંથી…!

સલાઈન સાથે દવા લોહીમાં ભળવાથી કે પછી કોઈ અન્ય કારણ હોય પણ કામિનીના ધમપછાડા ઓછા થઈ ગયા. ક્યારેક આંખો ખોલી એ ચકળવકળ જોતી અને થાકીને પાછી આંખો બંધ કરી જતી. મમતા કામિનીના માથા પાસે પલંગ પર બેસી એના કપાળ પર સ્નેહથી હાથ પસવારવા લાગી. કામિનીની હાલત નિહાળી એની આંખ ભીની થઈ ગઈ. કામિનીએ હળવેકથી આંખો ખોલી! એક અજીબ શૂન્યાવકાશ તરતો હતો એની ઊંડી ઊતરી ગયેલ આંખોમાં. અગમમાં નિહાળતા ધીરેથી હોઠ ફફડાવી એ બોલી, ‘આ…આ…ઇ ડોન્ટ વોન્ટ ટુ ડાઈ…!!’

એનો અવાજ એટલો ધીમો હતો કે શબ્દો પકડવામાં તકલીફ પડતી હતી.

‘એવરીથિંગ વીલ બી ઓકે…’ મમતાએ એની હથેળી થપથપાવતા કહ્યું.

માર્થા હોસ્પિટલની વિંગ્સમાં આંટો મારવા ગઈ.

‘કામુ…! કા…મિ…ની…!’ મમતાએ આંખ બંધ કરી ગયેલ કામિનીના કાનમાં ધીમેથી કહ્યું, ‘હું તારી ફ્રૅન્ડ. મમતા..! ડુ યુ રિમેમ્બર..? મમતા?’

સહેજ આંખો ખોલી કામિનીએ મમતા તરફ એક નજર કરી. એની અર્ધ ખૂલી આંખોનો નર્યો ખાલીપો મમતાને ડરાવી ગયો. કામિનીના હોઠો ફફડતા હતા. પણ એમાંથી અવાજ નીકળતો નહોતો. મમતાએ ચમચી વડે એને પાણી પાયું.

‘પપ્પા…!’ એક ઊંડો શ્વાસ લઈ કામિની બોલી, ‘આઈ લવ યુ… પ..પ્પા…!’

ચોંકી ગઈ મમતાઃ આ છોકરી એના પપ્પાને કેટલું ચાહતી હતી…કેટલું ચાહે છે? ઓ પ્રભુ…!

‘કામિની હુ ઈસ ફાધર ઑફ યોર ચાઈલ્ડ?’ સહેજ વિચારી મમતાએ પૂછ્યું, ‘તારા આ બાળકનો પિતા કોણ છે?’

સવાલ સાંભળી કામિની સહેજ છટપટી. એના શ્વાસોશ્વાસ થોડા તેજ થયા.

‘પ્લીઝ ટેલ મી…! મને કહે કોણ છે તારા આ બાળકનો પિતા?’ મમતાએ ફરી એને પૂછ્યું, ‘એ ક્યાં રહે છે?’

‘એ..એનું નામ ધરમેશ પટેલ છે…! ધરમ…!’ કામિની હાંફી ગઈ, ‘હિ કિક્ડ્‍ મી આઉટ…! હિ ડમ્પ્ડ મી…!’ કામિની આંખો બંધ કરી ગઈ. જાણે એની શક્તિ સાવ નિચોવાય ન ગઈ હોય..!

-તો શું કોઈ દેશી સાથે…પટેલ સાથે એ રહેતી હતી?! મમતાએ વિચાર્યું. એણે એને કેમ છોડી દીધી હશે? કદાચ, એને બાળક ન જોઈતું હોય..! કોણ હશે આ ધર્મેશ પટેલ?? ક્યાં શોધવો એને?!

મોનિટર પર વધઘટ થતા બ્લડ પ્રેસરના આંકડાઓ એ જોઈ રહી. એક ડ્રીપ પુરી થવા આવી એટલે એણે બીજી ડ્રીપ ચાલુ કરી અને થોડી ઝડપ વધારી. એક વાર બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં આવે તો સિસેક્સન કરી શકાય. એને એકદમ યાદ આવ્યું કે, એ અને માર્થા એકલા જ હતા. એવા સંજોગોમાં સર્જરી કરવી અને એ પણ લગભગ મરવા પડેલ કામિનીની…! ઓહ…! વ્હોટ શુલ્ડ આઈ ડુ? વ્હોટ કેન આઈ ડુ? એને ચિંતા થઈ આવી. આવા સંજોગોની તો કલ્પના જ ન કરી હતી કદી એણે.

રાત્રિના સાડા અગિયાર વાગવા આવ્યા હતા. ડો. મમતાએ બીજા વિભાગોને ફોન જોડવા માંડ્યા. ક્યાંક કોઈ ડૉક્ટર મળે તો એને બોલાવી લેવાય. કોઈ સર્જન મળી જાય તો હેલ્પ માટે બોલાવી લેવાય. એમ તો એણે ઘણી સિસેક્સન સર્જરી કરી હતી. પણ ત્યારે કોઈને કોઈ બીજી મદદ મળી રહેતી હોય, સાથે બીજા ડોક્ટરો પણ હોય અને પેશન્ટની હાલત પણ સારી હોય. કામિની પાસેથી ખસવાનું મમતાનું મન થતું નહોતું. લૉબીમાંથી કોઈ સ્ત્રીના અવાજો આવવા લાગતા એ ઝડપથી લગભગ દોડીને બહાર આવી. માર્થા અને ઈએમએસનો સ્ટાફ અન્ય એક સ્ત્રીને પલંગ પર લાવી રહ્યા હતાઃ ઓહ…! આ વળી બીજો કેસ…! એ પેલી સ્ત્રી પાસે ગઈ અને ચોંકી ગઈ અરે…આ તો મધુ…! એનું જ પેશન્ટ…!

‘વ્હોટ હેપન્ડ મધુબેન?’ બેડને લેબર રૂમમાં લાવવામાં મદદ કરતા એણે પૂછ્યું, ‘હજુ તો તમારે વાર છે.’ પલંગ પર મૂકેલ ફાઈલના કાગળો જોતાં ડો. મમતા બોલી, ‘ યુ આર ડ્યુ ઓન થર્ટી ને આજે તો હજુ બીજી તારીખ થઈ…!’

‘ઓ.. ડૉક્ટર તમે છો..?!’ પીડાથી કણસતા માંડ માંડ મધુએ કહ્યું, ‘હું પડી ગઈ…!’

‘ઓહ…! કેમ કરતા?’

‘પ્લીઝ …!’ મધુએ મમતાનો હાથ પકડી કરગરતા કહ્યું, ‘પ્લીઝ મને બચાવી લો..મારા બાળકને કંઈ ન થવું જોઈએ…!’ મધુ રડી પડી.

‘હિંમત રાખો..! તમને મેં કમ્પ્લીટ રેસ્ટ લેવાનું કહેલને?’ મમતાએ મધુને સમજાવતા કહ્યું, ‘કહો મને જોમ, શું થયું?’

રડતા રડતા મધુ બોલી, ‘હું ગાર્બેજ નાંખવા બહાર ગઈ તે પગથિયાં ઊતરતા સ્લિપ થઈ ગઈ…!’

‘હવે રડો નહિ!’ સહેજ મોટા અવાજે મમતા બોલી, ‘ક્યાં દુઃખે છે? કેવી રીતે પડ્યા? આઈ મિન પીઠ પર કે પેટ પર..! આગળ કે પાછળ..?’ મમતાએ મધુની નાડીના ધબકારા ગણતા પૂછ્યું, ‘માર્થા ગેટ હેલ્પ ફ્રોમ અધર ડિપાર્ટમેન્ટ..! વિ નીડ ટુ ઓપરેટ એએસપીએસ…એટલિસ્ટ એનેસ્થિસિયન…’ માર્થા બહાર દોડી ગઈ.

મધુના ઊપસેલ પેટ પર સ્ટેથોસ્કૉપ મૂકી મમતા એના ગર્ભમાંના બાળકના ધબકારા ગણવાનો પ્રયત્ન કરવા લાગી. મધુ હજુ કલ્પાંત કરી રહી હતી, ‘મધુબેન, પ્લીઝ ક્વાઈટ…પ્લીઝ…!’ મધુ એકદમ ચુપ થઈ ગઈ.

‘વ્હેર ઇસ યોર હસબન્ડ?’ મમતાએ સાવ અચાનક પૂછ્યું.

‘એ તો એલ.એ ગયા છે. આજની ફ્લાઇટ હતી પણ સ્નોને કારણે કૅન્સલ થઈ.’

‘ઓહ…! તમે કેટલા વાગે પડી ગયા હતા?’

‘આઠ વાગે…!! મેં તરત જ નાઇન વન વનને રિંગ કરેલ પણ બિકોઝ ઑફ સ્નો…એમ્બ્યુલન્સ લેઇટ આવી. કેમ ડૉક્ટર? પ્લીઝ, મારા બાળકને બચાવી લો…! એને જો કંઈ થયું તો હું તો મરી જ જઈશ..’ ધ્રૂસકે ધ્રૂસકે મધુ રડવા લાગી.

‘તમે આમ રડો નહિ અને ડરો નહિ. સિઝેરીયન કરવું પડશે. એવરીથિંગ વિલ બી ઓકે. બિ કરેજીયસ એન્ડ કોઓપરેટ વિથ મી. આજે ડૉક્ટર ઓછા છે. પણ તમે ફિકર ન કરો.’

મમતા ઝડપથી વિચારવા લાગી. મધુનો કેસ એની પાસે જ હતો. મધુની આ ચોથી પ્રેગનન્સી હતી પણ બાળક પહેલું જ હતું! અગાઉ ત્રણેય વાર એને મિસ્કૅરિજ થઈ ગયું હતું. ગર્ભાવસ્થાના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ કોઈ અગમ્ય કારણોસર ત્રણ ત્રણ ગર્ભપાત થઈ ગયા હતા એને. હવે પહેલી વાર જ આ ગર્ભાવસ્થા આટલી ટકી હતી. આ ગર્ભાવસ્થા બાદ ફરી વાર સગર્ભા થવાની અને એ ટકવાની તક ઓછી હતી.

‘તમારી સાથે કોઈ ન આવ્યું?’

‘કોણ આવે?’ આક્રંદ માંડ રોકી મધુ બોલી, ‘મારી સાસુમા તો ઘરડા છે. અબાઉટ સેવન્ટી..’

‘ઓહ…!’ મમતાને થયું કે આજનો દિવસ એની જિંદગીમાં યાદગાર થઈ જવાનો. એણે મધુનો ગાઉન ઊંચો કરી એના પેટની ત્વચા પર સ્ટેથોસ્કૉપ મૂકી ફરી ધબકારા સાંભળવાના પ્રયત્નો કર્યા. એના આંખના ભવા તણાયા. એની ભ્રૂકુટિ તંગ થઈ ગઈ. મધુના ગર્ભજલમાં મૌન પડઘાતું હતું!! એક એક પળ હવે કિંમતી હતી. મધુની જિંદગીનો પણ હવે તો સવાલ ઊભો થઈ રહ્યો હતો. મધુનો પલંગ એણે ઝડપથી ઓપરેશન થિયેટર તરફથી ધકેલવા માંડ્યો. હેન્ગિગ લાઈટની નીચે બરાબર ગોઠવી એણે ઓપરેશનની તૈયારીઓ કરવા માંડી. મધુએ મોટે મોટેથી ગાયત્રી મંત્રો બોલવા માંડ્યા.  એ ભગવાનનું નામ લેવા લાગી…! એણે આંખો બંધ કરી દીધી.

એ જ ત્વરાથી મમતા ફરી ઍક્ઝામિનેશન રૂમમાં આવી અને કામિનીનો પલંગ ધકેલી એ ઓપરેશન થિયેટરમાં લઈ આવી! કામિની તો જાણે ગાઢ નિદ્રાના પાલવ તળે સંતાય ગઈ હતી. મમતાએ ઓક્સિજનનો સપ્લાય ચેક કરી મધુના બન્ને નસકોરામાં એ સપ્લાય ટ્યૂબ ભેરવી. કામિની તો ઓક્સિજન પર જ હતી. ઓપરેશન કરવા માટેની સર્વ તૈયારી થઈ ગઈ.

લગભગ દોડતી માર્થા ઓપરેશન થિયેટરમાં આવી, ‘ગુડ ન્યૂસ…ડૉક્ટર મમતા! વિ વિલ ગેટ હેલ્પ ઑફ ડો. એંજલ…! હિ ઈસ કમિંગ…!’

‘ઓહ ગોડ…!’ મમતાને રાહત થઈઃ ડો. એંજલ ગરેરો…હી ઇસ રિયલ એંજલ ફોર અસ ટુડે…!!

સ્ટરીલાઇઝ્ડ ગાઉન પહેરી, હાથમાં ગ્લોઝ ચઢાવી સ્કૅલપલ સાથે મમતા અને માર્થા તૈયાર જ હતા. ડો. એંજલ હસતા હસતા આવ્યા, ‘રિલેક્સ એવરીવન…! ધેર ઇસ નો ફિયર વ્હેન ડો. એંજલ ઇસ હિયર…!’ સાંઠેક વરસના એ પાતળા ડૉક્ટર, ડાક્ટર કરતા દેવદૂત વધારે લાગતા હતા, ‘વ્હોટ ઇસ યોર નેઈમ હની?’ મધુની પાસે જઈ એની આંખમાં આંખ પરોવી એમણે પૂછ્યું..

‘મ…મ…ધુ…ઉ…!’

‘ઓકે…મઢુ…! ક્લોઝ યોર આઇઝ…યુ વિલ ગેટ અ ગુડ સ્લિપ…હિયર યુ ગો…!’ કહી એમણે મધુને ઇન્ટ્રાવીનસ ઇન્જેક્ષન આપી કહ્યું, ‘ગો બેબી…!’ અને મમતાને ઇશારો કર્યો, ‘ ઓલ યોર્સ…ડૉક્ટર…!’

ડો. મમતાની કુશળ આંગળીઓ ફરવા માંડી. થોડી જ  પળોમાં તો મધુના પેટ પરના એ નાનકડા ચીરામાંથી નવજાત બાળક મમતાના હાથમાં બહાર આવી ગયું. રક્ત સોસી લેવા માર્થાએ ઝડપથી માટે કોટન પેડ મૂક્યા…!! નાળ કાપી મમતાએ બાળકની પીઠ ઠપઠપાવી…! મ્હોં વડે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાના પ્રયાસો કર્યા…બાળકને રડાવવાના..ધબકતા કરવાના સર્વ પ્રયાસ કર્યા. હાય રે…નસીબ…! માર્થાએ મધુના ઘા સીવી લેવા માટે ટાંકાઓ મારવા માંડ્યા…!

‘ઓ જીસસ…!’ ડો. એંજલે નિશ્વાસ નાંખ્યો. એ બાળકને રડતું કરવાના મમતાના પ્રયાસોને નકરી નિષ્ફળતા મળી…!

‘ કમોન…ક્રાય…ક્રાય…બેબી…ક્રાય…!’ મમતા મોટેથી બોલી..! પરન્તુ, એ નરબાળનો આત્મા એ જન્મે એ પહેલાં જ એનું ખોળિયું છોડી ગયો હતો!!

‘ડૉક્ટર એંજલ…! વિ હેવ અનધર પેશન્ટ…! બટ હર કન્ડિશન ઇસ વેરી ફ્રેજાઈલ…! વિ કેન ટેઈક ચાન્સ..! શિ ઇસ અન્ડર ઇન્ફ્લ્યુન્સ. હિયર ઇસ હર બ્લડ રિપોર્ટ…!’ મમતાએ ડો. એંજલને કામિનીનો બ્લડ રિપોર્ટ આપ્યો. ધેર આર ચાન્સીસ ટુ સેવ ચાઇલ્ડ..!’

‘ઓકે…કમોન…! વિ આર નોટ ગોડ બટ ગોડ ઇસ વિથ અસ…!’

ડો. એંજલે કામિનીને એક નાનકડો ડોઝ આપ્યો ને મમતાને ઇશારો કર્યો. કામિનીએ કોઈ પ્રતિક્રિયા ન કરી. આમેય એ તો ગાઢ નિદ્રામાં જ હતીને?

ફરી મમતાની કુશળ કરાંગુલિઓએ કરામત કરી. થોડી પળોમાં એક નવજાત શિશુ એના હાથમાં આવી ગયું. કામિનીએ ડચકા લેવા માંડ્યા. નાળિયો કાપી મમતાએ બાળકની પીઠ પર નાનકડા ધબ્બા મારી એને રડાવવાના પ્રયત્નો કરવા માંડ્યા તો ડચકા લઈ રહેલ કામિનીના બંધ પડી રહેલ હ્રદયને ધબકતું કરવા માટે ડો. એંજલે પોતાના બન્ને હાથોથી કામિની છાતી પર હ્રદય સ્થાને ચેસ્ટ કમ્પ્રેશન- ડિકમ્પ્રેશન કરવા માંડ્યું…! બાળકે મોટેથી ‘ઊં…ઊં…ઊં…વા..વા…’ કર્યું ને લગભગ એ જ ક્ષણે કામિની સાથે જોડાયેલ મોનિટર પર એક સીધી રેખા ખેંચાય ગઈ…મૃત્યુરેખા…! કામિનીની મૃત્યુરેખા…! જાણે એ બાળકનો જન્મ આપવા માટે જ  મોત સામે ઝઝૂમી રહી હતી…!

‘કામિની…કામુ..! યુ ગોટ ધ સન…!’ કામિનીના મોતથી અજાણ એવી ડો, મમતાએ કામિનીના પુત્રને એણે કામિનીના ચહેરા સમક્ષ ધર્યો…! કામિની ખૂલી રહી ગયેલ આંખો બંધ કરતાં ડો. એંજલે કહ્યું, ‘આઈ એમ સોરી ડો. મમતા. શી ઇસ નો મોર…! આઇ ટ્રાઈડ…! મે ગોડ બ્લેસ હર સૉલ…!’

સાવ અવાક્‍ થઈ ગઈ મમતા…!

થોડી જ પળોમાં મૃત્યુ દેવતાએ અજીબ ચાલ ચાલી હતી. જાણે સાવ યંત્રવત્ કોઈની દોરવાયેલ ચાલતી હોય એમ એણે કામિનીના પુત્રને મધુના પડખે પલંગ પાસે મૂક્યો અને મધુનો મૃત પુત્ર એણે કામિનીના નશ્વર દેહની બાજુમાં મૂકી દીધો. કોઈ કંઈ બોલ્યું નહિ…કોઈએ કંઈ કહ્યું નહિ…! મમતાની પીઠ પસવારી એના કપાળે વાત્સલ્યભર્યું એક મધુરું ચુંબન કરી ડો. એંજલ હળવેકથી ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયા. માર્થાએ મધુને રિકવરી રૂમમાં ખસેડી. એને ધીરે ધીરે ભાન આવી રહ્યું હતું. એ ભાનમાં આવી. એણે સહેજ કણસીને ડો. મમતા તરફ  પ્રશ્નાર્થ નજરે જોયું. મમતાએ એની ડોક હલાવી માર્થા તરફ ઇશારો કર્યો. આંખો નમાવી હકારમાં ગરદન હલાવી માર્થાએ અંદરના રૂમમાંથી સાફ કરી નવડાવેલ કામિનીના પુત્રને લઈ આવી મધુને આપ્યો, ‘યોર સન…!’

મધુની આંખમાં હર્ષાશ્રુ ફૂટ્યા…એના પલંગ પાસે સાવ નજદીક ઊભેલ મમતાના બન્ને હાથના પંજાઓ મધુએ પ્રેમથી પકડ્યા, સહેજ દબાવ્યા અને ભીના અવાજે કહ્યું, ‘થેન્ક યુ ડૉક્ટર…!!’

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૩૪૯૯)
________________________________________________________________________________________________________________________________________________

‘ થેન્ક યુ ડૉક્ટર…’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો, સરળતાથી પ્રિન્ટ કરો,  મિત્રોને મોકલો.

74 comments on “‘થેન્ક યુ ડૉક્ટર…’

  1. નટવર મહેતા કહે છે:

    પ્રિય સાહિત્યરસિક મિત્રો અને વડિલો,

    કેવી લાગી આપને ડો. મમતા સાથેની મુલાકાત?

    કેવી લાગી મારી આ વાર્તા ‘થેંક યુ ડોક્ટર…’

    આપના પ્રતિભાવની અપેક્ષા રાખું છું..

  2. Ajit Desai કહે છે:

    સહુ પ્રથમ તો એતલું જ કહીશઃ થેન્ક યુ નટવરભાઈ.
    સરસ વાર્તા. સબળ આલેખન.
    તમારી રજુઆત જ એવી હોય છે એક વાર તો વાર્તા સાવ સાચી માની લેવાનું મન થઈ આવે જ.
    અને હું કામિનિના પપ્પા હોય એવા એક વ્યક્તિને/ યુગલને ઓળખું પણ છું.
    તમારી વાર્તાનો ક્યારો ઇન્તેજાર હતો. અને આ વાર્તા વાંચિ આનંદ થયો અને કેટલાય વિચારો પણ આવી ગયા.
    ડો મમતાએ જે કર્યું એ સારૂં જ કર્યું એણે બે જણની જીંદગી સુધારી ડિધિ.

  3. vijayshah કહે છે:

    તમારી વાર્તા જકડી રાખે તેવી સચોટ તો હોયજ છે.
    હવે નવલીકા સ્વરુપ ક્યારે આપો છો?

  4. Mehul & Rinku કહે છે:

    Dear Mehta Uncle,
    your words expression in the story, it seems like that everything is happening in front of our eyes & we are in the hospital watching all these.
    Thank you

    From :
    Rinku & Mehul Vashi

  5. chandravadan કહે છે:

    થોડી જ પળોમાં મૃત્યુ દેવતાએ અજીબ ચાલ ચાલી હતી. જાણે સાવ યંત્રવત્ કોઈની દોરવાયેલ ચાલતી હોય એમ એણે કામિનીના પુત્રને મધુના પડખે પલંગ પાસે મૂક્યો અને મધુનો મૃત પુત્ર એણે કામિનીના નશ્વર દેહની બાજુમાં મૂકી દીધો. કોઈ કંઈ બોલ્યું નહિ…કોઈએ કંઈ કહ્યું નહિ…! મમતાની પીઠ પસવારી એના કપાળે વાત્સલ્યભર્યું એક મધુરું ચુંબન કરી ડો. એંજલ હળવેકથી ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયા…..
    Natvarbhai…So now a Varta invoving the Medical Field..and a nice one !
    Abhinandan for Akhand Anand selecting your Vartao !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    Not seen you on Chandrapukar for long…a Series of Posts on HUMAN HEALTH now…Please visit !

  6. chandravadan કહે છે:

    Natvarbhai…Sorry for my 2nd Comment….I forgot to give the LINK to my Blog in my prevoious Comment…And again I say, THANK YOU. DOCTOR was a very nice Story !…And that is comment from a DOCTOR!
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Natavarbhai see YOU & your READERS on Chandrapukar!

  7. Viren કહે છે:

    એક તો એ કે અમેરિકામાં કોક્કનું બાળક બીજા કોઈને આપી દેવું એ એક ગંભીર ગુનો ગણાય છે અને જો ડોક્ટર એવું કરે તો લાઇસન્સ રદ થઇ જાય. પરંતુ નટવર કાકા ની હિન્દી ફિલ્મી સ્ટોરી માટે વાંધો નહિ આવું કરી શકાય!

    ધારોકે આ વાર્તા તમે કોઈ મુવી માં જોતા હોવ તો એવું લાગે કે ડીરેક્ટરને વાર્તા ફિલ્માવવા કરતા હોસ્પિટલમાં કેવા પડદા છે, ગ્લુકોસના બાટલામાંથી દર સેકન્ડે કેટલા ટીપા પડે છે એવું બધું વધારે બતાવ્યા કરે.

    કથાબીજને બાદ કરો તો વાર્તાનું લખાણ ચાલે એવું છે. અને ગુજરાતી સામયિકો સ્નો, અમેરિકન લાઈફ એવું બધું વાંચીને બાળકને ચોકલેટ મેળે એમ ખુશ થઇ જતા હોય છે.

    (અને ધારો કે મધુ અને એનો હસબંડ ડીએનએ ટેસ્ટ કરાવી અને હોસ્પિટલ પર લો સુટ ફાઈલ કરે તો ડો. એન્જેલ કે ડો. મમતાને કોઈ વાંધો ખરો? કે પછી વાર્તા હોય એમાં આવું બધું શા માટે વિચારવું? અને છેવટે દેશના લોકોને આવી બધી આઈડિયા થોડી જ હોય? એટલે તો એકતા કપૂરની સીરીયલો ધમાકાભેર ચાલે છે જેમાં આવી અદલાબદલી ચાલ્યા જ કરે!)

  8. sapana કહે છે:

    સરસ વારતા …અમેરિકામા ભારતવાસિઓની હાલત આવી છે..સપનાઅ

  9. himanshu patel કહે છે:

    સચોટ વારતા,જકડી રાખે છે.વર્તાને વારતા તરીકે જોવાય સામાજીક ઘટના સ્વરુપે નહી.અને સત્ય ઘટના તરીકે પણ નહી,વારતા સમાજના મૂલ્યોને વ્યક્ત કરે ્છે.
    સરસ વાર્તા.

  10. Bhajman Nanavaty કહે છે:

    સરસ વાર્તા.
    મને પ્રશ્નો થાય છે. ધારોકે બંને દર્દીઓ ભારતીય ન હોત તો ? કામીની ને ડૉ.મમતા ઓળખતી ન હોત તો ? શું તો પણ તેણે આમ કર્યું હોત ?
    જો કે Ethically Dr.Mamata is not right.

  11. dhufari કહે છે:

    શ્રી નટવરભાઇ,
    હું ભાઇશ્રી હિમાંશું પટેલના અભિપ્રાય સાથે સહમત છું.વાર્તાને વાર્તા તરીકે જોવાય સામાજીક ઘટના સ્વરુપે નહી.અને સત્ય ઘટના તરીકે પણ નહી,વાર્તા સમાજના મૂલ્યોને વ્યક્ત કરે છે.એમાં “જો” અને “તો”ને સ્થાન ન હોય એ વાંચકે સમજવું જોઇએ.
    સરસ વાર્તા.
    અભિનંદન

  12. Brinda કહે છે:

    very nice story! well scripted and interesting!! congratulations!

  13. Jitendra Timbadia કહે છે:

    અદભુત ભાષા, હૃદય માં શંઘરવા જેવી નવલિકા, વિચારો ને ઉચ લેવલ માં લઇ જતી નવલિકા

  14. Dineshgiri N Goswami કહે છે:

    શ્રી નટવરભાઈ,
    આપની કૃતિ વાંચી, પાશ્ચાત્ય પરીપેક્ષ માં ભારતીયતા ના પ્રશ્નાર્થ ,ડો.કામિની ની વ્યવસાયિક કુનેહ અને ભાવાત્મકતા ને ખુબ સરસ નિખાર આપેલ છે, એ બદલ અભિનંદન !! નવી વાર્તા નો આતુરતાપૂર્વક ઇન્તજાર રહેશે….

    દિનેશગીરી એન. ગોસ્વામી ના નમસ્તે !!

  15. TRUPTI કહે છે:

    THE STORY IS SOMEWHAT ‘MASALA’ MOVIE OF BOLLYWOOD OR ONE OF EEKTA KAPOOR’S SERIAL. THOUGH STORY IS VERY INTERESTING AND IS CAPABALE OF BONDING THE READER UNTIL THE END BUT IS FAR FROM THE REALITY.

  16. Mr.JAY PADALIA કહે છે:

    અદભુત નવલિકા……..!
    નવી વાર્તા નો આતુરતાપૂર્વક ઇન્તજાર…

  17. શ્રી નટવરભાઇ સિદ્ધહસ્ત વાર્તાકાર છે. વાર્તાના બીજને તેને લગતી બધી જ માહિતીથી એવી સરસ રીતે ફણગાવે છે કે હું વાર્તા સત્ય નથી એમ સમજતો હોવા છતાં એક હીટ-ફિલ્મની જેમ ખુબ જ માણું છું. મારી જેમ ઘણા માણતા હશે અને એટલે જ તેમની વાર્તાઓ બીજા પ્રકાશનો છાપે છે અને પુરસ્કાર આપે છે. મને એમાં જરાયે શંકા નથી કે એમની કલમ હજી પણ ખુબ રસાસ્વાદ કરાવશે.

  18. Kaushik Patel કહે છે:

    સુંદર ગુંથણી, સબળ પાત્રાલેખન, અસરકારક રજુઆત, અને અકલ્પનિય અંત એ નટવરભાઈનિ ખાસિયત.
    વાર્તા તત્વને છેક સુધિ જાળવી રાખ્વુ એ અગત્યનો ગુણ, વાંચક વાંચીને વિચારો કરતો થૈ જાય.
    અમેરિકામાં જ એક પુરુષ નર્સે કેટ્લાક વ્રુધ્ધોને મોતનું ઇન્જેક્સન આપી મારી નાંખ્યા હતા. તો એક દાકતરે એના જ વિર્યથિ ઘની સ્ત્રિઓને ગર્ભવતી બનાવી એવા સમાચાર વાંચેલ. તો ઓસ્ટ્રેલિયામા રેતા ભારતિય ડેથ ડોક્ટરની વાત પણ યાદ આવિ ગઇ.
    જો આવું થાય છે તો પછી ડો,મમતાએ જે કર્યું એવું થઈ શકે એવું માનવાનું મન થઇ આવે. થતું પણ હોય.
    આ વાર્તામાં કેટલાક સંદેશ પણ છે. સરસ વાર્તા. મજા આવી.

  19. Bhupendrasinh Raol કહે છે:

    વાર્તા ને વાર્તા તરીકે માણીએ,એમાજ મજા છે.પણ એક નાનકડો કોઇન્સીડેંટ મારા જીવન માં બનેલો.એક સંબધી ને બ્લડ ની જરૂર હતી,તો અમે બરોડા માં આવેલી જલારામ બ્લડ બેંક માં કારેલીબાગ ગયેલા.હવે એમને +બી બ્લડ ની જરૂર હતી.બ્લડ બેંક વાળા એ કહ્યું કે અમારી પાસે નું બ્લડ તમને આપીએ,બદલામાં ગમેતે ગ્રુપ નું બ્લડ કોઈ એક જણ ડોનેટ કરો.મારું મારું ગ્રુપ +ઓ હતું,મેં કહ્યું ચાલો હું આપી દઉં.એટલે મારું બ્લડ મેં આપી દીધું ને હું બહાર આવી ને હોસ્પિટલ વાળા ડોનર ને કોફી ને બિસ્કીટ આપે તે લેતો હતો.એવામાં એક ફેમીલી દોડતું આવ્યું એમને ફ્રેશ બ્લડ જોઈતું હતું,કોઈ નાના બાળક માટે.ડો.ફ્રેશ લખેલું.એ લોકોમાં થી કોઈનું ગ્રુપ એમની જરૂરિયાત ને મેચ થતું ના હતું.એટલામાં મારું બ્લડ લેવાની વિધિ કરેલી એ નર્સ બોલી ગભરાવ છો શેના?આ ભાઈ એ હમણા તો +ઓ બ્લડ આપ્યું છે,એ આલોકોને આપી દો.અને થોડી વાર માં એ ફેમીલી ખુશ થતું ચાલ્યું ગયું.ત્યારે મને થયું કેવો અકસ્માત મારું લોહી કોને કામ લાગશે.મને ખબર હતી?

  20. Anshu Joshi કહે છે:

    Respected Natwarbhai,
    I read your story titled Thank you Doctor. It is really a well written
    story and the end of the story is excellent> I am hoping for more new
    stories from you. Actually I want to write my opinion on your blog but
    I didn’t found facility to write on the blog.
    Thanks and regards
    Anshu Joshi
    Ahmedabad, Gujarat, India
    (Via email)

  21. Hitesh કહે છે:

    Dear Shri Natubhai,
    Very nice story and written very well.
    I can say its really nice gift to us in first month of the year 2010.
    Wish you Good Luck.
    Best Regards
    Hitesh Tailor

  22. jagadishchristian કહે છે:

    નટવરભાઈ સરસ વાર્તા. ઘણા બધાએ ઘણું કહ્યું છે. વાર્તા એ સમાજ અને વાસ્તવિકતાનું પ્રતિબિંબ હોય છે જેને કલ્પનાના વાઘા પહેવડાવી નવી શક્યતાઓને જન્મ આપે છે. અને સમયાંતરે એ કલ્પ્નાઓ સાર્થક થતી હોય છે. નિયમો સમાજકલ્યાણ માટે હોય છે. આત્માનો અવાજ એ ઈશ્વર પ્રેરિત હોય છે. નરોવા કુંજરોવા એ વાત તો બધાને ખબર જ છે. કલ્યાણ માટે કપટ યોગ્ય છે તો માનવ રચિત નિયમ માનવ કલ્યાણ માટે તોડો એ આત્માનો વિજય છે.

  23. Rekha Sindhal કહે છે:

    સરસ વાર્તા અને ઉત્તમ કલ્પના !

  24. DHIREN SHAH કહે છે:

    Very nice story written and every time in story you are exposing USA very well.This time;
    ‘ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!!
    I like your stories very much.
    thanks for sharing once again.
    regards
    DHIREN SHAH

  25. heeteshbhai joshi કહે છે:

    Heart Touching story Excellent presentation and central theme
    I appreciate your words Congratulations

  26. Rajul કહે છે:

    હ્ર્દય ને સ્પર્શી જાય તેવી સરસ વાર્તા માટે અભિનંદન.

  27. AMRUT NAIK. કહે છે:

    VERY NICE STORY!WHILE READING WHOLE SCENE IS COMING IN FRONT OF OUR EYES.
    THANK YOU VERY MUCH.
    AMRUT NAIK.
    DETROIT.
    MICHIGAN.

  28. Amit Trivedi કહે છે:

    આપના ઈ પત્ર બદલ આભાર
    થેન્ક યુ ડોકટર વાર્તા વાંચી
    એક અદભૂત અનુભૂતિ થઈ
    મને લાગ્યું કે જાણે હોસ્પિટલના કોઈ ખૂણામાં હું ઉભા ઉભા આખું દ્ર્શ્ય નિહાળી રહ્યો છું – એક નિ:સહાય અવસ્થામાં, પરંતુ અંતમાં ઈશ્વરની શક્તિની અદભૂત અનુભૂતિ થઈ. ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા બેવડાઈ ગઈ.
    અંતે મારા હોઠ ઉપર શબ્દો હતાં ……
    રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ………..
    અને એક શેર તમને અર્પણ —–
    શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
    તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો
    અભિનંદન અને આભાર
    અમિત ત્રિવેદી
    (via emmail)

  29. manu desai કહે છે:

    natu varta gami tu adho doctor lage,you very

    knowledgeable about hospitaland medical field

    fakkad&mazani

  30. HARIVADAN કહે છે:

    Dear Natverbhai.

    I like your story to much.In story give good views relation between doctor, Patent & friend.

  31. Navin N Modi કહે છે:

    Dear Natubhai,
    I read the story as well as comments. Your well told story raises question about ethics as mentioned in some comments. But I feel that ethic is a relative term. The law of relativity seems universal not only for material science, but for mental world too. Whether an action is ethical or not that depends on the circmstance. Majority of the readers may agree with my view that the unlawful action of Dr. Mamta in the end is actually ethic in the relative circumstance. I will love to read the further views on this.

  32. આદરણીય શ્રીનટવરભાઇ,
    સહુ પ્રથમ તો “અખંડ આનંદ” ના પાનાઓ પર આપની કલમે પ્રવેશ કર્યો તેના આપને ખુબ ખુબ અભિનંદન સાથે હરહંમેશ પ્રગતિ કરતા રહો એવી શુભેક્ષા.
    “થેન્ક યુ ડોકટર” એક આજના સમાજ નું ચિત્રણ કરતી વાર્તા છે.જે “ત્યાં” બનતું તે આજ “અહિં”બને છે.વાર્તા વાંચતા વાંચતા હોસ્પિટલ નો ઓટી રુમ આંખો સામે તરવરવા લાગ્યો.જ્યારે કટોકટી નો સમય હોય અને દર્દી નો જીવન મરણ નો પ્રશ્ન હોય ત્યારે ડોકટર તથા તેના સ્ટાફ્ની મનોદશા વીકટ હોય છે, છતાં તેમાં પણ સફળતા મેળવેછે.કામિની અને મધુ ના પાત્રોને બરોબર રજુ કર્યા છે.ડો.મમતા એ જે કર્યું તે સામાજીક રીતે અને માનવતા ની રીતે યોગ્યજ ગણાય.અને તેમાં ડો.એંજલનો પણ સહકાર બતાવી “ત્યાં” પણ ક્યાંક માનવતા છે તે બેશક કહી દીધું.
    સાહિત્ય ની દુનિયા ને “તો” અને “જો” થી મુકત કરવી જ રહી.
    મને વાર્તા ખુબજ ગમી અને મોજ પડી. ફરી રાહમાં નવી વાર્તાની…….
    વ્રજ દવે

  33. Arvind કહે છે:

    નટવરભાઈની લેખનશક્તિ એટલે જાણે એક પુર્ણ લેખક. આટલી વિવિધતા એક જ લેખકમાં ભાગ્યે જોવા મળે. પરદેશ વસતા લેખકોને ક્યારેક બહુ અવગણના થતિ હોય એવું લાગે.
    થેન્ક યુ ડોક્ટર સરસ મજાની વાર્તા. માનવતા સર્વોપરી છે. બાકી નિતી નિયમો શાને માતે છે? ડો મમતાએ જે પગલું લીધું એમાં એની માનવતા જ છે. એણે જે પગલું લીધું એ ગેરકાયદે જ છે. ત્રણે જાણતા જ હોય. પણ એ યોગ્ય છે એ પણ એઓએ સમજ્યું.
    એમનિ ધારદાર રજુઆત સરસ છે.

    થોડી જ પળોમાં મૃત્યુ દેવતાએ અજીબ ચાલ ચાલી હતી. જાણે સાવ યંત્રવત્ કોઈની દોરવાયેલ ચાલતી હોય એમ એણે કામિનીના પુત્રને મધુના પડખે પલંગ પાસે મૂક્યો અને મધુનો મૃત પુત્ર એણે કામિનીના નશ્વર દેહની બાજુમાં મૂકી દીધો. કોઈ કંઈ બોલ્યું નહિ…કોઈએ કંઈ કહ્યું નહિ…! મમતાની પીઠ પસવારી એના કપાળે વાત્સલ્યભર્યું એક મધુરું ચુંબન કરી ડો. એંજલ હળવેકથી ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયા. માર્થાએ મધુને રિકવરી રૂમમાં ખસેડી. એને ધીરે ધીરે ભાન આવી રહ્યું હતું. એ ભાનમાં આવી. એણે સહેજ કણસીને ડો. મમતા તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. મમતાએ એની ડોક હલાવી માર્થા તરફ ઇશારો કર્યો. આંખો નમાવી હકારમાં ગરદન હલાવી માર્થાએ અંદરના રૂમમાંથી સાફ કરી નવડાવેલ કામિનીના પુત્રને લઈ આવી મધુને આપ્યો, ‘યોર સન…!’

    અહિં એક શબ્દ ‘કોઈની દોરવાયેલ’ શબ્દ મુકીને લેખક શું કહેવા માંગે છે એ સમજવું જરૂરી છે. કોણે દોરી ડો, મમતાને?

    એ કોણ? પ્રભુ…? માનવતા? સંસ્કાર? તબીબ તરીકેની નિષ્ફળતા?
    ડો મમતાએ લીધેલ પગલું યોગ્ય છે?
    જરૂર યોગ્ય છે. ધન્યવાદ નટવરભાઈ, સરસ રહસ્યમય ખેલ ખેલી તમે માનવતાની ઉચ્ચ મિસાલ સ્થાપી છે. ધન્ય છે તમને અને તમારી કલમને.

  34. dr.rajnikantpatel કહે છે:

    dear natvarbhai it is good it is absorbing it keeps interesting till end thanks dr.patel

  35. arvind adalja કહે છે:

    શ્રી નટવરભાઈ
    સુંદર વાર્તા માનવતાથી ભરપૂર ! કેટલીક વાર વાર્તા કરતાં વાસ્તવિકતા વધારે વરવી હોય છે તો કેટલીક વાર અતિ સુંદર પણ ! આપની વાર્તામાં માનવતા મહેકી રહી છે ! ધન્યવાદ ! લખતા રહો અને સુંદર પ્રસંગોને ગુંથી નવી નવી વાર્તાઓ આપ્યા કરો !
    સ-સ્નેહ
    અરવિંદ

  36. Ramila Tailor કહે છે:

    Namaste Natubhai,
    many thanks for this well written and very descriptive story. Though the ending was predictable by the time Madhu arrived on the scene, your narration and delivery of the details was very interesting and the “scenes” in St Mary’s were “seen” before my eyes. Well done and eagerly awaiting the next one.
    Fondest Regards
    Ramila (UK)

  37. Kavita કહે છે:

    Very nice story. I enjoyed it because I read it as story and not as message or true story.

  38. kirtida કહે છે:

    શ્રી નટવરભાઇ
    અખંડઆનંદ માં આપની વાર્તા પ્રકાશિત થયેલ છે એ માટે મારી શુભેચ્છા.
    “થેંક્યું ડોકટર ” વાર્તા માટે અભિનંદન . વાર્તા ઘણી જ રસપ્રદ છે. જીણવટ પૂર્વક આલેખન કર્યુ છે. અમૂક વાતો ખૂબા ગમી જેમકે
    1)આ દેશનું આર્થિક દેવાળું તો ફૂકાય ગયું છે હવે લાગણીઓ નુ પણ નિલામ થૈ જશે.
    2)સફેદ કાદવને સાફ કરુ છું
    અમુક વાતો વાચક ના મન પર ચોટ કરે એવી હોય તો વાચક વાર્તાને વાચ્યાં વિના ના રહે. આપની દરેક વાર્તા વાચકને સંતોષ આપેછે.વાર્તાનું આલેખન જોતા આપની અવાલોકન શક્તિ ગજબની છે એવુ દેખાય છે.
    ઘણા મિત્રોના પ્રતિભાવો વાચ્યાં. એટલું જરુર કહીશ કે , વાર્તા એ વાર્તાનુ સ્વરુપ છે. સત્ય નથી હોતી . સત્યની આજુબાજુ હોય તે સારી વાર્તા માની શકાય. આપની વાર્તા એમાની એક છે. અલગ અલગ વિષય લઈ વાચકોને નવિનતા આપી રહ્યા છો . મને વાર્તા ગમી છે . જે જીણવટથી રચના કરો છો વાર્તા ફિલ્મની જેમ પસાર થતી લાગે છે.
    કીર્તિદા

  39. krunalc કહે છે:

    નટવરભાઇ,
    એક વાર્તાકાર તરીકે તમે લાગણીશીલ વાર્તા આપવાનો પ્રયાસ કર્યો છે. અમુક લોકોએ આ વાર્તાને વાસ્તવિકતાના એરણે પણ મૂકવાનો પ્રયત્ન કર્યો અને વાર્તાના અંતથી નારાજ થયા. મેં વાર્તાને વાર્તા તરીકે જ વાંચી અને મને એના લાગણીશીલ અંતમાં કોઇ વાંધો ના લાગ્યો. જો કે વાર્તાને વાસ્તવિકતાની નજીક રાખી શકાય તો વધૂ વાંચકો વાર્તા સાથે કનેક્ટ થઇ શકે.

    આપની વાર્તાકાર તરીકે ઉત્તરોત્તર થઇ રહેલી પ્રગતિ બદલ અભિનંદન.

  40. Bijal કહે છે:

    I have no words to explain my feeling about this story.

    excellent.., superb…

  41. nayan panchal કહે છે:

    Dear Natwaruncle,

    Congratulations for delivering a new story with new theme. I read the story and comments, and I love them both.

    When you introduced character of Kamini, I was constantly recalling the movie “Requiem for a dream”. It’s an anti-drug/anti-addiction movie. I like that movie very very much. Kamini also met the same end like central characters of that movie. Your story was non-linear in narration and very effective.

    Once you introduce Madhu, expectations increase. But after Madhu’s delivery story becomes very predictable. If you write out and out black/sad end, people will not like it. We have to show happy ending. Hence, story becomes predictable.

    Dr Mamta’s character has very well defined. Because of that movie, I can visulize Kamini and the pain she is going through. The conversation between Mamta and her father is also heart-felt.

    What Dr Mamta did is debatable. Since this is your story, you have full liberty to tell it your way. I don’t want to give my opinion, in fact I don’t have any opinion on this. I don’t know what would I do if I would be at Dr Mamta’s place. But I feel, you should have keep Kamini alive and played with that character more.

    Story’s pace is perfect, it’s not lengthy at all. Please keep writing. If you feel that I have done “chhota munh, badi baat” in my comment, forgive me.

    nayan

  42. Dilip Gajjar કહે છે:

    “અખંડ આનંદ” ના પાનાઓ….પર આપની વારતા તેના આપને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ સુંદર વાર્તા..એક્દ્મ આંખ સામે ચિત્ર ખડું થઈ જાત ને આખિ વાર્ત જકડી રાખે..સમય મળતા અહી આવ્યો..હવે તમે હસ્તસિદ્ધ લેખક લાગો છો…તમારી ફર્માઈશનું ગીત તો મે ગાયું…..

  43. B Jitu Dhabaria કહે છે:

    આપણે પણ આ રીતે એક બીજા ના પૂરક બનીએ તો કેટલી મુશ્કેલીયો દૂર થઇ શકે .

  44. Jiten Shah કહે છે:

    I like it very much. Your story has a realistic situation and approach. I wish if you get chance please write Gujarati drama on real life of Indian American…..”
    (via: Facebook)

  45. amee parikh કહે છે:

    Shri Natverbhai,
    “thank you, doctor” title ekdum appropriate che. Saras rite lakhayeli ane jaane movie niharta hoiye evu laagyu. Bhale vaarta che, pan evu laage che ke aavi j manavta ane paropkar ni bhaavna ketla ma che?

  46. Raj Purohit કહે છે:

    સર, વાંચવી ગમે તેવી વાર્તાઓ છે. એક બેઠકે ત્રણ વાર્તાઓ વાંચી ગયો છું.
    આગળ કોઈ મિસ્ટર વિરેને એવું કહ્યું છે કે આના પરથી જો કોઈ ફિલ્મ બનાવે તો…
    જો કોઈ ફિલ્મ બનાવે તો તેને સ્ક્રીનપ્લે પણ ના લખવો પડે એવા સરસ વહેણ અને વળાંકો છે.

  47. krupali purohit કહે છે:

    શ્રી નટવર કાકા,

    હમણા જ facebook પર તમારી સાથે મુલાકાત થઇ, આમ તો મુલાકાત ના કેહવાય, પણ તમારા સંપર્ક માં આવવાનો એક મોકો મળ્યો.
    તમારી વાર્તા ” thankyou doctor ” વાંચી, મને બહુ મજા આવી, ખાસ કરી ને મને તમારા લખાણ ની શૈલી ઘણી પસંદ આવી, મને એવા દરેક લખાણ ગમે છે જેમાં લેખક એ વાંચક ની આંખો બની જાય છે, એટલેકે એક વાર તમે વાંચવાનું શરુ કરો એટલે એમ લાગે કે તમારી આંખો સામે એક live movie જ ચાલી રહ્યું છે, અને પછી તો ત્યારે જ નજર હટે જયારે એ movie પૂરું થાય. જેમ ફિલ્મ માં કામેરો લઇ જાય ત્યાં જ નજર જાય અને બીજું કઈ વિચારવાનું મન ના થાય તો એ એક director ની સિદ્ધી ગણાય એમ તમારી વાર્તા માં પણ જ્યાં તમારી કલમ નો કામેરો લઇ જાય ત્યાં જ વાંચક ની આંખો દોરાય છે. વાર્તા વાંચતી વખતે સવાલ પણ થાય પરંતુ તરત જ એનો જવાબ પણ મળી જાય – next line માં, જેથી કરીને વાર્તા માં રસ પણ જળવાઈ રહે. ખરેખર બીજું તો શું કહું હું તો ઘણી નાની પડું બીજું કઈ લખવા માટે બસ એટલું જ કહીશ કે મને તો બહુ ગમી તમારી વાર્તા ” thankyou doctor “. thankyou sir (કાકા) આટલી સરસ વાર્તા માટે.

  48. chandresh કહે છે:

    good

    jidgi ek safar hey suhana yaha kal kya ho kisne jana

  49. rita parmar કહે છે:

    yes sir again its fantastik immotional story………..
    lovely and too good.
    very touchy……..the way u presents……..
    thanks
    god bless
    nd really i enjoying to read yr story.

  50. Mihir J Sangani કહે છે:

    Very Heart Touching Story !! Putting two living being together and filled up the gap of utmost necessity of two lives complacent to each other..!!

    That’s the reason medical profession is considered Noble profession..

    Congratulations Natwarbhai for coming up with such a heart touching story !!

  51. uma marfatia કહે છે:

    Very nice story.Mamta is real doctor.

  52. sanjay panchal કહે છે:

    eksathe babbe padarth path shikhavti varta badal abhinandan.kamini jevi lifestyle mate lalbatti ane madhu nu jivan khushi thi bhari deta Dr.mamata.khub mavjat thi kareli gunthani.

  53. Nishita કહે છે:

    અદભુત નવલિકા!! I love this ..ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!!

  54. Hitesh Manek કહે છે:

    નટવરજી,
    વાર્તાનું સબળ પાસું એ છે કે વાર્તા કેટલા અંશે વાચકને જકડી રાખે છે ને આ બાબત આપ સાંગોપાંગ પર ઉતર્યા છો વાર્તા શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે પરંતુ બીજી પેશન્ટ મધુના આગમન સમયે વાર્તાના અંત શું હશે તે અંદાજ આવી જાય છે એ જરા ખૂંચ્યું …
    “મધુના ગર્ભજલમાં મૌન પડઘાતું હતું!!…” ખુબ સરસ રીતે આલેખન કર્યું …કથાવસ્તુ,પાત્રાલેખન,રજૂઆતની શૈલી ખુબ સરસ અતિ ઉતમ ..બસ આમ જ નિત્ય નવી વાર્તા પીરસતા રહો તેવી કામના સાથે

  55. Sarla Sutaria કહે છે:

    નટવર ભાઇ … તમારી શૈલી ખુબ સુંદર છે …
    એકી શ્વાસે હું વાંચી ગઇ આ વાર્તા … ને એક સેકન્ડ માટે પણ મને કંટાળો ના આવ્યો… તમે જે રીતે વાર્તાને ઉઠાવ આપ્યો છે તેથી પ્રભાવક બની છે… વિદેશ નુ વાતાવરણ પણ સરસ આલેખાયુ છે ને ‘સફેદ કાદવ’ શબ્દ યથાર્થ છે બરફ ના ખડકલા માટે ..એક્નુ મૃત્યુ એ બીજાનુ જીવન બની ગયુ …

  56. Falgunee Dave કહે છે:

    Sir,
    aaje j apde vat thai hati k mane Harkisan Mehta, Ashwini Bhatt vagere ni novel khub j game chhe… parantu sache j aapni lakhvani shaili pan khub j saral, chhata pan jakdi rakhe evi chhe…. khub j sundar nirupan jane rubaru jota hoie evu j lage…..
    Salute Sir…
    no word to explain…

  57. bhavesh solanki કહે છે:

    I cried twice……awesome story♥

  58. Parul mehta કહે છે:

    Bahu saras varta lakhi che…hospital nu adhbhut varnan karyu che.Dr na jivan ma aava prasango banta hoi che… Pan chhele temnu antim lakshy patient ne kevi rite teni pida thi mukt karvu a j hoi che….je Natvarbhai a ahiya saras rite darsavyu che…..

  59. નેહા પરીખ કહે છે:

    ખુબ સુંદર વાર્તા. ‘ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!! તે ઘણું સાચું છે. વાંચીને દિલ થી આનદ થયો. તમરી વાર્તા વાંચીને લાગે છે કે જાણે જીવન માં બનેલી સત્ય ઘટના !! જેમ જેમ વાંચતી ગયી લાગ્યું મારી સામે જ ઘટના બની .ધન્યવાદ!!!

  60. pravina Avinash kadakia કહે છે:

    As a story, very nice. It is hard to believe this can happened.

    You are wonderful writer. Congratulations for stories published

    in “Akhand Anand”.

  61. નટવરભાઈ ખુબ સરસ વાર્તા. ઘણા બધાએ ઘણું કહ્યું છે. વાર્તા એ સમાજ અને વાસ્તવિકતાનું પ્રતિબિંબ હોય છે જેને કલ્પનાના વાઘા પહેવડાવી નવી શક્યતાઓને જન્મ આપે છે. અને સમયાંતરે એ કલ્પ્નાઓ સાર્થક થતી હોય છે. નિયમો સમાજકલ્યાણ માટે હોય છે. આત્માનો અવાજ એ ઈશ્વર પ્રેરિત હોય છે. નરોવા કુંજરોવા એ વાત તો બધાને ખબર જ છે. કલ્યાણ માટે કપટ યોગ્ય છે તો માનવ રચિત નિયમ માનવ કલ્યાણ માટે તોડો એ આત્માનો વિજય છે.

Leave a comment