“ જાને કહાં ગયે વો દિન…”

‘ફિલ અપ રૅગ્યુલર પ્લીસ…’ રૂટ ફિફટીનના એક્સોન ગેસ સ્ટેશન(પેટ્રોલ પંપ) પર ભૂમિકાએ એની કાર હોન્ડા સિવિક પંપની બાજુમાં ઊભી રાખી ડ્રાઈવર સાઈડનો પાવર વિંડો ઉતારી નમ્રતાથી કહ્યું અને એનો ક્રેડિટ કાર્ડ આપ્યો.

ગેસ સ્ટેશન પર કામ કરતા દાઢીવાળા એ પ્રૌઢે દર વખતની જેમ જ નોઝલ સિવિકની ગેસ ટેંકની અંદર મૂકી ગેસ ભરવા પંપ પર બટન દબાવી ભૂમિકાની કારના વિન્ડ સ્ક્રિન પર ગ્લાસ ક્લિનર છાંટી બ્રશ વડે એ વિન્ડ સ્ક્રિન સાફ કરવાની શરૂઆત કરી. ગેસ પણ ભરાય ગયો અને વિન્ડ સ્ક્રિન પણ ડાઘા વિનાનો ચોખ્ખો થઈ ગયો.

ભૂમિકા દરવખતે એ સફેદ દાઢી વાળા અંકલને કાળજીપૂર્વક વિન્ડ સ્ક્રિન સાફ કરતા જોતા વિચારતીઃ હાઉ ઓલ્ડ હી ઇસ? હાઉ કેરિંગ હી ઈસ?

ગેસ ભરાય જતા એણે નોઝલ બહાર કાઢી, પંપ પર ગોઠવી ગેસ ટેન્કના ઢાંકણને બંધ કરી, ક્રેડિટ કાર્ડ ભૂમિકાને પરત કરતા કહ્યું, ‘થેન્કસ…’

એટલે ભૂમિકાએ હાથમાં પકડી રાખેલ બે ડોલર એ પ્રોઢને આપ્યા.

ઉમરને કારણે કે પછી પાર્કિસન્સને કારણે ધ્રૂજતા હાથે બે ડોલર લેતા પ્રૌઢે ગદગદિત થઈ થેન્ક યૂ કહ્યું. ભૂમિકાના ખયાલમાં આવ્યું કે એ અંકલની આંખ સહેજ ભીની થઈ ગઈ હતી!

જ્યારે જ્યારે ભૂમિકાની કારમાં ગેસ પુરો થઈ જતો, ત્યારે એ હંમેશ એ જ ગેસ સ્ટેશન પર જતી. અને જો એ અંકલ હોય તો જ ગેસ ભરાવતી. ક્યારેક તો રૂટ ફિફટીન પરથી એ પસાર થતી હોય અને અડધી ટાંકી ગેસ હોય અને જો એ અંકલ નજરે આવે તો અચૂક સિવિક વળી જતી. અને એ ગેસ ભરાવતી, વિન્ડ સ્ક્રિન સાફ થતો, અને બે ડોલર ભૂમિકા ભેટ આપતી.

ભૂમિકાના ડેડે ભૂમિકાને ઘણી વાર કહ્યું હતું, ‘લિસન બેટા, ફિલ અપ યોર ટેન્ક એટ કોસ્ટકો.. કોસ્ટકોનો ગેસ એઈટ ટુ ટેન સેન્ટ સસ્તો હોય છે. અને ગેસ પર તો થ્રિ પરસન્ટ મનીબેક પણ છે.’

-ડૅડને શું જાણ કે મની બેક કરતા જે ફિલિંગ બેક મળે એ પ્રાઇસલેસ હોય છે!!

ભૂમિકા નર્સ હતી. ક્યારેક ક્યારેક તો એકધારા બાર – તેર કલાક કામ કરતી. થાકી જતી, પણ જ્યારે ગેસ સ્ટેશન પર નિયમિત અવિરત કામ કરતા એ અંકલને જોતી ત્યારે એનો થાક ઉતરી જતો. હજૂ તો એ બાવીસ જ વરસની હતી. જ્યારે એ અંકલ સેવન્ટીની ઉપર તો હશે જ. તો પણ રોજ ઊભા રહી, એક પંપથી બીજા પંપ પર, એક કારથી બીજી કાર, ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક સુસવાટા પવનમાં એમનું કામ કરતા રહેતા. ચહેરા પર એ જ હાસ્ય સાથે, એ જ કાળજી સાથે એઓ એમનું કામ કરતા રહેતા.

પાનખરની શરૂઆત થઈ ગઈ હતી. વાતાવરણમાં ઠંડક વધી રહી હતી. પાનખર એટલે ઠંડા પવનની શરૂઆત. વહેલી સવારે પાંચ વાગે કામ પર જતા પહેલાં ભૂમિકાએ દર વખતની જેમ સિવિક એક્સોન ગેસસ્ટેશન પર ગેસ પુરાવવા ઊભી રાખી.

‘હાય…!ગૂડ મોર્નિંગ’ બારીનો કાચ ઊતારી, ક્રેડિટ કાર્ડ આપતા કહ્યું, ‘ફિલ અપ રૅગ્યુલર પ્લીસ… !!’

સહેજ ધ્રૂજતા હાથે પ્રૌઢે કાર્ડ લઈ પંપના કાર્ડ રિડરમાં કાર્ડ મૂકી ગેસ ભરવાની શરૂઆત કરી અને દર વખતની જેમ વિન્ડ સ્ક્રિન સાફ કરવાની શરૂઆત કરી. ભૂમિકા એ ધ્યાનથી જોયું કે અંકલ આજે કોઈ ગીત ગણગણતા હતા. એ ગીત એણે એના ડૅડ સાથે કેનેડા જતી વખતે વારંવાર સાંભળ્યું હતું એટલે બરાબર યાદ રહી ગયું હતું.

ગીત હતુંઃ જાને કહાં ગયે વો દિન કહેતેથે તેરી રાહમેં નજરોકો હમ બિછાયેગે.

-અરે! આ તો ડૅડનું ફેવરિટ ગીત! ડૅડે આ ગીત વિશે એને ઘણી ઘણી વાત કરી હતી. અને એ ગીતનું મુવિ ‘મેરા નામ જોકર…’ તો ડૅડ સાથે બેસી એણે ઇંગ્લિશ સબ ટાઈટલ સાથે જોયું પણ હતું. ગમ્યું પણ હતું.

‘આર યૂ ફ્રોમ ઇન્ડિયા?? ઇન્ડિઆસે હો… સર..?’ બે ડોલરને બદલે પાંચની ડોલરની નોટ ભેટ આપતા ભૂમિકાએ પૂછી જ લીધું. આમ તો એ ન પૂછત પણ આજે એ ખુદને રોકી ન શકી.

‘હા.. બેટા…’ એ દાઢીવાળા પ્રૌઢે ભીના સ્વરે કહ્યું, ‘આઈ નો યુ આર ઓલસો ફ્રોમ ઇન્ડિઆ. હિંદી સમજતી તો હોગી !! હમને તેરે ક્રેડીટ કાર્ડમેં તેરા નામ પઢ લિયા થા જબ તુમ પહેલી બાર આઈ થી. મેરી ગ્રાન્ડ ડૉટર તેરી ઉમરકી, સેઈમ એઇજ કી હી હોગી. અબ તો શાયદ તેરે જૈસી હી દીખતી હોગી.’ પ્રૌઢની આંખ છલકાય ગઈ હતી, ‘ઉસકો લાસ્ટ ટાઇમ દેખા થા તબ વો સાત સાલકી થી જબ આઈ કેઈમ હીયર ફ્રોમ ઇન્ડિયા. અબ તો વો હમે ભૂલ ભી ગઈ હોગી….’

વહેલી સવારે ગેસ સ્ટેશન પર ખાસ ભીડ ન હતી. એટલે ભૂમિકા એની કારમાંથી બહાર નીકળી અને એ અંકલને લાગણીપુર્વક ભેટી… ભૂમિકાની આંખ ભીની હતી તો અંકલની આંખેથી શ્રાવણ ભાદરવો વરસતો હતો…

(આ ભૂમિકા એટલે મારી વહાલી નાની દીકરી અને એનો ડૅડ એટલે હું પોતેઃ મની બેક શોધતો એક બાપ!!)

સત્ય ઘટના…

27 comments on ““ જાને કહાં ગયે વો દિન…”

  1. Sima shah કહે છે:

    આજે ઘણા વખતે તમારી વાર્તા વાંચવા મળી
    નાની અને સુંદર વાર્તા….
    Thank you for sharing your experience…
    Sima

  2. pravinshastri કહે છે:

    સંવેદનશીલ નવલિકા.

  3. MG કહે છે:

    Reblogged this on kabuter and commented:
    સ્નેહ ભર્યા બે હ્રદયની સત્ય ઘટના..દિવસો જાય છે, વહી…રહી જાય છે સ્મૃતિ સ્નેહ ભર્યા સંબધોની!

  4. Hemang Parekh કહે છે:

    excellent one!

  5. Ashwin Tailor કહે છે:

    Dear Natubhai. Namaste! Another great story from real life experience. Thank you for sharing with us. Ashwin Tailor, London, UK

  6. Shital કહે છે:

    હૈયું ભરાઈ આવ્યું. સત્ય ઘટનાનું અદભુત આલેખન.

  7. Christian Ritesh કહે છે:

    આંખોના ખૂણા ભીના થાય તેવી કૃતી.

  8. Shilpa કહે છે:

    Mama, had tears in my eyes reading this short real experience. Beautifully written.

  9. Rakesh Raval,Kutch. કહે છે:

    Dear sir,its a very heart touching story.thanks for sharing…

  10. kantilal1929 કહે છે:

    આભાર શ્રી નટવરભાઈ આપના કહેવાથી આપની વાર્તા વાંચી. શું અભિપ્રાય આપવો ખબર નથી. હું લેખક નથી એટલે વાર્તા વાંચી એટલું જ લખીશ. અભિપ્રાય આપવા કોઈ સમજ નથી. માફ કરશો. આપના માટે ગૌરવ અનુભવું છું. આપની લેખન પ્રવૃત્તિમાં પ્રગતિ કરતા રહો એ મારી પ્રભુ પ્રાર્થના.
    કાંતિલાલ પરમાર
    હીચીન.

  11. Giving shah કહે છે:

    Very nice.after long internal I sam yr story.

  12. jugalkishor કહે છે:

    સુંદર વાર્તા. એક જ પોઈંટ પર (જગ્યા) આવીને વહેલી કથાનો વસ્તુપોઈંટ પણ એક જ છે. બાપુજીની સલાહનો મુદ્દો કમ્પેર કરવાના ઉપયોગમાં લઈને વાર્તાને વજન અપાયું છે ને તે પણ સાવ સહજ રીતે…..જોકે ભાષા અને સ્વદેશનો પરિચય બહુ મોડો બતાવાયો છે…પણ વાર્તાને ગતિ આપવા માટે બીજો ઉપાય નહોતો…..બહુ મજાની વાર્તા.

  13. પુષ્પા પટેલ કહે છે:

    અતિ સુંદર…..
    નટવરભાઈ….🙏

  14. Prof. Navnit Joshi, Rajkot કહે છે:

    નમસ્કાર,
    ઘણા સમય પછી મળ્યાનો આનંદ, હૃદયસ્પર્શી વાર્તાથી બેવડાઈ ગયો. ભૂમિકાની ભારતીય સંસ્કારોથી ભરેલી ભાવનામાં અમૂલ્ય પૈતૃક વારસાનાં દર્શન થયાં. વિદેશની ધરતી પર ભીની ભીની ભારતીયતાની સૌરભ, તેના જન્મજાત સંસ્કારોની ચાડી ખાય છે. કોસ્ટકોનો ગેસ એક્સોનની તુલનાએ ખરેખર સસ્તો જ ગણાય ને ?? વાર્તાનો ઉઘાડ કાબિલે દાદ છે. અવિરત લેખનની લા…ખો શુભકામનાઓ.

  15. Trupti mehta કહે છે:

    આજ તમારી આ સુંદર રચના વાચી. હજારો સલામ ભૂમિકા ને.

  16. સુંદર વાર્તા…. હજારો સલામ ભૂમિકા ને….

  17. Rajiv. Rajpara કહે છે:

    બહુ સુંદર વાર્તા ૩ વખત વાંચી….ને દરેક વખતે અલગ અલગ અનુભુતિ થઈ….શરૂવાત થી અંત સુધી જકડી રાખે તેવી વાર્તા લખવા બદલ ખુબ ખુબ અભિનંદન ….ગુજરાતી સાહિત્ય માં કૈક નવું જ આપવા બદલ આભાર….રાજીવ.રાજપર

  18. મહેશ વખારિયા કહે છે:

    અદભુત ભાવના સભર આંખો ભરાઈ આવે તેવી… 🙏

  19. મનન ત્રિવેદી કહે છે:

    એક સુંદર અભિવ્યક્તિ..લાગણીના તાણાવાણા
    માણસના જીવનમાં એક અદભૂત સંજોગ સર્જે છે
    સ્વનુભવને વાર્તામાં વણી લઈ ભારતીય સંસ્કારનું
    નિરૂપણ કરવાનું ચૂક્યા નથી. સંજોગવશત્ પોતાના સ્વજનથી દૂર રેહનારને કોઈ લાગણીના લેપથી શાતા આપે ત્યારે માનવતા મહોરી ઉઠે..
    વાર્તા મજાની..

  20. ગુલામ દસ્તગીર કહે છે:

    હૃદય સ્પર્શી ગઈ તમારી આ વાર્તા
    લાગણીહીન અને લાગણીસભર એવા ૩ વ્યક્તિઓની જીવનગાથા👌

  21. Rajni Gohil કહે છે:

    હૃદય સ્પર્શી વાર્તા ગમી. સાથે પેટનો સવાલ આવા કેટલા કુટુંબોને અલગ રખતો હશે તે જાણી વ્યથા અનુભવી. ભૂમિકા ધન્યવાદની અધિકારી છે. એને ખૂબ ખૂબ અભિનંદન. અને એના ડૅડ એટકે  નટવરભાઇ તમને પણ અભિનંદન. તમે તમારી દિકરીને એની ઇચ્છા પ્રમાણે ‘અંકલ’ના ગેસ સ્ટેશન ભરવા છુટ આપી. અને તેથી તો અમને આ સુંદર વાર્તા મળી.

cd705 ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s