ખેલ…

(આપ સહુને નાતાલની શુભ કામનાઓ…! સાથે સાથે આવનાર ઈ.સ. ૨૦૧૦નું વરસ આપ સહુના જીવનમાં સુખ-શાંતિ, સંતોષ, સફળતા અને તંદુરસ્તી  આપનારૂં નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને નમ્ર પ્રાર્થના…

Merry Christmasand Happy New Year!!

માણો મારી રહસ્યકથા.. ખેલ’. આપના અભિપ્રાય, સલાહ-સુચનો, પ્રતિભાવ-કોમેન્ટસની અપેક્ષા સેવું છું.)

ખેલ…

ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો.

આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોકરીના શરૂઆતના વરસોમાં એ અઘરું હતું. પણ સમય જતા એઓ સમજી ગયા કે એમણે એવી નોકરી સ્વીકારી છે કે જેમાં કાયમી નોકરી પર હોય એવું લાગ્યા કરે. શિવાંગી સાથે લગ્ન થયા બાદ એમને ખ્યાલ આવ્યો કે જીવન જીવવાની રીત બદલવી પડશે. એઓ જીવનમાં સંતુલન શીખ્યા શિવાંગી પાસે. પણ આ સંતુલન હમણાં હમણાં ખોરવાય ગયું હતું….ફક્ત એક કેસને કારણે…અજય ખન્ના ખૂનકેસને કારણે…!!

અજય ખન્ના ‘ખન્ના ગૃપ ઑફ ઈંડસ્ટ્રીસ’ના સર્વેસર્વા હતા. ખન્ના ગૃપનો છેલ્લા દશબાર વરસોમાં હરણફાળ વિકાસ થયો હતો. અજય ખન્ના મૂળ તો લખનૌના હતા. એમની શરૂઆત થઈ હતી ભિંવડીથી એમની ખન્ના વીવિંગ પાવર લુમ્સની હારામાળાથી…! ધીરે ધીરે એમણે ટેક્ષટાઈલથી શરૂઆત કરી અન્ય ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને આજે તો મુંબઈ અને પરા વિસ્તારમાં ખન્ના કન્સ્ટ્રક્શન, ખન્ના ડાયમંડસ્, ખન્ના સુપર બીગ બઝાર…વગેરે વગેરે ધંધાઓ ધમધમતા હતા. આવા ખન્ના સામ્રાજ્યના સ્વામી એવા અજય ખન્નાના કોઈએ બેરહમીથી રામ રમાડી દીધા હતા.

‘ઈંસપેક્ટર અનંત…’ કમિશ્નર રિતેષ દેશમુખના શબ્દો ઈ. અનંતના મનમાં ગુંજ્યા રાખતા હતા, ‘અજય ખન્ના કેસ હવે તમને સોંપવામાં આવી રહ્યો છે. યુ સી. ઈટ ઈસ અ વેરી હાઈ પ્રોફાઈલ કેસ. કેસમાં ઘણા ગૂંચવાડા ઉભા થયા. અને આઈ એમ નોટ હેપી વિથ વિજય! અજય ખન્નાની બોડી આઈ મીન સ્કેલેટનને ગટરમાંથી મળ્યાને ય એક મહિનો પુરો થવા આવવાનો. ને વ્હોટ વી હેવ…!! ફ્યુ નેઈમ્સ…એસ અ સસ્પેક્ટ…!! ધેટ્સ ઈટ…!! વિ આર લાઈક ઓન ધ ડેડ એંડ…!! હોમ મિનિસ્ટ્રીમાંથી પણ પ્રેસર વધી રહ્યું છે…અને યસ્ટરડે આઈ ટોલ્ક્ડ ટુ સીએમ…!! હિ વોંટ સમ રિઝલ્ટ…!!’

સબ ઈંસ્પેક્ટર વિજય વાઘમારે પહેલાં અજય ખન્ના કેસનું ઈન્વેસ્ટીગેશન કરતા હતા. ખન્ના ખૂન કેસ બહુ ગૂંચવાય ગયો હતો; ચૂંથાઈ ગયો હતો. અને એક પોલીસ અધિકારીના હાથમાંથી બીજાના હાથમાં તબદીલ થવાથી એમાં ગૂંચ વધી હતી. ખન્નાકેસની શરૂઆત થઈ હતી એક કિડનૅપ કેસ તરીકે…!! અપહરણ થયું હતું અજય ખન્નાનું આજથી દોઢેક વરસ પહેલાં. દશમી જુન ૨૦૦૭ના રોજ એક ફોન આવ્યો. વિકી ખન્નાએ એ ફોન રિસિવ કર્યો. વિકાસ ઉર્ફે વિકી ખન્ના અજય ખન્નાનો નાનો ભાઈ…ફોન પર સીધો સાદો સંદેશો: અજય ખન્ના અમારા કબજામાં છે. જો જીવતા છોડાવવા હો તો દશ ખોખા એટલે દશ કરોડ રૂપિયા તૈયાર રાખો. પોલીસને જાણ કરી તો અજય ખન્નાકો ટપકા દેંગે…! સમજા ક્યા…??

હવે…!? વિકાસ ખન્ના ત્રીસેક વરસનો ફુટડો યુવાન. અજયનો એકનો એક નાનો ભાઈ. એ ડરી ગયો.

-ભાઈસાબ કો કિસીભી તરહ સે બચાના ચાહીએ!!

અજયને વિકી ભાઈસાબ કહેતો. એણે એક નાદાની એ કરી કે એણે કોઈને ય ભાઈસાબના અપહરણની વાત ન કરી. અરે! એની પ્યારી ભાભી ગરિમા ખન્નાને પણ જરા જાણ ન થવા દીધી. ભાઈસાબ કિસી કામસે દિલ્હી જાને વાલે થે.. મિનિસ્ટ્રીસે કામ નિકલવાના હૈ એમ કહી ભાભીને પણ અજાણ રાખ્યા.

પૈસાનો તો કોઈ સવાલ ન્હોતો. ચારેક કલાકમાં તો પૈસાની વ્યવસ્થા કર્યા બાદ એ બીજા ફોનની રાહ જોવા માંડ્યો. પોલીસને જાણ કરી ભાઈસાબની જિંદગી એ ખતરામાં મૂકવા માંગતો ન્હોતો. થોડા સમય પહેલાં જ કોલકાતામાં પણ બિઝનેસ ટાયફૂન નિર્મલ ચેટરજીનું પણ આમ જ કિડનૅપ થયેલું. એના સગાવ્હાલાઓએ પોલીસની મદદ લીધેલ ને નિર્મલની લાશના રેલ્વેના પાટા પરથી ટૂકડે ટૂક્ડા મળેલ. ના, પૈસા કરતા ભાઈસાબની જાન વ્હાલી. પોલીસ પર વિકીને વિશ્વાસ ન્હોતો. પોલીસને જાણ કરી ભાઈસાબના મોતને એ નોતરું મુકવા માંગતો ન્હોતો. અરે!! ગયા મહિને જ ખટાઉશેઠની પણ કોઈએ ગેમ બજાવી દીધેલ. ચાલતી ગાડીએ જ વીંધી નાંખેલ…!! મુંબઈ પોલીસને ક્યા કિયા?? કુછભી નહિં…!! આ ભાઈલોગ ક્યારે શું  કરે કહેવાય નહિ…!!

-રોકડા તૈયાર હૈ…?! રાત્રે એક વાગે ફરી ઘરની લેંડલાઈન રણકી. ધ્રૂજતા અવાજે વિકીએ વાત કરી. ભાઈસાબ સાથે એક વાર વાત કરવા માટે વિનવણી પણ કરી. પણ સામેથી બે કોથળામાં રોકડા ભરી તૈયાર રાખવાનો આદેશ મળ્યો. સ્પોટ માટે દશ મિનિટમાં જણાવવામાં આવશે. બીજી કોઈ વાત ન થઈ ને ફોન તરત કટ થઈ ગયો. વિકીએ પૈસા બેગમાંથી કોથળામાં ભર્યા. ને એ કોથળાઓ એની લેંડરોવરમાં મૂકી આવ્યો. એક પળ પણ એ ખોવા માંગતો ન્હોતો.

mukesh-mill-spot

– મુકેશ મિલ…!! આઠમી મિનીટે ફરી ફોન આવ્યો, મુકેશ મિલ…કોલાબા..!! રાતકો ઢાઈ બજે…!! કિસીકો સાથ મત લાના…!! કિસીકોભી નહિ…સમજે ક્યા..!? મિલકે કમ્પાઉન્ડ કે  અંદર એક કમરા હૈ. રાઇટ સાઈડમેં…!! ઉસકા દરવાજા નીલે રંગ કા તૂટા હુઆ હૈ..! ઉસમેં દોનો કોથલે છોડ કે પતલી ગલીસે નિકલ જાનેકા…!! મુડકે દેખના ભી નહિ…! અજય ખન્ના સુબહ આ જાયેંગે…!! સમજા ક્યા…?? જરાભી ગલતી કી તો તુમેરે ભૈયાકી ગેમ બજા ડાલેંગે…!!

વિકીએ બરાબર એમ જ કર્યું. ચુપચાપ. વરસોથી બંધ પડેલ અવાવરુ મુકેશ મિલના સુમસામ વેરાન કમ્પાઉન્ડમાં તૂટેલ લીલા રંગના દરવાજા વાળા ઓરડામાં રૂપિયાથી ઠાંસોઠાંસ ભરેલ બે કોથળાઓ એ ધબકતે હ્રદયે મૂકી આવ્યો. આખી રાત એ જાગતો રહ્યો. સવાર થઈ…!! બપોર પડી…!! સાંજ થવા આવી…!! ને ભાઈસાબનો કોઈ પત્તો ન્હોતો…!! સેલ પર રિંગ કરી તો આઉટ ઑફ એરિયા…!! હવે…એ ગૂંચવાયો…!! મૂંઝાયો…!! ભાભી ગરિમાજીને વાત કરી. ભાભીએ તો તરત હૈયાફાટ રુદન જ શરૂ કરી દીધું!!  વધુ રાહ જોવી કે કેમ એની પણ વિચારણા થઈ. મિત્રો સાથે એણે મિટિંગ કરી. ભાઈસાબને એ કંઈ થવા દેવા માંગતો ન્હોતો. છેવટે પોલીસને જાણ કરવાનું નક્કી થયું.

વિકીએ ઉપરની સર્વે વાતો પોલીસને કરી.

ત્યારે અંધેરી મુખ્ય પોલિસથાણાના પોલીસ ઓફિસર હતા હેમંત આમટે.

ઇન્સ્પેક્ટર આમટેએ પહેલાં તો વિકીને જ બરાબર ખખડાવ્યો. એણે પોલીસને જ પહેલાં જણાવવું જોઈતું હતું. પોલીસ પાસે જ પ્રથમ આવવું જોઈતું હતું. રાતોરાત પોલીસ સક્રિય થઈ. મુકેશ મિલ પર તુરંત ડોગ સ્કોવડ્ મોકલવામાં આવી. પણ દશમીએ જુને પડેલ સીઝનના પહેલા ધોધમાર વરસાદે સર્વે નિશાનીઓ…ગંધ વગેરે દૂર કરી દીધેલ…!! કૅનલ ટીમ નિષ્ફળ ગઈ. મુકેશમિલની આજુબાજુ ફેરિયાઓ, ટેક્ષીવાળા-રિક્ષાવાળા સર્વને રાઉન્ડઅપ કરવામાં આવ્યા. એમની કાળજીપુર્વકની ઊલટતપાસ લેવામાં આવી. એક ટેક્ષીવાળાએ રાત્રે વિકીની લેંડરોવર જોયેલ એ જણાવ્યું પણ બીજી કોઈ ચહલ પહલ એના ધ્યાનમાં આવી ન્હોતી અને તોફાની વરસાદી રાતને કારણે ઘરાકી મંદી હોય એ ઘરે જતો રહેલ. આમ પણ મુકેશમિલની આસપાસ રાત્રે નીરવ શાંતિનું સામ્રાજ્ય હોય છે. અલબત્ત, એક વાર જ્યારે એ મિલ ધમધમતી હતી ત્યારની વાત અલગ હતી. કોલાબા વિસ્તારના છૂટક ટપોરીઓની સામૂહિક ધરપકડો કરવામાં આવી. પણ એઓએ કોઈ માહિતી ન આપી.

એ દિવસે અજય ખન્નાની ઘરે આવેલ ફોનની પ્રિંટ આઉટ મેળવવામાં આવી. એમાંથી જાણવા મળ્યું કે બે ફોન પબ્લિક ફોનબુથ પરથી થયા હતા. ત્રણે ફોનના લોકેશન અલગ. એક નવી મુંબઈમાં આવેલ મૉલમાં ગોઠવેલ પબ્લિક કોનથી. બીજો શાંતાકૃઝ એરપોર્ટના બૂથ પરથી. ત્રીજો અને છેલ્લો ફોન કે જેમાં મુકેશમિલનું સ્પોટ બતાવેલ એ થોડો શંકાસ્પદ હતો. એમાં ઈંટરનેશલ ફોન થયાનું જણાતું હતું પણ લોકેશન મળતું ન્હોતું. મોટેભાગે ફોન કાર્ડનો ઉપયોગ થયાની શંકા થતી હતી. અને ફોનનું ઉદ્ગમ સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું! ભારતીય સંચાર નિગમની વધુ મદદ લેવામાં આવી પણ એમાં કંઈ સ્પષ્ટ માહિતી મળતી ન્હોતી. ફોનની હકીકત પરથી એવો નિષ્કર્ષ નીકળતો હતો કે સ્થાનિક ગેંગની સાથે સાથે આંતરરાષ્ટ્રિય કનેક્શનો જોડાયેલ હોય શકે. બે દિવસ પછી અજયની સફેદ એસ્ટીમ બોરીવલી નેશનલ પાર્કના પાર્કિંગ લોટમાંથી મળી આવી. એની પણ બરાબર તપાસ કરવામાં આવી. પરંતુ એમાંથી કોઈ પણ દિશાસૂચક પરિણામ ન મળ્યું! કારમાં એમની, વિકીની કે એમના ડ્રાયવરની જ ફિંગરપ્રિન્ટસ્ મળી. કોઈ અજાણી નિશાની કે ફિંગરપ્રિન્ટસ્ ન મળી. એ દિવસે એઓ પોતે જ ડ્રાઈવ કરેલ. ડ્રાયવર તો ગરિમા ખન્ના સાથે આખો દિવસ રોકાયેલ હતો.

એ અઠવાડિયાના અજયના દરેક પ્રોગ્રામ, મિટિંગસ્, એપોઈંટમેંટની વિગતો એકત્ર કરવામાં આવી. અજય ખન્ના બહુ સક્રિય રહેતા હતા. એમની એક એક મિનિટનો હિસાબ મળ્યો. એ ઘરે આવવા નીકળ્યા ત્યારે જ  એમનું અપહરણ કરવામાં આવ્યું હોય એમ લાગતું હતું. પણ ક્યાં થયું હોય એની જાણ થઈ શક્તી ન્હોતી. એ દિવસે અજય ભિવંડી ખાતે એમની ખન્ના પાવર લુમ્સની મુલાકાતે ગયા હતા. આખો દિવસ ત્યાં રોકાયા હતા. કંઈ યુનિયનનો મામલો હતો. ત્યાં એમની સાતસો લુમ્સ કાર્યરત હતી અને બે હજારથી વધુ કામદારો એમની ખન્નાગૃપ ઓફ બેઝિક ટેક્ષટાઈલમાં કાર્યરત હતા.

દિવસો પસાર થતા હતા.

અજય ખન્નાનો કોઈ સુરાગ મળતો ન્હોતો. પૈસા આપવા છતાં પણ એ આમ ગુમ થયા એ વધુ આશ્ચર્યજનક અને અણધાર્યું હતું. થોડા દિવસ ટીવી ચેનલ અને સમાચારપત્રોને કાગારોળ મચાવી. પોલીસને માથે માછલા ધોવામાં કંઈ બાકી ન રાખ્યું. પોલીસ પણ જાણે અંધારાંમાં  તીર ચલાવી રહી હોય એમ લાગતું હતું! અગાઉ કોઈએ પણ અજય ખન્ના પાસે પ્રોટેક્ષન મની કે ખંડણીની ઉઘરાણી કરી ન્હોતી. જો કરી હોય તો ખન્નાબંધુઓએ એ છુપાવી પણ હોય. કારણ કે, આવી વાતો કોઈ પોલીસને સામાન્ય રીતે જણાવતું નથી. જરૂર એવું કંઈક થયું હોવું જોઈએ કે અજય ખન્નાને ખતમ કરી દેવા સિવાય કિડનેપર પાસે કોઈ ઉપાય ન હોય. કદાચ, એઓ કિડનેપરને ઓળખી ગયા હોય તો પણ કિડનેપરે કાંટો કાઢી નાંખ્યો હોય. અજય ખન્ના પચાસેક વરસના હટ્ટાકટ્ટા તંદુરસ્ત વ્યક્તિ હતા. એમનું અપહરણ કરવામાં આવે તો એઓ જરૂર પ્રતિકાર તો કરે જ. એમ થયું હોય અને એમાં કંઈ આડુંઅવળું થયું હોય અને એમણે જાન ખોયો હોય એવી પણ શક્યતાઓ હતી. દરેક હોસ્પિટલને એમના ફોટાઓ મોકલવામાં આવ્યા.  કોઈ લાવારિસ લાશ મળી આવે તો વિકી દોડી આવતો.

છ મહિના પસાર થઈ ગયા.

અજય ખન્નાની કોઈ માહિતી ન મળી.  વિકીએ ખન્ના ગૃપનો કારોબાર ધીરેધીરે બરાબર સંભાળી લીધો. પણ પોલીસની કાર્યવાહીથી એ ખૂબ ખફા હતો. ખન્ના બંધુઓની ઘણી વગ હતી રાજકારણમાં કે પછી કોઈ અન્ય કારણ હોય ઈંસ્પેક્ટર હેમંત આમટેની બદલી થઈ ગઈ સોલાપુર…!! અને અજય ખન્ના કિડનૅપ કેસ સોંપાયો ઈ. વિજય વાઘમારેને…!! વાઘમારે સક્રિય થયા. ખન્ના જે રીતે કિડનૅપ થયા એ પરથી વિજયને યાકુબ યેડા એન્ડ કંપની પર વધુ શક જતો હતો. યાકુબ યેડા બેંગકોકથી એના ઓપરેશન પાર પાડતો હતો. મોટેભાગે કિડનૅપ કરી પૈસા મેળવતો. આ ઉપરાંત એ મુંબઈના બિલ્ડરો, બાર માલિકો અને ઝવેરીઓ પાસે નિયમિત ખંડણીના પ્રોટેક્ષન મની મેળવતો. હવાલા મારફતે એના નાણાં બેંગકોક અને દુબઈ પહોંચતા. હમણાં એવી  માહિતી આવી હતી કે દુબઈની ડી-કંપની સાથે એને અણબનાવ થઈ ગયો હતો. ખાસ તો ડી-કંપની જે રીતે હવે ટેરેરિસ્ટ સાથે જોડાય હતી એ કારણે યાકુબ યેડાએ ડી-કંપની સાથે ધીમે ધીમે સંબંધો કાપી નાંખવા માંડ્યા હતા. યાકુબને પકડવો અઘરો હતો  કારણકે એ પોતે સીધો ચિત્રમાં આવતો નહિ. એની ટીમનો એક ખેલાડી હતો સુભાષ સુપારી. સાયન-કોલીવાડાનો સુભાષ સુપારી. ફાંદેબાજ…લુચ્ચો..કાતિલ…અને લોમડી જેવો ચતુર…!! સુભાષની વગ રાજકારણમાં પણ ખરી. એના છોકરાઓને એ છ મહિના કે વરસથી વધારે અંદર થવા દેતો નહિ. ઈ. વિજયને લાગતું હતું કે સુભાષ સુપારી ખન્નાકેસમાં સંડોવાયેલ હોવો જોઈએ. એની સાથે બેઠક થવી જરૂરી હતી. પણ સુભાષને એમ હાથમાં આવે એમ ન્હોતો. એને સપડાવવો જરૂરી હતો.

ઈ. વિજય આ સિવાય બીજી અન્ય થિયરીઓ પર પણ વિચારતા હતા. અજય ખન્નાના અપહરણ પાછળ ઘરના કે ખન્ના ગૃપના કોઈ પણ વ્યક્તિનો પણ હાથ હોય શકે. ખન્નાની જે રીતે પ્રગતિ થઈ એ કોઈની ખૂંચતી હોય અને એણે અપહરણ કરાવી પૈસા મેળવી એમનો કાંટો કાઢી નાંખ્યો હોય. ખન્ના ગૃપ ઘણું મોટું હતું.

કોણ…? કોણ…?? કોણ…?!

અજય ખન્ના નિઃસંતાન હતા. એમના ચાલ્યા જવા બાદ સહુથી વધારે ફાયદો કોને થવાનો હતો?

-એમની પત્ની ગરિમાદેવીને…!

-ત્યારબાદ વિક્રમને…!!  વિકી ખન્નાને….!!

વિકી ખન્ના કુંવારો હતો. પાર્ટી એનિમલ હતો. જ્યાં સુધી અજય ખન્ના જીવતા હતા ત્યાં સુધી તો એ ખન્ના ગૃપમાં બહુ સક્રિય ન્હોતો…!! રોજ એ ફક્ત અડધો દિવસ ખન્ના ટાવરની એની ઑફિસમાં આવતો ત્યારબાદ તો એ એનો સમય ક્યાં તો પબ, બિયર બાર કે ડિસ્કોમાં અથવા તો રૅવ પાર્ટીમાં જ પસાર થતો. એના આવી પ્રવૃત્તિથી એના પ્યારા એવા ભાઈસાબ એનાથી થોડા ખફા ખફા રહેતા એવું જાણવા મળેલ. વિકી અજય ખન્નાના ગુમ થયા બાદ ગંભીર બની ગયો હતો. જાણે રાતો રાત એનું પરિવર્તન થઈ ગયું હતું. ઈ. વિજય વાઘમારેએ અજયની પર્સનલ સેક્રેટરી મિસ પિંટો સાથે ઘણી વાતો કરી. મિસ પિંટો અજયની એક એક પળનું આયોજન કરતી. ઈ. વિજયે સીધે સીધું મિસ પિંટોને પુછેલ: અજય અને વિકીને કેવું બનતું? કદી વિકીએ..

‘નો…વિકી ઈસ કાઈંડ અ પ્લેબોય…!! બટ નો…!! હિ લવ્સ બોસ..!! વો અપને ભાઈસાબ કો ખુદાસેભી જ્યાદા ચાહતા હૈ…!!’ મિસ પિંટોએ ઈ. અજયની વાત તરત જ કાપી નાંખેલ. પણ મિસ પિંટો કંઈ પોલીસ ઓફિસર ન્હોતી. ખન્ના ગૃપની એક કર્મચારી હતી. ઈ. વિજયે મિસ પિંટો સાથે વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું. કારણ કે ખન્ના ગૃપના કોઈ કર્મચારીઓનું પણ આ કારસ્તાન હોઈ શકે. એ માટે મિસ પિંટો જેવો માહિતીનો સ્રોત બીજો કોઈ હોય ન શકે.

મિસ પિંટો પાસે એક અન્ય રસપ્રદ માહિતી એ મળી કે ખન્ના ગૃપમાં પાંચેક વરસથી યુનિયનની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. એ કારણે ખન્ના ગૃપને તકલીફ પડી હતી. ગઈ દિવાળીએ તો વીસ ટકા બોનસ માટેની યુનિયનની માંગણી સંતોષવી પડી હતી. એ ઉપરાંત દર વરસે દરેક કર્મચારીઓને નિયમિત પગાર વધારાની માંગણી સાથે સાથે મેડિકલ એલાઉન્સ અને રજાઓમાં વધારાની  માગણીઓ તો ઊભી જ હતી અને ગમે ત્યારે હડતાળ તોળાઈ રહી હતી. અપહરણ થયેલ એ દિવસે અજયની મિટિંગ યુનિયન લીડર બાબુ બિહારી સાથે હતી. બાબુ બિહારી ખન્ના વિવિંગ્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. બાબુની જબાનમાં જાદુ હતું. નેતૃત્વની એક આગવી કળા હતી. મુળ ઝારખંડનો હતો. ન જાણે એ કેટલા સમયથી ભિવંડી રહેતો હતો અને જ્યારથી અજયે નાના પાયે લુમ્સની શરૂઆત કરી ત્યારથી જ એ ખન્ના ફેમિલી સાથે સંકળાયેલ. જેમ જેમ ખન્ના બંધુઓના ધંધાનો વિકાસ થતો ગયો એમ એમ બાબુ બિહારીનો હોદ્દો પણ વધતો રહ્યો. બાબુએ પેટમાં  પેસીને પગ પહોળા કર્યા હતા અને ખન્ના ઈન્ડ્રસ્ટીસમાં યુનિયનની સ્થાપના કરવામાં એ સફળ થયો હતો. અજય ખન્નાએ એને બહુ સમજાવ્યો હતો કે યુનિયનબાજી બંધ કરે. પૈસાની, ઘરની લાલચ આપી હતી. ધમકી પણ આપી હતી! પણ બાબુ એકનો બે ન થયો. એને લીડર બનવું હતું. વળી એને દત્તા સાવંતનો સાથ હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનના સર્વે સર્વા હતા. લાખો મજદુરો એમના નામે મરવા તત્પર રહેતા. દત્તાએ જ બાબુ બિહારીનો હાથ પકડ્યો હતો. એને દોર્યો હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનમાં રેલ્વે, મુંબઈ-બેસ્ટ, ટેક્ષી-રિક્ષા ડ્રાવયર એસોશિયેસન વગેરે જોડાયેલ હતા અને દત્તાએ એમાં વધારે ને વધારે યુનિયનો જોડાવાની જાણે એક ઝુંબેશ ઉપાડી હતી.  એ દિવસની બાબુ બિહારી સાથેની મિટીંગમાં દત્તાજી પણ હાજર રહેવાના હતા પણ એમને  અચાનક કોલકાતા જવું પડેલ એટલે એ હાજર રહી શક્યા ન્હોતા. મિટીંગમાં બાબુ સાથે ઘણી ચણભણ થઈ હતી. અને કોઈ નિર્ણય લેવાયો ન્હોતો. આમ છતાં અજય ખન્ના અને બાબુ બિહારી બન્ને આજય ખન્નાની ગાડીમાં જ મુંબઈ આવવા નીકળ્યા હતા. આ વાત મિસ પિંટોએ કહી ત્યારે ઈંસપેક્ટર વિજય વાઘમારેને દાળમાં કંઈક કાળું દેખાયું હતું.

‘બાબુએ રજાઓ મૂકી હતી.’ મિસ પિંટોએ કમ્પ્યુટરના મોનિટર પર નજર કરી કહ્યું, ‘બાબુ કો જાના થા ધનબાદ. એની ફ્લાઇટ સાંતાક્રુઝ પરથી હતી. એટલે એ બોસ સાથે એમની ગાડીમાં જ મુંબઈ આવ્યો હતો. એ દિવસે જ અજય ખન્નાનું અપહરણ થયું હતું.’

ઈંસપેક્ટર વિજય વાઘમારે એ વાત નોંધી લઈ અગિયારમી જુનની ધનબાદ જતી ફ્લાઈટના પેસેંજરોની યાદી મેળવી. બાબુ બિહારી જેટ એરવેઈઝની સવારની છ પચાસની  ફ્લાઇટ નંબર 9W2153 મારફત કોલકાતા ગયાનું જાણવા મળ્યું.

-તો શું બાબુ બિહારી આ ખેલનો ખેલાડી હતો? અહિં સ્થાનિક ગેંગને કામ સોંપી એ ધનબાદ પહોંચી ગયો હોય??

-રેન્સમ મની દશમી જુને મુકેશ મિલમાં છોડવામાં આવ્યા હતા. બીજે દિવસે એટલે અગિયારમીએ બાબુ બિહારી કોલકાતા ગયો હતો. શું એની સાથે પૈસા હતા?

એણે બે બેગો ચેક-ઈન કરી હતી.

-એ બેગમાં શું હતું?

બાબુને શોધવા માટે ચક્રો ગતિમાન થયા. કોલકાતા સુધી પગેરું મળતું હતું. ત્યારબાદ બાબુ હવામાં ધુમ્રસેર ભળે એમ ગાયબ થઈ ગયો હતો. એ ધનબાદ એના ઘરે પહોંચ્યો જ ન્હોતો. એના બુઢાં મા-બાપે તો બાબુને વરસોથી જોયો ન્હોતો.

ત્યાંથી બીજી માહિતી એ મળી કે બાબુનો ભાઈ સુબોધ બિહારી ઝારખંડ મુક્તિ મોરચાનો આગળ પડતો કાર્યકર હતો અને હવે નેક્સલાઈટ બની ગયો હતો. એના નામની ધાક બોલતી હતી ઝારખંડમાં. ઝારખંડ પોલીસને પણ એની તપાસ હતી. ગરીબ આદિવાસીઓમાં સુબોધ બિહારી ઘણો જ પ્રિય હતો. એ કારણે એને પોલીસ શોધી શકતી ન્હોતી. એ અમીર જમીનદારોને, વેપારીઓને લૂંટી એમાંના પૈસા ગરીબોમાં વહેંચી દેતો. એટલે એ સુબોધ ‘સહાય’થી ઓળખાતો.

-તો શું બાબુ સુબોધને પૈસા પહોંચાડતો હતો એની નેક્સાલાઈટ પ્રવૃત્તિ માટે…

-સુબોધને આદિવાસીઓનો પુરો સાથ હતો. એ કારણે જ એ પકડાતો ન્હોતો. એની પાસે વફાદાર માણસોની ટોળી હતી. હથિયાર હતા. ગામડામાં આવેલ જમીનદારોને એઓ લૂંટતા. એવું પણ જાણવા મળ્યું કે સુબોધે થોડા દિવસમાં જ આધુનિક હથિયારોનું મોટું કંસાઈનમેંટ મેળવ્યું હતું.

-એના પૈસા ક્યાંથી આવ્યા?

વિકી ખન્ના જ્યારે તક મળતી ત્યારે પોલીસની નાકામી પર ઝેર ઓકતો રહેતો. વળી એણે એના બડે ભૈયાને શ્રદ્ધાંજલિ રૂપે એક બ્લોગ શરૂ કર્યો હતો. જેના પર એણે વિજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એને લાગતા શંકાસ્પદ વ્યક્તિઓની છણાવટ અને પોલીસની કુથલી એ કરતો રહેતો અને એના મિત્ર વર્તુળમાંથી એને વિવિધ કોમેંટ્સ મળતી. એ કારણે અખબારોને અને ટીવી ચેનલોને પણ મસાલો મળી રહેતો હતો.

અજય ખન્નાના કોઈ સગડ મળતા ન્હોતા. બાબુ બિહારી સાવ ગુમ થઈ ગયો હતો.

વિકીએ એના ભાઈની કોઈપણ માહિતી માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

બાબુ બિહારીને શોધવા માટે રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવ્યા હતા. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર અને પુરા ઝારખંડમાં બાબુ બિહારીના ફોટાઓ પહોંચાડવામાં આવ્યા. આમ મુખ્ય શકમંદ હતો બાબુ બિહારી. હવે એ સાવ અદૃશ્ય થઈ ગયો હતો. ઝારખંડની પોલીસનો સહકાર મળતો ન્હોતો. આ આખું ઓપરેશન પાર પાડવાની બાબુની ઓકાત ન્હોતી એ સ્વાભાવિક હતું.

-એને કોણે મદદ કરી?

-શું એના ભાઈ સુબોધ સહાય અને એની ટોળકી મુંબઈ આવી હતી આ કિડનૅપ માટે?

સુબોધ સહાયની પણ કોઈ માહિતી મળતી ન્હોતી. એનો ફોટાઓમાં પણ ઘણી વિવિધતાઓ જોવા મળતી હતી. વેશ પરિવર્તનમાં એ પાવરધો હતો. સ્થાનિક રાજકારણીઓનું પણ એને બેકઅપ રહેતું હતું તો પોલીસને એ બન્ને હાથોમાં રમાડતો હતો.

દિવસો પસાર થઈ રહ્યા હતા. અજય ખન્ના કિડનેપ કેસ ઘણો જ ગૂંચવાય ગયો હતો. ઈ. વિજય વાઘમારેની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ ગઈ હતી. વિકી ખન્નાને પણ પોલીસની કામગીરીથી  ભારે અસંતોષ હતો. હોમ ડિપાર્ટમેન્ટમાં એની વગ વધી હતી.  શાસક પાર્ટીને એણે ચૂંટણી ભંડોળમાં ખાસ્સું ડોનેશન આપ્યું હતું. હોમ મિનિસ્ટરે પણ હવે સીધો ખન્ના કેસમાં સીધો રસ લેવા માંડ્યો હતો. અને એ કારણે પોલીસની કાર્યવાહી પર પણ અસર થતી હતી. વિકીએ વિજય વાઘમારેના હાથમાંથી કેસ લઈ બીજા કોઈ કાર્યદક્ષ ઑફિસરને સોંપવા માટેનું દબાણ વધારવા માંડ્યું હતું . ઈ. વાઘમારેની તકલીફ વધી રહી હતી. વિજય ખન્નાના દુશ્મનોની એક યાદી બનાવવામાં આવી. એમાં એક નામ ધ્યાનાકર્ષક હતું રાજીવ રાહેજાનું! રાજીવ અને અજય ખન્ના એક વાર કન્સટ્રક્ટશન બિઝનેસમાં સાથે હતા. એક હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લૅટ ના   વેચાણ સમયે બન્ને વચ્ચે મનદુઃખ થયું જે એમના વિભાજનમાં પરિણમ્યું અને રાહેજાએ ‘રાહેજા ડેવલપર’ નામે અલગ કંપની શરૂ કરી. રાહેજા ખન્નાને કપરો સમય આપતા. કારણકે એઓ ખન્નાની દરેક ચાલ સમજતા અને રાહેજા ડેવલેપરે ખન્ના કન્સટ્રક્ટશનના ઘણા સોદાઓ પડાવી લીધા હતા. તો ખન્નાએ રાજીવ રાહેજાને ધંધામાં ખતમ કરી દેવાની ધમકી આપી હતી. શું એ ધમકીનો અમલ થાય એ પહેલાં જ રાહેજા ગૃપે અજયને પતાવી દીધા…? એવું પણ જાણવા મળ્યું કે બાબુ બિહારી ગુપ્ત રીતે રાજીવ રાહેજાને મળતો હતો. એમની સલાહ લેતો હતો. આ બાબુ બિહારીએ ઘણા છેડાઓ એવા છોડ્યા હતા કે જેનો અંત મળતો ન્હોતો અને હવે બાબુ બિહારી જ ગુમ થઈ ગયો હતો.

*****                         *****                 *****                 *****

એક વહેલી સવારે પોલીસને એક ફોન આવ્યો.

માહિમની ખાડી પાસે ગટર કામદારો લાંબા સમયથી બંધ એક પડેલ ગટરની સાફ સફાઈ અને સમારકામ કરતા હતા. ત્યાં એમને એક લાશ મળી આવી. લાશ શું? કહો ને કે લગભગ હાડપિંજર જ મળી આવ્યું. પોલીસ દોડી આવી. ગટરની ઊંડાઈ આશરે સાતેક ફૂટ હશે. એના સ્થળ પર ફોટાઓ લેતા પોલીસ ફોટોગ્રાફરને ઊલટી થઈ ગઈ. એક તો અવાવરુ ગટર અને બિહામણી, કહોવાયેલ લાશ!! સ્થળ પર જ પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે વિકીને જાણ કરી. એ દોડી આવ્યો. એ ઓળખી ગયો કે આ એના ભાઈસાબ અજય ખન્નાની જ લાશ છે!!  કારણ કે લાશના જમણા હાથની આંગળીના હાડકાં પર એક વીંટી હતી…!! એ વીંટી હતી એના ભાઈસાબની. અજય ખન્નાની…!! એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘સાલોની ક્યા હાલત કર દી મેરે ભાઈસાબકી….?! મેં ઉનકો જિંદા નહિં છોડુંગા જિસને ભી એ કિયા મેં ઉસકા જિના હરામ કર દુંગા…’

પોલીસે હાડકાં એકત્ર કર્યા. અજય ખન્નાની ખોપરીમાં જમણી તરફ ઉપર એક નાનકડું કાણુ હતું. વિકીએ લાશના તુરંત કબજા માટે ઘણો જ આગ્રહ કર્યો.

‘એમ લાશનો કબજો આપી ન શકાય!’ ઇન્સ્પેક્ટર વિજય વાધમારેએ એને સમજાવ્યો. એણે ત્યાંથી જ બે-ત્રણ ફોન કર્યા. હોમ મિનિસ્ટર શિંદેનો ફોન પોલીસ કમિશ્નર પર આવ્યો. કમિશ્નર રિતેષ દેશમુખે ઈ. વિજયને ફોન કર્યો. પરન્તુ ઈ. વિજય એક ના બે ન થયા. અને ત્યારે જ વિકીએ ઈ. વિજયને ખન્ના કેસમાંથી દૂર કરાવવાનો એણે નિર્ણય લઈ લીધો..

બે દિવસ પછી અજયના અવશેષો ખન્ના ફૅમિલીને સોંપવામાં આવ્યા. અંગત અંગત સગા-સંબંધી અને ખાસ મિત્રોની હાજરીમાં ભારે હૈયે વિકીએ ચંદનવાડી સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો. આમ ખન્ના કિડનૅપ કેસ એક ખૂનકેસ બન્યો. ઈ.વિજય વાઘમારેની બદલી થવાની જ હતી એ પણ જાણતા હતા અને અંદરખાતેથી એ પણ એવું ઇચ્છતા હતા કે ખન્નાકેસથી એમનો છુટકારો થાય. અને વિજય વાઘમારે પાસેથી ખન્ના ખુનકેસ આવ્યો ઈ. અનંત કસ્બેકરના હાથમાં!

લાશ અજય ખન્નાની છે એ સાબિત થવું જરૂરી હતું. અવશેષોની લંબાઈ પરથી તો મેળ ખાતો હતો. અજય ખન્નાની ઊંચાઈ હતી પાંચ ફુટ અગિયાર ઇંચ. તો હાડકાના એ માળખાને વ્યવસ્થિત ગોઠવતા પાંચ ફુટ નવ ઇંચથી માંડીને અગિયાર ઇંચની ધારણા થઈ શકતી હતી.

‘અમારે આપના ભાઈ અજય ખન્ના વાપરતા હોય એ ટુથ બ્રશ કે કાંસકીની જરૂર પડશે!!’ ઈ. અનંતે વિકીને દિલાસો આપી કહ્યું, ‘વિ હેવ ટુ મેચ ધ ડીએનએ ઓફ ધ ડેડ બોડી…!!

‘ઇન્સ્પેક્ટર સાહેબ…!!’ વિજયે ગંભીર થઈ જતાં કહ્યું, ‘ઈસમે કોઈ શક નહિ હૈ કી યે ભાઈસા’બકી હી બોડી હૈ. ભાઈસાબ જે રિંગ વરસોથી પહેરતા એ રિંગ પરથી…’

‘તો પણ અમારે ખાતરી તો કરવી જ પડે. પ્લિસ…!! કોઓપરેટ વિથ અસ!!’  ઈ. અનંતે વિનંતી કરતા કહ્યું.

વિકીના મ્હોં પર સ્પષ્ટ અણગમો તરી આવ્યો, ‘કેટલો સમય વિતી ગયો?! હવે તમને એ વસ્તુઓ કેવી રીતે આપવી?’

‘કંઈ પણ કાંસકો…ટુથ બ્રશ…જે અજયજી વાપરતા હતા. નહીંતર પછી તમારા બ્લડનું સૅમ્પલ…!!’

‘વો મેરે સગે ભૈયા નહિં થે…!!’ વિકીએ ઈ. અનંતને અટકાવી કહ્યું, ‘હમારી મા અલગ થી…! મેરે ડેડને દુસરી શાદી કી થી…!!’ સહેજ અટકીને એ બોલ્યો, ‘આપ થોડા દિવસ રાહ જોઈ શકશો. ભાભીજી હરદ્વાર ગયા છે. એમની પાસે કંઈ મળી આવશે…! બાકી…’

‘પોલીસ રાહ જોશે.’ ઈ. અનંતે ઉભા થતાં કહ્યું, ‘આપના ભાભીજી આવે એટલે મને રિંગ કરજો…! યુ સી. અમે પુરો પ્રયાસ કરી રહ્યા છીએ. બાબુ બિહારી જે રીતે ગુમ થઈ ગયો છે….’

‘બાબુને રાહેજાએ જ ગુમ કરી દીધો હશે…સંતાડ્યો છે. તમે રાજીવ રાહેજાને કેમ દબોચતા નથી?! જે દિવસે ભાઈસાબની બોડી મળી હતી એ દિવસે એણે મોટી પાર્ટી આપી હતી એની તમને જાણ છે? હી વોસ એન્જોઈંગ માય બ્રધ્રર્સ ડેથ…!’

‘મારા  ધ્યાનમાં એ છે જ. અમારી નજર એના પર ચોવીસ કલાક છે. મેં એની પુરી તપાસ પણ કરી છે. પણ એની વિરૂધ્ધ કોઈ એલિબી નથી મળતી.’

‘તો પુરાવો ઊભો કરો…! કુછ કિજીયે…! મેં તો મારા ભાઈ ખોયા છે. ભલે એ મારા સગા ભાઈ ન્હોતા. પણ એમણે મને કદી પરાયો ગણ્યો ન્હોતો.’ આંખ ભીની કરતા વિકી બોલ્યો, ‘ જ્યાં સુધી બોડી મળી ન હતી ત્યાં સુધી મને થોડો થોડો વિશ્વાસ હતો..! પણ હવે…!!’

‘આઈ એમ સોરી…! પણ હવે કેસ મારા હાથમાં છે…!! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ…!!’ ઈ. અનંતે વિકીના ખભા પર હાથ મૂકી સાંત્વનાના સ્વરે કહ્યું.

ઈ. અનંતે બાબુને શોધવા ભીંસ વધારી. રાજીવ રાહેજા પર દેખરેખ ચાંપતી કરી. એના ફોન, સેલ ફોન, ઈમેઈલ વગેરે પર વોચ ગોઠવી દીધી. બસ, એમણે હવે રાહ જોવાની હતી કે ક્યારે રાજીવ રાહેજા ભૂલ કરે!! ક્યારે બાબુ રાજીવનો સંપર્ક કરે!!

એ સિવાય ઈ. અનંતને એક વાતની ખાસ નવાઈ લાગતી હતી કે આટલા ઓછા રેન્સમ મનીની માંગણી કેમ કરવામાં આવી?!

-ફક્ત દશ કરોડ?!

-ખન્ના બ્રધર્સ તો વધારે આપી શકે એટલાં માતબર હતા…

-અરે…! રાજકોટના સોની ભાઈઓનું કિડનૅપ થયેલ એમાં પણ સિત્તેર કરોડમાં માંડવાલી થયેલ એવું જાણવા મળેલ…!

-ત્યારે આ તો છેક દશ ખોખા…!! જરૂર સ્થાનિક ગેંગનું કે નાદાન છોકરાઓનું કામ હોવાની સંભાવના વધી રહી હતી. એઓનો કોઈ રેકર્ડ ન હોવાને કારણે પોલીસ અંધારાંમાં ફાંફાં મારી રહી હતી.

એ દરમ્યાન વિકીએ પોલીસ સ્ટેશને આવીને એક હેર બ્રશ ઈ. અનંતને આપ્યું, ‘ આ મારા ભાઈ વાપરતા હતા. ભાભીસાબે યાદગીરી રૂપે સાચવેલ છે એ!! આઈ હોપ કે અમને એ પાછું મળશે?’

‘યસ…! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ રિટર્ન યુ. આઈ એમ વેરી થેંકફુલ ફોર ધીસ…!’ ઈ. અનંત લાકડાના હાથાવાળું એ બ્રશ લેતા બોલ્યા. બ્રશ નિહાળી ઈ. અનંતને વિચાર આવ્યોઃ ધીસ વિલ બી વેરી ઈમ્પોર્ટન્ટ એક્ઝિબીટ…!! કારણ કે, એ બ્રશ પર એક બે વાળ પણ વિંટાળાયેલ હતા.  એ બ્રશ અને અજય ખન્નાના લાશ પરથી મળેલ થોડા વાળ બેંગલુરૂ મોકલવામાં આવ્યા. ડીએનએ મેપિંગ કરવામાં આવ્યું. બન્ને નમૂનાઓ મળતા આવ્યા.

-તો એ લાશ ખરેખર અજય ખન્નાની જ છે…! પોલીસ પર દબાણ વધી રહ્યું હતું…ઈ. અનંત કસ્બેકરની નિદ્રા વેરણ બની હતી.

પુત્રી નેહાના કપાળ પર હાથ ફેરવી એની ચાદર બરાબર ઓઢાડી સહેજ નમીને ઈ. અનંતે ઘસઘસાટ નિદ્રાધીન શિવાંગીના કપાળે એક ચુંબન કર્યું. થોડા અસમંજસ અવાજો કરી શિવાંગી પડખું ફરીને સૂઈ ગઈ. એ કારણે ઈ. અનંતના હોઠ સહેજ ફરકી ગયા. એઓ પથારીમાંથી ઉભા થયા. બે-ત્રણ ઊંડા શ્વાસો-શ્વાસ લીધા. રેફ્રિજરેટર ખોલી પાણીની બોટલ લઈ પાણી ગટગટાવ્યું. વરંડામાં ગયા. રાત્રિના અંધકારમાં ગોરેગાંવના સ્વચ્છ આકાશના એ ટુકડામાં તારાઓ ટમટમતા હતા. ઈ. અનંતના મન પર અજય ખન્ના ખૂનકેસ પર કબ્જો જમાવી દીધો હતો. એઓ અંદર આવ્યા. કમ્પ્યુટર ચાલુ કરી ખુરશી પર ગોઠવાયા. વિકીએ શરૂ કરેલ અજય ખન્નાના બ્લોગ પર ગયા.

-આ પણ એક નવું ગતકડું છે!!

બ્લોગ પર જાત જાતની કોમેન્ટસ્ વાંચતા એઓ વિચારતા હતાઃ લોકો સાવ નવરા પડી ગયા લાગે છે!!

મોટે ભાગની કોમેન્ટસ્ પર પોલીસ ની કુથલી જ કરવામાં આવી હતી. બ્લોગ પર અજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એમના ઘણા ફોટાઓ પણ હતા; એકલા તો રાજકારણીઓ સાથે…ફિલ્મ એક્ટર-એક્ટ્રેસ સાથે…!! તો બાબુ બિહારીના પણ જુદા જુદા ફોટાઓ હતા અને એની શોધ કરનારને કે માહિતી આપનારને અપાનારા પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ હતી.

ઈ. અનંતને ચેન પડતું ન્હોતું. એમણે અજય ખન્ના કેસની ફાઈલના પાનાઓ ઉથલાવવા માંડ્યા. ફાઈલમાં સર્વે માહિતીઓ હતી. એમણે જ પેન્સિલથી કરેલ નોંધ ફરી ફરી નિહાળી. છેલ્લે ગટરમાં પાડેલ અજય ખન્નાની લાશના ફોટાઓ એઓ જોવા લાગ્યા. પોલીસ ફોટોગ્રાફરે પાડેલ ફોટાઓ ચિતરી ચઢે એટલા વિકૃત અને બિહામણા હતા. એ ફોટાઓ જોતા જોતા એ ચમક્યા. એમનું હ્રદય જોરથી જોરથી ધબકવા લાગ્યું. એઓ જે નિહાળી રહ્યા હતા એ માની શકતા ન્હોતા…!!

-આજ સુધી આ કેમ કોઈના ધ્યાનમાં ન આવ્યું…!?

લાશના ફોટા નિહાળતા એઓ વિચારવા લાગ્યા. અજય ખન્નાના બ્લોગ પર ગયા. ત્યાંના ફોટાઓ જોયા…!!વારંવાર જોયા…!!

-ઓ…માય ગોડ….!! ઓ પાન્ડુરંગા…!!

-આઈ કાન્ટ બિલીવ ધીસ…!!

-આઈ ગોટ ઈટ…!!

એઓ સવાર પડવાની રાહ જોવા માંડ્યા. કમ્પ્યુટર બંધ કરી, ફાઈલમાં ફરી લાશ પર એક નજર કરતા એમના ચહેરા પર એક હાસ્ય ફરી વળ્યું!! એક હળવી રાહત થઈ એમને…!

-હવે એક એક કદમ સાચવી સાચવીને માંડવું પડશે!!

-ધે આર વેરી ક્લેવર…!!

ટ્રેક સુટ પહેરી એ રોજની જેમ પાંચ માઈલ દોડી આવ્યા. સ્નાનાદિથી પરવારી યોગાભ્યાસ કર્યા બાદ એમણે કમિશ્નર રિતેષ દેશમુખના સેલ ફોન પર ફોન કર્યો.

‘ગુડ મોર્નિંગ સર…!!’

‘ગુડ મોર્નિંગ અનંત…!!’

‘હું આપને હેરાન તો નથી કરતોને સર…!?’

‘ના…ના…!’ હસીને એ બોલ્યા, ‘આ તો અંજલિ સાથે વોક પર નીકળ્યો છું!! યુ નો અંજલિ સાથે ચાલતા ચાલતા તારી જ વાત કરતો હતો. શું ન્યૂઝ છે. એની પ્રોગ્રેસ…?!’

‘યસ…!! ઈટ લુક્સ્ લાઈક એ બિગ ગેઈમ…!! એક ખતરનાક ખેલ…!!’

‘વૉટ…??’

‘યસ…સર…!! આઈ નિડ યોર ફુલ સપોર્ટ…!! એન્ડ ઈટ વિલ બી ઓન્લી યુ એન્ડ મિ…!! ઓન્લી…!! સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ…!!

‘અફકોર્સ…યુ વિલ ગેટ ઓલ સપોર્ટ…!! વ્હેર ઈસ બાબુ બિહારી…??’

‘હું તમને મળું છું. દશ વાગે…!! ઈફ ઈટ ઈસ ઓકે ફોર યુ…!!’

‘વ્હાઈ દશ વાગે…? કમ સુન…તું મારે ઘરે આવ…!! અંજલિ આજે ઉપમા બનાવવાની છે. વિ વિલ હેવ બ્રેક ફાસ્ટ ટુ ગેધર…!!’

‘મારે થોડાંક અખબારોની રેફ્રન્સ ફાઈલ જોવી છે. બીજું પણ એક ઈન્વેસ્ટીગેશન કરવાનું છે. પણ હું તમને બે-ત્રણ કલાકમાં મળું છું…!! અંજલિજીનો ઉપમા નેક્સ્ટ ટાઈમ…!!’

બરાબર હોમ વર્ક કરીને ઈ. અનંત કમિશ્નરને મળ્યા. એમની સચોટ રજૂઆતથી અને હકીકતથી કમિશ્નરશ્રી તો અચંબામાં પડી ગયા અને એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, ‘ધીસ વીલ બી વેરી ઈન્ટરેસ્ટીંગ…!! ગો એહેડ…!! કિપ ઈન ટચ…!! બ્રિફ મી..!! માય ઓલ સપોર્ટ ઈસ વિથ યુ ટુ ફાઈન્ડ આઉટ ધ ટ્રુથ…એન્ડ ઓન્લી ધ ટ્રુથ…!!’

*****                         *****                 *****                 *****

ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો… લોકો ધીરે ધીરે અજય ખન્ના ખૂન કેસ ભૂલવા માંડ્યા હતા ત્યાં જ ‘આજતક’ના ક્રાઇમ રિપોર્ટર મનિષ દુબેના સેલ પર ટેક્સ્ટ મૅસેજ અવતર્યોઃ પ્લીસ કમ ટુ ધ ન્યૂઝ કૉન્ફરન્સ એટ મેઇન પોલીસ સ્ટેશન એટ નાઈન…!!

એવો જ એક મૅસેજ ‘એનડી ટીવી’ની બરખા દત્તને પણ મળ્યો. તો ‘ઝી ન્યૂઝ’ના રમેશ મેનન શા માટે રહી જાય? ‘સી. એન. એન’ની સુહાસિની હૈદર પણ ખરી જ…!!એજ રીતે ‘મિડ ડે’થી માંડીને દરેક સમાચારપત્રોના ખબરપત્રીઓને સંદેશો મળી ગયો. પોણા નવે તો કૉન્ફરન્સ રૂમમાં સર્વે રિપૉર્ટરો-કેમેરામેનથી છલકાય ગયો…!! સહુને આ પ્રેસ કૉન્ફરન્સ અંગે ઈંતેઝારી હતી.

બરાબર સવા નવે કમિશ્નર રિતેષ દેશમુખે હસતા હસતા કૉન્ફરન્સ રૂમમાં પ્રવેશ કર્યો, ‘ગુડ મોર્નિંગ એવરીવન…!! થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓલ…!! યુ ઓલ આર હિયર ઈન વેરી શૉર્ટ નોટિસ…!! બટ બિલીવ મી…!! ધીસ વિલ બી ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બ્રિફીંગ ફોર મી એન્ડ યુ…! યુ વિલ ઓલ્સો સરપ્રાઈઝડ્ વિથ ધ ઈનફોર્મેશન ઓફ ધી પરફેક્ટ ક્રાઇમ…!!’

‘પરફેક્ટ ક્રાઇમ…!?’

‘હા, પરફેક્ટ ક્રાઇમ…! પણ તમે તો જાણો જ છો ને કે ક્રાઇમ નેવર પેઈઝ્…’ હસીને કમિશ્નર બોલ્યા, ‘આજે આપ સહુને ખન્ના ખૂનકેસ વિશે ઈન્ફોર્મ કરવા બોલાવ્યા છે. ધ મિસ્ટ્રી ઈસ નાવ રિસોલ્વ્ડ…!!’

‘ખન્ના ખૂનકેસ…!? અજય ખન્ના…!?’

‘હુ ઈસ મર્ડરર….!?’

‘કાતિલ કોન હૈ…!?’

‘ખૂની કોણ આહે…!?’

‘શાંતતા… શાંતતા…!!’ જરા મોટો અવાજ કરીને હસીને કમિશ્નર બોલ્યા, ‘એ જણાવવા માટે જ તો આપને અહિં બોલાવ્યા છે!’

એટલામાં જ પોલીસ યુનિફૉર્મમાં સજ્જ ઈ. અનંત કસ્બેકર ધીમેથી હૉલમાં દાખલ થયા. એમની સાથે પાછળ હાથકડી પહેરાવેલ મ્હોં પર બુરખો ચઢાવેલ એક શખ્સ પણ હતો જેને એમણે એમની બાજુમાં રાખેલ ખુરશી પર ધીમેથી બેસાડ્યો…!

કૉન્ફરન્સ રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ.

‘ગુડ મોર્નિંગ એવરીબડી…!!’ ઈ. અનંતે એમના પ્રભાવશાળી ઘેરા અવાજે કહ્યું.’… તો ઓનરેબલ કમિશ્નર સાહેબે કહ્યું એમ ખન્ના ખૂન કેસ મિસ્ટરી ઈસ રિસોલ્વ્ડ…!! એન્ડ ધ મર્ડર વોઝ ડન બાય…!!’ કહીને એઓ અટક્યા

‘………………..??’

એમણે પેલા શખ્સના મ્હોં પરથી બુરખો દુર કર્યો…!!

‘મિસ્ટર અજય ખન્ના…!? ઓ માય ગોડ…!! હી ઈસ અલાઈવ…!! વો જિંદા હૈ…!?’ હોલમાં સર્વે પત્રકારો અચંબિત થઈ ગયા…! સહુ ગણગણાટ કરવા લાગ્યા…!!

‘હા…!! અજય ખન્ના જીવિત છે. આપની સમક્ષ રૂબરૂ છે…!!’

‘તો પછી ખૂની કોણ…!!’

‘ધીસ ઈસ એ વેલ પ્લાન્ડ…વેલ ફર્નિશડ્ ક્રાઇમ…!! એક એવો ખતરનાક ખેલ કે જેના ખેલાડી બહુ ચપળ અને ચબરાક છે…પણ એમની ચતુરાઈ એમને જ ભારે પડી ગઈ.’

‘તો પછી અજય ખન્નાનું અપહરણ કોણે કરેલ…!?’

‘અજય ખન્નાનું અપહરણ થયેલ જ ન્હોતું!! ઈટ વોઝ અ ડ્રામા… વેલ પ્લેઈડ બાય એન્ડ ડેઈઝીંગલી ડાયરેક્ટેડ બાય ખન્ના બ્રધર્સ…!!’

‘ખન્ના બ્રધર્સ ??’

‘યસ…!! બન્ને ભાઈઓ આમાં સંડોવાયેલ છે!!’

‘ઇન્સ્પેક્ટર અનંત આપને ક્યારે અને કેવી રીતે જાણ થઈ કે…’

‘અજય ખન્ના જીવિત છે….?? એમનું ખૂન નથી થયેલ…??’ ઈ. અનંતે એ પત્રકારનું વાક્ય પુરૂં કર્યું…

‘યસ…અને પેલી બોડી કોની કે જેની સાથે અજય ખન્નાના ડીએનએ પણ મળતા આવ્યા અને એમનો દશ કરોડનો લાઇફ ઈન્સ્યુરંસ પણ ક્લિયર થઈ ગયો હતો…!?’

‘વેલ…વેલ…વેલ..!!’ કમિશ્નર ચર્ચામાં સામેલ થતા બોલ્યા, ‘સહુ એમ જ માનતા હતા કે અજય ખન્નાનું જ ખૂન થયેલ. પણ અમારા બાહોશ ઇન્સ્પેક્ટર અનંતની એક નજરે આ કેસને ઉકેલી નાંખ્યો. હવે ઈ. અનંત આપના સવાલોના જવાબો આપશે.’

‘આપને કઈ રીતે શક ગયો કે અજય ખન્ના જીવિત છે??’ બરખાએ પૂછ્યું.

‘આ કેસે મારી ઊંઘ ઉડાડી દીધી હતી. એક રાત્રે જ્યારે હું એની ફાઈલ લઈને બેઠો હતો. એમાં ડેડબોડીના ફોટોગ્રાફ્સ્ પણ હતા. આ ફોટોગ્રાફ્સ્ અમારા ફોટાગ્રાફરે બોડી જ્યારે ગટરમાં અંદર હતી ત્યારે લીધેલ. બોડી મુવ કરવા પહેલાં. એવા જ ડેડ બોડીના એક  ફોટા પર મારી નજર પડી. એક જ ફોટો…હા ફક્ત એક જ ફોટામાં વીંટીનો ભાગ હતો. એ પણ અસ્પષ્ટ…ઝાંખો…! એમાં મેં એ જોયું કે ડેડ બોડીના જમણા હાથની લાંબી વચલી આંગળીના અડધા તૂટેલ હાડકાંની ઉપર હથેલીની નજદીક વીંટી હતી. પણ જ્યારે વિકી ખન્નાએ બનાવેલ બ્લોગ પર મેં અજય ખન્નાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે દરેક ફોટાઓમાં એ મોટા હીરા વાળી ચમકતી વીંટી જમણા હાથની સહુથી નાની આંગળીની બાજુની આંગળીમાં હતી. નહિં કે મોટી આંગળીમાં…! તો પછી લાશમાં વીંટીની આંગળી એકદમ બદલાય કેમ ગઈ?!’ અજય ખન્ના નીચી નજરે બેઠા હતા એમની તરફ હસીને એક નજર કરી ઈ. અનંતે વાતનો દોર આગળ વધાર્યો, ‘મને શક ગયો. મેં પોલીસ ફોટોગ્રાફર પાસે પેલો એક ફોટો કે જેમાં વીંટીનો ભાગ અસ્પષ્ટ દેખાતો હતો એ એન્લાર્જ કરાવ્યા. અને એ સ્પષ્ટ થઈ ગયું કે લાશમાં આંગળી બદલાય ગઈ હતી. હા, લાશ સાવ કહોવાય ગયેલ અને આંગળીના ઉપરના બે સાંધાના હાડકાં તો ખરી પણ ગયેલ. આમ છતાં આંગળીના મૂળના હાડકાં પર વીંટી રહી ગઈ હતી. ખૂની ખૂન કરવા પહેલાં કદી લાશમાં વીંટીની પોઝિશન તો ન જ બદલે એ સ્વાભાવિક છે. મારો શક મજબૂત થવા લાગ્યો. મેં ન્યૂઝ પેપરના રેફ્રન્સ-જુના અંકોમાં અજય ખન્નાના ફોટાઓ પણ નિહાળ્યા. એઓ લાયન્સ ક્લબના પ્રૅસિડેન્ટ પણ હતા. એમના ફોટાઓ આસાનીથી મળી ગયા. દરેક ફોટાઓમાં વીંટી નાની આંગળીની બાજુની વેડીંગ ફિંગર પર જ હતી. એટલે વરસોથી માણસ એક હાથમાં વીંટી પહેરતો હોય તો એકાએક એનું સ્થાન ન બદલે!!’

“તો પછી ડીએનએ મૅચિંગ…!! અને એ ડેડ બોડી કોની…!!’

‘હું પણ ગૂંચવાયો તો હતો જ કે, ડીએનએ રિપોર્ટ ખોટો છે કે શું?! બાયોટેકનોલોજી લૅબ બેંગલુરૂને ફોન જોડ્યો. એમણે એમાં કોઈ જ ભૂલ થઈ શકે નહિ એમ ખાતરીપૂર્વક જણાવ્યું. અમે ડેડ બોડીની એક્સરેસ્ લીધેલ હતા. એમાં સ્કલના પણ દરેક એંગલથી એક્સરે લીધેલ  એટલે એ ફિલ્મ લઈને હું અજય ખન્નાના ડેન્ટિસ્ટને મળ્યો. એમના જડબાના એક્સરે સાથે ડેન્ટિસ્ટ પાસેના એમના ડેન્ચરના એક્સરેની સરખામણી કરી ડેન્ટિસ્ટે મને કહ્યું કે આ લાશના જડબાના એક્સરે અજય ખન્નાના એમના એક્સરે સાથે મેચ નથી થતા. અજયના ઉપરના જડબામાં જમણી તરફ એક દાઢ ઓછી હતી જે એ જ ડેન્ટિસ્ટે ઉખેડેલ. જ્યારે ડેડ બોડીના બધા દાંત સાબૂત હતા. આમ એ નક્કી થઈ ગયું કે જેને મૃત અજય ખન્ના સમજી રહ્યા હતા એ તો કોઈ બીજાની જ બોડી હતી!!’

‘કોન થા…??’

‘કોની લાશ હતી એ….!?’

‘કહું છું…એ પણ કહું છું… પણ એ પહેલાં અમારે અજય ખન્નાને શોધવાના હતા. મેં માનનિય કમિશ્નરસાહેબને વાત કરી એમને વિશ્વાસમાં લીધા. એમણે મને ફુલ સપોર્ટ કર્યો. કોઈને પણ જરા ગંધ ન આવવા દીધી. તમને પણ ત્યારે સાવ ખોટું બ્રિફીંગ કરતા રહ્યા અને અમે બાબુ બિહારીને શોધી રહ્યા છે ના ગીતો ગાતા રહ્યા. પણ ત્યારે અમે અજય ખન્નાને માટે જાળ બિછાવતા હતા. પણ એ જાળ બિછાવતા અમારે નાકે દમ આવી ગયો. ખન્ના બ્રધર્સના દરેક ફોન, ફેક્સ, ઈમેઈલ, સેલ ફોન પર અમારી વોચ હતી. ખાસો સમય ગયો. પણ અમને કંઈ જ જાણવા ન મળ્યું! ખન્ના ગૃપના દરેક ફોનના ટેપના ફીંડલા ના ફીંડલા અમારી પાસે છે. લગભગ દરેક ઈમેઈલ ફિલ્ટર થતી હતી. તો ય કંઈ જ માહિતી ન મળી. અજય ખન્ના ક્યાં છે એની કોઈ જ માહિતી ન મળી તે ન જ મળી. બન્ને ભાઈઓ સંપર્ક તો કરતા જ હશે. પણ કઈ રીતે…!?’ પાણી પીવા ઈ. અનંત કસ્બેકર અટક્યા એ ય રિપોર્ટરોને કઠ્યું.

‘કઈ રીતે…!? કઈ રીતે…!?’

‘એઓ એક બીજાના સંપર્કમાં રહેતા! દિવસ દરમ્યાન લગભગ દરેક કલાકે એમની વચ્ચે માહિતીની આપ-લે થતી. વિકીને ધંધાની સૂઝ ન્હોતી એટલે એને સલાહ-સૂચનની જરૂર પડતી. અરે!! એમના ફોટાઓ વિડીયોની પણ આપ-લે થતી.’

‘હાઉ…??’

‘એ પણ મને અચાનક જાણવા મળ્યું. વિકી ખન્નાએ અજયને શ્રદ્ધાંજલિ માટે બ્લોગ બનાવેલ એ તો આપને સહુને ખબર જ છે ને આપે એને બહુ ફુટેજ પણ આપેલ છે. આ બ્લોગ શું બલા છે એ જાણવા મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો. મને ક્મ્પ્યુટરમાં ખાસ રસ નહિ. પણ આ બ્લોગ બનાવતા મને એ જાણવા મળ્યું કે બ્લોગ પર ડ્રાફ્ટ તરીકે માહિતી સાચવી શકાય અને એ પબ્લિશ કરવી ન પડે. આવી રીતે ચિત્રો. વિડીયો..ફોટોગ્રાફ્સ વગેરે સ્ટોર કરી શકાય. હવે જો તમારા બ્લોગનું યુઝર્સ નેઈમ અને પાસવર્ડ તમે બીજા કોઈને આપો તો એ પણ તમારા બ્લોગ પર જઈ શકે અને ડ્રાફ્ટ વાંચી શકે, બનાવી શકે, વાંચ્યા બાદ ડિલીટ કરી શકે…આમ કોઈને પણ જાણ થયા વિના, જાણ કર્યા વિના દુનિયાના કોઈ પણ ખૂણે તમે સંપર્કમાં રહી શકો. બસ ખન્નાબંધુઓ એમ જ કર્યું…બન્ને પાસે એ બ્લોગનંશ યુઝર્સ નેઈમ અને પાસવર્ડ હતા અને દિવસમાં કેટલીય વાર એઓ આ રીતે માહિતીની આપ-લે કરી લેતા. અલબત્ત, આ માટે પોલીસે એમના પ્રોવાઈડરનો સંપર્ક કર્યો પણ એમણે આના-કાની કરી. અમે પ્રોફેશનલ હેકર્સની મદદ લઈ એમના બ્લોગને દિવસો સુધી હેક કર્યો અને  દરેક માહિતી મેળવી લીધી. અજય ખન્નાનું નવું નામ-સરનામું મેળવ્યું! અજય ખન્ના આજે ગુલ મુહમદના નામે ઓળખાય છે અને એમનો મુકામ છે મોરિશિયસ…!! એમણે મોરિશિયસમાં હોટલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. હું મોરિશિયસ ગયો. ત્યાંની પોલીસનો સહકાર લઈ એમની ધરપકડ કરી.’

‘તો પછી કિડનેપિંગ અને પેલી લાશ…!!’

‘કિડનેપિંગ થયું જ ન્હોતું. કિડનેપિંગનો ડ્રામા કરવામાં આવેલ. દશમી જુને એમની બાબુ બિહારી સાથે મિટિંગ હતી અને ખન્ના વિવિંગ્સમાં બાબુ બિહારીને હડતાળ ન પડાવવા માટે એઓ મનાવી ન શક્યા. જો હડતાળ પડે તો એમને કરોડોનું નુકશાન થાય એમ હતું. વળી બાબુએ અજયને બે-ચાર શબ્દો ભલા-બુરા કહ્યા કે ગમે તે હોય. સમજાવીને બાબુ બિહારીને અજય ખન્ના એમની સાથે મુંબઈ લઈ આવ્યા. બન્નેએ મળી બાબુને પતાવી દીધો. બાબુનું શરીર-કાઠું અજય ખન્ના જેવું જ હતું. અજયની વીંટી પહેરાવી બાબુની લાશ આગળથી જોઈ રાખેલ બંધ પડેલ ગટરમાં પધરાવી દીધી. અજય ખન્નાએ પબ્લિક બુથનો ઉપયોગ કરી પોતાના જ અપહરણના ફોન પોતાના ભાઈ વિકીને કર્યા…

‘પણ આમાં એક ફોન તો ઇન્ટરનેશનલ થયેલ…!!?’

‘હા, એ માટે એમણે ‘મેજિક જેક’ નો ઉપયોગ કરેલ!! છ મહિના પહેલા અજય ખન્ના યુએસએ ગયેલ. ત્યાં એક ઉપકરણ મળે છે. એને મેજિક જેક કહે છે. એ એક યુએસબી પૉર્ટ અને હાઈસ્પિડ ઈન્ટરનેટથી મારફત ઇન્ટરનેશનલ ફોન માટેની સસ્તી ડિવાઇસ છે. એક વાર યુએસમાં એક્ટિવેઈટ કરતા તમને યુએસએનો લોક્લ ફોન નંબર મળે. દુનિયામાં ક્યાંય પણ હાઈસ્પિડ ઈન્ટરનેટ વાળા તમારા લૅપટોપ કે ડેસ્કટોપના યુએસબી પૉર્ટમાં  આ મેજિક જેક કનેક્ટ કરો ને બીજે છેડે તમારા ફોનનો જેક નાંખો તો તમે ફોન કરી શકો!! વિઓઆઈપીનો આ સહુથી સાદો અને સરળ ઉપયોગ કરી એમણે ઈંટરનેશનલ ફોન થયાનો ભ્રમ ઊભો કરેલ પણ ખરેખર એ ફોન તો અંધેરીની હોટલ લિલા પરથી  અજય ખન્નાના લૅપટોપ દ્વારા મેજિક જેકથી થયેલ. અહિં પણ એમણે વધારાની સાવચેતી તો રાખેલ જ…! કેમ ખરું ને મિસ્ટર ખન્ના..??’

‘…………….!’  અજય ખન્ના નીચું નિહાળી ગયા.

‘એમણે એ દિવસે હોટલ લિલા પરથી મેજિક જેક મારફત યુએસએ એક ઇન્ટરનેશનલ ફોન સર્વિસ પ્રોવાઈડ કરતી ફોન કાર્ડ એજન્સીને ફોન કરેલ. કારણ કે, મેજિક જેકને લીધે એમને એ ફોન લોકલ થાય અને એ એજન્સી મારફતે ઇન્ડિયા એમના ઘરે ફોન કરેલ. આમ અંધેરીથી જ અંધેરી ફોન વાયા અમેરિકા કરવામાં આવેલ. એટલે સંચાર નિગમ એ ફોન લોકેટ કરી ન શકેલ. ફોન કરી રાત રોકાઈ અજય ખન્ના બાબુ બિહારીના નામે જેટ એરવેઈઝની સવારની છ પચાસની  ફ્લાઇટ નંબર 9W2153 મારફત આગિયારમીએ કોલકાતા ગયા. કોલકાતાથી ફરી દિલ્હી આવ્યા અને ત્યાંથી એર ઈન્ડીયાની ફ્લાઇટ લઈ ખોટા પાસપોર્ટ પર ગુલ મુહમદના નામે મોરિશિયસ ગયા. ત્યાં એમણે અગાઉથી જ સારા એવા પૈસા મોકલી આપેલ. હજુ દરોડા પરથી વધુ માહિતી મળશે.’ ઈ. અનંત કસ્બેકરે એમના બ્લેક બેરી સેલ ફોન પર આવેલ મૅસેજ નિહાળી કહ્યું, ‘જે રિવૉલ્વરથી બાબુની કતલ કરવામાં આવેલ એ બાવીસ કૅલિબરની કૉલ્ટ વિકી ખન્ના પાસેથી મળી આવી છે. બાય ધ વે, ગઈ કાલે આખી રાત ખન્ના બ્રધર્સના દરેક ઠિકાના પર રેડ પાડવામાં આવેલ છે અને એ કાર્યવાહી હજુ ચાલુ જ છે. વિકીની પણ ધરપકડ થઈ છે અને ગરિમાદેવી લખનૌ છે ત્યાં એમને લેવા માટે મુંબઈ પોલીસ પહોંચી ગઈ છે. ઘણા જ ગફલાઓ બહાર આવવાના બાકી છે.’

‘એક વાતની સમજ પાડશો…ડીએનએ….!??’

‘યસ..!! ડીએનએ ટેસ્ટ…!!હમ્ …!! ધે આર સ્માર્ટ…વેરી સ્માર્ટ…!’ હસીને ઈ. અનંત કસ્બેકર બોલ્યા, ‘આખો ખતરનાક ખેલ એવો એમણે માંડ્યો કે એમાં ક્યાં ય લુપ હોલ ન હોય એની   પુરી કાળજી રાખી હતી. અહિં પણ એમની ચાલને દાદ દેવી જ પડે. જ્યારે મેં ડીએનએ માટે અજય ખન્નાના ટુથ બ્રશ કે કાંસકી કે હેર બ્રશની માંગણી કરેલ ત્યારે વિકીએ તો વિરોધ જ કરેલ. વીંટી ભાઈસાબની જ છે. ડીએનએ ટેસ્ટીંગની કોઈ જરૂર નથી. વગેરે વગેરે…!’ હસીને ઈ. અનંત બોલ્યા, ‘…પછી એણે સમય માંગ્યો. ભાભી સાહેબ હરદ્વાર ગયા છે નું બહાનું બતાવીને. અને તમે માનશો નહિ એ દિવસે જ એણે એની ભાભી ગરિમાને હરદ્વાર પણ મોકલી આપેલ. એઓને બે અઠવાડિયાનો સમય મળી જતા બન્ને બંધુએ વિચાર્યું. બ્લોગ પર ડ્રાફ્ટ દ્વારા માહિતીની, વિચારોની આપ-લે કરી. બાબુ બિહારી એમનો નોકરિયાત હતો. બાબુ ભિવંડી ખાતે ખન્ના વિવિંગ્સનો ચિફ સિક્યુરિટી ઓફિસર હતો. એનો યુનિફોર્મ હતો. એને એક લોકર પણ ફાળવેલ. એ લોકરની વિકીએ તલાશી લીધી. નસીબ જોગે એમાંથી એને બાબુ બિહારીનું હેર બ્રશ મળી આવ્યું જેના પર હેર ફોલિકલની સાથે સાથે એક-બે વાળ પણ હતા. લાશ બાબુની જ હતી…હેર બ્રશ બાબુનું જ હતું…!! ડીએનએ મેચ થાય જ ને…!! ડીએનએ મેચ થતા પોલિસે ડેન્ચર મૅચિંગ ન કર્યું. જે પાછળથી મારે કરાવવું પડ્યું! એમની દરેક ચાલ કાબિલે તારીફ હતી. અરે!! અપહરણની રાત્રે વિકી ખરેખર એની લેંડરોવર લઈને  રાતે અઢી વાગે વરસતા વરસાદમાં મુકેશ મિલ પર પણ ગયો હતો અને એ લેંડરોવરને પેલા ટેક્ષી ડ્રાયવરે પણ જોયેલ. મુકેશ મિલનું સ્થળ પણ એમણે અગાઉથી નક્કી કરેલ. આમ આ એક એવો ખતરનાક ખેલ હતો કે જેના ખેલાડીઓ અનાડી ન્હોતા…!! બહુ ચાલાક હતા…!! ચતુર હતા…!! પણ ક્રાઇમ નેવર પેઈસ..!! એક નાનકડી ભૂલ…એમને ગુન્હો કબૂલ કરવા માટે મજબૂર કરી ગઈ. આ ખેલમાં વિજય તો છેલ્લે સત્યનો જ થયો…!!’ ઈ. અનંત કસ્બેકરે અજય ખન્નાને નિહાળી કહ્યું,  ‘શું કહો, છો મિસ્ટર ખન્ના…!?’

‘રિયલી વેરી ઈન્ટરેસ્ટીંગ…!!’ સહુ પત્રકારો, ટીવી રિપોર્ટરસે ઈ.અનંત કસ્બેકરને ધન્યવાદ આપ્યા, ‘વિ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ મુંબઈ પોલીસ…!! ધેટ્સ વાય મુંબઈ પોલીસ ઈસ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ફોર્સ ઓફ ધી વર્લ્ડ…!!’

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૬,૪૦૦)

ખેલ…’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા માટે અહિં ક્લિક કરો. આપના કમ્પ્યુટર પર સાચવો, પ્રિન્ટ કરો, મિત્રોને મોકલો…

47 comments on “ખેલ…

  1. નટવર મહેતા કહે છે:

    પ્રિય સાહિત્યરસિક મિત્રો અને વડીલો,

    ફરી આપની સમક્ષ એક રહસ્યકથા લઈને આવ્યો છું.
    કેવો લાગ્યો આપને આ ખતરનાક ‘ખેલ’?
    આપની કોમેન્ટ,આપના અમુલ્ય પ્રતિભાવની આશા છે.

    આપ સહુ મારા માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત છો.

    ફરી એક વાર આપ સહુને નાતાલની શુભ કામનાઓ…!
    સાથે સાથે આવનાર ઈ.સ. ૨૦૧૦નું વરસ આપ સહુના જીવનમાં સુખ-શાંતિ, સંતોષ, સફળતા આપનારૂં નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને નમ્ર પ્રાર્થના…

    Merry Christmas and Happy New Year!!

  2. rajnikant shah કહે છે:

    good story.
    suspence created is nice ,but; in reality?
    i think rich indians are fearless and they do not go to such extreme. they have money power.

  3. jagadishchristian કહે છે:

    તમારી રહસ્યકથાનો પ્લોટ એ એક આખી પોકેટબુકનું મટીરિયલ છે. એને ટુંકાવીને વાર્તા બનાવવું અઘરું કામ છે પણ તમે કામયાબ થયા છો.

  4. Joseph Parmar કહે છે:

    Natverbhai,
    Good, interesting story, keep suspence upto the end. Congretulation!
    Merry Christmas & Happy New Year!
    Joseph Parmar

  5. Jay Padalia કહે છે:

    I think that this story (ખેલ…) is very interesting story, the suspence open in end.

    keep it up…Mr MEHTA.

    Merry Christmas & Happy New Year!

    — Mr. JAY PADALIA

  6. krunalc કહે છે:

    Natvarbhai,
    Story is good. You were successful in creating a suspense to an extent and throughout the story you could maintain the interest. The length of the story was also apt. But logically, I was not convinced that just to get rid of one Union leader, bosses will go to an extent of getting themselves kidnapped and desert their public life. Some logical loopholes could have been plugged. But all in all nice story and nice effort.

    Wishing you a merry Christmas and Happy new year to you.

  7. kirtida કહે છે:

    શ્રી નટવરભાઈ
    અભિનંદન .રહસ્યકથાને નાની વાર્તાના રુપમાં આલેખવા સફળ રહ્યાં છો. કેટલા બધા પાત્રો ? પણ દરેક પાત્રને એકમેક સાથે જોડી રાખવામાં પૂર્ણ કામયાબ રહ્યાં .
    અંત સુધી લાગ્યું કોણ હશે ? ફિલ્મ જોતા જોતા જે રીતે કૂતુહલ થાય તેવુ કૂતુહલ થયું . રહસ્ય કથા લખવી ધણી અઘરી છે. કારણ અનેક ઘટનાઓને ક્રમ બધ્ધ જાળવી રાખવી પડે , દરેક જ્ગ્યાઓ અને પાત્રોને બરાબર ઝીણવટથી આલેખ્યા છે. નવા વર્ષની આપને શુભકામનાં .આપની સાથે જોડાયેલું આપનૂ વાચકવૃન્દ
    આપની વાર્તા મેળવી જરુર ખૂશ થશે.
    કીર્તિદા

  8. Brinda કહે છે:

    only one word – WONDERFUL!!!!

  9. Chintan કહે છે:

    Namaste Uncle,

    Mind blowing..this is the first word i can say after read your excellent “KHEL”.
    I read it non-stop..without missing single moment. Ekdum superb presentation chhe badha characters nu..inshort uncle..ekdum fida thai javay avo plot ghadyo chhe. aapne khoob khoob abhinandan…and “MERRY CHRISTMAS IN ADVANCE”

  10. aarohi કહે છે:

    really really wonderful story. i have no words. one of the best suspense thriller. keep it up. u r very touchful of india inspite of staying abroad. all the best. no one say that u r staying abroad.
    marry christmas

  11. અક્ષયપાત્ર કહે છે:

    રહસ્યવાર્તા તરીકે સારી વાર્તા છે.અકલ્પિત અંતમાં આપની ખૂબી દેખાય છે. ધન્યવાદ ! થોડી ટુંકી હોય તો સારૂં બાકી મારા જેવા કેટલાક એ કારણે જ વાંચવાનું ટાળે.

  12. Ramesh Patel કહે છે:

    રહસ્ય કથા ના તાણાવાણા ને પાત્રો દ્વારા

    ઉલઝન સાથે વાર્તાને આગળ ધપતી રાખી

    આપ રહસ્ય કથા સાચે જ ખેલી ગયા.

    આપ આપનો સમય સાહિત્યને અર્પણ કરીને

    કૌશલ્યથી આગવું કંઈક આપી શક્યા છો.

    નવા વર્ષે આપને અંતરથી શુભેચ્છા સાથે

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

  13. Dilip Gajjar કહે છે:

    ખુબ સુંદર રહસ્યમયી વાર્તનું આલેખન અને પાત્રો ખુબ વાસ્ત્વિક લાગે છે જે તે વિસ્તાર મુજબ જ નામ અને વાતાવરણ તેમની બોલી અને આપની ગુજરાતી ભાષા કાબિલેદાદ મને ય જાણે આબેહૂબ તાદ્રુશ્ય ફિલ્મ કે ટીવી પર ખેલ જોઇ રહ્યા હોય તેવું લાગ્યું.
    આપને નવા વરસના અભિનંદ્ન સાથે વિરમું છું ફરી પણ વાચવા આવીશ ખરો….

  14. mehul & rinku કહે છે:

    Mehta Uncle,
    It is a superb suspense story. There was no clue until the end that who was the killer. . The expression of righting is such like we are watching a movie. very nice.

    MARRY CHRISTMAS & HAPPY NEW YEAR

  15. hiral કહે છે:

    dear natvarbhai it s superb nice story bahu j maja aavi gai aa vakhte really too good . su charecter che badha bahu j superb che and su intelligency batavi che crimebranch ni ke ek ring par thi aakho case solve kari de che. really 2009 ni superb story. bahu j saras che and new year aap nu khub j sars jay aevi prathna and aan thi pan saras story aapo aevi aabhilasa. aa years ma last movie aayu k3idiot ae aa varas nu sauthi saru movie che and khel aa years ni sauthi sari story.

  16. hiral કહે છે:

    khel ma tame story start thi end sudhi atali badhi intajari rakhi che ne ke koi movie jota hoi ae atali saras che and reaaly aao end superb. and reaaly nava vars ma aana thi pan vadhare sari story aapo aevi wish and susupence story aapt aapta raho aevi aasha and wishu best wishes for new year and happy christmas

  17. Mukund D Desai કહે છે:

    A nice story. The suspense is maintained till very end. When unfolded, we are taken by a big surprise. Worth making a movie on this story. Thanks.

  18. Manhar Vapiwala કહે છે:

    Dear Natvarbhai,
    Nice story,yoy try for suspence up to the end ! and
    i like is too much. i can say `WONDERFULL`
    HAPPY X-MAS AND NEW YEAR TO ALL.
    Manhar Vapiwala
    Sairam.

  19. વિનય ખત્રી કહે છે:

    મજાની વાર્તા. રહસ્ય છેક સુધી જાળવી રાખ્યું છે. આ વખતે પ્રસંગને અનુરૂપ ચિત્ર અને લિન્ક મૂકવાનો નવતર પ્રયોગ ગમ્યો. ચિત્ર મૂકવાથી વર્ણન કરવું નહીં પડે અને વાર્તાની લંબાઈ ઓછી થશે એવું ધાર્યું હતું પણ એવું થયું નહીં. જે તે પ્રોડક્ટની લિન્ક આપીને તેની જાહેરખબર કરવાનું ટાળવું જોઈએ.

    બ્લૉગ પર વાર્તાની ચોક્ક્સ લંબાઈ હોવી જોઈએ એવું મારું માનવું છે. સમયને અભાવે આ વાર્તા બે ભાગમાં વાંચી…!

    એકંદરે મજા પડી.

  20. Krishna Patel કહે છે:

    Once again the Best Suspense Story from Natvarbhai.
    You are a complete package of gujarati stories. You are a masterpiece. You can write love story, comedy, lite story, and the suspense.
    I have never seen this capability in any Gujarati Writer/Author.

    This one is too good with a twist suspense in the end. You have a guts which is very rare as we can visualize the scene as the story goes. You should take copyright fro this story otherwise some will make a very good movie from this manuscript. Bravo….

    Happy new year to you and all readers of this beautiful site.

  21. વ્રજ દવે કહે છે:

    વાહ મજો પડી ગઇ.
    આ રહસ્યકથા જો આપણે રહસ્યકથાના સર્જક સ્વ.કનુભાઇ ભગદેવને અંજલી રુપે આપીએ તો કેમ?
    નવું નવું આપતા રહો . . .
    વ્રજ દવે

  22. manu desai કહે છે:

    natu,first impression is last impresson

    tu saras lakhe chhe

  23. dhara shukla કહે છે:

    good attampt.i read in 2 parts.
    i think first time mumbai location in ur story so impressed. secondly the names taken eg. hemant aamte,vijay (saalaskar)so i njoyed.

    dhara

  24. Krunal Varlekar કહે છે:

    Kem chho Uncle,
    Apni aa rahasya varta vanchvani bau maja padi….
    ane varta ma ma je navi technology no use j rite batavyo e gamyo…
    Really enjoyed…
    KRUNAL

  25. AMAR H. DAVE કહે છે:

    A MISTKAE IN STORY …. As per your story

    ” એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા ……

    ‘ઈંસપેક્ટર અનંત…’ કમિશ્નર રિતેષ દેશમુખના શબ્દો ઈ. અનંતના મનમાં ગુંજ્યા રાખતા હતા, ”

    AN IPS OFFICER CAN NOT BE INSPECTOR SIR… PLZ TAKE CARE FOR SUCH THINGS

  26. nayan panchal કહે છે:

    Dear Natvarkaka,

    After an impressive start, story becomes little boring. You tried to create too many loose ends may be to make the environment complex. But I was getting lost and didn’t feel any thrill. But I have full faith in your abilities as a writer. So, I said to myself,”It’s a Natvarkaka’s story, so have some patience.”

    And then, you took the story to new level. Once Inspector cracked the case in mind, it was too good. I don’t find any loose ends in the story. And the use of the Draft facility, Magic Jack, Blog etc. made the story very hifi.

    These days, terrorists also use the same method to communicate with each other through free mail services like yahoo. They have a shared email-id and password. They never send emails. They simply draft it and other person checks that draft and update accordingly. So, it becomes very difficult to intercept such emails.

    VoIP is another thing which is headache for Security agencies. People uses calling cards etc to make a call and it’s very hard to track such calls.

    May be you could have included phone-cloning, duplicate IMEI number concept etc. in this perfect crime story.

    I would like to congratulate you for writing such a wonderfull thrilling story. Please keep on writing. Waiting for your next one.

    Btw Happy 2010 !!!

    nayan

  27. NARENDRA JAGTAP કહે છે:

    મા.નટવરભાઇ..સાદર નમસ્કાર.. થોડા દીવસ પહેલા સ્ટોરી વાંચી લીધેલી પરંતુ એક મુશાયરાનુ આયોજન અમારા પાલનપુર માં કરેલુ તેમાં વ્યસ્ત હતો… એટ્લે કોમેંટ આપી ના શક્યો…પરંતુ એકી બેઠકે વાંચી ગયેલો..અને ખુબ જ મજા આવી.. મને આવી રસતરબોળ કરે તેવી વાર્તા તો ખુબ જ ગમે …સસ્પેંસ સારુ ક્રીએટ કર્યુ છે..થીમ ગમી…ખુબ ખુબ અભિનંદન…

  28. Patel કહે છે:

    I’ve read this story with same idea (the lead actor of story staging his own murder) on this very blog before. Maybe a few months back.

    Only the sub-actors have changed. It had the very same idea – lead actor staging his own murder to get insurance money. In that story the person who figured out the case was the Insurance manager of the int’l company that had to dole out the life insurance amount.

    Please stop wasting our time by repeating the ideas!!!

  29. Patel કહે છે:

    That story published by Mr. Natver Mehta was titled “Motno Saudagar”……same concept….lead actor staging his own murder.

    What a waste of my time!!!!!

  30. Ajit Desai કહે છે:

    નટવરભાઇની સરસ રહસ્યમય વાર્તા. નવી ટેકનિક,અનોખો વિશય, વિશેસ રજુઆત.છેલ્લે સુધી જળવાયેલ રહસ્ય. મજા આવી ગઈ. એક સિનેમા બને એવી કથા.
    ભાઈ પટેલને કેમ વાંધો પડ્યો એ જાણ ન થઈ અને એમ્નો સમય આ વાંચવામાં કેમ બગડ્યો એ સમજ ન પડી. મોતનો સોદાગર ને આ વાર્તાને સ્નાન સુતકનો સમ્બન્ધ નથી. મોતના સોદાગરમાં દેવાળુ ફુકેલ માણસ પોતાના જ મોત માટે કોન્ટ્રાકટ આપે છે. પોતે ખુન નથિ કરતો. અહિં તો પૈસાદાર, આબરુદાર માણસ યુનિયન લિડરનો કાંટો કાઢવા પોતે ખૂન કરે છે. એને સંતાડવા પુરા પ્રયાસ કરે છે. અને બિજા દેશમાં જઈને સેટ થઈ જાય. આમાં ક્યાં same concept આવ્યો?
    ખેર! આવી જ બિજિ રહ્સ્યક્થા ક્યારે આપો છો નટવરભાઈ?

  31. Dr.Ekta.U.S.A. કહે છે:

    Shri, Natvaruncle,
    I want to type this comment in Gujarati,but i didn’t get it here to type in Gujarati so i write in English.i m sorry for that.
    I am a big fan of urs story. each and every time u have something new for us and all this story were mind blowing.
    Khel is one of the good story i read and i like very much.u r able to keep suspense and thriller up to the end.
    i always wait for urs new story.
    and lastly i write “uncle” for u hope u don’t mind because in our Gujarati culture as u know it is for the respect for elder.Its my respect for u.
    Thank you.
    Ekta.

  32. VK કહે છે:

    વાર્તા લાંબી છે પણ સરસ છે. મારા બ્લોગ પર પણ પધારશો.

  33. Bhavna Shukla કહે છે:

    ભાઈશ્રી નટવરભાઈ…

    ભારતની પૃષ્ઠભુમી પર આલેખાયેલ આ ખેલ માણવા લાયક રહ્યો. તમારી લેખનકલાને ત્યા દાદ દેવી ઘટી રહી છે કે રહસ્યકથા ને દિલધડક કેવી રીતે બનાવવી તે તમને હસ્ત ગત છે. ખુબ આનંદસાથે માથુ ખજવાળતા રહી જઈને રસપુર્વક વાર્તા વાચી… વાચી નહી માણી જ વળી !!!

    ખુબ ખુબ અભિનંદન

  34. Rupal કહે છે:

    Very interesting suspense story. Keep writing. Waiting for another story.

  35. biren selarka કહે છે:

    very interesting and nice story…. waitin for next sir… jai shri krishna…!!!!!!!!!!!!!

  36. rita કહે છે:

    dear sir,
    .KHEL…………..
    khob j rahsyamay interesting kahani rahi……………..enjoying.
    asha chhe k aapshree awi j kahani amne aapta rehso.
    lovely.
    thanks

  37. AFZAL VOHRA કહે છે:

    Sir, I read your Story non-stop and I have to say that it is the wonderful story and in fact, a movie should be make by the bollywood… Boss.. Houseful jase… Apdi guarantee

  38. FALGUNEE કહે છે:

    so thirlling… 1 vaat hoy chhe aapni darek story ma…
    1 vaar start karya baad end na ave tya sudhi chen nathi padtu…..
    khub saras!!!!!!!!!!

  39. sweta કહે છે:

    natvabhai……….khub j sundar 1 j vykti badha ras no samnvay kari ne sundar rajuaat kevi rite kari shake te tamara pase thijanva malyu.tamri lovestory khub j sundar chhe to social smsya ni gangaba ….hasya katha dhardhart ne vali rasya katha adbhut!!!tame to mumbai ma raheta hoy tevu lagyu ahi na para govandi pavar loom mate prakhyat chhe to datta samant badha na nam vaghmare,sinde,desmukh,roads, mill,news wala badha na nam,jane mubai police head q.najar same reportaro thi bharelu dekhatu hatu aavu kevi rite shkya bane?vachvani khub maza aavi…..abhinandan

  40. nishant કહે છે:

    સર સારી હતી…..અહિયા એક નાનકડુ સજેસન છે મે આપની મોતનો સોદાગર ફેસબુકના પેજ પર વાંચી ને પછી ખેલ વાચી…. બને રહસ્યમય કથામાં એક વસ્તુ કોમન છે જે એન્ડ…. બને નો કલાઇમેકસ સરખો જ છે…કે જેનુ ખુન થયુ હોય તેનો જ પ્લાન હોય .(જેમકે મોતના સોદાગરમાં સુરજ ને ખેલમા અજય)….્લોકો ઍક વાર્તા વાંચ્શે તો મઝા આવ્શે પણ બને વાંચશે તો થશે નવુ શુ છે વાર્તામાં…હજી પણ બને તો સર ઑછા કેરેક્ટરમાં વાર્તા લખ્વાનો પ્રયાશ કરો કારણ કે રહસ્યમય કે થ્રીલર સ્ટોરી જેમ ઓછા કેરેક્ટરમાં હોય તેમ રાઇટર ને લખવામાં અધરી પડે..

  41. drchetananghan કહે છે:

    વો અપને ભાઈસાબ કો ખુદાસેભી જ્યાદા ચાહતા હૈ…!!’ મિસ પિંટોએ ઈ. અજયની વાત તરત જ કાપી નાંખેલ.
    inspector vijay ane ajay khanna na nam ma tame j gunchvai gaya. inspector ajay varta ma kyay chhe j nahi…….
    storyline is good but ghane anshe mot na sodagar sathe sathe malti avmalti ave chhe. otherwise good

  42. Karuna કહે છે:

    Good suspence story. I like this story

  43. veena joshi કહે છે:

    very good saspence story .

Leave a reply to manu desai જવાબ રદ કરો