તૃષ્ણાએ એની નવી કાર ‘ડિઝાયર’નું ગિયર બદલ્યું. ‘ડિઝાયર’ આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા. તિમિરનો આગ્રહ હતો કે તૃષ્ણાએ હવે ‘ડિઝાયર’માં જ ફરવું. તિમિરને તો એની જુની ‘ઝેન’ જ અનૂકુળ આવતી.
તૃષ્ણાનો નિત્યક્રમ હતો સાંજે પાર્થ રિસોર્ટના સ્વિમીંગપુલમાં અડધો-પોણો કલાક સ્વિમીંગ કરવું. અને પછી રમીની થોડી બાજી કે ટેનિસના સેટ રમવા.
નવસારીના દુધિયા તળાવના વળાંક પાસે તૃષ્ણાએ કાર ધીમી કરી. આમેય આજકાલ ટ્રાફિક ઘણો જ વધી ગયો હતો. બહુ સાચવીને ડ્રાઇવિંગ કરવું પડતું હતું. વિંડસ્ક્રિનમાંથી એની નજર દુધિયા તળાવની પાળ પર કતારબંધ ગોઠવેલ નયનરમ્ય મૂર્તિઓ પર પડી. માટીમાંથી બનાવેલ જાતજાતની આકર્ષક મૂર્તિઓ પાળ પર ગોઠવેલ હતી.
-ગઈકાલે તો અહિં કંઈ ન્હોતું…. વિચારી તૃષ્ણાએ કારને પાળની સહેજ નજીક લીધી, ઊભી રાખી, બારીનો કાચ ઉતારી કારમાંથી જ મૂર્તિઓ નિહાળવા લાગી. ચોમાસામાં પડેલ સારા વરસાદને કારણે તળાવ છલકાય રહ્યું હતું. પવનને કારણે એની જળરાશિમાં ધીમી ધીમી લહેરો ઊઠતી હતી અને શમી જતી હતી. તૃષ્ણાના મનની માફક જ સ્તો…! છેલ્લા કેટલાંય સમયથી એનું ડહોળાઈ ગયું હતું. એક ટીસ ઊઠતી હતી મનમાં…એક ડિઝાયર…!! ગાડી શરૂ કરતા એનાથી મ્લાન હસાય ગયું…
-ડિઝાયર એટલે શું….?! ‘ડિઝાયર’ તો એના હાથમાં હતી…!!
-ના…!! એ તો એક રમકડું હતી એની કાર…!!
-એની ડિઝાયર તો અલગ હતી…
-એક અભિલાષા હતી કે જે એ કદી ય પુરી થવાની ન્હોતી…એક અમર મનીષા…!! જે એ કદી ય પુરી શકવાની ન્હોતી…!! એક વાંછના જે અધૂરી રહેવા માટે જ સર્જાઈ હતી…!!
-ઓહ…! શા માટે મારે આમ વિચારવું જોઈએ…?! એક મોટરસાયક્લ સવારને બચાવતા એણે હોર્ન માર્યોઃ લોકોમાં ટ્રાફિક સેન્સ ક્યારે આવશે…?! એના વિચારનો પણ ગિયર બદલાયો…
-તૃષ્ણા…! તૃષ્ણા શાહ…! ચારેક વરસના મનોહર પ્રણય બાદ એનો અને તિમિરનો સુનહરો સંબંધ પ્રેમલગ્નમાં પરાવર્તિત થયો હતો. તિમિર અને એ કોમર્સ કૉલેજમાં સાથે ભણતા હતા. તિમિર સ્કોલર હતો. ભણવામાં સદા અગ્રેસર…! જ્યારે તૃષ્ણા અભ્યાસમાં ઠીક ઠીક પણ ઇતર પ્રવૃત્તિ… વક્તૃત્વ…અભિનય…સામાજિક સેવાકાર્યોમાં સદા અગ્રેસર…!! તિમિરનું ધ્યેય હતું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું અને આજે એ હતો દક્ષિણ ગુજરાતમાં એક અવ્વલ નંબરનો ચાર્ટડ એકાઉન્ટન્ટ. ધીકતી પ્રૅક્ટિસ હતી. લાખોની આવક હતી. લગ્ન થયા પછીના ચારેક વરસ તો ચાર પળની માફક સરકી ગયા હતા. પરંતુ, પછીથી એક એક પળ જાણે એક યુગ બની સમાન બની હતી….બનતી રહી હતી…!
-તૃષ્ણા…! એક તરસ…!!
તૃષ્ણાના વિચારો અટકતા ન્હોતા.
-શું નામ પાડ્યું ફોઈબાએ….?! તૃષ્ણા…!! એને એનું નામ બહુ જ ગમતું… પસંદ હતું…
-પણ હવે..?!
-એક તરસનો દરિયો તરીને જીવન પાર કરવાનું હતું…! એવી તરસ કે જેનો કોઈ ઉપાય ન્હોતો…! એક તરસ ઉછેરીને એ જીવી રહી હતી…! પોતાના માતૃત્વની તરસ…!! સ્ત્રીત્વની તરસ…!!
‘આઈ એમ સોરી…!’ એક ઊંડો શ્વાસ લઈ ડો. કાપડિયા બોલ્યા હતા…ડો કાપડિયા ગાયનોકોલોજીસ્ટ હતા….સ્ત્રીરોગના નિષ્ણાત…!! તૃષ્ણાની માવજત ચાલતી હતી અને એના ટેસ્ટ, અલ્ટ્રાસાઉંડસ્, એમઆરઆઈ, વગેરેના સર્વ રિપોર્ટસ્-રિઝલ્ટસ્ આવી ગયા હતા.
‘આઈ એમ સોરી…’ બોલ્યા પછી ડોક્ટરે જે કંઈ ભારેખમ મેડિકલ ટર્મિનોલોજીમાં વાતો કરી એ શબ્દો જાણે તૃષ્ણાને સંભળાયા જ ન્હોતા….પણ એક વાતની પાક્કી સમજ પડી ગઈ કે એ કદી ય મા બની શકવાની ન્હોતી.
‘પ…ણ ડૉક્ટર…’ તિમિરે દલીલ કરી, ‘મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છે. ઈન વિટ્રો…ટેસ્ટ ટ્યૂબ બેબી…સેરોગેટ્સ મધર કોઈ પણ ટેકનિક તો હશેને…! આમ તે…કંઈ…સા….વ…??’
‘સોરી…તિમિર…! સમટાઈમ સાયન્સ કેન નોટ હેલ્પ..! નો હોપ…! શી કેન નોટ બી એ મધર બાય હરસેલ્ફ…! શી હેસ…’
તૃષ્ણાને બન્ને હાથો વડે કાન ઢાંકી દેવાનું મન થઈ આવ્યું. આંખમાં આંસુનું ઝરણ આવીને જાણે અટકી ગયું. ડૉક્ટરની હાજરીમાં તો એ રડી ન શકી. પણ પછી ક્લિનિક પરથી ઘરે આવતા એ સતત રડતી રહી હતી. તિમિરે એને રડવા દીધી…! ક્યારેક અશ્રુનો જ સહારો કાફી હોય છે દુઃખના દરિયાને તરવા…! અને બસ ત્યારથી હસતા ચહેરે અંદર અંદર એ રડતી રહી હતી…!
તિમિરે ઘણી જ શાંતિ રાખી સમજપુર્વક તૃષ્ણાને સાચવી લીધી. તૃષ્ણાને સંભાળી લીધી. છતાં ય તૃષ્ણા ક્યારેક બેચેન બની જતી. એક અધુરી ઓરત સમજવા લાગતી પોતાને ત્યારે એ ગમગીન બની જતી. હતાશાની એક ગર્તામાં ડૂબકી મારી જતી.
‘ડાર્લિંગ…! એ એક હકીકત છે. એમાં તારો કોઈ દોષ નથી. શું મારો પ્યાર કંઈ ઓછો છે તારા માટે…?? કદી ય નહિ. મારો અને તારો પ્યાર એક શાશ્વત સત્ય છે. જો આપણે રાજી થઈ જે કંઈ છે એ સ્વીકારી લઈશું તો સુખી થશું …! બાળક, આપણું બાળક હોવું જ જોઈએ એવું કોણે કહ્યું…?! હા, હોય તો સારું પણ નથી તો પણ શું થઈ ગયું…?!’ તિમિરે એને સમજાવતો. બહેલાવતો. બન્ને બે સપ્તાહ માટે સ્વિટ્ઝરલેંડના પ્રવાસે ઊપડી ગયા હતા. મૌન રહેતી તૃષ્ણા હસવાનો પ્રયત્ન કરતી પણ દિલ ખોલીને હસી શકતી ન્હોતી.
‘મેં શું ગુન્હો કરેલ કે મને આ સજા મળી…?’ રુદનને હ્રદયમાં દબાવી તૃષ્ણા બોલી ‘અ…ને મારે લીધે…આમ અધૂરાં બનીને જીવવાનું….?’
એના હોઠ પર હાથ મૂકી એને ચુપ કરતા તિમિર બોલ્યો, ‘કોણે કહ્યું તું અધૂરી છે? તું તો મધુરી છે.’ તિમિરે એને એક પ્રગાઢ ચુંબન કરી કહ્યું, ‘તું જેવી છે તેવી મારી છે. તારા દિવ્ય પ્યારની આગળ બાળક હોવું ન હોવું કોઈ ફેર નથી પડતો. ઊલટું મને મારા પ્યારમાં પૂરો હિસ્સો મળશે!! હંડ્રેડ પરસેંટ લવ…! ટ્રુ લવ…! બસ, આ વાત તું મનમાંથી કાઢી નાંખ. હું જાણુ છું. ઘણું જ અઘરું છે. આમ બોલવા જેટલું સહેલું નથી. પણ પ્રયત્ન કર…! અને જો તને બાળક જોઈતું જ હોય તો વી કેન ઍડપ્ટ અ ચાઈલ્ડ…!’
‘ના….! તિમિર…! એડ્પ્ટશનની વાત ન કર…! મારે કોઈનું…અજાણ્યું બાળક દત્તક લઈને મારું નામ નથી આપવું. મારું મન એ નહિ માને.. ન જાણે કેમ..,પણ ના. કોઈ ત્રાહિતના બાળકને મારું-તારું નામ આપવા માટે મારો જીવ મને ના પાડે છે. આઈ ડોંટ નો વ્હાઈ બટ આઈ કેન નોટ ઍડપ્ટ ધ સ્ટ્રેંઈજ ચાઈલ્ડ…! મને ભગવાને કદાચ સજા કરી છે… કદાચ, ક્યાંક એ જ નિરમાયું હશે મારા જીવનમાં પણ મારે લીધે તું સંતાનવિહોણો રહે એ મને માફક ન આવે…! હું જાણે તને કોઈ સજા કરી રહી હોય એવું મને લાગે છે..!’
‘બ…સ…! પત્યું તારું…??!’ સહેજ ખિન્ન થઈ તિમિર બોલ્યો.
‘તું બીજા લગ્ન કરી લે….!’ એકી શ્વાસે તૃષ્ણા બોલી ગઈ.
‘લો બોલી પડ્યા… તું બીજા લગ્ન કરી લે….!’ તૃષ્ણાને ચાળા પાડતો હોય એમ તિમિર બોલ્યો, ‘કેટલી આસાનીથી તું બોલી ગઈ…?? બીજા લગ્ન કરી લે….! વ્હાઈ…?? એ જરા ગુસ્સે થઈ ગયો, ‘વ્હાઈ?? તૃષ્ણા, શું મારા પ્યારમાં તને કોઈ ઊણપ લાગે છે…?! વ્હાઈ…?! તૃષ્ણા વ્હાઈ…?!’
તૃષ્ણાએ તિમિરને પોતાના બાહોંમાં લઈ લીધો, ‘એવું નથી ડિયર…! તારા પ્યારના સહારે તો ગમે તેવું અધુરૂં જીવન ય મધુરું બની જાય…! મને માફ કર. મારો ઇરાદો તને કે તારા પ્યારને ઉતારી પાડવાનો જરાય નથી. પણ….’
‘પણ શું…?!’ તિમિરે તૃષ્ણાને ચુંબન કરતાં કહ્યું, ‘હવે જો આ વાત ફરી કરી છે ને તો જોઈ લેજે…!’
બસ એ દિવસ પછી તૃષ્ણા-તિમિરે પોતાના સંતાનવિહોણા જીવન માટે અજંપો કરવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું. તિમિર તો આમે ય એના ક્લાયંટ્સને કારણે વ્યસ્ત રહેતો. તૃષ્ણાએ પોતાની જાતને વિવિધ પ્રવૃત્તિઓમાં, ક્લબોમાં, સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત કરી દીધી. આનંદમય રહેવાના દરેક નુસખા એણે અપનાવ્યા. લાયોનેસ ક્લબ, રોટરી ક્લબ વગેરેની એ સભ્ય બની ગઈ.
-પણ હાય રે સ્ત્રીત્વ…! દરેક સ્ત્રીના લોહીમાં સદાય વહેતા માતૃત્વના અમી ઝરણને એ કઈ રીતે, કેવી રીતે અલગ કરે એ?! એક શારડી એની ભીતર હંમેશ ચાલતી રહેતી જે એને કોરી રહી હતી.
બે-ત્રણ દિવસ બાદ સ્વિમીંગમાં જતા પહેલાં તૃષ્ણાએ એની કાર દુધિયા તળાવની પાળ નજદીક ઊભી રાખી. એ પેલી હારબંધ ગોઠવેલી માટીની મૂર્તિઓ પાસે ગઈ. સરસ માટીકામ કરેલ નયનરમ્ય કલાકૃતિઓ હતી. આવી કળા બહુ ઓછી જોવા મળતી હોય છે. મોટેભાગે એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવેલ હતી. મૂર્તિઓથી થોડે દૂર વડના વિશાળ વૃક્ષ નીચે વાંસ, ઘાસ અને પ્લાસ્ટિક-પોલિથીલીનની મદદ વડે એક કામચલાઉ ઝૂંપડી બનાવવામાં આવેલ એમાં એ વણજારાનું કુટુંબ રહેતું હોય એમ તૃષ્ણાને લાગ્યું.
‘આઓ બુન…!’ મોટી ઘરાકીની આશાએ ઝૂંપડીમાંથી બહાર નીકળી વણજારણે તૃષ્ણાને ઉમળકાભેર આવકારી. આમ કરવામાં અડચણરૂપ એના ત્રણેક વરસના બાળકને એણે કેડેથી જમીન પર ઉતાર્યો.
‘આ નટરાજ પાંચ હોના…!! આ ગનપતિ બાપા ખાલી ચારહોના છે. ઈન્યાનની દેવી હો ચારહોની…!’ વણજારણ ઉત્સાહપૂર્વક વારાફરતી એક એક પ્રતિમા ઊંચકી ઊંચકી તૃષ્ણા સામે ધરી એની કિંમત બોલતી હતી. પરંતુ તૃષ્ણાને કોઈ મૂર્તિ પસંદ ન આવી.
‘કેમ બુન…?’ વણજારણે આંખે આડો હાથ દઈ જિજ્ઞાસાથી પૂચ્છ્યું, ‘કંઈ બી ની ગયમું?”
તૃષ્ણા મૌન રહી. મૂર્તિ પરથી ફરતી ફરતી એની નજર વણજારણના બાળક પર પડી. તગડું ગોળ-મટોળ બાળક જમીન પર બેસી માટી ખાઈ રહ્યું હતું.
‘મા….આ….રા..રોયા…માટી ખાય સે…!’ વણજારણે દોડીને બાળકને તેડી લીધું, ‘માટી ખાય સે…મુઓ તો…!’ બાળકના મ્હોમાં આંગળાં નાંખી એ માટી કાઢવા લાગી. બાળક મોટેથી ભેંકડો તાણી રડવા લાગ્યું. બાળકના રુદનને સાંભળતા જ એક હલચલ મચી ગઈ તૃષ્ણાના મનમાં…! છાતીમાં જાણે એક ટીસ ઊઠી આવી….! એક ન સમજાય એવો વલોપાત થઈ આવ્યો એના મનમાં…
ઝડપથી ચાલીને તૃષ્ણા કારમાં બેસી ગઈ અને પુરપાટ દોડાવી મૂકી.
-ઓહ….!
તૃષ્ણાના દિલો-દિમાગમાંથી વણજારણનું એ બાળક હટતું ન્હોતું!
તૃષ્ણાનો રોજનો રસ્તો હતો. દુધિયા તળાવના એ વળાંક પાસે એની કાર સહજ ધીમી થઈ જતી. એની નજર પાળ પર ફરી વળતી. હજુ ય મૂર્તિઓ ગોઠવેલ હતી. હા, એની સંખ્યામાં વધારો-ઘટાડો થતો રહેતો હતો. ચારેક દિવસ બાદ ફરી તૃષ્ણા એ મૂર્તિઓ નિહાળવા માટે એની કારમાંથી ઊતરી. આજે તો એકાદ મૂર્તિ લેવી એવો એણે મનોમન નિર્ણય કર્યો હતો. વણજારણ એને ઓળખી ગઈ. દોડીને આવી. પણ આ વખતે એ કંઈ ન બોલી. નિર્લેપભાવે તૃષ્ણા મૂર્તિઓને જોવા લાગી. પણ એની નજર તો વણજારણના પેલા બાળકને શોધતી હતી.
‘આ બધી મૂર્તિઓ તમે જાતે બનાવો….?!’ તૃષ્ણાએ વાતની શરૂઆત કરતાં કહ્યું.
‘હો….તો…! મારો મરદ બનાવે, હું રંગ લગાવું. અમે તો બુન ગામે ગામ જઈએ…! હુરતમાં પણ….’ બાઈ એની વાતો ઉત્સાહથી કરવા લાગી.
તૃષ્ણાની નજર વણજારણ પર ફરી વળી. નાકમાં મોટી ચૂંક, કાનમાં મોટાં મોટાં કુંડળ અને નાની મોટી વાળીઓ…કપાળ પર ગાલ પર નાના-મોટાં છૂંદાવેલ છૂંદણાઓ…તૃષ્ણાની નજર વણજારણના પેટ પર પડી. એના ઉદરમાં પણ એક મૂર્તિ ઘડાઈ રહી હતી. જીવંત મૂર્તિ…! ફાટેલ સાડલા વડે વણજારણે પેટ ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
તૃષ્ણાના ચહેરા પર એક મ્લાન સ્મિત ફરી વળ્યું.
‘મને જેવી જોઈએ એવી મૂર્તિ આમાં નથી!!’ સન ગ્લાસિસ પહેરતાં તૃષ્ણા બોલી.
વણજારણ સહેજ નિરાશ થઈ ગઈ, ‘તમુને કેવી જોઈએ સે…??’ કંઈક આશા સાથે એણે કહ્યું, ‘મારો મરદ ઘડી દેહે.’ કામચલાઉ બાંધેલ ઝૂંપડીમાંથી વણજારણનો છોકરો ડગુ-મગુ ચાલતો બહાર આવ્યો અને વણજારણના સાડલાનો છેડો પકડીને ઊભો રહેવા ગયો પણ પડી ગયો એટલે વણજારણે એને કેડે તેડી લીધો.
‘મને જોઈએ એવી તારો હસબન્ડ….આઈ મીન તારો ધણી ઘડી દેશે…?!’ બાળકને નિહાળતા જ તૃષ્ણાની નજર એના પરથી હટતી ન્હોતી. બાળક પણ એની માના સાડલાનો છેડો મ્હોંમાં નાંખી ચાવતા ચાવતા તૃષ્ણાને જોઈ રહ્યો હતો.
‘હો…વ્વે…! એના આંગળાંમાં તો જાદુ સે…જાદુ..!’ ગૌરવપુર્વક વણજારણ બોલી.
‘….તો પછી મને તારા આ છોકરા જેવી મૂર્તિ ઘડી દે…!!’ તૃષ્ણાથી અનાયાસ બોલાય ગયું. એ પણ એની આ માગણીને કારણે સહજ ચમકી ગઈ.
‘હારૂ….! એના જેવી જ અદ્દલ મૂર્તિ ઘડી દેહે….! પણ બુન…’ અચકાતા અચકાતા વણજારણ બોલી, ‘પૈહા જાજા થહે….! એનું બીબું નથીને….?!’
‘પૈસાની તું ફિકર ના કર…!’ પાકીટમાંથી સો સોની દશ નોટ કાઢી તૃષ્ણાએ વણજારણ તરફ ધરતાં કહ્યું, ‘આ લે…, હમણાં રાખ!! હજાર છે. બીજા મૂર્તિ બની જાય પછી આપીશ. મને ગમવી જોઈએ…! તારો આ ટેણિયો ઘૂંટણિયા કરતો હોય એવી મૂર્તિ ઘડવા કેહેજે તારા હસબંડને…!! આઈ મીન તારા મરદને…!!’
પૈસા લેતા વણજારણ બોલી, ‘ઈમાં તમારે કેવું નો પડે. અદ્દલ આના જેવી જ ઘડી દેહે!’ ધંધો થવાથી વણજારણના મ્હોં પર તેજ છવાયું હોય એમ લાગ્યું તૃષ્ણાને, ‘પાંચ છ દાડા પછી બુન તમે મારા આ બબલા જેવી જ મુરતિ લઈ જજો…!’
એક સપ્તાહ પછી એક સાંજે તૃષ્ણા દુધિયા તળાવ પરથી પસાર થતી હતી ત્યારે એની નજર રોજની જેમ તળાવની પાળ પર ફરી વળી. એ ચમકી ગઈ…! વણાજારાનું પેલું પરિવાર…પેલી તૂટેલ-ફૂટેલ ઝૂંપડી…પેલી કતારબંધ આકર્ષક મૂર્તિઓ…કંઈ જ ન્હોતું ત્યાં….! ખાલી-ખમ…! ક્યાં ગયા ગયા એઓ રાતોરાત….??! છેતરાવાની લાગણી થઈ આવી એને…! એણે સહેજ ગુસ્સાથી તળાવની પાર પાસે કાર ઊભી રાખી એ કારની બહાર નીકળી.
એણે જોયું તો સહેજ દૂર એક મૂર્તિ જેવું ગોઠવેલ કંઈક લાગતું હતું. એ વણજારણના છોકરાની મૂર્તિ હતી. એ એની નજીક ગઈ. એણે કહેલ તેવી જ અદ્દલ!! પરંતુ, ક્યાંય કોઈ દેખાતું ન્હોતું! ન તો બોલકી વણજારણ…! ન બાળક…! ન મૂર્તિઓ….!
તળાવના રોડની સામે પાર વિસ્તરેલી ઝુંપડપટ્ટીમાંથી એક સ્ત્રીને બહાર નીકળતી નિહાળી રોડ ક્રોસ કરી તૃષ્ણા સ્ત્રી પાસે ગઈ અને પૂછ્યું, ‘આ મૂર્તિઓ બનાવવાવાળા ક્યાં ગયા…?!’
‘અ…રે…! શું વાત કરૂં બેન…?! તમને ખબર નથી??’ પેલી સ્ત્રીએ વિસ્મયથી કહ્યું, ‘આજે સવારે જ એમનો અઢી-ત્રણ વરસનો છોકરો આ તળાવના પાણીમાં ડૂબી ગયો એટલે એ લોકો જતા રહ્યા…! એ ઔરત શું છાતી ફાડીને રડતી હતી બેન…!! કોણ જાણે આ તળાવ કેટલાનો ભોગ લેશે…?!’
સ્તબ્ધ થઈ ગઈ તૃષ્ણા…!!
સાવ અવાક્…!!
તળાવની પાળ પર પડેલ સવા શેર માટીની એ બાળમૂર્તિ જાણે એને પોકારી રહી હતી….!
લગભગ દોડતી એ કારમાં બેસી ગઈ. સ્ટિયરીંગ પર માથું મૂકી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી… રડતી જ રહી… રડતી જ રહી… રડતી જ રહી…
(સમાપ્ત)
૧૯૭૯-૮૦ તરફ ઘટેલ એક અર્ધસત્ય ઘટનાને આધારે આ વાર્તા મારા મનમાં ઘણા વખતથી વલોવાતી હતી. આપના પ્રતિભાવ માટે મને ઈંતેજાર રહેશે. કેવી લાગી આ વાર્તા…??
Navsari and duhia talav ni vaat vaachine man prasann thai gayu… dudhia talaav nu aakhu drashya aankh same aavi gayu… !! 🙂
pan vaarta ma story no motive clear thayo na laagyo.. shu trushna ni irshya na lidhe peli vanjhaaran nu baalak mrutyu paamyu evo ishaaro che k pachhi biju kai e khyaal na aavyo… kadach me utaval ma vaachi hoy evu bani shake…
Shree Natvar bhai,
koi ni najar lagi.. jevi vat mane na lagi. Samay badlai gayo, ke barabar kalji na levai shakai ke Balak ni umar, bus etalij hase.
The main pupose in this story: showing the built in desire of a woman. The child died is showing the heartfelt pain of Trushna and motherly love for the kid. If I have not received the correct message pl. you can let me know. I am not expert in language or a writer. I would not blame anyone Because Dharu Ghani nu thai…
OR
It is a coincident .. like kag nu bolvu ane dali nu padavu
Dear Jija,
As always very nice story. The discription was very detailed, like it was happenning in front of my eyes.
good one…
Natvarbhai,
Good! Any married woman’s desire to be a mother is an universal truth. Your story is like a true story. Congratulation!
વાંચતા વાંચતા અંતમાં આંખ ભીની થઈ ગઈ.
સરસ વાર્તા કરૂણ વાર્તા.
Dear Natvarbhai; Very touching story to the heart and you said what you wanted to very nicely–With best wishes–
SHREE NATAVARBHAI,
TAMARI VARTA BAHU GAMI.
PAN JO END MA PELU BALAK TRUSHNA
NI MADAD THI TALAV MATHI BACHAVI LAI NE A VANJARAN BAI A, TRUSHNA NE SAVA SHER BHET MA AJ BALAK APYU HOT TO KHUB J SARAS HAPPY END BANI SHAKE.
IT WAS VERY TOUCHY STORY. THANKS.
આદરણીય શ્રીમહેતાસાહેબ,
આપની નવી વાર્તા”સવા શેર માટી”વાંચી એટલો આનંદ થયો કે વર્ણન નથી કરી શકતો.આપે નિખાલસ રહીને વાર્તાજગતને એટલું સાહજીકતાથી સિધ્ધહસ્ત કર્યું કે અન્ય સર્વે ને પ્રેરણા મળે.આપને ખૂબ-ખૂબ અભિનંદન.
માર્કંડ દવે.
matrutwa maate ghanu lakhau chhe. aa warta pan sundar chhe.
Nice story and also character’s discription is very nice. it’s the heart os story.
Thanks,
Jigar
Very nicely written. but someone else has also mentioned, i couldn’t catch the core of the story – was it one woman’s desire for a child that affected other woman’s fate of losing her child? or denying adoption but liking some other child so much that she lost her option too? could get it properly..
and ofcourse narration of Dudhiya Talav, Navsari made me nostalgic!
respected natvarbhai story sari che, aema nam bahu j saras che
pan varta kai k aadhuri lagi mane saheb, because vanjaran nu child mari gayu aevo ant na hovo joiae and concept clear samjato j nathi . i think trushna ae ae vanjaran na child ne adopt kari ne sari life aapvi joiae or something more than, story sari che pan ano je aant che ae yoygya nathi mara mujab, may be tame tamari rite barabar cho but hu aavu think karu chuor vanajarn jeva gana garib parivar hoy che aemathi trusha koi ne adopt kari sake or aava child mate koi charity collect kari ne aem ne saru jiva aapi sake or playschool kholi ne aek karta vadhre child no prem melvi sake sir. and wish u best wishes for u r new story jay sri krushna
tamari agali je vartao chhe tevi jami nahi.
“aayo kahase…” babat mari koi dharmik lagni dubhani nathi.apni hinduoni dharmikta takladi hoi sake ?
dear mehta uncle,
now this is called fantastic short story.i give first rank to this story from all ur other stories.i have always mentioned that ur stories r very lengthy for blogs and with american touch.
ofcourse u could have cleared the end part more clearly as indians always like the transperant,clearcut end.we always want the end part in ‘yes’ or in ‘no’ answer.we donot like the question mark.
keep writing.
best wishes.
mrs. dhara shukla
natvarbhai story as expected is good it keeps you exciting thoughout you managed ot maintain qualitykeep it up
Very Good story !
ખુબ જ સરસ વાર્તા અને તેનો અંત તો ખુબ જ કરૂણ અને શીર્ષક પણ આખી વાર્તા ના વિષયવસ્તુને ન્યાય આપતું પરફેકટ ફીટ !
After a long time I read a amazing story. The feeling of a woman described by a male writer is unbelievable.
Natvar uncle, you have an unique talent to tell a story which hold readers into the stories. I am eager to read your next story.
What is next?
hradaya sonsaravi utari jaay tevi rachanaa….
dhanyavaad
dr>j.k.Nanavati
Amezing story……………
એક સરસ વાર્તા અને સુંદર માવજત સાથેનુ વાર્તા તત્વ, શિર્ષકને અનુરુપ અંત બહુ જ ગમ્યો. અંત વાચ્યો ત્યારે જ સમજાયુ કે કલમથી કંડારાયેલી આ કોઈ વાર્તા માત્ર નથી જ, આતો હોય સત્ય ઘટના જ. વણજારણના દિલની વિશાળતા અને માતૃત્વ માટેની સમજતો જુઓ કે પોતાનુ સંતાન ગુમાવ્યા બાદ પણ તૃષ્ણાના માતૃત્વને સવા શેર માટીની પોતાના જ બાળકની મુર્તીનો મલમ લગાડવાનુ ના ચુકી.
natvarbhia, varta to bahu j sari chhe. ema koi be mat nathi. pan varta vanchi ne ankho bhini thayi chhe.
ખુબ સુન્દર હ્રદયસ્પર્શિ
અભિનન્દન
Dear Natvarbhai,
Nice story but this time i am not happy with early end and end of life of child ! i felt some thing missing in story. but you try your best for short GAMBHIR AND KARUNABHARI story.anyway GOOD LUCK !!
Manhar Vapiwala
સ્ટૉરિ વાચિ અને ગમિ ખુબ સ્ ર સ હવે આપ્નિ દરેક સ્ટૉરિ વાચવિ જ ર હિ.ધન્ય્વાનદ _એ.એ.માથકીયા
Dear Mehta Uncle,
Nice Story, you express women’s feelings about child very well. i like that most.
વિષયવસ્તુને ન્યાય આપતું શીર્ષક ”સવા શેર માટી” હ્રદયસ્પર્શી વાર્તાનો અંત ખુબ જ કરૂણ હોય આંખ ભીની થઈ ગઈ…
માનનીય શ્રી નટવરસર,
આપની નવલી કૃતિ ‘સવા શેર માટી ‘ વાંચી.મઝા પડી ગઈ.
નાનપણ નું નવસારી નજર સામે ઉપસી આવ્યું.
ખાસતો કૃતિનું એક વાક્ય વધારે અપીલ કરી ગયું.
‘મૂર્તિતો મારો મરદ બનાવે, હું રંગ લગાવું.’
કેટલી સાચી અને ફિલોસોફીકલ વાત…!
પિતાતો માત્ર મૂર્તિ ઘડે, એમાં રંગતો ફક્ત એક માંજ લગાવી શકે.
તૃષ્ણાએ કથાનાયક પાસે આવીજ મૂર્તિ ઘડાવી લેવાની જરુર હતી,
આખરે રંગતો તેમાં તેણેજ પુરવાનાં હતા ને….!
તો વાર્તા પુરી થાત, કદાચ
વંદે માતરમ
congratulations sir really heart touching story by you, we people like each and every body, even we are eagerly waiting for your new story every month please accept our sincere wishes to you
with regards
Hiteshbhai joshi
Khrekhr khub saras varta lagee lagneena tanavana sarsreete gunthiya che dilne saprsi jay teevaa che pan thodi lambavee hot ane aekad be parsang umerya hoy ane teno and thodo adhuro lagyo..mara vcharoma koi alglagyu na kalpee shkay tev dukhd end bhavvahee banee gyo.. bhu sars
prasang ane langneena vadhu rang umerta jav to vdhu kheelsho. khukhub shubhkamna natwar bhai
Natvarbhai…
Very nice VARTA !
Reminding me of NAVSARI & DUDHIA TALAV too !
Keep writing !
Chandravadan ( Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
સ્ટોરી સારી છે તેમાં કોઈ બેમત નથી. પણ મેં તમારી બે -ત્રણ સ્ટોરી વાંચી છે , પણ હું એવી સ્ટોરી ની રાહ જોઈ રહ્યો છું જે માત્ર યુવાન જેમ કે માત્ર કોલેજ કાલ ની હોઈ .જેમાં માત્ર પ્રેમ અને માત્ર દોસ્તી જ હોઈ …….
પ્રકૃતિનું સુંદર નિરુપણ વાર્તાના અનુંસંધાનમાં,
વાર્તાની પ્રસંગ પ્રમાણે ભાવમય બનાવતી શૈલી
અને સમાજ તથા માતૃ ભાવના ,સંતાન પ્રત્યેનું
મમત્ત્વ દર્શાવતી આપની વાર્તા ખરેખર ખમીરવંતી છે.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
nice story…
નટવરભાઇ,
તમે તમારી અગાઉની વાર્તાઓ થકી તમારા લેખનનું સ્તર ખૂબ ઉંચું બનાવી દીધું છે અને મારા મત મુજબ આ વાર્તા એ સ્તરને ના પહોંચી શકી. “સવા શેર માટી” શીર્ષક પર તમારા જેવા લેખક પાસેથી ખૂબ અપેક્ષા હતી. શું ખૂટ્યું આ વાર્તામાં મારા મત મુજબ એ હું અત્યારે લખી નથી શકતો કારણ કે શબ્દો નથી મળતા અત્યારે.
પહેલી વાત મને ગમ્યું કે આ વખતે વાર્તાની લંબાઇ યોગ્ય હતી અને વાર્તામાં સુરુચિનો ભંગ થાય એવી કોઇ વાત નહોતી.
બીજી વાત કે adoptionને હજી પણ આજે લોકો સ્વિકારી નથી શકતા. મારા મતે તો એ ત્રણ જીંદગીઓને આબાદ કરવાનો ઉત્તમ રસ્તો છે. Adoptionથી ત્રણ અધૂરી જીંદગીઓ પૂર્ણતા પામી શકે છે અને આનાથી વધારે સારુ બીજું શું હોઇ શકે.
ત્રીજી વાત કે લખાણ લખાયા બાદ એનું પ્રૂફ રિડીંગ બરાબર થયું નથી લાગતું.
ચોથી વાત ઉપર કોઇકે જણાવ્યું એમ જો કોઇ લવ સ્ટોરી કે થોડી intensity વાળી કોઇક રચના જો મૂકી શકાય તો વૈવિધ્યના લીધે વાંચવાની વધારે મઝા આવે. ફક્ત સૂચન છે આ.
ભીની આંખે ભાવવિભોર હૈયે ….ભારે મનથી..સવા શેર માટી’ વાંચી धन्यास्तद अंग रजसा मलिनी भवन्ति..મને આ પંક્તિ યાદ આવી ગઈ જે વાંચી જર્મનીના સોપનહોઅર પણ નાચી ઉઠેલ કે શું બાળક માટેનો ભાવ વ્યક્ત થયેલ છે.સંસ્કૃત સાહિત્યમાં…તેનો અર્થ કે, ધન્ય છે તે માતાના અંગ કે બાલકની ધૂળ થી મેલા થયેલ છે…નટવરભાઈ…આ જીવનનું સત્ય છે કટુ સત્ય છે વાસ્તવિક સત્ય છે તેનું આપે સુંદર નિરુપણ કર્યુ છે…તૃષ્ણા..ગુણવાચક નામના પાત્રને બાળક વિના શું થતું હશે…તે પેલી વણઝારણ ના બાળક્ની સરસ, બાલસહજ ચેષ્ટાઓ તમે વર્ણવી છે..તિમીર નામ પણ ઘણું કહી જાય છે…આ બધું મે વાંચી લીધા પછી સમજાય છે ને હજી વધુ સમજાતું જશે…તમે અંત જે રાખ્યો..તે મને માન્ય છે..તે જે કંઈ ભાવ ઉભો કરે મારે તે ભાવ જ સમજવો તેમાંથી જે કંઈ સમજાય તે જ ગ્રહણ કરવું છે..સર્જક ને હું સન્માન સાથે સ્વીકારુ છું ્તેને પુરેપુરુ સ્વાતંત્ર્ય છે..જે અસર તમારે ઉભી કરવી છે તેમાં તમારો સંકેત હશે જ…જીવનની વાતમાં પણ આમ બને છે..અચાનક ડેડ એન્ડ આવી જાય છે..માણસે બોધ જાતે લેવાનો છે બધુ લેખક કવિ કે ભગવાન બુદ્ધ સમજાવી નથી શકતા..જે જીવન સ્વયં આપણને શીખવે છે…આખી વારતા વાચતાં મારી સામે પણ વાસ્તવિક નીકટવર્તી યુગલ આંખ સામે આવી ગયું..તેમને શું શું થયું અને થતું હશે તે આપણે નીકટ રહી પણ વિચારી શકતા નથી…નટવરભાઈ તમે અમારી સામે દર મહિને અએક વાર્તા લઈ આવો છો તો મારે તો વાંચવી જોઈએ અને એટલીસ્ટ એક પરિચીતને વંચાવવી પણ જોઈએ..હું તેમા પ્રથમ જીવનસાથીને વંચાવીશ…આઓ બુન, સંબોધન સરસ છે..આંખ સામે ન ભુલાય તેવું ચિત્ર ખડુ થઈ જાય છે..તેના પર તો શ્વેતાએ પેનટીંગ બનાવવા જેવું છે…આ વાર્તા મુકવા બદલ તમારો ખુબ ખુબ આભાર
Dear Dad,
I am surprised to see positive feedback from this Varta. You know how upset I was when I read this for the first time because the way it ended. Again it was very well potted and written and I loved the fact that it took place in Navsari, our home =) Keep doing what you do the best. There is no one out there like you and know that I will be your bested fan always and forever.
Yours
Shweta
ek vaat mare kehvi che. aa vaarta no hard ghanaa loko ne samjayo nathi. mane thodo thodo samjayo pan natwar uncle ne mare puchhvu che ke maro jawaab ketlo sacho che. mara man ma kayam ek savaal rahyo che ke konu dukh vadhaare? jene santaan j nathi enu? ke pachi jenu santaan adhvachche chodi de enu? trushna ne konu dukh vadhare lagyu? potanu ke peli vanzaarian nu?
waiting 4 reply.
thank u .
સરસ વાર્તા. એક સપ્તાહ બહાર હતો આથી આ વાર્તા વાંચવામાં મોડું થયું.
દુધીયા તળાવનું વર્ણન વાંચી નવસારી હાઈસ્કુલમાં ભણતા તે સમય(૧૯૫૨-૫૭)ના દુધીયા તળાવનું સ્મરણ તાજું થયું.
હાર્દીક અભીનંદન નટવરભાઈ.
ખુબ સુન્દર. વાર્તાએ પાછળથી ખુબ સરસ વળાન્ક લીધો.પુરુષ થઇને એક સ્ત્રીની લાગણીને વાચા આપવાનો અભિનઁદનિય પ્રયત્ન.
નયના પટેલ-લેસ્ટર
Dear Natverkaka,
I am speechless. When I read last paragraph, I had a shiver through my body.
This is a very good story. It’s like a perfect 90-minute thrillermovie, everything was perfect. I really admire your storytelling.
You really surprized me. You had option to give it happy end as well because of the scenario you created. Story could have turned either way. I must say dark end is more impactful.
Superb.
I read your comment for me in Readgujarati today. The story which I wrote would never be published in Readgujarati because of its content. I don’t have its softcopy either.
I am not reading much. May be I have made lot many mistakes in my life. I write what I feel. Reading definately helps, it helps me to see a thing with different perspectives.
Thanks again for a wonderful story and your kind words. Please keep writing.
nayan
really so much good
Respected Natubhai,
I like the this story. It is a good story and the description is very afective. The end was very sad that makes my heart bleed. In the end were you tring to convay that Trusna was leaning towards adopting a child because she like that child? But then why she ask to make the Murti of child? What she was going to do with Murti? She could have bought the Bal Gopal and angage her mind in worshiping Gopal. Is she cried because she feel gulty when she find out about child’s death?
Only you know what you were trying to convay the meanning of the end of this story. I am just guessing……
Dad, you’re a great writer! I love you
mehtasir,namste ji,
aapni sava sher kahani vanchi………ek stree ni matrutva ni bhavna ne sunder rite anubhuti karavi chhe,varta ma emna pati no patniprem sari rite raju thayo chhe.
varta na shirshak pramane sava sher mati ma j kahani no ant thay chhe,,ane trushna ni pyaas ek aagaat ma parivarte……….su trushna aa banav pachhi potane vadhu doshi tharavii sake………..well overall it was gud.
biji vaar kahani lakho to GAAM jaroor badljo……….amare vare gadi ye navsari javu gamtu nathi……………
SUPERB…..
ND TOUCHY TOO……
what a story! i love you.
Bahu saras varta hati….Trushna ni ichha kadach pela child ne dattak levani thai hati pan emni a ichha pan adhuri j rahi gai…trushna na nasib ma santansukh hatu j nahi……khub j dardbharyu varnan hatu……….
આપની વાર્તા”સવા શેર માટી”વાંચી એટલો આનંદ થયો કે વર્ણન નથી કરી શકતી. જિંદગી ની સચ્ચાઈ જાણે સામે આવી ગયી. જેને શેર માટી ની કમી હોય તેજ આ પીડા જાની સકે. ધન્યવાદ સુંદર વાર્તા માટે.
Good Story.If Trushna has adopted that child,he will alive more.Second Trushna’s life has no child,no body can do anything.Its a luck.If you live smoothly in this positin,you help to another poor,orphan childs.God will help you in future authomaticaly.Trust in God.Thanks.
I like this story,good story.
Me tamari varta “sava sher matee” vanchi. je mane khubaj gami.Je stree matrutv dharan nathi kari shakti teni vedana khub j sari rite varnavi 6.
Jo Trushna e badak dattak lai lidhu hot ane pa6i aavo koi banav vanyo hot to tene vadhare aaghaat lagat.Mane pn varta thodi adhuri lagi. shu Trushna potane javabadar mane chhe badak na mot ni pachhad? te badak ni murti banavi ne shu karava mangti hati.?Ane badak na mrutyu pachhi te potani zindagi kevi rite jive chhe. E Vanazara parivar par su vityu hase jene potano dikaro gumavyo.Shu te loko pn trushna ne j javabadar mane chhe badak na mot ni pachhad.Gana badha saval man ma j rahi gaya. mane Evu lage 6 k tamare bhag-2 bnavavo joie jema darek saval na javab mali jay.
Aapne to fakt varta vaanchi ne Afsos karie 6ie ke aavu kem thayu pan e stree par su vitatu hashe jene sache ma aa anubhavyu hoy.