જિંદગી – એક સફર….

(ફેબ્રુઆરી-માર્ચ એટલે પ્રેમના મહિનાઓ…….વસંતોત્સવના મહિનાઓ…

પણ પ્રેમ-પ્યાર શું આમ મહિનાઓથી, સમયથી બાંધી શકાય…??

ના, પ્રેમ તો મુક્ત છે…પ્રેમ એટલે પ્રેમ…!! પ્રેમ એટલે પ્રેમ…!!

ન કરો કોઈ વ્યાખ્યા કોઈ પ્રેમની…જિંદગીમાં જરૂર છે એના રહેમની…

આપ સહુ સમક્ષ રજું કરૂં છું જિંદગી – એક સફર’ ! સાવ અનોખી વાર્તા કે, જેના સર્જન બાદ મેં રાતોની રાતો જાગતા વિતાવી છે… કેમ એનો જવાબ આપના પર છોડું છું!

આ વાર્તા ‘ગુજરાત દર્પણ’ મા પ્રકાશિત થઈ ચુકેલ છે અને એ માટે માનનિય સુભાષભાઈ શાહનો હું આભારી છું.

વાંચક મિત્રો..મારી વાર્તા ‘ગંગાબા’ વાર્તા ‘અખંડ આનંદ’ના જાન્યુઆરી ૨૦૦૯ ના અંકમાં પ્રકાશિત થઇ છે. એ આપણા માટે આનંદની વાત છે.

જિંદગી – એક સફર’ માટે આપના અભિપ્રાયો….કોમેંટ માટે આગ્રહભરી નમ્ર વિનંતી છે. બ્લોગિંગની એ જ તો મજા છે કે આપ વધારે ને વધારે કોમેંટ કરો…! આપના સહકારની આશા રાખું છું. )

જિંદગી – એક સફર….

મોહન કે જે મેકના હુલામણા નામે ઓળખાતો હતો એ અને એની પત્ની સીતા એમને નૂવાર્કના લિબર્ટી ઇંટરનેશનલ એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા.

‘ડે…ડ,  ટેઇક કેર….!!’ મેકે ધીરૂભાઇ સાથે હસ્તધુનન કરતાં કહ્યું, ‘વી આર વેરી સોરી…અમે કોઇ તમારી સાથે આવી નથી શકતા…યૂ નો અવર સિચ્યુએશન..!!!’

‘ડોંટ વરી સન…!! તારી મોમ છે ને મારી સાથે…?!’ મ્લાન હસીને ધીરૂભાઇ બોલ્યા.

‘ડે…એ…એ….ડ…!’ ધીરૂભાઇને ભેટી પડતા મેક ભાવુક થઇ ગયો.. ‘હવે મોમ ક્યાંથી આવવાની….?’

સહુને બા…ય….કહી ધીરૂભાઇ જંબો વિમાનમાં દાખલ થયા.

‘લેટ મી હેલ્પ યૂ સર….’ બિઝનેસ ક્લાસની એરહોસ્ટસે ધીરૂભાઇના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મૂકી…

‘ટેઇક કેર…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘અંદર ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વિલ..’ હસીને એરહોસ્ટેસ બોલી.

ધીરૂભાઇએ લિવાઇઝના નેવી બ્લ્યુ જીન્સ  પર વાદળી કોટન શર્ટ અને બ્લ્યુ બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ.

બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની પહોળી લેધર ચેર પર ગોઠવાયા. ટેઇક ઓફ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી.

‘ડુ યૂ નીડ એનીથિંગ સર…?’

‘નોટ નાઉ…’ બેક-રેસ્ટ પુશ કરી આરામથી બેસતાં ધીરૂભાઇએ આંખો બંધ કરી…

અઢાર કલાકનો પ્રવાસ હતોઃ નૂવાર્કથી મુંબઇનો….વાયા પેરિસ….

-કેટલાં ય વખતથી દેશ જવાનું વિચારતા હતા…!! કાંતા સાથે…

-અને આજે…??

-આજે પણ કાંતા તો સાથે જ છે ને….??

-અસ્થિ સ્વરૂપે…!!

-ઓહ…..કાંતા…..!!! એમનાથી ઑવરહેડ સ્ટોરેજ તરફ એક નજર થઇ ગઇ. એમાં મુકેલ સેમ્સોનાઇટ બેગમાં હતી…કાંતા…!!!અસ્થિ સ્વરૂપે…!! ઓમ શાંતિ…ઓમ…લખેલ સરસ રીતે પેક કરેલ બોક્ષમાં સમાઇ હતી કાંતા…!!

એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી… જવું હતું તો કાંતા સાથે દેશમાં ચારધામની યાત્રાએ..એની ખાસ ઇચ્છા હતી.. દુનિયાના ઘણા દેશો ફરી લીધા હતા…આખું અમેરિકા…યૂરોપ….ઓસ્ટ્રેલિયા…આફ્રિકા…બસ, ઘણા લાંબા સમયથી દેશ જવાયું ન હતું.

ધીરૂભાઇ આજથી બેતાલીસ – તેતાલીસ વરસ પહેલાં અહીં યૂએસ આવ્યા હતા અને આજે એઓ છાસઠના થયા.

-કેટલો લાંબો સમય થઇ ગયો…??!!

છાસઠ વરસની ઉમર એમના શરીર પરથી લાગતી ન હતી..એકવડું પોણા છ ફૂટનું ચુસ્ત કદ….એમણે શરીરને બરાબર જાળવ્યું હતું…બસ, એક ચશ્મા હતા…નખમાં ય રોગ ન હતો… હા, વાળ જરૂર ઓછા થઇ ગયા હતા… પણ માંડ પચાસના લાગતા હતા..

‘વી આર રેડી ટુ ટેઇક ઓફ….’ પાઇલટ કેપ્ટન સિન્હાનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગૂંજ્યો, ‘પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ….!!’

-હિયર વી ગો કાંતા!!  ધીરૂભાઇ સ્વગત બબડ્યા….સીટ બેલ્ટ બાંધી બેક રેસ્ટ એમણે યથા સ્થાને ગોઠવ્યું.

જમ્બો વિમાન ટરમેક પરથી ધીમેથી બેક-અપ થયું…રનવે પર ગોઠવાયું, દોડ લગાવી પલકવારમાં હવામાં અધ્ધર થયું….થોડાં સમયમાં તો ત્રીસ-બત્રીસ હજાર ફુટની નિર્ધારીત ઊંચાઈએ પહોંચી ગયું…

સીટ બેલ્ટની સાઇન ઑફ થઇ.

ચપળ એર હોસ્ટેસ એમની પાસે આવી, ‘વોટ વિલ યૂ લાઇક ટુ ડ્રીંક….??’

‘બ્લેક લેબલ ઓન ધી રોક્સ…!!!’

ચળકતા ક્રિસ્ટલ ગ્લાસમાં આઇસ ક્યુબ ભરી, બ્લેક લેબલ વ્હિસ્કીથી ગ્લાસ ભરી એર હોસ્ટેસ બીજાં પ્રવાસીઓની સરભરામાં પરોવાઈ…

વ્હિસ્કીનો ઘૂંટ ચૂસતા ચૂસતા ધીરેથી ગળા નીચે ઉતારી ધીરૂભાઇએ આજુ-બાજુ સહ પ્રવાસીઓ તરફ નજર કરી.

-સહુ કેટકેટલાં પાસે હતા..!! છતાં પણ જાણે પોત પોતના કોચલામાં પૂરાયેલ હતા… ટોળામાં જાણે સહુ એકલવાયા…!!! અને હવે તો ધીરૂભાઇ પણ સાવ એકલવાયા જ થઇ ગયા હતાને ?? નવેક મહિના પહેલાં મધ્યરાત્રિએ કાંતાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. પોતે તો ભર ઊંઘમાં હતા…નિંદ્રાદેવીનું એમને વરદાન હતું. કાંતાએ જેમ તેમ કરીને ઢંઢોળ્યા. જાગ્યા…નાઇન વન વન….પાંચ મિનિટમાં તો એમ્બ્યુલંસ આવી ગઇ….પણ કાંતાનું હ્રદય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. ઇએમએસ વાળાએ વાળાએ જંપ આપ્યો…શોક આપ્યો ને..હ્રદય ફરી ધબકવા તો માંડ્યુ પરતું, કાંતા ફરી ધબક્તી ન થઇ… ફેફસામાં પાણી ભરાઈ ગયું…વળી મગજને લોહી ન મળતાં મગજમાં ક્લોટ થઇ ગયો…ફેફસાએ જવાબ આપી દીધો…રેસ્પિરેર્ટર- લાઇફ સપોર્ટ પર મૂકી દેવાઇ…જિંદગીમાં પુર્ણવિરામ પહેલાં કોમા આવે એ ત્યારે ધીરૂભાઇએ જાણ્યું….દશ દિવસ બાદ નિર્યણ લેવાનો હતો.

-શું કરવું….??

પણ કાંતાએ એ પ્રશ્ન જ ઉભો ન થવા દીધો..

પોતે જ હરિના મારગે ચાલી નીકળી….ધીરૂભાઇને સાવ એકલા મૂકીને….

દશ દિવસ એ બેહોશ રહી..ધીરૂભાઇ કાંતા પાસે બેસી રહેતા એ આશામાં કે ક્યારેક તો આંખ ખોલે….કઈંક બોલે…એની આખરી ઇચ્છા કહે….પણ…!!!

કાંતા ધાર્મિક હતી. એની ખાસ ઈચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી…ધીરૂભાઇને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાંબી લાઇનો…મંદિરોની ગંદકી…ઘેરી વળતા પંડાઓ…ખોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો….એમને પસંદ ન હતા. એઓ નાસ્તિક ન હતા…પરંતુ, ધર્મની એમની વ્યાખ્યા સાવ અલગ હતી….

માનવ ધર્મ !! ધર્મ માટે મંદિરના પગથિયા ચઢવા જરૂરી ન હતા એમના માટે….

લો’રિયાલ કોસ્મેટિકમાં સિનિયર કેમિસ્ટથી શરૂ કરેલ ત્રીસ વરસની કારકિર્દિને અંતે રિસર્ચ એંડ ડેવલેપમેંટના વાઇસ પ્રેસિડેંટ તરીકે ધીરૂભાઇ રિટાર્યડ થયા. હવે તો બસ કાંતા સાથે આખી દુનિયા ફરવી એવા એઓના અરમાન હતા. રિટાયર  થયાના બીજા અઠવાડિયે તો ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું…પણ પ્રભુને કંઈ જુદું જ મંજૂર હતું. કાંતા સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકળી એકલી…ધીરૂભાઇને  એકલા મૂકીને…!

ધીરૂભાઇને બે પુત્રો હતા…મોહન – મેક કે જે ન્યુ જર્સી ખાતે ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સમાં  ક્લિનીકલ ટ્રાયલ્સનો હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ હતો…જ્યારે નાનો નીક કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડેક્ટ ડેવલપમેંટનો પ્રેસિડેંટ હતો… બંને પરણીને ઠરી-ઠામ થઇ ગયા હતાઃ મેક સીતાને અને નીક ઇટાલિયન છોકરી મારિયાને….!! બંનેને ધીરૂભાઇ ખૂબ જ ભણાવ્યા હતા… બંન્નેના પોતાના આલિશાન ઘરો હતા…બાળકો હતા…કાંતાના અવસાન બાદ બંને એ ધીરૂભાઇને. એઓના ઘરે આવી સાથે રહેવા કહ્યું….અરે…!! મારિયાએ તો ઘણો જ આગ્રહ કર્યો… પણ ધીરૂભાઇએ સહુને નમ્રતાથી ના પાડી અને પોતે એકલા જ જીવવાનુ નક્કી કર્યું. એઓ માનતા હતા: શરૂઆતમાં તો સહુને સારું લાગે પણ સમય જતા પોતાનાનો પણ સ્વજનને બોજ લાગવા માંડે….અતિ નિકટતા આકરી લાગે…નડતર લાગે…. એના કરતાં દૂર રહીને વધુ પ્રેમ પામવો જ સારો….!!! પૈસાનો તો એમને કોઇ સવાલ જ ન હતો…રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા….સ્ટોક ઓપ્શન….સ્ટોક માર્કેટમાં પણ એમણે સારૂં રોકાણ કરેલ હતું….પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા…. છોકરાઓને તો એમના પૈસાની કોઇ જરૂર ન હતી… એઓ પોતે જ ખૂબ કમાતા હતા !!

કાંતાના સ્વર્ગવાસ પછીના શરૂઆતના દિવસો તો ઝડપથી પસાર થયા. પણ પછી ધીરે ધીરે ધીરૂભાઇને એકલતા સતાવવા લાગી. પળ કલાક જેવી અને દિવસ યૂગ જેવો લાગતો…. થોડાં સમય પહેલાં ખૂબ જ પ્રવૃત્ત હતા. પોતાના કામને કારણે- વાઇસ પ્રેસિડેંટ ઓફ આર એંડ ડીના કારણે…દિવસની બેત્રણ તો મિટિંગો હોય….બસો અઢીસો ઇમેઇલ…વિડિયો કોન્ફરંસ….વરસમાં ચાર-પાંચ વાર તો હેડ્ક્વાર્ટર ફ્રાંસ – પેરિસના આંટા થતા! દર વખતે કાંતા તો સાથે જ હોય….!!પણ હવે એઓ સાવ એકલા થઇ ગયા હતા..

નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયમ – મેડિટેશન મારફતે તન-મન તંદૂરસ્ત રાખ્યું હતું. પણ કાંતા વિના જાણે હવે બધું ય નકામું હતું…એના સરળ સહવાસ વિના એઓ મુંઝરાતા, મુંઝાતા, અકળાતા છટપટતા હતા… ખરે સમયે જ કાંતા છેહ દઇ ગઇ…!! આવી અસીમ એકલતા આમ વેંઢારવી પડશે એવી કલ્પના તો સ્વપ્નેય ન હતી…!! પોતાના પુત્રો સાથે રહેવા જવું ન્હોતું…ટીવી, કોમ્પ્યુટર, ઇંટરનેટથી પણ સમય કપાતો ન્હોતો…કાંતા સાવ છેતરી ગઇ હતી…એના વિના જીવન જાણે એક સજા લાગતી હતી…જીવવું આકરૂં લાગતું હતું !!!

ફ્લાઇટમાં ડિનર સર્વ થયું..ડિનર પત્યા બાદ ધીરુભાઇએ લૅપટોપ ચાલુ કર્યું… ઇમેઇલ ચેક કરી.. મારિયાની ઇમેઇલ હતી… મારિયા નાની પુત્રવધુ રોજ એકાદ ઇમેઇલ તો કરતી જ! એને છેલ્લી ઇમેઇલમાં ધીરૂભાઇએ પુછ્યું હતું કે ઇંડિયાથી એના માટે શું લાવવું?? એણે જવાબ આપ્યો હતોઃ સરપ્રાઇઝ મિ!!! એના આ જવાબથી ધીરૂભાઇ હસી પડ્યા…બીજી ઇમેઇલ નવસારીથી હોટલ સૌરસના મેનેજરની હતી…એમના રિઝર્વેશનનું કન્ફરમેશન અંગે હતી… મુંબઇના સહાર એરપોર્ટ પર એરકંડિશન કાર એમને લેવા આવનાર હતી તેનો રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાયવરનું નામ હતું.. છેલ્લાં કેટલાંય વરસોથી એઓ દેશ ગયા ન હતા. નવસારીની બાજુમાં આવેલ ગામ જલાલાપોર એમનુ વતન હતું…ત્યાં એમનું ઘર હતું.. જે વરસો પહેલાં વેચી દીધેલ… એ ઘર જોવું હતું… ગામ જોવું હતું…જે મહોલ્લામાં વરસો પહેલાં ક્રિકેટ રમેલ એ મહોલ્લાની ધૂળ કપાળે ચઢાવવી હતી..!! શક્ય હોય, બને તો જે ઘરમાં એમનું બાળપણ વીત્યું હતું…જે ઘરમાં યૂવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ માંડવો હતો….!!

જ્યારે ધીરૂભાઇએ અમેરિકા જવાનું નક્કી કર્યું અને ઘરમાં જણાવ્યું ત્યારે એમના પિતા હરિભાઇ ખૂબ જ નારાજ થયા હતા. એમની માએ તો રડવાનું ચાલુ કરી દીધું. ધીરૂભાઇ એમનું એકનું એક સંતાન હતા. એઓ એમને આમ અમેરિકા મોકલવા રાજી જ ન હતા. ધીરૂભાઇને એમ કે બા-બાપુજી તો માની જશે….સમજી જશે…!! પરતું હરિભાઇ ન માન્યા તે ન જ માન્યા…!! ધીરૂભાઇએ માતા-પિતાને અમેરિકા બોલાવવા માટે ય ઘણા પ્રયત્નો કર્યા. પણ હરિભાઇ શાના માને…?? પછી તો હરિભાઇએ ધીરે ધીરે પુત્ર પર પત્ર લખવાનું ય બંધ કરી દીધું અને ધીરૂભાઇને પણ લખી નાંખ્યુ કે આપણા સબંધ આટલે જ થી અટકી જાય તો સારૂં !! તારે અમારી સાથે સબંધ રાખવા હોય તો દેશ આવીને રહે અમારી સાથે…!!! પિતાએ જાણે જાકારો જ આપી દીધો….!!! ધીરૂભાઇ ઘણું કરગર્યા!!  કાલાવાલા કર્યા….!!  પણ હરિભાઇ એક ના બે ન થયા તે ન જ થયા અને ધીરૂભાઇ અમેરિકા છોડીને દેશ આવી ન શક્યા….!! ધીરૂભાઇને મા-બાપને નારાજ કર્યાનો ઘણો જ વસવસો રહી ગયો હતો…એમના મા-બાપનું ઘડપણ એઓ સાચવી ન શક્યા….એમની સેવા-ચાકરી ન કરી શક્યા….એમની અંતિમ ક્ષણે એઓ હાજર ન રહી શક્યા….!!મા-પિતાએ જે ઘરમાં છેલ્લો દમ તોડ્યો એ ઘરમાં જઇને રડવું હતું…!! માત-પિતાને નામે વૃધ્ધાશ્રમમાં દાન કરી, થાય એવું તર્પણ કરવું હતું…

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પ્લેન હળવેકથી ઊતર્યું….ગ્રીન ચેનલમાંથી ધીરૂભાઇ આસાનીથી કસ્ટમ ક્લિયર કરી બહાર આવી ગયા… બિઝનેસ ક્લાસની મુસાફરીને કારણે એમને પુરતો આરામ મ્ળ્યો હતો એટલે તરો-તાજા લાગતા હતા… મુંબઇની મધ્યરાત્રીની હવામાં જાન્યુઆરી મહિનાની માદક ઠંડક હતી… એરાઇવલની લોંજમાં ડ્રાઇવર એમના નામનું પ્લેકાર્ડ લઇને ઉભો હતો તેના તરફ હાથ હલાવી ઇશારો કરી ધીરૂભાઇએ હાસ્ય કર્યું.

‘ધીરૂભાઇ….??’ ડ્રાવયરે પૂછ્યું. એ પચ્ચીસેક વરસનો યુવાન હતો, ‘માયસેલ્ફ ઇસ સતીશ. સર!! હાઉ ડુ યૂ ડુ…??’

‘ફાઇન!! થેન્ક યૂ!!’

ધીરૂભાઇના હાથમાંથી બેગની ટ્રોલી સતીશે પોતે લઇ લીધી, ‘હાઉ વોઝ યોર ફ્લાઇટ…?’

‘વેરી ગુડ…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘સતીશ, મને ગુજરાતી આવડે છે અને આપણે ગુજરાતીમાં જ વાત કરીશું….’

‘ઓકે…..!!’ હસી પડતાં સતીશ બોલ્યો, ‘આપણે ચારેક કલાકમાં નવસારી પહોંચી જઇશું.. તમો આરામ કરજો… તમારે તો આત્યારે અમેરિકાના ટાઇમ મુજબ દિવસ ચાલે છે.. બરાબરને…??’

‘હં !!!’

સતીશે વ્હાઇટ હુંડાઇ સોનાટાનો પાછળનો દરવાજો સલૂકાઇથી ખોલ્યો..ધીરૂભાઇએ વિચાર્યું: નાઇસ કાર….!!!

સતીશે સામાન ડિકિમાં ગોઠવ્યો.. કુલરમાંથી મિનરલ વોટરની એક બોટલ કાઢી. પાછળ આવેલ બોટલ હોલ્ડરમાં ગોઠવી…

‘નીકળીશું…?’

‘યસ….સ…તી…શ…!!’ ધીરૂભાઇ હસીને બોલ્યા..

‘રસ્તે એક-બે ચેકપોસ્ટ આવશે…પાસપોર્ટ તૈયાર રાખશો…ઉપરનું બીજૂં બધું હું સંભાળી લઇશ….એમનો ભાવ નક્કી જ છે…પાસપોર્ટ દીઠ પાંચસો….!!’

‘પાંચસો…??’

‘હા,  પોલિસને આપવા પડે….લાંચ…!!’

ધીરૂભાઇ હસી પડ્યા…. ‘પોલિસને પાંચસોનો ચાંદલો કરવાનો એમ કહેને….!!’

મુંબઇના અંધેરી પરાને પસાર કરી સોનાટા હાઇવે નંબર આઠ પર  આવી ગઇ.. રસ્તામાં કોઇ તકલીફ ન પડી…વહેલી સવારે તો નવસારી પહોંચી ગયા. હોટલ સૌરસનો રૂમ પણ સરસ હતો…ચેક-ઇન થયા પછી મેનેજર પણ રૂબરૂ આવીને મળી ગયો…

શાવર લઇ ધીરૂભાઇ હળવા થયા..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી…કફની-સુરવાલ પહેરી એ નીચે ફૉઇઅરમાં ગયા.

‘ગુડ મોર્નિંગ સર…!!’ મેનેજરે હસીને કહ્યું, ‘યૂ શુડ ટેઇક રેસ્ટ…!!!’

‘ઇટ્સ ઓકે…!! આઇ એમ ફાઇન….!! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે… મારે અહીં ખાસ કોઇ રિલેટિવ્સ, સગા-સબંધી નથી…ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે.. સમયનો સવાલ નથી. આઇ હેવ ઓપન ટિકિટ…!!!મારે જે કંઇ કરવું છે તે વ્યવ્સ્થિત કરવું છે…..!!’

‘જેમકે…??’

‘એક તો મારે હરદ્વાર જવું છે….અસ્થિ વિસર્જન માટે…બીજું, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..!! ત્યારબાદ, જો મન થાય તો દેશમાં ફરીશ….!!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘અ….ને અફકોર્સ !!  આજે જ બપોરે, લંચ બાદ મારે જલાલપોર જવું છે…સતીશ ઇસ ગુડ…!! જો એની સાથે….!!’

‘એ આવશે..એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું…અમારા એન. આઇ. આર મહેમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ…એ ભણેલ છે…એ સ્પેશ્યલ છે…..!!’

‘મને પણ એનો નંબર આપો…હું પણ મારા સેલમાં એંટર કરી દઉં….!!!’

સતીશનો નંબર મોબાઇલમાં એંટર કરી ધીરૂભાઇએ અમેરિકા મેક -નીકને ફોન કરી દીધા પોતે સુખરૂપ નવસારી પહોંચી ગયા છે એમ જણાવી દીધું.

‘તમારા હરદ્વાર અને ભારત દર્શન માટે ‘ઓમ ટ્રાવેલ’ના મેનેજરને સાંજે બોલાવીશ…ધે આર વેરી ગુડ….!! ધે વીલ મેનેજ એવરીથિંગ….!!’

‘ગુ…..ડ….!!’

‘સતીશને ત્રણ વાગ્યાનું જણાવી દઉં??’ મેનેજરે પૂછ્યું…

બપોરે હળવું લંચ લઇ ધીરૂભાઇએ વામકુક્ષી કરી… જેટ-લેગની કોઇ ખાસ અસર લાગતી ન હતી… બપોરે ત્રણ વાગ્યે સતીશ તાજો-માજો થઇ હાજર થઇ ગયો.

‘આપણે જલાલપોર જવાનું છે…!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી…!! જલાલપોર મારૂં વતન છે….મારી જન્મભૂમિ….!!પણ વરસોથી જઇ શકાયું નથી…બસ, એક આંટો મારવો છે….કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી….તારે કોઇ એપોઇંટમેન્ટ તો નથીને….??’

‘ના….ના… મેનેજરે મને તમારા માટે જ રિઝર્વડ રાખ્યો છે…!!’

લગભગ સાડા-ત્રણ વાગ્યે તો જલાલપોર પહોંચી પણ ગયા….રસ્તો તો એ જ હતો…રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેંટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે….??’

વાણિયાવાડમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર ધીરૂભાઇએ કાર ઉભી રખાવી…કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ બે માળનુ મકાન ઉભું થઇ ગયું હતું….એમનું જુનું ઘર તો એક માળનું બેઠા ઘાટનું હતું.. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી ધીરૂભાઇ કારની બહાર આવ્યા… એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી એમણે આંખો બંધ કરી…બાપુજીની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર દોડાવી…થોડે દૂર આવેલ દેરાસરના શિખર પર ધજા મંદ મંદ ફરકતી હતી…મહોલ્લામાં પણ બીજાં ત્રણ ચાર કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતા… ધૂળિયા રસ્તાની જગ્યાને આલ્સ્ફાટનો રોડ થઇ ગયો હતો….

-હવે ??

-પોતાનું ઘર પારકાનુ મકાન બની ગયું હતું….!!

થોડો વિચાર કરી એઓ ઓટલાના ચાર પગથિયાં ચઢ્યા. એટલાંમાં જ ઘરમાંથી એક યૂવાન બહાર આવ્યો.

‘આ….વો….!!’ ધીરૂભાઇના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંગણામાં ઉભેલ સોનાટા જોઇ યૂવાને એમને આવકાર આપ્યો…

‘થેં….ક્સ…..!!!’ ચંપલ ઓટલા પર બહાર કાઢી ધીરૂભાઇ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થયા.

‘અહીં હીંચકો હતો…!!’ એમનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી….અંકલ…!!!’

‘ઓ….હ…!! આઇ એમ સોરી…..!!’ ધીરૂભાઇએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ ધીરૂભાઇ…!!’ બેઠકખંડમાં મુકેલ લાકડાના સોફા પર બેસતા ધીરૂભાઇ બોલ્યા, ‘તમો મને ઓળખતા નથી…હું ન્યુજર્સી… અમેરિકાથી આવું છું….!!’ જરા અટકીને એ બોલ્યા, ‘તમને તકલીફ આપવા બદલ સોરી….!!! મારાથી રહેવાયું નહિં !! વરસો પહેલાં આ અમારું ઘર હતું….ડુ યૂ નો….વોટ આઇ મીન ટુ સે….!!!’

‘ઓ…..હો….!!! તો તમે અહીં રહેતા હતા….?!’ યૂવાને સાશ્ચર્ય કહ્યું…

‘હા!! વરસો પહેલાં…!!!’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી ધીરૂભાઇને પાણી આપ્યું. ‘થેં…ક્સ….!!’ બે ઘૂંટ પી ધીરૂભાઇ અટક્યા, ‘મીઠા કૂવાનું…..??’

‘હં…!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે….મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે આવે છે….!!’

‘ઓ…હ…!! ગુડ…ગુડ…!!’ ધીરૂભાઇએ ગ્લાસ ખાલી કરી ધીમેથી બાજુની ટિપાઇ પર મૂક્યો, ‘તમો અહીં કેટલા વખતથી રહો છો….?? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે…..!!’

‘અમો ઘણા વખતથી છીએ….!! મારા પપ્પાનો નવસારીમાં હીરાનો બિઝનેસ છે….!!અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું….!!’

‘એ તો લાગે જ છે….!!! અમારૂં જુનું ઘર તો એક જ માળનું હતું…!!! મારી એક રિક્વેસ્ટ છે….વિનંતી છે….!! જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે..ઇફ યૂ ડોન્ટ માઇન્ડ…!!’

‘અ…..રે…..!!! અમને શું વાંધો હોય…?? આવો…અંદર આવો….’ સ્ત્રીએ રાજી થતાં કહયું….’તમે ચા-કોફી શું લેશો….??’

‘બ….સ….,  કંઇ નહિ…!! તમે મને ઘરમાં દાખલ થવા દીધો એ જ વધારે છે !! આમ અચાનક આવીને મેં તમને મૂંઝવણમાં તો નથી મુક્યાને….??’

‘ના…..રે…!’ યૂવાને ધીરૂભાઇને ઘરમાં દોરતા કહ્યુ, ‘આવો અંદર આવો…!’

ધીરૂભાઇ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં ગયા….

-અહીં બાનો ખાટલો રહેતો….!!

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ ધીરૂભાઇએ ત્યાં એક આંટો માર્યો…બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો….એમની આંખ એમની જાણ બહાર ફરી ભીની થઇ ગઇ…!!

રસોડું પાછળ પેજારીમાં રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું…ત્યારે વાડામાં એક નાળિયેરીનું વૃક્ષ હતું ….આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા..ત્યારે લાકડાનો દાદર હતો, હવે પથ્થરનો…!! એ દાદર ચઢી ધીરૂભાઇ ઉપરના માળે ગયા…એમની પાછળ પાછળ યૂવાન અને સ્ત્રી સાશ્ચર્ય દોરવાતા હતા…ઉપર આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો…

-આ જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો….

-કદાચ!!! બાપુજીએ છેલ્લાં શ્વાસ અહીં જ લીધા હશે…!

-ઓહ…બાપુજી….!! મને માફ….કરજો….!!!

પિતાને યાદ કરતા આવેલ હીબકું ધીરૂભાઇએ માંડ માંડ રોક્યું…

થોડાં ડગલા ચાલીને એઓ બારી પાસે ગયા. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

-આ રહ્યું સામે જમુભાઇ ફોજદારનુ ઘર….! આ પેલો હસુ વાણિયાનો બંગલો…!! ને આ રહી પાનાચંદકાકાની હવેલી….!!

ધીરૂભાઇની નજર પાનાકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ…હવેલી હજુ એવી ને એવી જ હતી…સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે….!! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા…દીવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને પીપળાનું ઝાડ ઊગી ગયું હતું….

-કેવી ભવ્ય જાહોજલાલી હતી એ હવેલીની !!!

એમની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ !!

-વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી!!!

-એમાંથી એક નજર કાયમ એમને તાકી રહેતી…એમને માટે તડપતી રહેતી…. તરસતી રહેતી…

-ઓહ….!

-સરલા… સરળ સરલા..!!! મુગ્ધ…મનોહર… મધુરી… સરલા.. !!!

જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી સરલા તાકી રહી હોય એવું આજેય અનુભવ્યું ધીરૂભાઇએ !!

-સ..ર…લા…..!

સરલાની યાદનુ બીજ મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્ફુરિત થઇ ગયું….

પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું ધીરૂભાઇએ….!!!

બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી. ધીરૂભાઇએ….!

એમની વ્યાકુળ થઇ ગયેલ નજર હવેલીની એ બંધ બારીઓ  પરથી હટતી જ ન હતી…!

‘આ પાનાકાકાની હવેલી કેમ બંધ છે…?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી એ બોલ્યા.

‘અમને કંઇ ખબર નથી…એમની એક છોકરી થોડા સમય રહી હતી પણ હાલે ક્યાં છે એની અમને કંઇ ખબર નથી…!!’

‘સ…..ર…..લા…!’ એક એક શબ્દ છુટ્ટો પાડી એ બોલ્યા.

‘હા, એવું જ કંઇ નામ હતું પણ એ બાઇ કોઇ સાથે બહુ ખાસ વાત ન હતી કરતી…અને હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે…!!’

ધીરૂભાઇએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : કાશ….!!હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય ને…….!!!

એક ઊંડો નિઃશ્વાસ નાંખી માંડ એ બારીઓથી દૂર ખસી દાદર ઉતરી એઓ નીચેના બેઠકખંડમાં આવ્યા.

‘થેંક યૂ વેરી મચ…!! આપનો ખૂબ ખૂબ આભાર….!!! હું હવે નીકળીશ….!! મેં તમારો ઘણો સમય લીધો…..!!’

ઓટલા પરથી ચંપલ પહેરી ધીરૂભાઇ કારમાં ગોઠવાયા…અહીંથી જાણે નીકળવાનું એમને મન થતું જ ન્હોતું….ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે ગમગીન થઇ ગયું !!

-સ…ર….લા……!!!

સરલાએ આચાનક મન પર કબજો જમાવી દીધો….

આજ સુધી કદી ય સરલાના વિચારો આવી રીતે આવ્યા ન હતા..!!

-સ…ર….લા……!!!

યૂવાનીમાં ડગ માંડતી સરલાના મનમાં ધીરૂભાઇ વસી ગયા હતા..ધીરૂભાઇ કરતાં પાંચ-છ વરસ નાની હતી એ….સહેજ ભીને વાન…નમણી…નાજુક…યૂવાનીના સૌંદર્યથી શૃંગારિત સરલા….!!એના કપાળમાં દેરાસરના કેસરનું નાનકડું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! એના મોહક સૌંદર્ય અને તિરછી નજરોથી કોઇ પણ યૂવાન ઘાયલ થઇ જાય એવી સુંદર સરલા….!! પણ ધીરૂભાઇ ઘાયલ ન થયા તે ન જ થયા…!! ધીરૂભાઇએ તો ગમેતેમ કરીને  પરદેશ જવાનું ધ્યેય રાખ્યું હતું….અને એ હાંસલ કરવામાં એમને કોઇ અવરોધ જોઇતો ન હતો….કોઇ અંતરાય એમને રોકી શકે એમ ન હતો…!!

સરલા ધીરૂભાઇની દિવાની હતી….!! એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર….!! એ ધીરૂભાઇને દિલો-જાનથી ચાહતી….ખૂબ જ પ્રેમ કરતી…!!

ધીરૂભાઇ એને સમજાવતાઃ હું તારા નસીબમાં નથી સરલા …

સરલાએ હસીને કહેલું: ધીરેન, ભલે તું મારા નસીબમાં નથી..પણ હું તારા નસીબમાં જરૂર છું !! તારૂં નસીબ જાગશે ને તું મારી પાસે આવવા ભાગશે….!!!

-ઓહ સરલા!! મારૂં નસીબ તો જાગી ગયું છે. પણ તું છે ક્યાં…??? બસ એક વાર મળવું છે તને…!

‘તમે કંઇ કહ્યું સ…ર…??’ સતીશે ધીરૂભાઇને પુછ્યું…ધીરૂભાઇના મનના વિચારો એમની ધ્યાન બહાર જ એમના હોઠો પર આવી ગયા એની ખુદ એમને ય જાણ ન થઇ.

‘ઓહ….!!! નો…..નો…!!’ ધીરૂભાઇને જાણે વર્તમાનમાં આવવું જ ન હતું.

કેમેસ્ટ્રીમાં એમ એસસી થયા બાદ ધીરૂભાઇએ અમેરિકન કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી…એમના એક પ્રોફેસર અમેરિકા સ્થાયી થયા હતા એમનો પણ સંપર્ક કર્યો…અને એક કંપની તરફથી એઓ પસંદ થઇ ગયા…એ કંપનીએ એમ્પ્લોયમેંટ વાઉચર મોકલતા એમને યૂએસ કોન્સુલેટ જનરલે અમેરિકાના વિઝા આપ્યા… ને ધીરૂભાઇ પોતાના ધ્યેયમાં સફળ થયા. એમના પિતાશ્રીનો તો ઘણો જ વિરોધ હતો…પરતું ધીરૂભાઇની જીદ આગળ કોઇનું કંઇ પણ ન ચાલ્યું તો બિચારી સરલાના પ્યારની દીવાલ તો એમને કેવી રીતે રોકી શકે…..??

સરલા મળવા આવી હતી ધીરૂભાઇ અમેરિકા જવાના તેની આગલી રાતે..

રડી રડીને એની આંખોમાં જાસૂદ ઊગી ગયા હતા.

‘મેં તને કહ્યું હતું સરલા….’ ધીરૂભાઇ પતરાની પેટીમાં પોતાના કપડાં-સામાન મૂકી રહ્યા હતા, ‘મને તું પ્યાર ન કર…પ્રેમ ન કર…!! ભૂલી જા મને….!! અને સાચુ કહું તો તું મને થોડાં જ વખતમાં ભૂલી પણ જશે…!!’

સરલા એ ડૂસકું ભર્યું, ‘ધી…..રે……ન…..!! પોતાના આંસુ માંડ માંડ ખાળી રડતા રડતા ભીના અવાજે એ બોલી,  ‘ધી…..રે……ન….. હું તારી રાહ જોઇશ…!!!’

‘એવી ભૂલ તો કરતી જ નહિં…!!’ હસીને ધીરૂભાઇ બોલ્યા, ‘એને બદલે કોઇ સારૂં ઘર ને સારો વર જોઇને પરણી જજે…!!’

‘ધી…રે….ન…!’ સરલાના આંખમાં સરોવરો સહેજ વધુ છલકાયા, ‘લે…, આ….’ સાથે લાવેલ એક બંધ પરબીડિયું-કવર એણે ધીરૂભાઇને આપ્યું, ‘લે….!!  આ, ત્યાં અમેરિકા જઇને વાંચજે…!!’ પછી એ દોડીને ઘરની બહાર જતી રહી….બસ…ફરી કદી ય ન મળી…!!

ધીરૂભાઇને ઘણા કામો હતા…ને  સમય ઓછો હતો…નારાજ મા-બાપને રાજી કરવાના હતા…સામાન પેક કરવાનો હતો….વહેલી સવારે વીરમગામ પેંસેજર પકડી મુંબઇ જવાનું હતું…એમણે સરલાએ આપેલ કવર કપડાં સાથે બેગમાં મૂકી દીધું…

અમેરિકા અવ્યા બાદ લગભગ બે-ત્રણ અઠવાડિયા પછી એ પત્ર એમને હાથે ચઢ્યો…પત્ર ખોલ્યો…ધીરૂભાઇએ વાંચ્યો….

આપણારસ્તાઓહવેસાવજુદાથઇગયા
હતાતમોમારાસનમ, હવેખુદાથઇગયા.

પત્ર લખ્યો હતો સરલાએ….પ્રેમ-પત્ર…!! પત્રના શબ્દે શબ્દે નીતરતો હતો નર્યો પ્રેમ…!!

હસી પડ્યા ધીરૂભાઇ: ગાંડી…!! મને, એક નાચીઝને, ખુદા બનાવી દીધો….!!પગલી..!!

‘ઓ….પ્રભુ…!’ ધીરૂભાઇથી મોટેથી બોલાઈ ગયું.એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી…

‘સ…ર….!! તમને કં…ઈ થાય છે…?? આર યૂ ઓકે….!!’ સતીશને ચિંતા થઈ આવી…એણે કારની ઝડપ ઓછી કરી.

‘ના…..ના…. આઇ એમ ફાઇન….!! આ તો પુરાણી યાદોએ મને વિહ્વળ બનાવી દીધો…!! આઇ એમ ઓકે….!!!’

સૌરસ હોટલ આવી ગઈ..સતીશને પાંચ હજાર રૂપિયા આપી પોતાના રૂમમાં ગયા. જાણે પોતે માઇલોની મેરેથોન દોડી આવ્યા હોય એમ એમને લાગતું હતું…ખાસ તો સરલાએ જે રીતે એમના મન પર કબજો જમાવી દીધો એનાથી એઓ વિચલિત થઇ ગયા….એ વિશે એમને ખુદને નવાઈ લાગતી હતી…

-સરલાનો પ્યાર એક તરફી હતો…!! સાવ યૌવન સહજ આકર્ષણ!!

-કે પછી ધીરૂભાઇ પણ અંદર અંદર સરલાને ચાહતા હતા કે શું.. ?? એમના મને એમને તીક્ષ્ણ સવાલ પૂછ્યો….!!

-ના, એવું નથી…

-તો પછી આટલા વરસ પછી સરલા કેમ આમ યાદ આવવા લાગી…?? સતાવવા લાગી….??

-એક વાર બસ એક વાર મળવું છે એ…ને…!!

-ક્યાં શોધવી હવે એને…??

સાથે લાવેલ બ્લેક લેબલ ની બોટલમાંથી અડધો ગ્લાસ વ્હિસ્કી ભરી, ગ્લાસ આઇસ ક્યુબથી ભરી દીધો…રૂમના ખૂણામાં રાખેલ સોફા પર બેસી એક ઘૂંટ ભર્યો….એમને વરસોથી સાંજે નિયમિત બે પેગ વ્હિસ્કી પીવાની આદત હતી..

-ફરગેટ હર….!! હવે તો કોણ જાણે ક્યાં હશે એ…..??!! કોક વેપારી વાણિયાને પરણીને ઠરી-ઠામ થઇ ગઈ હશે….!!

એટલામાં ફોન રણક્યો….સૌરસના મેનેજરનો જ ફોન હતો..ઓમ ટ્રાવેલનો મેનેજર આવી ગયો હતો….એમને બન્નેને ઉપર રૂમમાં આવવાનું જણાવતા બન્ને ધીરૂભાઇના રૂમમાં આવ્યા. હાય…હલ્લો થયું…ધીરૂભાઇએ વ્હિસ્કીની ઓફર કરી હસીને કહ્યું, ‘આઇ હેવ પરમિટ….લિકર પરમિટ…!! માટે ડરતા નહિ…આઇ નો…!! ગુજરાત ડ્રાય સ્ટેટ છે…!!!’

બન્નેએ નમ્રતાપુર્વક ના પાડી….

ઓમ ટ્રાવેલ્સના મેનેજરને ધીરૂભાઇએ પોતાના પ્રવાસની માહિતી આપી…ત્રણ-ચાર દિવસમાં  આઇટેનરી સાથે એર અને કાર મારફતે પ્રવાસની પૂરી માહિતી સહિત ફરી મળવા અંગે જણાવ્યું.

‘સર…!’ સૌરસના મેનેજરે પુછ્યું, ‘આપ કંઇ વૃધ્ધાશ્રમ અંગે કહેતા હતા…!!’

‘હા…, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. કોઈ વ્યસ્થિત ચાલતા  આશ્રમમાં બહુ હો- હા કર્યા વિના દાન કરવું છે… !! પણ એ પહેલાં, મારે જાતે એ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..એની પ્રવૃત્તિઓ વિશે જાણવું છે….!!’

‘સ…મ…જી ગયો….!! અહીં વલસાડ નજીક તિથલ ‘ખાતે દીકરાનું ઘર’ કરીને એક આશ્રમ છેલ્લા કેટલાંક વરસોથી ચાલે છે. મને એની ખાસ માહિતી ન હતી. પણ આપના ગયા બાદ તપાસ કરાવી તો મને થયું કે……’

‘તો પછે ત્યાં….થી જ શરૂઆત કરીએ…!’ હસીને ધીરૂભાઇએ કહ્યું, ‘શુભસ્ય શીઘ્રમ….!! કાલે સવારે તિથલ જઇશ…અગાઉથી જાણ કરવાની કે દાનની વાત કરવાની નથી…નહિતર ખરી હકીકત જાણવા ન મળે ….!!’

‘બ..રા….બ….ર……!!!’  મેનેજરે સમજી જતાં કહ્યું… ‘સવારે કેટલા વાગે નીકળવું છે…?? તિથલ પહોંચતા કલાક-સવા કલાક થાય….!’

‘તો પછી અહીંથી સાત સવા સાતે સતીશ સાથે નીકળીશું…તો નવેક વાગ્યે તો ત્યાં…!’

બીજો પેગ પી ડિનર લઈ ધીરૂભાઇ નિંદ્રાધીન થયા.

કોઈ દિવસ નહિ ને આજે સપનામાં પણ સરલા આવી !!  આજ સુધી કદી ય સરલાનું સ્વપ્ન આવ્યું ન હતું…સદાય પ્રફુલિત ઊઠનારા ધીરૂભાઇનું મન સવારે ઊઠ્યા ત્યારે બેચેન હતું !! હોટલની હેલ્થ ક્લબમાં અડધો કલાક વર્ક આઉટ કરી આવ્યા…શાવર લઇ ડબલ ઑમલેટ-બ્રેડ, ઓરેંજ જ્યૂસનો નાસ્તો કરી તૈયાર થયાને સતીશે બારણે ટકોરા માર્યા.

‘ગુડ મોર્નિંગ સર…!! મને મેનેજરે કહ્યું કે તિથલ જવાનું છે…કો…ઇ આશ્રમમાં…?’

‘હા…. તને સરનામું આપ્યું..??’

‘હા…, કંઇ લેવાનું છે સાથે…? મિનરલ વોટર તો ગાડીમાં છે જ…..’

‘બ…સ,   તો ચાલો….!’

જાન્યુઆરી મહિનાનો સુરજ પુર્વાકાશમાં ઘૂંટણિયા કરી રહ્યો હતો…

સવા કલાકના પ્રવાસ બાદ તિથલના દરિયા કિનારાથી થોડે દૂર, એક કમ્પાઉંડની બહાર સતીશે હળવેકથી કાર ઉભી રાખી…

‘અંદર લેવી છે…?’ કમ્પાઉંડનો મોટો દરવાજો બંધ હોય સતીશે પુછ્યું.

‘ના….ના…… તું બહાર જ રાખ…! તારે અહીં કશે ફરવું હોય…., સાંઈબાબાના દર્શન-બર્શન કરવા હોય તો કરી આવ…મને કદાચ વાર લાગે…!! તારો સેલ નંબર તો મારી પાસે જ છે એટલે મને કાર જોઇશે ત્યારે રિંગ કરીશ…!!’ કારમાંથી ઉતરી ધીરૂભાઇએ કહ્યું

મોટા દરવાજાની બાજુમાં આવેલ નાનો ઝાંપો ખોલી ધીરૂભાઇ અંદર દાખલ થયા. બેઠા ઘાટનું પચ્ચીસેક ઓરડાનું, ત્રણેક એકરમાં પથરાયેલ મકાન હતું. કમ્પાઉંડમાં મકાન તરફ જતાં રસ્તાની બન્ને તરફ નાળિયરી અને આસોપાલવના વૃક્ષોની હારમાળા હતી…દરિયા પરથી ફૂંકાઈ રહેલ પવનમાં નાળિયેરી પાન હલવાને કારણે લયબધ્ધ સુરિલો અવાજ થતો હતો..પંખીઓને મધુરો કલરવ વાતાવરણમા સંગીત રેલાવી રહ્યો હતો. ધીરૂભાઇએ શાલ બરાબર ઓઢી…આજે ઠંડક વધારે હતી…થોડાં વૃધ્ધો કંમ્પાઉંડમાં ગોઠવેલા બાકડાં પર, તો કેટલાંક આરામ ખુરશીમાં બેસી તડકામાં શરીર તપાવી રહ્યા હતા.. તો કેટલાંક વડીલો સળગી રહેલ તાપણાની આજુબાજુ બેસી ઠંડી ઉડાડી રહ્યા હતા… અંદર ક્યાંક વાગી રહેલ ભજનની મધુરી સુરાવલિ સંભળાઇ રહી હતી : અબ તો આવો ગિરધારી….લાજ રાખો હમારી…..!!

થોડું વિચારી ધીરૂભાઇ વૃધ્ધોના ટોળાં પાસે ગયા…

‘જે શ્રી કૃષ્ણ…..!!’

‘જે…..જે….ભાઇ…!’ એક બોખાં વડીલે સહેજ હસીને પુછ્યું, ‘આવો…આવો….!! દાખલ થવા આવ્યા…એકલા….?! છોકરો ઊતારીને જતો પણ રહ્યો….?!’ વૃધ્ધે કારને જતી જોઇ હતી, ‘અંદર પણ ન આવ્યો….!! જમાનો બહુ ખરાબ આવી ગયો, ભાઇ…..!!’

ધીરૂભાઇને એમના બાપુજીની તીવ્ર યાદ આવી ગઈ….

‘ચા…લો…!! ચા…લો…!! દાદા…!!’ અંદરથી એક બાર-તેર વરસનો છોકરો સ્ટીલની થોડી તાસકોમાં નાસ્તો લઇ ઝડપથી આવ્યો, ‘આજે…તો મહારાજે શીરો બનાવ્યો છે…!! ટેસ્ટી…!! ગરમાગરમ…!! તમારે ચાવવાની જરૂર જ નહિ….!! ગળા નીચે ઊતરી જાય સીધો સડસડાટ…!!’

અચાનક છોકરાની નજર ધીરૂભાઇ  પર પડી ને અજાણ્યાને જોઇ એ ચમક્યો, ‘ત…મે….?? કોને મળવું છે….??’

‘મારે મેનેજરને મળવું છે…!! જો…હોય તો…’

‘આવો….., તમે ઓફિસમાં બેસો….’ ધીરૂભાઇને એક ઓરડા તરફ દોરતાં એ બોલ્યો., ‘અહીં બેસો…હું મોટાબેનને મોકલું છું…’

છોકરાની પાછળ પાછળ ધીરૂભાઇ એક ઓરડામાં બનાવવામાં આવેલ ઓફિસમાં ગયા. એક મોટા ટેબલની આગળ ત્રણ ખુરશી અને પાછળ એક ખુરશી ગોઠવેલ હતી. ટેબલ પર ખાદીનો ટેબલક્લોથ પાથરેલ હતો. બારી પર સહેજ ઝાંખા પડી ગયેલ ખાદીનાં પડદા લટકતા હતા. દીવાલ પર બંધ પડી ગયેલ ઘડિયાળમાં સમય જાણે થીજી ગયો હતો..દીવાલ પર ગાંધી, જવાહર અને સરદાર  પટેલની તસ્વીર લટક્તી હતી.. ધીરૂભાઇ ટેબલ આગળની એક ખુરશી પર હળવેકથી ગોઠવાયાં….

‘હું બા-બહેનને મોકલાવું છુ..!! તમે બેસો….!’ કહી છોકરો બહાર દોડી ગયો…

થોડાં  સમય પછી એક બહેન ઓફિસમાં આવ્યા…એમણે ગુલાબી કોટન સાડી પહેરી હતી…

‘ન….મ…સ્તે….!! હું અહીં ઓફિસનું તથા દેખ-ભાળનું કામ કરૂં છું.. !’ બહેને બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું…

ઉભા થઇ ધીરૂભાઇએ બે હાથો જોડ્યાં..અ…..ને..એમના હાથ જોડેલ જ રહી ગયા….!!

ધીરૂભાઇને લાગ્યું કે, એમનુ હૃદય એક વાર ધબકવાનું ચૂકી ગયું અને પછી બમણા જોરથી ધબકવા લાગ્યું…ધક… ધક… ધક… ધક… ધક…!!!

‘બે….સો…!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં સાડીનો પાલવ બરાબર વીંટાળી ગોઠવાયા…એમને ઠંડી લાગી રહી હોય એમ લાગતું હતું…

ધબ દઈને ખુરશી પર બેસી પડ્યા ધીરૂભાઇ…!!

એમણે ઓઢેલ કાશ્મિરી શાલ પણ ખભા પરથી સરી ગઈ. સ્વયમ્‍ પર જાણે કોઈ કાબૂ જ ન રહ્યો ધીરૂભાઇનો….!!!

‘બો…..લો.. શું કામ પડ્યું….? આશ્રમનું…?!’ ટેબલ પરના કેટલાંક અસ્ત-વ્યસ્ત પત્રો વ્યવ્સ્થિત કરતાં એ બહેન બોલ્યા, ‘આપને આશ્રમની કોઇ માહિતી જોઇએ છે….? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો….’

‘…………………!!’  ધીરૂભાઇ અવાક…નિઃશ્બ્દ….!! શબ્દો જાણે હવા થઇ ગયા…!!

‘હાલે અહીં જગ્યા નથી…! હાલે બાવીસ વૃધ્ધો અને પંદર માજીઓ છે…!!  જે પણ વધારે છે….!!’

-એ જ ર…ણ….કા….ર…..!!! એ જે વીંધી નાંખનારી કાતિલ નશીલી નજર…!! ઘંઉવર્ણા ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે….!! પણ એ કરચલીઓ ચહેરાની આભામાં વધારો કરી રહી છે….!! ને કપાળમાં પેલું એ જ ટ્રેડમાર્ક સમું દેરાસરના કેસરનું તિલક..! એ જ છે….!! એ જ છે….!!!

-સરલા જ છે….!! એમનું મન કહેતું હતું…સરલા જ છે….!! ઓહ…!! પણ એ અહીં ક્યાંથી…!?

-શું એણે મને ઓળખ્યો હશે…!?

-પણ ક્યાંથી ઓળખે….?! ત્યારે તો મને કાળ દેવાનંદ સ્ટાઇલના ઘુંઘરાળા વાળ હતા અને  હ…વે ટાલ….!!

ધીરૂભાઇ શબ્દ્શઃ ધ્રૂજતા હતા…. ઉત્તેજનાથી…! કોઇ અગમ્ય આવેશથી!! શબ્દો મળતા ન હતા એમને….!!

પોતાના જ હ્રદયના ધબકાર કાનમાં સંભળાઈ રહ્યા હતા…. ધક… ધક… ધક…!!!

જીભ લોચા વાળતી હતી…

‘પા…..પા….આ…આ….ણી મળશે પીવા માટે…?!’ સામે ટેબલ પર મિનરલ વોટરની બોટલ હોવા છતાં ધીરૂભાઇએ પાણી માંગ્યુ.

આટલી ઠંડીમાં ય એમને પરસેવો વળી ગયો… જે મનમાં હતી…જે ક્યાંક દિલમાં સંતાયેલ હતી… સ્વપ્નમાં સતાવતી હતી એ સરલા આજે સામે હતી…રૂબરૂ હતી…!જેની હતી જૂત્સજૂ થઈ ગઈ હતી એ અચાનક રૂબરૂ…! હૂબહૂ…!!

‘ચો…ક્ક…સ…!!’ થોડી નવાઇ સાથે બહેન ઉઠીને બહાર ગયા. ઓટલા પર મૂકેલ માટલામાંથી ગ્લાસમાં પાણી ભરી,  જાતે લઇ આવી ધીરૂભાઇને આપ્યું.

-તો મને નથી ઓળખ્યો…!!

-અને ઓળખે પણ કેવી રીતે….??

-પણ એ અહીં ક્યાંથી….!?એ પણ આ વૃધ્ધાશ્રમમાં….!?

પ્રશ્નોની ધાણી ધીરૂભાઇના મનમાં ફૂટી રહી હતી..જમણા કાન પાછળ પરસેવાનો રેલો ધીમેથી ઉતરી રહ્યો હતો…શરીર પાણી પાણી થઇ ગયું હતું….

‘આપને કંઈ થાય છે…?’

‘ના…ના..!! આઇ એમ ઓકે…!!’ એકી ઘુંટે ગ્લાસ ખાલી કરી ધીરૂભાઇ બોલ્યા…એઓ હાંફતા હતા…શ્વાસ માટે જાણે વલખાં મારતા હતા….

‘અહીં આશ્રમમાં અઠવાડિયામાં બે વાર ડોકટર આવે છે…!! આ….જે…..!!’

‘વેઈટ અ મિનિટ….!!’ બહેનને વચ્ચેથી અટકાવતા મોટેથી ધીરૂભાઇએ અચાનક કહ્યું, ‘વેઈટ અ મિનિટ….!!’ પણ પછી શું કહેવું-કરવું એ સમજ ન પડતા એઓ સાવ મૌન થઇ ગયા!

‘બો……લો…!’ એમના મોટા અવાજને કારણે બહેન પણ સહેજ ચમક્યા!

ખુરશી પરથી ધીરૂભાઇ ધ્રુજતાં ધ્રુજતાં ઉભા થયા. હાથ પર સરકી ગયેલ શાલ હળવેકથી ખુરશીના હાથા પર મૂકી, ત્રણેક ડગલા પાછળ હટીને, બારણાની વચ્ચે ટટાર ઉભા રહી ધીમેથી સંયત અવાજે બોલ્યા, ‘મને ન ઓળખ્યો…સરલા…?! તા…રા….ધીરેનને….?’

હવે ચમકવાનો વારો હતો સરલાનો…!

‘ધી……રે….એ….એ…..ન…??!!  ઓ પ્રભુ….!! તું…??’

સરલા ચમકી…ઝડપથી એ ખુરશી પરથી ઉભી થઇ. ધીરૂભાઇ કંઈ સમજે તે પહેલાં તો એણે આગળ વધીને નમીને ધીરૂભાઇના ચરણસ્પર્શ કર્યા, ‘પ્ર…ભુ આવ્યા મારે આંગણે ને હું પામર એને જ ન ઓળખી શકી…!!’ સરલાની આંખમાંથી શ્રાવણ – ભાદરવો વહેવા લાગ્યો.. ધ્રૂસકે ચઢી એ ધીરૂભાઇને એકદમ ભેટી પડી…!! ધીરૂભાઇના નયનો પણ છલકાયા…સહેજ સંકોચથી ધીરૂભાઇએ સરલાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો…

સમય જાણે થંભી ગયો.

ડૂસકાં ભરતી સરલા ખુરશી પર ફસકાઈ ગઈ… ધીરૂભાઇ એની બાજુની ખુરશી પર બેસી ગયા…હજુ ય એ માની જ શકતા ન હતા કે એઓ સરલા સાથે બેઠાં છે….! સરલા પાસે બેઠાં છે…!!

‘ધી…..રે…એ….ન…..!!! ધી…..રે…એ….ન…..!!’ ધીરૂભાઇની આંખમાં આંખ પરોવી રડતા રડતા હસી પડતા સરલા બોલી, ‘મને ખાતરી હતી….!! મને શ્રધ્ધા હતી, તું આવશે….જરૂર આવશે…જ !!’ રડતા રડતા ભીગી ભીગી આંખે હસી રહેલ સરલા દિવ્ય લાગતી હતી…ભવ્ય લાગતી હતી… અદ્ભુત લાગતી હતી….પ્યારી પ્યારી લાગતી હતી….!! હર્ષાશ્રુથી ભીંજાયેલ સરલા અદ્વિતીય લાગતી હતી…

‘પ….ણ….તું અહીં..?!વૃધ્ધાશ્રમમાં…??’ એના જમણા હાથનો પંજો પોતાના બન્ને હાથોમાં લઇ પંપાળતા પંપાળતા ધીરૂભાઇએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘તારૂં ફેમિલી …??’

‘આ જ મારૂં ફેમિલી ….!! પણ તારી વાત કર મને….!! કેમ કરીને તેં મને શોધી કાઢી….??’

‘અ…..રે….ભા…ઇ!! હું તો આવ્યો હતો વૃધ્ધાશ્રમમાં દાન કરવા માટે….!!’ સહેજ અટકીને ધીરૂભાઇ બોલ્યા, ‘એમ જોવા જઇએ તો બાપુજીએ જ મેળવ્યા છે આપણને….!! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવું છે…હું બે જ દિવસ પહેલાં આવ્યો અમેરિકાથી….!!’

‘એ….ક….લો…?’ સરલાએ એકદમ પુછ્યું

‘હા….એકલો….! સાવએકલો…!!’ ધીરૂભાઇએ સાવ શબ્દ પર ભાર દેતાં કહ્યું, ‘પ…..ણ…!’ સહજ વિચારી એ અટકી ગયા….

‘કેમ અટકી ગયો…..?!’

‘હ…વે…મને તારી વાત કર…!’

‘મારી વાત…??’ સરલા અટકી ને સહેજ મરકતા બોલી, ‘મારી વાત તો તારી આગળ આવીને અટકી જાય છે ધીરેન…!! મેં તો તારી રાહ જોઈ જિંદગીભર…!! અ…ને…જો, તું આજે મારે આંગણે આવીને ઊભો છે….!’

‘શું વા……ત કરે છે…?!!’ ધીરૂભાઇ માની જ ન શક્યા…

‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ…..!! અ…..ને….મેં જોઈ તારી રાહ…..!!’

સાવ અવાચક જ રહી ગયા ધીરૂભાઇ…!!

-આવો ભવ્ય ત્યાગ….!! આ…વો અમર પ્રેમ….!!!

‘તું તો જતો રહ્યો હતો અમેરિકા મને પાછળ સાવ એકલી મૂકીને….!! તરફડતી છોડી ગયો હતો મને….!! પહેલાં તો મને થયું કે કેમ જીવાશે તારા વિના…!! પણ પછી મને રાહ મળી ગયો….જિંદગીનો…!!’પ્રેમભરી નજરે ધીરૂભાઇ તરફ જોતાં સરલા બોલી, ‘રસ્તો મળી ગયો જિંદગીનો….!! તારી યાદ….!!તારી મધુરી યાદ મારા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ…!! જ્યાં જોઉં હું ત્યાં તને જ જોતી….!! શું કામ શોધું હું તને આસપાસમાં….?? તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં….!! મીરાંએ માધવને ચાહ્યો છે એના કરતાં વધુ તીવ્રતાથી મેં તને ચાહ્યો છે…!! મીરાંએ તો વિષનો પ્યાલો પીધો હતો….જ્યારે મેં તો તારા અમર પ્રેમનો પ્યાલો પીધો….!! પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન…..!!’ એક શ્વાસ લેવા સરલા અટકી….પણ એની નજર ધીરૂભાઇ પરથી જરાય હટતી ન હતી…એણે વાતનું અનુસંધાન કરતાં કહ્યું…. ‘પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન….!! વસ્યો હતો દિલમાં મારા, સાજન મારો મનભાવન….!! મનોરોગીની કક્ષાએ જઈને મેં તને મહોબ્બત કરી છે…માણ્યો છે તને…!! તારી સાથે સવંનન કર્યું છે….તારી સાથે એકલી એકલી વાતો કરતી…લડતી, ઝગડતી રહી છું…!! અરે! પેટી ભરીને પ્રેમપત્રો લખ્યા છે તને…. કાવ્યો રચ્યા છે તારા અમરપ્રેમના ….!!’ ડૂસકું ભરવા સરલા અટકી….ધીરૂભાઇ સ્તબ્ધ બની જાણે કોઇ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા… ‘મોટાભાઈએ તો બહુ આગ્રહ કર્યો…! સમજાવી કે પરણી જા…!’સરલા પોતાના પિતા પાનાચંદકાકાને મોટાભાઈ કહેતી હતી, ‘પણ મારી જીદ મેં ન છોડી તે ન જ છોડી…!! ને તું જ કહે કેમ કરીને પરણું હું પારકાને જ્યારે મનથી વરી ચૂકેલ હું તને..?! કેમ કરીને છેતરું મને અને અન્યને…?!’ સરલાની આંખો વહેતી હતી, ‘પછી તો મને નોકરી મળી ગઈ ગામની સ્કૂલમાં શિક્ષિકાની. મોટાભાઇના સ્વર્ગવાસ પછી તો હું સાવ એકલી થઈ ગઈ…!!મોટાભાઈએ ખૂબ જ જીદ કરી હતી, મને પરણાવવા માટે….!!તારી યાદનો એક મજબુત સહારો હતો…!! એક તરાપો હતો ઝંઝાવાત ભર્યા જીવનસાગર તરી જવાનો…પણ ક્યારેક થઈ આવતું કે દીક્ષા લઈ લઉં….!! છોડી દઉં આ સંસાર….ને થઈ જાઉં સાધ્વી…!!’ સરલા સ્થાનકવાસી જૈન હતી, ‘વિરકત થઈ જાઉં સંસારથી..!! પણ એ મારૂં તપ ન્હોતું…એ તો એક બહુ સરળ ઉપાય હતો…ભાગી છૂટવાનો…!! …અને મેં તો તારા અમર પ્રેમની દિક્ષા લીધેલ તે કઈ રીતે લઉં હું બીજીવાર દિક્ષા..?!’

‘ઓ…હ સરલા…!!’ ધીરૂભાઇ ઉભા થયા અને નમીને ખુરશી પર બેઠેલ સરલાના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું…!!

સરલા યંત્રવત ખુરશી પરથી ઉભી થઈ…પોતાના પગના પંજા  પર ઊંચી થઇ ધીરૂભાઇને પાગલની જેમ ચૂમવા લાગી..એમના કપાળ પર…ગાલ પર….આંખ પર….હોઠ પર…ગરદન પર…!! પાવન પ્રેમ….!! નર્યો સાત્વિક સ્નેહ નીતરતો હતો….!! સરલાના બધા બંધનો તૂટી ગયા…. પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી….!! ચૂંબનો કરતાં કરતાં સરલા   ક્યારેક હસતી હતી…તો ક્યારેક રડતી હતી…!! સાંઠ વરસની સરલા જાણે સોળ વરસની મુગ્ધા બની ગઈ !! ષોડશી બની ગઈ….!! હાંફતી હાંફતી સરલા પાછી ખુરશીમાં ફસડાય પડી….

‘ઓ…હ સરલા…!!! ઓ…હ સરલા…!!!’ એક અસીમ પસ્તાવાની આગમાં સળગવા લાગ્યા ધીરૂભાઇ… સરલાના બન્ને હાથના પંજાઓ પોતાના હાથોમાં પ્રેમથી જકડી ધીરૂભાઇ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા…માંડ હીબકું ખાળી, આક્રંદ રોકી એ બોલ્યા, ‘તારે મને સહજ જાણ તો કરવી હતી પગલી…!! હું જ મૂરખ તારા અમર પ્યારને સમજી ન શક્યો….!! મને માફ કર સરલા…!!’

ધીરૂભાઇએ પહેરેલ ચશ્મા કાઢી ટેબલ પર મૂકી પોતાના પાલવથી ધીરૂભાઇના આંસુઓ સ્નેહથી લૂછતા સરલા સહજ મરકીને બોલી, ‘તારો કોઇ દોષ નથી ધીરેન !! તેં તો મને વારી જ હતી…પણ હું જ તારા પર વારી ગઇ હતી…!! રોજ તારા માટે મહાવીરસ્વામીને પ્રાર્થના કરતી…!! વિનવતી કે હે વર્ધમાન, મારા ધીરેનને એના જીવનમાં સફળતા આપજે…..!! એના ચરણકમળમાં સુખના સુમનો પાથરજે….!! તારો કોઇ જ દોષ નથી….!! બસ, મારા નસીબમાં એ જ લખેલ હતું !!  મોટાભાઇના ચાલી ગયા પછી મે હવેલી વેચી દીધી… સ્કૂલમાં હું મુખ્ય શિક્ષિકા બની ગઈ હતી એમાંથી રિટાયર થઈ….અહીં આશ્રમમાં માણસની-વ્યસ્થાપકની જરૂર હતી…ટ્ર્સ્ટીઓ મને ઓળખતા હતા…ને અહીં આવી ગઈ….સહુ વડીલોની સેવા માટે….!! બસ, મારી યૂવાનીમાં તારો એટલો જ સાથ હતો…. સહવાસ હતો…પણ…….’

‘પણ…….!!’ ધીરૂભાઇએ સરલાની વાતનુ અનુસંધાન કરતાં કહ્યું,  ‘હવે હું તને લેવા આવ્યો છું.. મારી સાથે તારે આવવાનું જ છે…!! અ…..ને જો તું ન આવી શકે તો, મને તારા આશ્રમમાં સ્થાન આપી દે…!!’ ગળગળા થઇ જતાં ધીરૂભાઇ સરલાના હાથના બન્ને પંજાઓ પકડી સરલાના પગ પાસે ફરસ પર જ બેસી પડ્યા. જાણે ભીખ ન માંગતા હોય…!!

ખુરશી પર બેઠાં બેઠાં જ સરલાએ એમના બન્ને હાથો પોતાની ભીની ભીની આંખોએ અંજલિ લેતી હોય એમ અડાડ્યા, ‘ધીરેન…. ધીરેન…. ધીરેન….!!’ સરલા ફરીથી રડી પડી…

યાચક નજરે ધીરૂભાઇ આતુરતાથી સરલાને જોતા હતા…ધ્રૂજતા હતા….

સરલાએ ધીરૂભાઇના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા તે એના હ્રદયે લગાવી સહેજ હસીને સરલા બોલી, ‘તારૂં સ્થાન તો અહીંયા છે…!!  મારા ઉરમાં…મારા હ્રદયમાં છે…!!’એની આંખમાથી અશ્રુધારા વહેતી હતી, ‘ઓ મારા પ્રાણનાથ, મેં તો તારે નામ મારી આ અને આવનારી હરેક જિંદગી કરી છે…આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે…ધીરેન, હવે….’ એ સહજ અટકી, ‘હવે તો જિંદગીની આ સફરમાં તારે ડગલે મારે મારૂં ડગલું ભરવું…ને તારી સાથે જ જીવવું ને તારી સાથે જ મરવું….!!’

‘મરવાની વાત ન કર…સરલા!! હવે જ તો શરૂ થાય છે…આપણી જિંદગીની ખરી સફર….!!’ સરલાને ખભાથી પકડી બે હાથો વડે ઊભી કરતાં ધીરૂભાઇ આભારપૂર્વક હેતથી ભેટી પડ્યા..

પછીની વાત તો છે….બહુ ટૂંકી !!!

સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો… ધીરૂભાઇ સાથે ચારધામની યાત્રા કરી…ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું…સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો…એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા…ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઈઝ…! ધ બીગ સરપ્રાઇઝ….!!!

વૃધ્ધાશ્રમમાં બાપુજીના નામે પચાસ લાખનું દાન કરી ધીરૂભાઇ અને સરલા આજે નૂવાર્કના લિબર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા….

(સમાપ્ત…..)

 

(સમાપ્ત…..)
‘જિંદગી એક સફર’ વાર્તા પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને મોકલાવો.

(‘જિંદગી-એક સફર‘ વાર્તા સાવ નવિન અંત સાથે પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને મોકલો)

75 comments on “જિંદગી – એક સફર….

 1. natvermehta કહે છે:

  વ્હાલા મિત્રો,
  આપ સહુને જિંદગી – એક સફર…માટે કોમેંટ કરવા માટે નમ્ર વિનંતી છે. આપની કોમેંટ સલાહ સુચનો મારા માટે અભિપ્રેરણાનું સ્રોત છે.

  આપનો સ્નેહાધિન,
  નટવર મહેતા..

  • chandralekha rao કહે છે:

   શરુઆત થી અંત સુધી એક શ્વાસે વાંચવી ગમે તેવી નવલિકા …ખુબ ગમ્યું અમારા સંબંધીઓ અહી થી પરદેશ સ્થાયી થયા છે .જ્યારે પણ આવે ત્યારે પોતાનાવતનથી અને સ્નેહીઓથી વિખુટા પડ્વાનુ એઓને જે દર્દ થાય છે તે અમે તેમની વાતો પરથી અનુભવીએ છીએ… આજે આ નવલિકા વાંચતી વખતે જાણે તેઓની વાતો નજર સામે આવતી દેખાઈ… સરલા નો અતુટ વિશ્વાસ ફળ્યો………ખુબ ગમી …આ નવલિકા….

  • Zahra Bharmal કહે છે:

   Very Touching story

 2. JITENDRA J. TANNA કહે છે:

  very good story as usual. congratulations. very touchy.

 3. Darsha Kikani કહે છે:

  Haatho se chhu ke ise rishto ka iljaam na do,
  Pyar ko pyar hi rahenedo koi naam na do

 4. Joseph Parmar કહે છે:

  Sree Natvarbhai,
  Very good, like true story. Congratulation!

 5. Rekha Sindhal કહે છે:

  વાર્તા સારી છે અને તમારી શૈલી અને પાત્રાલેખન તો ખુબ સરસ છે જ એ નવી વાત નથી. અંતે સરલાને ધીરેન મળ્યો એનું તપ ફળ્યુ અને પ્રેમનો વિજય થયો એ ગમ્યુ પરંતુ ધીરૂભાઈ કે જેણે પ્રેમને પારખ્યો નહી અને સહેલાઈથી વિસારે પાડી દીધો તેને હવે નવરાં પડ્યા એટલે ભુતકાળની ગલીઓમાં આંટા મારતા અચાનક નવી જિંદગી મળે તેમ સરલા મળી એ ન ગમ્યુ. પ્રેમની જે ઊંચાઈએ સરલાએ જીવન વિતાવ્યુ એ ઊચાઈ પરથી અંતમા એ ગબડી તેવું લાગ્યું. આ મારો નમ્ર અભિપ્રાય છે. આભાર સહ……

 6. Surbhi કહે છે:

  અદભુત,અદ્વિતિય,વાર્તા નથી જાણે કોઇ પ્રેમગીત છે.
  સાવ નિરસ શરૂ થતી વાર્તા અંતે જાણે જિંદગીની એક સાવ સાચી સફર કરાવી દે એવી સમર્થ છે.
  એક એક સંવાદ સરલાના ખુબસુરત સરલા કરતાં ય ખુબસુરત છે.
  પ્રેમ કથાઓ તો ઘણી વાંચી પણ આ તો પ્રેમ કથાઓમાં શિરમોર છે.
  આવી સરસ પ્રેમ-કથા લખવા માટે નટવરભાઇને અભિનંદન.
  એક નહિ પણ વારંવાર વાંચવા ગમે અને વાંચતા રહીએ એમ થયા રાખે એવી નિરાલી પ્રેમકથા.

 7. vijayshah કહે છે:

  adbhut vaarta!
  votingma ek vadhu bullet umero ane te badhdhi j..

 8. Anita કહે છે:

  Dearest Kaka,

  WOW ! what a story. I felt like i was walking through the memory lane. I loved it ! You reminded me lot of good things that happened in my childhood and yes i still remember Jalalpore, our Maa , Derasar, the homes that you explained..that was great.

  love,
  Anita

 9. Heena Parekh કહે છે:

  આપની શૈલી સરસ છે. નવલિકા ગમી. પણ આખી જિંદગીમાં એક પણ વખત સરલા જીવે છે કે નહીં એની પણ દરકાર ન કરનાર ધીરેન એ પાછલી ઉંમરે એકલા પડ્યા પછી સરલાને અપનાવી એ થોડું કઠ્યું. ધીરેનના પાત્રને સરલા પ્રત્યે થોડું લાગણીશીલ બનાવવાની જરૂર હતી. રેખાબેનની વાત સાથે હું સંમત છું કે “પ્રેમની જે ઊંચાઈએ સરલાએ જીવન વિતાવ્યુ એ ઊચાઈ પરથી અંતમા એ ગબડી તેવું લાગ્યું.”

 10. sadruddin batada કહે છે:

  Dear Natwar sir
  Realy v nice tuchebal also lerning lesson for True love.
  v emosnal anr reality too.
  thank u so much for serch nice story i also envol andlike part of this story
  thenks for put sense and filling in story
  sadru

 11. મિ મિલન સિન્ધવ કહે છે:

  શ્રધ્ધેય નટવરભાઈ,
  નમસ્કાર.
  શબ્દોના સ્વામીઓ સાથે ઘરોબો રહ્યો છે કાયમ…………
  એમાં આપનું ઉમેરણ થયું..એ આનંદની વાત છે.
  અર્ધાંગિની સ્નેહ, વતનપ્રેમ છતા થયાં..પરંતુ વતનની માટીની સુવાસ આ બધું પરદેશમાં ક્યાં મળે??
  શૈલી સ્પર્શી ગઈ, લખતા રહો.
  આપ સ્ટેટ્સમાં સ્થાઈ થયાં છો ? જણાવશો તો આનંદ થશે.
  વસંતોત્સવની શુભેચ્છાઓ.

 12. ghanshyambarot કહે છે:

  Sir,
  I really enjoyed the story and it is so effective that while reading the story tears came out from eyes. I have read this story “Jindagi Safar” for the first time. I will read allother stories and will give further comments on further stories. Really u deserve congratulation for writing such a beautiful story.

  Thanking you.

 13. Vaibhav કહે છે:

  Very nice story. Are those characters real ? If yes then someone from my street was lucky enough to get his love back.

  Very nicely written. Congratulations.

 14. Rupa Desai કહે છે:

  OMG!
  What a lovely story.
  Like a movie.
  The expression, feelings and the narration is perfect. 10 out of 10.
  The characters built up in stories look like real characters.

  Natver Sir, is it real story?
  Let me tell you one thing, your all stories are having a perfect script for a Great Movies.
  Bahare Fir Bhi Aati hai is also like a real story.
  Why don’t you write a Novel based on some story? Please.

 15. Viren Shah કહે છે:

  Bhangar varta…
  Story line is okay, may get 50%
  Natver Bhai varta-o ne karan vagar khenchye rakhe chhe. Bin jaruri chijo nu vadhare padtu mahatv aape chhe. Dhirubhai e Reamless chashma paherya ke sadi frame na paherya, emane baraf nu chosalu pahela upadyu pachhi biju upadyu pachhi triju upadyu vagere peeshpeshan jarur vagar mukya chhe…

  Vastva ma aavu badhu bane eni koi gurantee nahi….vadhare padatu filmy ane taddan non-practical stories.

 16. Krunal કહે છે:

  નટવરભાઇ,
  આપની વાર્તા જીંદગી એક સફર… વાંચી… સારી લાગી પણ વાર્તાના અંત વિશે કંઇક કહીશ કે જો વાર્તાના અંતમા ધીરૂભાઇ અને સરલા એ ભારતમાં જ રહીને વૃધ્ધાશ્રમના લોકોની સેવા કરવાનું વિચાર્યું હોત તો કદાચ મારા મતે અંત વધુ યોગ્ય હોત. કદાચ એમ કરવામાં ધીરૂભાઇ દ્વારા તેમના મા બાપને થયેલ અન્યાયનો પસ્તાવો કરવાની પણ ધીરૂભાઇને પણ તક મળતી. જો કે આ મારુ મંતવ્ય છે કારણ કે મને લાગે છે કે આખરે તો દરેક માણસ પોતાની વતનની માટીમાં જ ભળવા માંગતો હોય છે.
  વાર્તાની શરૂઆતમાં જ જ્યારે ધીરૂભાઇએ મેકને કહ્યું કે હું એકલો નથી જતો તારી મમ્મી સાથે છે એ વાંચતા જ મને લાગ્યું કે ધીરૂભાઇ પોતાની પત્નીને કદાચ અસ્થિ સ્વરૂપે જ લઇ જતા હશે. બાકી દરેક વસ્તુની (એટલે કે વ્હિસ્કીના નામથી લઇને ગામના નામ સુધી )બારીકાઇથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે જે સરાહનીય છે. જો કે એક વાત મેં નોંધી છે કે આપની વાર્તામાં મોટાભાગે પાત્રો અમેરિકન ભારતીયો જ હોય છે.
  આ વાર્તા વાંચતા વાંચતા મારુ મગજ એ પણ વિચારવા લાગ્યું કે માણસ પૈસાની જંજીરોમાં કેવો જકડાઇ જાય છે. પોતાના વતન, પોતાના માણસો, મા બાપ બધું રૂપિયા આગળ નગણ્ય બની જાય છે. હું પણ સિંગાપોરમાં છું હાલમાં અને આ કશ્મકશ મારા દિમાગમાં પણ ચાલતી રહેતી હોય છે કાયમ. પણ હું એટલા માટે જ દર વર્ષે ઇન્ડિયાની ટ્રીપ કરતો રહું છું જેથી કરીને મારા પરિવાર અને વતન સાથે જોડાયેલા તાર અંક્બંધ રહે. ખરું વાંચન કદાચ એ જ છે કે જે વાંચીને માણસ વિચાર કરતો થાય અને સારા નરસાનો ભેદ સમજતો થાય અને મને લાગે છે કે આપની કૃતિઓ મારા જેવા વાંચકોને વિચાર કરતા તો કરે જ છે. બસ આટલું જ કહેવું છે મારું.

  નમસ્તે,
  કૃણાલ

 17. vimal shah કહે છે:

  its a nice story.you always like to surprise reader.is there any around you?
  a man’s ego is always satisfied when a girl awaits him for entire life.
  however the story, the treatment, and the sentiments all are fine.
  congratulations.

 18. ખૂબ સરસ ભાવનાસભર વાત,

  લાગણીના તંતુઓ તોડ્યા તૂટતા નથી ભલે ગમે તેટલા વહાણા વહી જાય, પરંતુ રેખાબેનની વાત સાથે પણ હું સંમત છું.

  ખૂબ સરસ રચના, અભિનંદન

 19. Bhumi કહે છે:

  all your stories are amazing dad! love you

 20. Jina કહે છે:

  ખૂબ સુંદર નટવરભાઈ… હું પણ કુણાલભાઈની વાત સાથે 100% સહમત છું કે આપની વાર્તાઓ અમને વિચાર કરતાં કરી મૂકે છે

 21. krishna patel કહે છે:

  great story…as usual..

 22. Mehul & Rinku કહે છે:

  Dear Mehta Uncle,
  It is very nice story. you are using such nice words to express love i like that most.
  Congratulation

  Mehul & Rinku

 23. Aditya કહે છે:

  Dear Mr. Mehta,
  Congratulation…
  Your recent new story “Zindgi Ek Safar” is extra ordinary.
  I like it very much. This is a like true love story.
  Just pure love and No lust.
  Thanks for published this kind of best story.
  I hope I will get more publication from You.
  Thanks, once again.
  Regards,
  Aditya Parmar
  From: Bhavnagar (Gujarat)
  INDIA

 24. Birud Sindhav કહે છે:

  Dear Natvarbhai:

  Thanks for sharing your story! It is a wonderful piece, I enjoyed it very much! You have the blessings of Maa Saraswati – please keep it up!

 25. Dilip Shah કહે છે:

  Dear Shri Natvarbhai,
  Aapni vartani shaili kubaj romanchit kare chhe. Varta kharekhar khubaj gami.
  bas Malia jyare aap Amdavad mo ho,
  Dilip Shah

 26. ghanshyam કહે છે:

  Dear Natvarbhai,
  I enjoyed reading your Navlika, It is excellent.
  Though I dislike why Dhirubhai would have stayed at their native and work there insted of going back to US.
  Second I dislike Dhirubhai is having habit to have alkohol.
  Thanks,
  Ghanshyam Kothari

 27. Shweta Mehta-Topiwala કહે છે:

  Dearest Dad/

  This is one of my most favorite story of yours. Now that I have been to Jalarpour, reading this again seems like I am re living your childhood.. I love the ending of it and can’t explain the way I feel every time I read each and every single stories of yours.. It’s like I am living in the moment, I feel the pain of Gangaba when I read that and for Jingi Ek Safar, I really think it should be made into a movie…The divine love that they share for each other is beyond any words that I can express.. You have a great talent and Know that you are my roll model. I love you very very very much.

  Your Daughter =)

  “Love is patient; love is kind
  and envies no one.
  Love is never boastful, nor conceited, nor rude;
  never selfish, not quick to take offense.
  There is nothing love cannot face;
  there is no limit to its faith,
  its hope, and endurance.
  In a word, there are three things
  that last forever: faith, hope, and love;
  but the greatest of them all is love.”

 28. dhara કહે છે:

  sorry to write but to some extent i agree to what mr.viren shah has written.unnecessarily stretched too much.but overall right story at right time.
  valentine is gone but so what!!!happy vasantosav and happy holi.
  now i wish to have totally indian(not NRI)story from u.

  dhara shukla

 29. ભાવના શુક્લ કહે છે:

  આદરણીય નટવરભાઈ,
  મે વાર્તા વાચી હતી અને કૃતિની તરફેણ કે વિરુદ્ધમા તો કશુ કહેવાનુ યોગ્ય નથી હોતુ ખરેખર કોઈ જ માટે. દરેક રચનાકાર માટે પોતાની રચના, પોતાના સંતાન સમાન હોય છે અને એ જ રીતે ઈશ્વરે દરેકમા માતૃતત્વનો અંશ સ્રીત્વ થી જુદો પાડી મુકી દિધો છે. સંતાનને માથી વધુ કોઈ ના ઓળખે તેમ રચના કે કૃતિ ને તેના રચનાર વધુ કોઇ જ ના ઓળખી શકે. રચના બનતી વખતે માત્ર શબ્દો કે વ્યાકરણ જ નથી હોત તેની સાથે પરંતુ અનેક ઊર્મીઓ, સારી ખરાબ વૃત્તિઓ, અનુભવો અને આસપાસનુ વાતાવરણ જોડયેલા હોય છે. માટે જ દરેક કૃતિને પ્રતિભાવ આપવો એ અન્યાયી કાર્ય માત્ર જ છે અને તમે વ્યક્તિગત અભિપ્રાય માગ્યો ત્યારે એ અન્યાયી ધૃષ્ટતા કરવી જ રહી મારે..
  તમારી લખાણ શૈલી તેવી ને તેવીજ સરળ છે. પણ અન્ય વાર્તાઓની સરખામણીમા બહુ જ નબળુ વાર્તાંકન થયુ છે. દરેક કૃતિ દ્વારા એક ક્રાન્તી, એક અલગતા, એક વિચારધારા, એક પ્રેરણા, એક સ્વાનુભવની ઝલગ કે અંશમાત્ર રચનાકાર મુકતો હોય ત્યારે એ કૃતિ ખરેખર બહુભોગ્ય બની રહે છે. આ વાર્તામા નાયકને એ વિશિષ્ટતો સાથે ના રજુ કરાયો જેનો ખેદ રહેશે. ભાવનાશીલ નાયક, વહાલી પત્નીના અસ્થીઓ જ્યારે હાથમા હોય ત્યારે પણ બ્લેક લેબલની ચુસ્કીઓ મારે તે અમેરીકાની અસરતળેના આધુનીક વાર્તાકારની સામન્ય શૈલી બની રહી. અહી થી આગળ વાચવાનુ મન ના થયુ પરંતુ વાચી નાખી વાચવા ખાતર.
  ૨૨ કલાકની મુસાફરી મા જિવનભર સાથ નિભાવનાર રમતી રહી વિચારોમા અને બીજા ૮-૧૦ કલાકમા તો પુરાણી ભુલાયેલી પ્રિયતમા યાદ પણ આવી ગઈ. એક તદ્દન પામર જીવ તરીકે વાર્તા નાયક એટલો તો સરસ આલેખાયો કે તેની અસર તળે નાયીકા જેવુ સ્નેહાળ અને માત્ર સત્યને સ્વિકારનારુ પાત્ર પણ તેની અસર તળે આવી ગયુ અને પછી ખાધુ-પીધુને રાજ કર્યુ.
  હવે જલ્દી આ ખોટ પુરી કરો તમારી ઓરિજનલ શૈલી સાથે જે વાચતા જ રહી જવાય. નહી તો આ અણગમો જીરવવો ભારે પડશે અમારા જેવા વાચકોને.

 30. સુંદર વાર્તા.
  નવસારી હાઈસ્કુલમાં અમે બધા જતા તે સમયે (૧૯૫૨થી ૧૯૫૭) આપે જે સ્થળનું વર્ણન કર્યું છે, ત્યાંથી ચાલતા પસાર થતા એમ લાગે છે. તે સમયનાં સ્મરણો તાજાં થયાં.
  નટવરભાઈ, મને પણ લાગે છે કે કેટલીક વાર બીનજરુરી લંબાણ થાય છે. આ પહેલાં આપની એક વાર્તા ૯/૧૧ વીષે હતી, જે શરુઆતમાં ખુબ જ સુંદર રીતે વહેતી હતી, ખુબ રસપુર્વક વાંચતો હતો, પણ પછીથી વધુ પડતી લંબાવાને લીધે રસ રહ્યો ન હતો. એ વાર્તા અમુક ચોક્કસ સમયે પુરી કરી દીધી હોત તો બહુ જ ઉત્તમ કક્ષાની વાર્તા હોત એવું મને લાગે છે. કદાચ મારી લાગણી યોગ્ય ન પણ હોય તો માફ કરશો.

 31. આપણા રસ્તાઓ હવે સાવ જુદા થઇ ગયા
  હતા તમો મારા સનમ, હવે ખુદા થઇ ગયા…
  Love needs dedication just like this. I wish I find someone during this life, whom I can love in this way… 🙂

 32. Jignesh કહે છે:

  What a lovely love story.
  I like dialogues very much. It is full of Poetry. The narration is marvelous. The characterization is superb. I have read lot of Stories.
  But this is the Best one off all the stories. I am very impressed with the situation generated and the flow of story. It flows very smooth and ends with the super twist.
  Hats of Natvarbhai!

 33. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  Natvarbhai,Thanks for your Email & as invited Iam on your Site….Read the story of Dhirubhai& Sarala…Very nice Varta & enjoyed reading it. Congrats for a very nice Site !
  You are invited to my Site Chandrapukar ; your Comments appreciated !

 34. Sonal કહે છે:

  To, Natumama,
  You Know! mama! Your story”jindgi ek safar” is SUCH A GREAT STORY”.Your story was touching and also makes reader sad for main character of story is “DHIREN”. iT MAKES ME FEEL LIKE STORY REMINDS ME OF MY PARENTS,THEIR LOVE AND THEIR WISHES FOR ME TO DO FOR THEM. This story tells me how much dhirenbhai missed his parents when he was visiting their old house. THE IMPORTANT MATTER IS DHIRENBHAI WAS SAD THAT HE WAS NOT THERE WHEN HIS PARENTS REALLY NEEDED HIM IN INDIA WITH THEM ,IN OLD AGE. I felt that sadness in dhirenbhais thoughts. THAT IS TOUCHABLE. iT ALSO REMINDS OF ME OF MY HOMETOWN IN NAVSARI,JALALPORE,MITHA KUWA DERASAR.
  DHIREN’S CHARACTER ALSO SHOW ALL READERS THAT THIS IS REALITY OF TIME.”WHEN HIS MARIA REQUESTED HIM ALOT TO STAY WITH THEM IN USA,THEN DHIRENBHAI’S THOUGHT WAS REALLY REALLY THOUGHTFUL AND FAIR ACCORDING RUNNING PRESENT TIME OF YOUNGER GENERATION THAT IN BEGINNING THEY WILL BE OK BUT AFTER SOME TIME IT WILL BE BURDEN ON THEIR SHOULDER FOR THEIR OWN OWN PARENTS. BEFORE THEY MISBEHAVE OR ANYTHING HAPPENS WITH DHIRENBHAI, HE TOOK WISE AND REASONABLE DECISION. i AGREE WITH THIS REALITY OF PRESENT GENERATION & FEEL SAD AT SAME TIME.
  This story also reminds me of MIRA,who was in LOVE WITH KRISHNA. “SARLA” AND SARLA’S LOVE TOWARDS DHIRENBHAI IS REALLY TRUE LOVE WHERE,SHE SACRIFICE HER LIFE AND STILL LOVES HIM SO MUCH AND SHE THINKS OF HIM AS GOD. THATS PURE LOVE WITHOUT ANY DEMANDS OR COMPLAINS EVEN HE IS NOT THERE WITH HER. SHE HAS LIVED HER LIFE WITH HIS MEMORY AND HIS LOVE LIKE HE IS THEIR WITH HER. THAT IS TOUCHABLE AND GREAT LOVE STORY. THIS IS TRUE LOVE. FINALLY AFTER HER WAITING LONGGGGGGGG PERIOD OF HIM, HE CAME INTO HER LIFE. THAT IS GOOD END OF LOVE STORY. WHEN DHIRENBHAI SAID OH GOD I COULDN’T RECOGNIZE SARLA’S LOVE AND CRIES,THAT MAKES READER SO SAD AND MADE ME CRY LIKE I FELT DHIRENBHAI’S PAIN AND SADNESS.
  MAMA, i REALLY LIKED THIS GREAT STORY ABOUT LIFE AND LOVE I ADMIRE YOU TO WRITE MORE AND MORE GREAT STORIES.
  CONGRATULATIONS MAMA FOR WRITING ANOTHER GREAT STORY. i REALLY LIKED THIS STORY VERY MUCH.

  WITH LOVE AND BEST WISHES,
  SONAL.(FLORIDA)

 35. Nimish કહે છે:

  Hi Natverbhai,

  “Trijo Janma” was the first story I read of yours and by reading I got to know what a mature storytelling means.

  I just love the way you give each n every small detail about the characters and their movements. It creates a complete environment and livelyness in my mind. That’s why your stories become so much like a raw screenplay and I just love it!

  There are many comments regarding the climax of the story. I believe it was Sarala’s love and commitment because of which they met! Regarding Dhiren’s character to put his dreams before their parents’ dreams are understandable by looking at him as a man who follows his heart. The same goes for him remembering Sarala when he became alone and at the end leaving India with Sarala. People like to see good characters in the story, but you’ve given a real character here! Hats Off, for that!

  I’m also a writer and learning something new by each day. I’ll really appreciate if you can find sometime to read my story on ReadGujarati.com and give your views. Follwing is the link for my story:

  http://www.readgujarati.com/sahitya/?p=1761

  The name is: Premnu Antim Parimaan

  I’ll wait for your feedback.

  With Best Wishes for journey ahead,
  Nimish

 36. milind કહે છે:

  i have read your this novel first ever!! o…k fine i have complete at a time!!! would like to read more from you!!

 37. nayan panchal કહે છે:

  Dear Natwaruncle,

  It’s a great story. I am wholeheartedly agree with Bhavnaben. Not about her take on your story but her views on a relation between a creator and his creation.

  I don’t know why but I feel the pain behind the story. Because of this pain, I can overlook all the limitations.

  Such love is really rare, but it’s divine. Love to know your view on “ame tran, amara tran” by Vinod Bhatt on readgujarati.

  Keep writing, God bless kanta-Dhiren-Sarla.

  nayan

 38. Pinki કહે છે:

  core of the story is superb !!
  and u r narrating soo easily
  mind-catching !!

 39. ghanshyam કહે છે:

  sir this story is mind blowing i think this is a true story…… very good sir

 40. dhufari કહે છે:

  શ્રી નટવરભાઇ,
  પરદેશમાં વસવાટ કરનારના મનમાં વતનપ્રેમ કેવો હોય છે એ મેં અનુભવ્યું છે.હું પોતે કચ્છથી દૂર છ વરસ મહારષ્ટ્રમાં અને સાણત્રીસ વરસ ઓમાનમાં રહ્યો છું.હું કુણાલના અભિપ્રાય સાથે સહમત છું.જો ધીરૂભાઇ પોતાના વતનમાં જ સરલા સાથે સ્થાહિ થયા હોત તો યોગ્ય ગણાય.રેખાબેનની વાત સાચી છે.કાંતાબેનના અવસાન પછી પોતાના એકાકી જીવનના આધાર માટે સરલા યાદ આવી?આ વાત જરા અસંગત લાગે છે.બાકી તો સૌ ને પોતાની અલાયદી અને અલગ વિચારસરણી હોય છે.
  અસ્તુ
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 41. Chintan કહે છે:

  Namaste Uncle,

  are wah..aa varta vanchi ne sauthi pehla aaj shabdo nikalya. shu shaili chhe..!!! gami gayu..ekdum gami gayu. tan man prafullit thai gayu. kharekhar khoob sundar ane bhav vahi lakhan chhe. aapno man thi khub khub aabhar uncle.

  With best regards,
  Chintan

 42. kirtida કહે છે:

  શ્રી નટવરભાઈ
  આપની બે અંતમાં વર્ણવેલી વાર્તા ના બંને અંત યોગ્ય છે. મનેબીજો અંત વધારે ગમ્યોં. પ્લેઈનથી માંડીને ,અંત સુધી વાર્તાને જીણવટથી આલેખી છે.કાંતાના અસ્થિ વિસર્જન થી શરૂ થયેલી વાર્તા જલાલપૂર સુધી રસપ્રદ રહી.પરંતૂ સરલાના પાત્ર સાથે નવી વાર્તા શરૂ થઈ. એક વાર્તામાં બે વાર્તાનો અનુભવ થયો. એકંદરે વાર્તા પસંદગીને પાત્ર છે .જેમને પ્રેમકથા પસંદ હોય એ લોકો જરુર વાર્તાને પીડીએફ ફૉરમૅટ્માં સૅવ કરી વાર્તાને ફરી વાચવાં લલચાશે.
  કીર્તિદા

 43. dhiraj thakkar કહે છે:

  khub sundar vaarta

  natavar bhai kyarek amaara blog ma nan padharjo.

 44. vidya કહે છે:

  Dear uncle, woooow superb story,actully am late already vashant is gone but u know i feel 2day is valentains actully for true love there is no need for 14th feb for them always its valentines but still its western part style we r follow bcaz they dont have much time in there machin life,,,,,,,,,,,anyways uncle all u r story morel is good i liked very much u know when u get u r love in u r love than u r most happiest and lucky person in earth,i know some times love need dedication but end of tht u r geting wht u want tht is more inough, its very hard to wait for somebody in long life and end of age u get tht person tht is more exited,,,,,,all u r story like seems these things around in our life only if we think deeply,anyways uncle plsssssssss give some mre new stroies like thisa waiting for tht,

 45. Dr.Hitesh Vyas કહે છે:

  Shri natvarbhai, aapani sundar hradaysparshi varta vanchine romanch anubhavyo. varta no bijo ant vadhare gamyo… parntu akhi varta pachhi pan ek ajampo manma to rahi j jay chhe…..saval e chhe ke ama kanta ne kem dhirubhai sahelaithi bhuli jay chhe…..manavina sambandho ketla takladi hoy chhe, evu mane lagyu….maf karjo…nana modhe..moti vat lakhi hoy to..

  Hitesh

 46. hardik કહે છે:

  Hello Natvarbhai,
  kharekhar saras, ghani lagni sabhar. aankh bhini thay gay.

 47. Dipti Trivedi,WI કહે છે:

  આ વાર્તા લખ્યા પછી તમે ઊંઘી શક્યા નહિ કારણ કે માતા-પિતાનો વિરહ , કદાચ એ તમારી વાર્તા છે. એમાં વાર્તા તત્ત્વ તો હોવાનું જ , પણ એનો મૂળ પીંડ તમારા ભૂતકાળમાં સજીવન હતો એમ લાગે છે. વળી ધીરુભાઈ લોરીયાલમાંથી જ નિવૃત્ત થાય એટલે વાચક માટે અનુમાન થોડું સરળ થઇ ગયું. વિસ્તાર, જગ્યાનું વર્ણન અને ખાસ તો મનોભાવો પોતાના વતન અને ઘરમાં અજાણ્યા મહેમાનની જેમ આવકાર પામવાનો વગેરે વિદેશમાં વસતા પણ ભારતને શ્વસતા ભારતીયની છબી ઊભારી જાય છે.

  I have read four to five stories on your blog.At one point I can predict which way story will move forward but TRIJO JANMA is totally unpredictable.

 48. naresh k. dodia કહે છે:

  સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો… ધીરૂભાઇ સાથે ચારધામની યાત્રા કરી…ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું…સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો…એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા…ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઈઝ…! ધ બીગ સરપ્રાઇઝ…

  simpley natubhai’s tpuch…..dada mast mast…..

 49. rita parmar કહે છે:

  mehtasaheb,namste.
  aapni varta haji hu vanchvani sharuvat karu chhu,jindgi ek safar…………a safer jindgi na antim sthan par j purna thay chhe.kahani saras hati,dhiren a carecter mane selfish lagyu……karan k potana badhaj swarth purn thaya pachhi ene badhu remind thaay chhe……..???
  sarla……..mirabai ni yaad awi jaay emna patra ne joi.
  kanta……………..jeni sathe jindgi almost puri kari………..toh su a kanta nahi pan dhiren ni jindgi no KATO hata.
  overall it is nice story
  prem karva mate ummer ne kai leva deva nathi …….aap shree a khoob sari rite darshavyu chhe…………..
  abhaar.vachak chhu,etle pasand apni apni……….

 50. Dilay કહે છે:

  શું કામ શોધું હું તને આસપાસમાં….?? તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં….!!

  Very Good.

 51. Raju Tailor કહે છે:

  Masa,

  Bahu saras lakhyu chhe….I am not finding any words to describe that how great Varta is this.

  Thank you so much and Best Regards
  Raju

 52. Bernie Lukaszewicz કહે છે:

  Greetings I recently finished going through through your blog and I’m very impressed. I do have a couple queries for you personally however. Do you consider you’re thinking about doing a follow-up posting about this? Will you be going to keep bringing up-to-date at the same time?

 53. Nishita કહે છે:

  Natwarkaka tamari aa varta khub j lagnishil che ne last moment sudhi interest thi read karvi game tevi che very touchy..tamari darek varta mane radave che………sarla ni lagni jevi lagni su aaj kal jova male che.e prem niswarth hato but Dhirubhai na character perthi etlu jarur kahish ke darek purush ava j hoy che……….last ma dhiru bhai e Sarla ne apnavi ne whole life e kya che kevi rite jive che kyarey yad na kari ketla swarthi che e jani sakayu eklata ma yad avi Sarla……..last ma apnavi etle dukh thayu pan akhre ene life time ni tapsya fali ……..eno niswarth prem jityo….eno viswas jityo etle jane nand gher anand bhayo jetlo anand thayo……..આપણા રસ્તાઓ હવે સાવ જુદા થઇ ગયા nahi ek thai gaya
  હતા તમો મારા સનમ, હવે ખુદા થઇ ગયા aa sher no sukhad end avyo….

  Nishita

 54. ushma acharya કહે છે:

  SUPERB,EXTREAMLLY NICE STORY NATVARJI,
  આટલા ઓછા શબ્દોમાં એક વ્યક્તિનું આખુ જીવન સમાઇ ગયું.પ્રેમસભર લખાણ કોઇ વાર્તા ન લાગતાં સાચી ઘટના જ જાણે આલેખાઇ હોય તેવું લાગ્યુ.તમારી ઘણી વાર્તાઓ મે વાંચી છે.મને પણ શોખ છે ટૂંકી વાર્તાઓ લખવાનો. મે એક કોષિશ પણ કરી છે.જે મારા બ્લોગ પર મૂકી છે.આપ વાંચી મને માર્ગદર્શન આપશો તો આપની આભારી રહીશ.
  ઉષ્મા.

 55. kapil rajgor કહે છે:

  SARAS SARLA!!!!

  SARLA NO SACHO PREM JE TENE SIETH VARCHE MACHYO……….

  Saccha Dil thi jo prem karo to tamro prem Zindgi me Achuk Prapt thaye che………

 56. himmat chhayani કહે છે:

  લિન્કના આધારે આજે મારી ,આપના બ્લોગમાપ્રથમ મુલાકાત છે,ખરેખર અદભુત સાહિત્યિક સામગ્રી માણવા મળી,,

 57. aarti mehta કહે છે:

  a vry good story .ek nisvarth prem ni sundar gatha….

 58. Shantilal Kathiria કહે છે:

  Excellent love story of RUNNNU BANDH, Get ready for surprise.

 59. patel zilar કહે છે:

  VERY NICE STORY….
  BHU THODA EVA HOY CHHE JENE SACHHO PREM THAY ANE KOIKJ EVU HOY CHHE JE ENE SAMJE..ANE ENI KADAR KRE…..

 60. sureshchandraseth કહે છે:

  માનનિય શ્રી નટવરભાઇ,
  આજે હમણાજ આપની વાર્તા “ જીવન સફર” વાંચી. વર્ષોથી વતનની યાદ ને મનમાં સંઘરી ને બેઠેલા બીનનિવાસી ભારતિય ની મનોદશાનુ સુન્દર આલેખન જોવા મળ્યુ. “અખન્ડ આનન્દ ‘ જેવા સંસ્કારી સામયિક માં આપની ક્રુતિઓ છપાતી હોય તે પછી આપની પ્રશંશા કરવાનો પણ અમારા જેવા ને અધિકાર રહેતો નથી, કારણ ઝળહળતા દિપક ની પ્રશંશા કરવા જનાર આગિયાઓ હાંસી ને પાત્રજ ઠરે..! હું તો વિદેશમાં વસતો નથી, મારા વતનના ગામ જોરાવર નગર થી અમદાવાદ ખાસ દૂર પણ નથી, તેમ છતા હું લગભગ ચાલીશવર્ષો થી જઈ શક્યો નથી, એ સ્કૂલકોલેજના દિવસો, એ સરળ મિત્રો અને વતન ની ધુળ હજી સાંભરે છે, આ વાર્તા વાંચ્યા પછી મને પણ મન થાય છે કે એક વાર ટેક્ષી કરી ને જોરાવરનગરનો આંટો મારી આવુ..!

  સરલા ની યાદ પછી તુરતજ વ્રુધ્ધાશ્રમ ની મુલાકાત અવી એટલે ખ્યાલ તો આવી ગયો કે અહીં સરલા મલવી જોઈએ, અને તે જર જુદી રીતે મલી પણ ખરી. ભારતના નાના શહેરમાં ઓફીસની વચ્ચે આમ ચુમ્બનો કરવા શક્ય નથી, પણ આપના લાંબા અમેરિકા નિવાસ ના કારણે આવુ આલેખન સહજ ગણાય.

  એક નાનકડી ભુલ તરફ ધ્યાન દોરુ છું, સરલા સ્થાનકવાસી જૈન હતી, સ્થાનકવાસી જૈનો દેરાસર જતા નથી કે કેશરની બીન્દી પણ લગાવતા નથી, આતો એક સહજ પ્રતિભાવ છે જે પાણીમાંથી પોરા ગણવા જેવુ નગણ્ય કામ છે, બાકી આપની વારતા ખુબજ ગમી, સરળપણે એમાં વહી જવાયુ. . ભારતિયએન.આર.આઇ. નો ઠસ્સોઅહીં યોગ્યરીતેજ વ્યક્ત થયો છે, ભારતિય સજ્જન ટેક્ષી વાળાને આમ સહેલાઈ થી પાંચ હજાર આપી ન દે….!
  નવી વાર્તા સાથે ફરી મળીશુ.

 61. SNEHA કહે છે:

  WAH BAHU SARAS VARTA CHE BUS AAMJ LAKHTA RAHO AEVI SUBHECHA

 62. Parul mehta કહે છે:

  Wah…….khub j saras premkatha hati. Patro ekdam jivant lagta hata. Koi aatli hade koi ne prem kari sake che.. I like very much this story………..

 63. Karuna કહે છે:

  Very touchable story,I like this story very much.Exelent love story

 64. Gaurav Raiththa કહે છે:

  Amazing !! Superb !!!

 65. સરસ વાર્તા છે. બહુ ગમી..

Ashok ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s