બહારે ફિર ભી આતી હૈ…….

આપ સર્વને ક્રિસમસની ખુબ ખુબ શુભ કામનાઓ…મેરી  ક્રિસમસ અને હેપ્પી ન્યુ યર…!!
સર્વને સર્વ સુખ, સંતોષ અને સુખાકારી સર્વ દિશાઓમાંથી પ્રાપ્ત થાઓ એવી પરમ કૃપાળુ પ્રભુને નમ્ર પ્રાર્થના….

(૯-૧૧નાઅમેરિકા પરના આંતકવાદી હુમલાએ દુનિયા ધ્રુજાવી દીધી હતી … અહિં અમેરિકામાં હું એનો  સાક્ષી છું… ઘણા કુટુંબોની જિંદગી  બદલાય  ગઇ  એ કારણે… એને અનુલક્ષીને એક વાર્તા લખવાની ઘણા વખતથી મનિષા હતી… માણો મારી વાર્તા…પ્રથમ વાર…હા, આપના અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે…)

બહારે ફિર ભી આતી હૈ…..

‘ઇટ્સ મી….હની…!!’ એક ડૂસકું .. ‘પ્લીઝ, પિક અપ…..!! પ્લીઇઇઇઇઝ….!!’ઊંડો નિઃશ્વાસ.. ‘અહીં બધું જ સળગી રહ્યું છે….!!  આગ….આગ…. ફાયર…!! ઓહ ગોડ !! ઓહ ભગવાન ….!!કદાચ, આપણે હવે કદી મળી નથી શકવાના…ગોડ નોઝ…!!! પ્લીઇઇઇઝ, ટેઇક કેર ઓફ યોર સેલ્ફ !! એન્ડ  સોની…. આઇ લવ યૂ….. યૂ………!!’

આ છેલ્લાં શબ્દો હતા મોનાના… જે મિહિરના વોઇઝ મેઈલમાં સેવ થયા. મિહિર બોર્ડની મીટિંગમાં હતો.. એની ચેમ્બરમાં એનો સેલફોન ઓફ હતો..બંધ હતો.. બૅયર ફાર્માસ્યુટિકલ્સમાં મિહિર બાયો મેડિસિન ડિપાર્ટમેન્ટનો ડાયરેક્ટર હતો..

‘આઇ એમ સોરી ટુ સે મેમ્બર્સ !!’ બૅયરના સી. ઇ. ઓ. મિસ્ટર એરિક હેન્ડરસને ઊંડો શ્વાસ લઇ કહ્યું.., ‘વી હેવ ટુ સ્ટોપ ધ મીટિંગ.. !” છેલ્લાં બે કલાકથી મીટિંગ ચાલી રહી હતી ને હજુ બીજા બે કલાક ચાલે એમ હતી…ફ્યુચર સ્ટ્રેટજી ઓફ રિસર્ચ ઇન બાયો મેડિસન પર આ બહુ જ અગત્યની મીટિંગ હતી..કંપનીની જીવાદોરી સમાન રિસર્ચની મીટિંગ અને આમ અધવચ્ચે એ બંધ કરવાની વાતથી બોર્ડના સહુ સભ્યો સાશ્ચર્ય ડો. એરિક તરફ જોવા લાગ્યા..

‘વી આર અન્ડર અટેક!!’ ઊંડો શ્વાસ લઇ એ બોલ્યા, ‘વી આર અંડર અટેક! અમેરિકા પર હુમલો થયો છે. આઇ એમ સોરી ટુ સે બટ વર્લ્ડ ટ્રેડ સેંટર ઇઝ અંડર અટેક!! એન્ડ બોથ ધી ટાવરર્સ આર કોલેપ્સ્ડ !!!’

‘વ્હો…..ઓ…ઓ…..ઓ…..ટ  ??’  મિહિર પોતાની ખુરશી પરથી ઊછળીને ઉભો થઇ ગયો..

‘ય…..સ……!!’

દોડતો એ પોતાની ચેમ્બરમાં ગયો ને સેલ ફોનનો વોઇઝ મેઇલ સાંભળ્યો..

‘આ…..આ……ઇ…..ઇ…….લવ યૂ!!’   છેલ્લાં શબ્દો હતા મોનાના…

એક શૂન્યવકાશ છવાઈ ગયો મિહિરના મગજમાં…

‘મો ઓ ઓ ઓ ના આ આ આ!!! મો……………………ના આ આ આ!!’  એનાથી ચિસ પડાઈ ગઇ..

‘મોના…  આ ….!’  એ ધ્રુસકે ધ્રૂસકે રડી પડ્યો. મોના, એની પત્ની વર્લ્ડ ટ્રેઇડ સેંટરમાં આવેલ મેરિલ  લિંચમાં ચિફ એકાઉંટન્ટનુ કામ કરતી હતી.

‘ઓ…હ ગોડ…..! ઓ…હ ગોડ …!!’  મિહિર સાથે જ કામ કરતો મેક એની પાછળ જ દોડતો એની ઓફિસમાં આવ્યો હતો . એણે આક્રંદ કરતાં- તરફડતાં મિહિરને પોતાની બાથમાં લઇ લીધો. એની આંખો પણ ભીની થઇ ગઇ હતી..’પ્લી ઇઇઇઇ સ, કન્ટ્રોલ યોરસેલ્ફ મિહિર…!!!’

મિહિરની ચેમ્બર હવે ઘણા બધા સાથી કર્મચારીઓથી ભરાઈ ગઇ…સહુના ચહેરા પર રોષ હતો….આક્રોશ હતો… ક્રોધ હતો…. !!

એટલાંમાં જ મિહિરનો સેલ-ફોન રણક્યો..

ડૂસકું રોકી…આંસૂ ખાળી ધ્રુજતાં હાથે એણે ફ્લિપ ફોન ખોલ્યો:  ‘હ…..લ્લો….!!!’

‘ડે એ એ  એ  એ    ડ…….!!’ સામેના છેડે એની પુત્રી સોની હતી…એ પણ રડતી જ હતી. બન્ને બાપ-દીકરી મૌન રહી જાણે હજારો શબ્દો કહી રહ્યા હતા એક બીજાને..!!

‘ડે…..ડ !!’ સોની રડતાં રડતાં માંડ બોલી, ‘આઇ ટોલ્ક્ડ ટુ હર!! મેં મોમ સાથે વાત કરી..એણે તમને પણ કોલ કરેલ પણ યૂ વેર બીઝી ઇન ધ મીટિંગ… મોમને પણ ખબર હતી કે તમારે રિસર્ચ  બોર્ડની મીટિંગ છે…’

‘ઓ….હ…..!!’

‘હું આવું છું! આઇ એએએમ કમિંગ…ટુ યોર ઓફિસ…..!’ સોની રટ્ગર્સ યૂનિવર્સિટી ખાતે મેડિકલ સાયંસનો અભ્યાસ કરતી હતી…

‘વોટ શુડ આઇ ડૂ?’  પેપર ટિસ્યુથી નાક સાફ કરતાં સહુ તરફ જોઇ મિહિરે પૂછ્યું. સહુ જાણી ચૂક્યા હતા કે આ પ્રશ્નનો જવાબ આપવો અતિ મુશ્કેલ હતો.. લગભગ અશક્ય હતો હાલના સંજોગોમાં..

– હવે શું ??

ન્યૂયોર્ક જતાં બધાં જ રસ્તા બંધ થઇ ગયા હતા.. આખું અમેરિકા સ્તબ્ધ બની ગયું ! આખી દુનિયા ડઘાઈ ગઇ ..અમેરિકાનું સહુથી ગૌરવવંત્તુ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પળભરમાં ધૂળનો ઢગલો થઇ ગયું!!  ગ્રાઉન્ડ ઝીરો…ઓ…..ઓ…ઓ!!!

‘આઇ વોંટ ટુ ગો ધેર!! મારી મોનાને કંઇ જ નથી થયું! કંઇ જ નથી થવાનું, શી મસ્ટ બી ઓકે!! શી વિલ બી ઓકે!!’ રડતાં રડતાં મિહિર બોલતો હતો, ‘શી શુડ બી ઓકે….સમબડી ટેલ મી હુ ડિડ ધીઝ?  વ્હાઇ ધે ડિડ ધીઝ ? વ્હાઇ… વ્હાઇ…. વ્હાઇ…??’

કોઈ પાસે ક્યાં કંઇ પણ જવાબ હતો

‘આઇ એમ રિયલી વેરી સોરી, મિસ્ટર મિહિર….વિ ઓલ આર વેરી સોરી.’  ડો . એરિકે મિહિરની પીઠ પર ધીરે ધીરે હાથ પસવારતા પસવારતા ક્હ્યું, ‘આઇ ઇમિડિયેટલી ટ્રાયડ ટુ કોન્ટેક્ટ હોટ લાઇન… બટ ધે ઓલ આર ઓવરલોડેડ..!!! આઇ એમ ઓલ્સો ટ્રાઇંગ ટુ કોંટેક્ટ મેયર ઓફ ન્યૂયોર્ક.. બટ હી ઇઝ નાવ વેરી બીઝી.. !’ ડો. એરિકે મિહિરને સાંત્વના આપતા કહ્યું.

વર્લ્ડ ટ્રેડ સેંટરના સાઉથ બ્લોકના જે માળે વિમાન ઝીંકાયું હતું તેના બરાબર ઉપરના માળે જ મોના કામ કરતી હતી.

મોના…. !મોના…!! મોના……..!!!મોના……!!!!

મિહિરની નજર સામે ભુતકાળની સુંવાળી યાદોં  ભૂતકાળના પ્રસંગોની મધુરી હારમાળા બાયોસ્કોપની માફક પસાર થવા લાગી.

આજથી છવ્વીસ-સત્તાવીસ વરસ પહેલાં મિહિર મોનાને મુમ્બઇ ખાતે મળ્યો હતો. મોના આવી હતી એના મા-બાપ સાથે ભારત દર્શન માટે. અને પછી એમણે મોનાના લગ્ન માટે વિચાર કર્યો હતો..એ મોનાને અને મોના એને પસંદ પડ્યા હતા.. બન્ને એક કોમન મિત્રની લગ્નની પાર્ટીમાં ભેગા થયા.. મિહિર સીધો સાદો, સ્વપ્નિલ આંખો વાળો, થોડો ખોવાયેલો ખોવાયેલો યૂવાન હતો!!  જ્યારે મોના પોલિશ્ડ, પણ ઉછળતી કૂદતી વહેતી નદી જેવી તરવરતી યૂવતી હતી. જે સેવેલા સ્વપ્નોને સાકાર કરવાની ક્ષમતા ધરાવતી હતી. મોનાને મિહિરની સાદાઇ પસંદ પડી ગઇ. અમેરિકાના દેશી યૂવાનોમાં ખાસ જોવા મળતી ઉછાંછળા વૃત્તિ મિહિરમાં જરાય ન હતી. એ સીધો સાદો હતો.સરળ હતો. આ જ સરળતા પસંદ આવી ગઇ મોનાને!! મિહિરને બાય-ટેકનોલોજીમાં ખાસ રસ હતો. બોમ્બે યૂનિવર્સિટીનો એ સ્કોલર હતો. એણે જીનેટિક એન્જીનિયરમાં ઘણી જ સિદ્ધિઓ મેળવી હતી. કેંસર, પાર્કિનસંસ, એઇડ્સ જેવા અસાધ્ય રોગોનો સામનો કરવો હોય તો જીનેટિક એન્જીનિયરિંગ જેવાં વિજ્ઞાન વગર કોઈ આરો નથી; ઓવારો નથી એવું મિહિર માનતો હતો.. ઘણો જ વિચાર કર્યા બાદ એ મોના સાથે લગ્ન માટે તૈયાર થયો હતો. એનું કોઈ સગુ-વ્હાલું અમેરિકામાં ન્હોતું. અહીં અમેરિકા આવ્યા બાદ મોનાએ એને અપનાવી લીધો. ધીરે ધીરે એનો ડર મોનાએ દૂર કર્યો.. એનામાં આત્મવિશ્વાસની જ્યોત જગાવી. મિહિર માટે મોના હરદમ લભ્ય રહેતી. કારણકે, મોના સુશીલ, સંસ્કારી હતી. નિર્દંભ હતી…સાલસ હતી.. ભલે એ અહીં અમેરિકામાં જન્મી હતી, ઉછરી હતી પણ એનાં સંસ્કારો ભારતીય હતા !દેશી હતા.! મોનાએ મિહિરને ઘડ્યો.. ડ્રાયવિંગ શિખવ્યું. કાર લઇ આપી.. જાણે એ કાદવનો નિરાકાર પિંડ હતો તેમાંથી એક નયનરમ્ય મુર્તિ બન્યો. એને વધુ અભ્યાસ માટે મોનાએ પ્રોત્સહિત કર્યો. એને અમેરિકાની વિખ્યાત યૂનિવર્સિટિમાં એડમિશન અપાવ્યું. એની ફી માટે મોના બે-બે જોબ કરતી. એ બાયો-ટેકનોલોજીમાં પી એચડી થયો. મિહિર માટે મોના પ્રેરણામુર્તિ હતી. પ્રેમની દેવી હતી!

– ઓ….હ… મોના….!! મોના…!! તું ક્યાં છે..??

– અરે!! તું તો મારા હૈયામાં છે!! મારી રગ રગમાં છે !! મારા ઉરના હર ધબકારમાં છે !!

સોની દોડતી મિહિરની ચેમ્બરમાં ધસી આવી. રડતી-કકળતી.. બાપ-દિકરી બન્ને એક બીજાને ભેટીને રડવા લાગ્યા. ડૂસકે!! ડૂસકે !! સમય જાણે સહમી ગયો. કાળ વીકરાળ બની ગયો. ચેમ્બરમાંથી એક પછી એક કર્માચારીઓ ધીરે ધીરે સરકી ગયા..બન્નેને એકાંત આપવા.

શોકની એક ઘેરી કાલિમા છવાઈ ગઇ હતી સહુના ચહેરા પર.

થોડા સમય પછી માંડ પોતાના રૂદન પર કાબૂ મેળવતા સોની બોલી, ‘ડેડ, આઇ વોન્ટ ટુ ગો ટુ ન્યૂ યોર્ક! આ…..ઇ ….!’એ ફરી રડી પડી.

સોનીની જમણી હથેળી પોતાના બન્ને પંજામાં પ્રેમથી થપથપાવતા મિહિર ભીના અવાજે શાંત સ્વરે બોલ્યો, ‘ત્યાં જઇને શું મળશે આપણને. ?? તારી મોમ ?? ઓહ ગોડ…!!’

થોડો સમય મૌન મૌન બન્ને એક બીજાને સાંત્વના આપતા રહ્યા. હવે શું કરવું એ વિશે બન્ને અજાણ હતા.. મૂંઝાયેલ હતા.

હળવેકથી મિહિરનો આસિસ્ટટ્ન્ટ મૅક પાણીની બે બોટલો લઇને ચેમ્બરમાં આવ્યો.. બન્નેએ એમાંથી એક બે ઘૂંટ પાણી પીધું.

‘મિસ્ટર મિહિર, હાઉ કેન આઇ હેલ્પ યૂ…??’ મૅકે મિહિર તરફ પુછ્યું..

શૂન્યમાં તાકતો હોય તેમ મિહિર મૅક તરફ નિહાળી રહ્યો.એની આંખોમાં રતાશ છવાય ગઇ હતી.. પણ આંસૂઓ સુકાય ગયા હતા..આંસૂનું સ્થાન એક ઘેરી હતાશાએ લઇ લીધું.. અસીમ નિરાશાએ લઇ લીધું.. જાણે મિહિર પળભરમાં જ બદલાય ગયો!! એનું અકળ મૌન સહુને અકળાવતું હતુ..  ‘લેટ્સ ગો ટુ યોર હોમ!! આઇ વિલ ડ્રાઇવ!! ગિવ યોર કાર કીઝ.. !સમબડી વિલ ડ્રોપ યોર કાર્સ !’

મૅક સમજતો હતો. બન્ને માટે આવી વિચલિત માનસિક પરિસ્થિતિમાં ડ્રાઇવ કરવુ અઘરું હતું. બન્ને મૅક સાથે સહમત થયા.. ઘરે આવ્યા. આખે આખું ઘર ખાવા આવતું હોય એમ લાગ્યું! જાણે પૂછતું હતું ક્યાં છે મોના?? મારી મોના…….???

ઊંડો શ્વાસ લઇ મિહિરે ટીવી ચાલુ કર્યું. દરેક ચેનલ પર વર્લ્ડ ટ્રેડ સેંટરના જ સમાચારો આવતા હતા. લા…..ઇ……વ…..! મિહિરની લાગણીઓ જાણે સાવ થીજી  ગઇ !! એ કંઇ વિચારી શકતો ન હતો..બાઘો બાઘો થઇ ગયો હતો..સોનીએ હોટ લાઇનના ફોન નંબરો નોંધી લઇ એ નંબરો ડાયલ કરવા માંડ્યા. થોડાં સમય પછી લાઇન મળી એટલે એણે ભારે હૈયે મોનાની માહિતી નોંધાવી..

મોનાના મમ્મી – પપ્પા ઇંડિયા ગયા હતા. એમનો ફોન આવ્યો. એઓ અહીં આવવા નીકળી ગયા હતા. મિહિરના મોટા ભાઇના પણ ઇંડિયાથી બે વાર ફોન આવી ગયા..એઓ પણ આવવાની કોશિષ કરી રહ્યા હતા.. સાંજના સાત – સાડા સાત થયા. નજીકના મિત્રો સગા-વ્હાલા મિહિરના ઘરે આવ્યા. સોનીનો બોય ફ્રેન્ડ ક્રિસ પણ આવી ગયો. સહુ સહમી ગયા હતા.. આ અમાનવીયતાની પરાકાષ્ટા હતી.. માનવ જ દાનવ બન્યો હતો અને હજારો નિર્દોષ જિંદગી આંતકવાદની આગમાં હોમાઈ ગઇ હતી..!! જાત જાતની અફવાઓ ફેલાઇ હતી..ટીવી ચેનલોએ પણ સહુ મનોરંજન પ્રોગ્રામો, જાહેરાતો બંધ કરી દીધી હતી..ફ્ક્ત વર્લ્ડ ટ્રેડ સેંટર અને પેંટાગોન પરના હુમલાના જ સમાચાર આવતા હતા. આખું અમેરિકા શોકમગ્ન થઇ ગયું હતું..સ્વયં શોકની ઘેરી કાલિમા છવાઇ ગઇ હતી આખા અમેરિકામાં.. આખી દુનિયામાં…

ટાકો-બેલમાંથી ક્રિસ બધા માટે ખાવાનું લઇ આવ્યો. ક્રિસ સોની સાથે જ રટગર્સમાં જ મેડિકલ સાયંસનું ભણતો હતો. એકદમ સાલસ, હળવો અને રમૂજી હતો..કોઈએ કંઇ ખાસ ખાધું નહિ.. અને ખવાય પણ કઇ રીતે આવા સંજોગોમાં

‘સોની..!!’ ક્રિસ અને સોની સોનીના રૂમમાં મળ્યા..ક્રિસને ભેટીને સોની ફરીથી ખૂબ રડી.. એણે એક વાર ન્યૂયોર્ક જવું હતું..

‘આઇ વોન્ટ ટુ ગો પ્લી….ઇઇઇઝ !!’ રડતાં રડતાં એ બોલતી હતી, ‘પ્લીઝ, ટેઇક મી ધેર….!!’ ક્રિસે એને રડવા દીધી..એની પીઠ પસરાવતા પસવારતા એણે એને સાંત્વના આપતા કહ્યું, ‘વી વિલ ગો… !!આઇ વિલ કમ વિથ યૂ ટુમોરો…ડિયર!!’ પછી એની હડ્પચી પકડી એનો ચહેરો ઊંચો કરી કહ્યું, ‘બટ પ્લીઝ, કંટ્રોલ યોરસેલ્ફ !! વી શુડ થિંક એબાઉટ ડેડ.. છેલ્લાં ચાર કલાકથી એઓ એક પણ શબ્દ નથી બોલ્યા..રડ્યા નથી… ઇવન હી ડિડ નોટ બ્લિન્ક….!!’

‘હી ઇઝ શોક્ડ !!’

‘આઇ નો બટ!!’  ક્રિસ શબ્દો ગોઠવતો હોય એમ બોલ્યો.. ‘હી શુડ એક્સપ્રેસ હીઝ ફિલિંગ્સ… ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ!!’

*     *     *     *     *     *     *

બીજે દિવસે ક્રિસે બધી તપાસ કરી.  ઘણુ જ મુશ્કેલ હતું ન્યૂયોર્ક જવાનું. હડસન પરના બ્રિજ, ટનલો સહુ પર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયો હતો.  માસ ટ્રાંસિટ સર્વિસ બહુ જ ઓછી હતી. લોઅર મેનહટન વિસ્તાર આખે આખો પોલિસના કબ્જામાં હતો. સોનીએ ફક્ત એક વાર વર્લ્ડ ટ્રેડ સેંટર ખાતે જવું હતું. મિહિર મૌન થઇ ગયો હતો. એની તો જાણે વિચારશક્તિ જ જાણે કુંઠિત થઇ ગઇ હતી!! મોના જે કંપનીમાં કામ કરતી હતી એમાંથી વહેલી સવારે ફોન આવ્યો. એઓએ ન્યૂયોર્કમાં કંટ્રોલ યૂનિટ ઉભું કર્યું હતું. હોટ લાઇન સ્થાપી હતી: એમના આહત થયેલ, અસર પામેલ કર્મચારીઓ માટે. એમનો ક્રિસે સંપર્ક કર્યો. એમણે તરત જ વ્યવ્સ્થા કરી..પરમિટ મેળવી અને લિમો મોકલાવી. ક્રિસ અને સોની આવી પહોંચ્યા ગ્રાઉન્ડ ઝીરોની નજદીક..

એકસો દસ માળનુ ગૌરવવતું વર્લ્ડ ટ્રેડ સેંટર કાટમાળના ડુંગરમાં ફેરવાઈ ગયું હતું! ક્યાંક ક્યાંકથી ધુમાડા નીકળતા હતા. ક્યાંક હજુ ય આગ લપકારા મારતી હતી! ફાયર એંજીનો એકધારૂં પાણી છાંટતા હતા.. આખા ય વિસ્તારમાં આતંકવાદની એક અગમ્ય દુર્ગંધ છવાઇ ગઇ હતી. આખા અમેરિકામાંથી સેવાધારી યૂવક યૂવતીઓ પાવડા, તગારા, ટમ્બ્લર વગેરે લઇ ઉમટી પડ્યા હતા. એઓના ટોળાને  વ્યવસ્થિત કરવામાં આવી રહ્યા હતા.. કાટમાળના આ મહાકાય પર્વતને ઉલેચવા માટે હાલે મશિનરી ન વાપરવાનો નિર્ણય લેવાયો હતો કે જેથી કાટમાળ નીચે કોઈ દબાયું હોય તો એઓને બચાવી શકાય.. એટલે સાથી હાથ બઢાના સાથી રે……….. ની પુકાર ઊઠી હતી અને એનો જબરો પ્રતિસાદ મળ્યો હતો!!

સોની અવાક થઇ ગઇ.. કાટમાળના ઢગલામાં હજારો જિંદગી ધરબાઇ ગઇ હતી અને એમાં એની પ્રેમાળ મોમ હતી.. મોના હતી..!! મોમનો લાવણ્યમય   મધુરો ચહેરો તરી આવ્યો મન દર્પણ પર!! કાટમાળથી ખાસે દૂર એઓને ઉભાં રાખવામાં આવ્યા.. એ મોનાનો ફોટો સાથે લઇ આવી હતી. સાથે સાથે મોનાએ ઘરના ગાર્ડનમાં પ્રેમથી ઉછારેલ ગુલાબના છોડ પરથી ગુલાબના  દશ-પંદર પુષ્પો પણ એ લઇ આવી હતી. સોનીએ ગ્રાઉન્ડ ઝીરોની જેટલું જઇ શકાય એટલું નજદીક જઇ વોક-વે -ફુટપાથની ફરસ પોતાની હથેળીથી શક્ય હોય એટલી સાફ કરી મોનાનો ફોટો મુક્યો. બાજુમાં ગુલાબના પુષ્પો પ્રેમથી મુક્યા. નીચે નમીને જે કંઇ ધૂળ-રાખ હાથમાં આવી એની ચપટી ભરી  એણે પોતાના કપાળે આદરપૂર્વક લગાડી અને શાંત ચિત્તે આંખો બંધ કરી બે હાથ જોડી એ ઊભી રહી.. ક્રિસ પણ એને અનુસર્યો.. થોડી શાંત પળો એમ જ ધીમેથી પસાર થઇ. પવનની એક હળવી લહેર આવી એના વાળની લટને સહેલાવી ગઇ!! જાણે મોના ન આવી હોય !! મોમે એના વાળમાં હાથ ન ફેરવ્યો હોય!! હળવો મલકાટ ફરી આવ્યો એના મ્લાન મુખ પર!! આંખમાં ભીનાશ તરી આવી….

– મો ઓ ઓ ઓ ઓ મ  !!! સોનીના મ્હોંમાંથી સ્વગત શબ્દો સરી ગયા…

સોનીએ હળવેકથી  આંખો ખોલી. જોયું તો એની સાથે સાથે લગભગ પચાસ-સાંઠ સ્ત્રી-પુરુષો બે હાથ જોડીને તો કેટલાંક નતમસ્તક  એની આસપાસ ઉભા હતા….!! શ્વેત-શ્યામ, ઘઉંવર્ણા, રંગીન !! એક અદભુત દ્રશ્ય રચાયું હતું એ !! એઓની કોઈ જ્ઞાતિ ન્હોતી..!! ન તો એઓ હિન્દુ હતા !! ન મુસ્લિમ!! ન ઇશાઇ !!બસ, માનવો હતા એ સહુ !!

સોનીની આંખો ભરાઈ આવી.. ના, એ સાવ એકલી ન્હોતી..!!

સાંઠેક વરસની એક ગોરી પ્રોઢા ધીમે પગલે એની પાસે આવી. એના ગુલાબી ચહેરા પર એક અનુકંપા હતી.. અજંપો હતો.. આક્રોશ હતો… છતાં, એક ભવ્ય શાતા પણ હતી..! એણે સોનીને પ્રેમથી બાથમાં લઇ લીધી.. સોનીને પરમ શાંતિનો અનુભવ થયો… ત્રણેક મિનિટ ચાલ્યું હશે એ આલિંગન..જેણે સોનીને નિર્મળ પ્રેમના પ્રવાહમાં વહેડાવી !!!

‘થેંક્યુ…યૂ… યૂ…!!’  સોનીએ પ્રોઢ્ઢાનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યું, ‘માય.. મો..ઓ.. મ !!’

પ્રોઢા એ એના પર્સમાંથી એક તસવીર કાઢી. એ એક યૂવાનનો ફોટો હતો.. હસતો થનગનતો યૂવાન !! ફાયર ફાયટરના યૂનિફોર્મમાં !!!

‘માય સન કાર્લોસ…’ ધીમા સ્વરે વૃધ્ધા બોલી..

‘ઓ…હ…..  !!’

‘હી વોઝ ઓન્લી ટ્વેન્ટિફાઇવ !!’ વૃધ્ધા શાંત સ્વરે બોલતી હતી, ‘હી વોઝ વેરી એનરેજેટીક.  ફની, ફુલ ઓફ હ્યુમાનીટી.. !! લાસ્ટ મન્થ હી જોઇન્ડ એસ એ ફાયર ફાયટર એટ બ્રુકલિન ફાયર સ્ટેશન!! એંજિન ટેન….!!’ ફોટામાં કાર્લોસને એક મધુરું ચુંબન કરતાં એ બોલી. એની રાખોડી આંખોમાંથી નર્યું માવતર નીતરતું હતું.. ધીરેથી એણે બીજી તસવીર સોનીને આપી.. ‘કાર્લોસ વાઇફ જેઇન …. !!એન્ડ  હિસ સન કાર્લોસ જુનિયર..!!’

એ તસવીર નીહાળી રૂવાંટા ઊભા થઇ ગયા સોનીના !!!

તસવીર કોઈ હોસ્પિટલમાં લેવાઇ હતી… કાર્લોસ અને જેઇનની વચ્ચે તરતનો જન્મેલ ફુલ ગુલાબી કાર્લોસ જુનિયર હતો.. બન્ને મા-બાપના ચહેરા પર હાસ્ય હતું. નવા નવા મા-બાપ બનવાનો અવર્ણનીય આનંદ હતો !!!

‘ઓ ઓ ઓ હ…..!!’  સોનીથી ભારેખમ નિઃશ્વાસ નંખાઈ ગયો.. ‘આઇ એમ વેરી વેરી સોરી..!’ એણે વૃધ્ધાના બન્ને હાથો ફરી પોતાના હાથમાં લઇ લાગાણીથી દબાવ્યા…

‘વ્હા…આ …આ…ઇઇઇ  ?’ વૃધ્ધાએ સોનીની નજર સાથે નજર મેળવતાં કહ્યું, ‘વ્હાઇ વી હેવ ટુ બી સોરી…?’ સોનીના હાથમાંથી તસવીર લઇ પોતાના પર્સમાં મુકી. સયંત પણ સહેજ ઊંચા અવાજે એ બોલી.., ‘માય સન સેક્રિફાઇડ હીઝ લાઇફ ટુ સેવ ધ પિપલ!! આઇ એમ વેરી પ્રાઉડ ઓફ હિમ…!’ એની પારદર્શિય રાખોડી આંખોમાં તરી આવેલ ભિનાશ એણે લૂંછી,  ‘આઇ વિલ નોટ ક્રાઇ… !’ એ લગભગ રડી પડી… પણ પછી તુરંત પોતાના રૂદન પર કાબૂ મેળવતાં એ બોલી… ‘આઇ કેન નોટ ક્રાઇ !! આઇ હેવ ટુ ટેઇક કેર ઓફ હિસ ફેમિલિ….જેઇન …, કાર્લોસ જુનિયર !! લાઇફ કેન નોટ બી એન્ડ લાઇક ધીઝ!! વી શુડ થિંક ઓફ ફ્યુચર!! વી કેન પ્રે……!! પ્રે ટુ ઓલમાઇટી ગોડ!!!  જીસસ!! અલ્લાહ!! હરે રામા- હરે ક્રિશ્ના..!!! પ્રે ફોર પીસ!! પીસ ઓફ માઇન્ડ!! પીસ ઓફ ધેર સૉઉલ.  હુ આર સ્લીપિંગ હિયર વીથ લોટસ્ ઓફ હોપ્સ…..! લોટસ્ ઓફ લવ !!’ એણે કાટમાળના ડુંગર તરફ ફરી આંખો બધ કરી, છાતી, બન્ને ખભાએ અને આંખોની વચ્ચે કપાળમાં મધ્યમાં પોતાનો જમણો હાથ લગાડી ક્રોસની સંજ્ઞા કરી કહ્યું, ‘આ મે એ એ એ એ ન !!’

એના થીજી ગયેલ આંસૂઓ જાણે વરસાદમાં ફેરવાયા હોય એમ ધીમો ધીમો ઝરમર વરસાદ પડવા લાગ્યો! સાથે લાવેલ છત્રી ક્રિસે વૃધ્ધાના માથા પર ધરી..

‘થેંક્સ સન…!’

પોલિસે સહુને ત્યાંથી નીકળવાની વિનંતી કરી… ટીવી રિપોર્ટર-કેમેરામેનના ટોળાંથી બચતા ત્રણે ય બહાર રોડ પર આવ્યા.. ત્યાંથી દસમા બ્લોક પર સહુની કાર પાર્ક કરેલ હોય ત્યાં એઓ આવ્યા.મૌન મૌન !! મૌન પણ જાણે પડઘાતું હતું!!

પાર્કિંગ લોટમાં સોની-ક્રિસની લિમો પહેલી આવી એટલે સોનીએ વૃધ્ધાને આલિંગન આપ્યું.. વૃધ્ધાએ સોનીના જમણા ગાલ પર હળવું ચુંબન કર્યું: ‘ગોડ બ્લેસ યૂ!!’

‘થેન્ક યૂ મે….મ!!!’ સોનીએ ફરી વૃધ્ધાને ભેટી પડતાં સુધારીને ભાવવશ ક્હ્યું, ‘થેન્ક ય, મો…..ઓ…..મ!!’

લીમોના ડ્રાઇવરે નમ્રતાપુર્વક કારનો પાછળનો જમણો ડોર ખોલ્યો..સોની અને ક્રિસ ધીરેથી કારમાં ગોઠવાયાં. કાર નીકળી એમના ઘરે આવવા જર્સી સીટી  તરફ.

સોનીએ ક્રિસના વિશાળ ખભા પર પોતાનું માથું ઝુકાવ્યું અને આંખો બંધ કરી. એ જાણતી હતી કે એની મોમ હવે ફરી કદી આવવાની ન્હોતી… ! કદાચ, મોમના અવશેષો પણ મળવાના ન્હોતા…!! પણ એણે એકવાર ગ્રાઉન્ડ ઝીરો પર આવવું હતું !! અહીં આવવાથી એક અકળ વિશ્રાંતિ મળી એના બેચેન દિલને….!! હવે પછીની જિંદગી જીવવાનો રાહ દર્શાવી ગઇ હતી એ અજાણી પ્રોઢા !!

*     *     *     *     *     *     *

ભારેખમ દિવસો પસાર થવા લાગ્યા. સગા-વ્હાલા-મિત્રો સહુ પોત-પોતાના કામે લાગી ગયા. મિહિરના ભાઇને વીઝા ન મળ્યા.  મોનાના મા-બાપ લગભગ એક મહિનો મિહિરના ઘરે રહ્યા. કરવી પડે તેવી વિધિ, સારણ-તારણ વગેરે મોનાની આત્માની શાંતિ માટે કરવામાં આવી. સહુને ખબર તો હતી જ કે હવે મોના ફરી કદી આવવાની ન્હોતી.. કોઈ ખોટી અભિલાષા રાખવી પણ વ્યર્થ હતી. મિહિરે જાણે પોતાની જાતને સંકોરી દીધી!! એફ. બી. આઇના માણસો આવીને મોનાની કાંસકી, ટૂથ બ્રશ વગેરેના નમૂના લઇ ગયા.. સોનીનું બ્લડ સેમ્પલ લઇ ગયા. ડી એન એ મેચિંગ માટે !!

સોની ડોર્મ કરતી હતી. રટગર્સના કેમ્પસ પર જ રહેતી હતી. એ જ એના અભ્યાસ માટે ઉપયોગી હતું. એનો અભ્યાસ ઘણો જ અઘરો હતો.. એ આવતી, વીક-એંડમાં ને  ફરી પાછી એ પહોંચી જતી ન્યુ બ્રુન્સવીક. એણે એની જાતને પરોવી દીધી હતી અભ્યાસમાં, મોમનું સપનું સાકાર કરવાનુ હતું: એણે. પોતાની હોસ્પિટલ ખોલવાની હતી. પોતાનુ ફર્ટિલિટી સેન્ટર ખોલવાનું હતું!! મોના ફર્ટિલિટી સેન્ટર!!   એ ગાયનેકોલોજીસ્ટનું ભણતી હતી. ઓબ્સ્ટ્રેટિસયનનું ભણતી હતી.. !

મિહિરે પણ ધીરે ધીરે પોતાની જાતને જીવનની ઘટમાળમાં ફરી જોતરવાની કોષિશ કરવા માંડી. જ્યારે એ જોબ પર જતો ત્યારે એનું મન થોડું રોકાયેલ રહેતું પણ જ્યારે એ ઘરે આવતો ત્યારે ગમગીન થઇ જતો..આકરી એકલતા અનુભવતો..એનું જીવન સાવ બદલાઈ ચૂક્યું હતું !! પળે પળ એનો ખ્યાલ રાખનારી…. ખ્યાલ કરનારી મોના હવે એને નરી એકલતાના એક દંડિયા મહેલમાં પુરીને સ્વર્ગે સિધાવી ગઇ હતી. એના અંગનો એક અગત્યનો હિસ્સો એ ગુમાવી ચુક્યો હતો… મોનાની યાદ અસહ્ય બની જતી… એકલતા અસહ્ય બની જતી.. યાદોના વનમાં એ ભટક્તો અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોજતો!! ને એ ખોજતા  ખોજતા એ  ખુદ ખોવાઇ જતો… જાણે એ પોતાને જ ઓળખતો ન હતો.. જ્યારે જ્યારે એ અરીસામાં પોતાને જોતો ત્યારે એને એવું લાગતુ કે એનું  જ પ્રતિબિંબ તાકી તાકીને એને જોયા કરે છે!! જાણે પૂછતું ન હોયઃ કોણ છે તું ???

કોઈ પીડા થતી ન હતી એને.. એક દિવસ સવારે દાઢી કરતાં કરતાં બ્લેડ વાગી ગઇ.. ચીરો પડી ગયો ગાલ પર..!. લાલ ચટક લોહી વહેવા લાગ્યું એમાંથી!! એ જોતો જ રહ્યો એ વહેતા પોતાના લોહીને…!! ટપ… ટપ… ટપ… લોહી ટપકતું રહ્યું બેસિનમાં !! ચાર-પાંચ મિનિટ પછી જાણે એને એક્દમ ભાન આવ્યું હોય એમ એણે એના પર  ઠંડૂ પાણી છાંટ્યું.. કેબિનેટમાંથી બેન્ડેજ કાઢી લગાવી.!!

– લાવ, આજે તારી દાઢી હું બનાવી દઉં !! આમ પણ તું દાઢી કરતાં કરતાં જાણે ઘાસ કાપતો હોય તેમ લોન-મૉવર જેવું જ ચલાવે છે.. અને બાય ગોડ, તારી દાઢી જંગલી ઘાસ કરતાં પણ કંઇ જાય એવી નથી!! કેટલી ખરબચડી છે એ??

એક રવિવારે મોનાએ જીદ કરીને એની દાઢી બનાવી આપી હતી… ત્યારે એ જરા પણ ઘાયલ ન્હોતો થયો….બાકી એકાદ કાપો તો પડ્યો જ સમજવો… પછી તો મોના એના માટે ઇલેક્ટ્રિકલ રેઝર લઇ આવી હતી… બ્રાઉનનુ એ રેઝર પણ છેલ્લાં કેટલાંક સમયથી બગડી ગયું હતું.. ને મિહિર એના ટપકતાં લોહીને જોઇ રહ્યો..!!

– મોના…..મોના…. મોના……!!  પણ મોના ક્યાંય ન્હોતી!!!

કહેવાય છે કે સમય બધાં ઝખ્મોનો મલમ છે ! પણ મિહિરનો તો સમય જ થંભી ગયો હતો પછી તો ઝખમો શીદને રૂઝાય?

નાઇન વન વન!!

પ્રથમ વરસી આવી..!!

ગ્રાઉન્ડ ઝીરો પર એક એનિવર્સરી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું! મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા!! મિહિરને-સોનીને પણ આમંત્રણ આવ્યું… પણ એ ન ગયો… સોનીએ તો નક્કી કર્યું જ હતું કે ગ્રાઉન્ડ ઝીરો પર બની શકે ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય એક કદમ ન મૂકવું.

મિહિર અલિપ્ત બનતો જતો હતો!!

પોતાનાથી.. સમાજથી.. સોનીથી…. મોનાથી…. સર્વથી !!  કોઈ વાતમાં એને રસ પડતો ન્હોતો.. કલાકો સુધી મટકું માર્યા વિના એ દીવાલોને તાકતો રહેતો !!  એક કોશેટામાં પુરાઇ ગયો હતો મિહિર!! કોશેટાનું એ કવચ વધુ ને વધુ મજબુત થતું જતું હતું… સુષુપ્ત થઇ રહ્યો હતો મિહિર!! સોનીને પણ એના ડેડની ચિંત્તા થતી હતી.. એવું ન્હોતું કે મિહિરે પ્રયત્નો ન્હોતા કર્યા પાછા નોર્મલ થવા માટે… પણ એ એના મન પર નો કાબૂ ગુમાવી ચૂક્યો હતો….! ક્યારેક પ્રાર્થના, ક્યારેક મેડિટેશન, તો ક્યારેક સંગીત સાંભળવામાં એ પોતાની જાતને રોકવાની કોશિષ કરતો..

– તુમ યે કૈસે જુદા હો ગયે…..હર તરફ હર જગહ હો ગયે….. !!

જગજીતસિંગની ગઝલ ગૂંજતી ત્યારે એ ફરી વધુ ગમગીન થઇ જતો.. એકલો એકલો રડી પડતો… !! રાતભર પડખાં ફેરવતો રહેતો.. !!  બે .. બે .. એમ્બિયન ગળતો પણ નિંદ્રાને ને એના નયનોને જોજનો દૂરનું અંતર રહેતું.. ઊંઘની ગોળીની પણ કોઈ અસર ન થતી…!!

એણે એની જાતને પોતાના કામમાં જોતરી દીધી. એના સીધા માર્ગદર્શન હેઠળ મહા ભયંકર અસાધ્ય રોગ એઇડ્સના નિયંત્રણ અને ઉપાય પર કામગીરી ચાલતી હતી. જીનોટાઇપીક એન્ટિરેટ્રોવાઇરલ પર ત્થા રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ પર પૂરજોશમાં સંશોધન ચાલતું હતું ! એચઆઇવીના વાયરલ ડિએનએને અલગ કરી એમાં મ્યુટેશનથી એન્ટિબોડિઝ બનાવવાની શક્યતા હતી. સુપર ઇમ્યુન માઇક્રો ક્રોમોસોમ પર પણ સંશોધન ચાલતું હતું. ઇમ્યુનોજીનીસિટી પર પણ અખતરાઓના સારા પરિણામો મળી રહ્યા હતા.  જો એ સફળ થાય તો એઇડ્સ અસાધ્ય રોગ રહેવાનો ન્હોતો.. એ દાનવને નાથવાના બધાં જ હથિયારો સજાવી બેઠો હતો મિહિર !! પણ એ પોતાની જાતથી હારી રહ્યો હતો.. એને આ કક્ષાએ લાવનારી એને ઘડનારી.. એની પ્રેરણામૂર્તિ જ એને છેહ દઇ ગઇ હતી……

તું  નથી રહી આજ મુજ સાથ સનમ,
હવે આ જીવવાને ક્યાં કોઈ કારણ છે.

સળગતી યાદોં ને ખોખલા ખયાલો,
બધાનો ઉકેલ બસ હવે તો મરણ છે.

મિહિરને મરી જવાનું મન થતું હતું.. આ જીવન આકરું; અકારું લાગતું હતું!!  આત્મહત્યાના વિચારો એના મનના જ્વાળામુખીમાં ઊકળતા લાવાની માફક ઊકળતા… ઊછળતા હતા…ખદબદતા હતા… જ્યારે પણ એ ઊંઘી જતો ત્યારે ઝબકીને જાગી જતો…ઘરની દીવાલો એના પર ધસી પડતી હોય એવું સપનું આવતું …કાશ, એ સચ્ચાઇ હોય. !!પણ ના, એ તો સપનું જ હતું!! સપનું જ સપનું રહેતું હોય છે!!  એ પથારીમાં પડખાં ફેરવતો રહેતો…દિગંતમાં જોતો રહેતો એ….!!

સોનીને પણ ચિંતા થતી હતી એના ડેડની.. એનો અભ્યાસ પણ તન તોડ અને મન જોડ મહેનત માંગી લેતો હતો… સમય મળ્યે એ દોડી આવતી મિહિર પાસે.. ત્યારે મિહિરને થોડું સારૂં લાગતું.. પણ પછી આવી પડતી નરી એકલતા વધુ આકરી લાગતી.. અકારી લાગતી!!

સમયને રોક્યો રોકાતો નથી..

હવે તો મિહિરને સરસ રસોઇ બનાવતા આવડી ગઇ. છતાં પણ મોટે ભાગે એ કમ્પનીના  કાફેટેરિયામાં જ ખાય લેતો.. સહકર્મચારીઓ એને એઓના ઘરે બોલાવતા પણ એ એઓને ત્યાં જવાનું ટાળતો…. એ સમજતો હતો કે આવું અલિપ્ત રહીને આખું જીવન જીવી નથી શકાવાનું પણ ……

એક રાત્રિએ માંડ માડ એ સૂતો.. સુવા માટે  પ્રયત્નો કરવા પડતા.. ઊંઘની દવાની આડ અસરને કારણે દિવસે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હોય એમ એને લાગતું.. એક વાર પોતાના ખોટા નિર્ણયને કારણે એને અફસોસ પણ થયો.. મોનાને આમ યાદ કર્યા રાખવાથી કંઇ એ પાછી આવવાની ન હતી… સાથી કર્મચારીઓએ એને ફરી કોઈ સ્ત્રી સાથે સબંધ બાંધવા માટે આડકતરી રીતે – સીધી રીતે સૂચનો પણ કર્યા ત્યારે એણે મ્લાન હસીને એ વાત ટાળી દીધી !!! એ મધરાતે એ ઝબકીને જાગી ગયો…  ઘરમાં જાણે કોઈ ચાલતું હોય એવો ભાસ થયો…!! એને પરસેવો વળી આવ્યો…!! આવું કદી ય ન હતું થયું…!! જાત જાતના વિચારો આવી ગયા એને!!! ધીરેથી ઉઠીને ચાર બેડ રૂમમાં આખા ઘરમાં એ એક આંટો મારી આવ્યો.. રેફ્રિજરેટરમાંથી પાણી લઇ પાણી પીધું.. લિવિંગ રૂમમાં આવી સાઇડ સ્ટેંડિગ લેમ્પની લાઇટ સળગાવી એણે રિક્લાયનર પર જ લંબાવ્યું.. એણે જેમ બને તેમ જલ્દી કોઈ સાઇક્રિયાટિસ્ટને મળવાનુ નક્કી કર્યું!!

નિંદ્રા તો વેરણ થઇ ગઇ હતી આજે…

– મોનાને નથી યાદ કરવી….હ….વે…!!

– શા માટે યાદ કરવી જોઇએ…. હ……વે ?!

પોતાની જાત સાથે એ વાત કરવા લાગ્યો..

– શા માટે છોડી ગઇ મને તું આમ તડપતો એકલો છોડીને…??

એણે દીવાલ પર લટક્તી મોનાની તસવીર તરફ એક નજર કરી!!

તસવીરમાં મોના લિયોનાર્દોની મોનાલિસાની માફક જ મરક્તી હતી… મારકણું…!!

મિહિર ક્યાંય સુધી એકધારું જોતો રહ્યો એ તસવીર તરફ! એના પર સુખડનો હાર પહેરાવેલ હતો !!!

તારી તસવીરને હાર ચઢી ગયો….
જિંદગી મારીનો ભાર વધી ગયો….

એ ઊભો થયો રિક્લાયનર પરથી.. ગરાજમાં જઇ સ્ટેપ સ્ટૂલ લઇ આવ્યો.. દીવાલ પરથી એણે મોનાની તસવીર ધીરેથી ઉતારી. એના પર ચઢાવેલ સુખડના હારમાંથી ચાર વરસ પછી હજુ ય સુવાસ આવતી હતી.!!

– આવી જ સુવાસ મોનાના કેશમાંથી આવતી!!

હળવેકથી એણે તસવીરની મોનાના ગાલ પર હાથ ફેરવ્યો.. તસવીર ચહેરાની નજીક લાવી એના હોઠો પર મધુરુ ચુંબન કર્યુ !! થોડી વાર સુધી એ તસવીરને બે હાથોમાં પકડી  તાકી રહ્યો..એનુ પોતાનું પ્રતિબિંબ પણ તસવીરના કાચમાં પડતું હતું!! જાણે એ અને મોના એક થઇ ગયા ફરી આજે!!! પછી કંઇક વિચારી બેઝમેન્ટમાં જઇ એ તસવીર  એક ક્લોઝેટમાં મૂકી આવ્યો..ક્લોઝેટ બરાબર બંધ કરી એ ઉપર આવ્યો… દીવાલ તરફ એક નજર કરી…. દીવાલ ખાલી ખાલી લાગતી હતી…!

ના,  આખી દીવાલ જ જાણે મોનાની તસવીર બની ગઇ હતી……!!

બે હાથ પહોળા કરી દીવાલને ભેટી એ રડી પડ્યો !!

ઘરની ભીંતો પરથી  તો કોઈ પણ તસવીર ઉતારી શકાય પણ દિલની દીવાલો પર લાગેલ છબીને તે કોણ ઉતારે…… ???

*     *     *     *     *     *     *

માર્ચ મહિનો બેસી ગયો હતો.. આ વરસે વિન્ટર થોડો આકરો હતો. પણ હવે બહાર ઋતુ કોઈ મદ મસ્ત યૌવનાની માફક ફરી વળી હતી આ અવનિ પર અને એના એક સ્પર્શે સહુ વૃક્ષોને નવપલ્લિત કરી દીધા હતા..પુષ્પોથી લચી પડ્યા હતા એ. સહુ…

સોનીનો અભ્યાસ પૂર્ણતાને આરે હતો.. એક વરસની થકવી નાંખનારી રેસિડન્સી પણ પુરી થઇ ગઇ હતી… સતત દબાણ હેઠળ કઇ રીતે કામ કરવું, કેવી રીતે દર્દીઓને સંભાળવા વગેરે અગત્યના પાસાઓ વિશે પ્રત્યક્ષ અનુભવ્યું એણે.. હવે તો બસ આરામ કરવો છે સ્પ્રિંગ બ્રેકમાં..!! એ એના રૂમમાં સૂતી હતી..ધીરેથી મિહિર એના રૂમમાં આવ્યો.. સોનીના કપાળ પર પ્રેમથી ચૂમી કરી..! એમ કરવા જતાં સોની જાગી ગઇ..એણે મિહિરના બન્ને હાથ પકડી બળ પુર્વક એને પલંગ પર બેસાડી દીધો. એના ખોળામાં નાની બાળકીની માફક માથું મૂકી દીધું, ‘આઇ લવ યૂ, ડેડ !!’

મૌન મૌન મિહિર એના સુંવાળાં વાળમાં આંગળા ફેરવવા લાગ્યો…

-કેટલી મોટી થઇ ગઇ મારી દીકરી…?! મિહિરે મનોમન વિચાર્યુ.

સોની આંખ મીંચી ફરી શાંતિથી સૂઇ ગઇ હતી..છેલ્લાં દશ દિવસ સોની ઘરે આવી એટલે ઘર ઘર જેવું લાગતું હતું. બાકી તો કોણ થોડી દીવાલો અને એક છતને ઘર કહે?! મિહિરે ધીરે ધીરે પોતાની જાત પર કાબૂ મેળવવા માંડ્યો હતો.. સાયક્રિયાટિસ્ટની સાથે થોડા સિટિંગ પછી એણે પોતાના મનને મનાવી લીધુ હતું….મનાવી લેવાની કોશિષ કરી હતી… છતાં પણ મોના એના મનનાં કોઈક અજાણ્યા ખૂણામાં સંતાય રહેતી..તે ક્યારેક અચાનક અંતઃકરણના દ્વારે આવી છપ્પો મારી ને પાછી સંતાય જતી !!

આજે શનિવાર હતો.મોટે ભાગે તો મિહિર વીકએન્ડમાં પણ કામ પર જતો રહેતો પણ જ્યારે સોની  ઘરે આવતી ત્યારે એ જોબ પરથી પણ સમયસર આવી જતો અને વીક એન્ડમાં પણ ઘરે જ રહેતો. સોની પણ એના ડેડની લાગણી સમજતી હતી. એનો અભ્યાસ જ એવો હતો કે જે ઘણો જ સમય અને મહેનત માંગી લેતો. એ એના અભ્યાસ સાથે કોઈ બાંધ છોડ કરવા માંગતી ન્હોતી અને એટલે જ એના ક્લાસમાં-એના ગ્રૂપમાં દસમાં ક્રમે રહી હતી.. એને ત્રણ તો સ્કોલરશિપ મળી હતી. અમેરિકાની બેસ્ટ હોસ્પિટલોમાંથી એના પર જોબની ઓફરો આવવા માંડી હતી. પણ એણે તો પોતાનુ જ ફર્ટિલિટી સેંટર ખોલવું હતું કે જે એની મોમની ખાસ અભિલષા હતી..

મિહિરના ખોળામાં માથું રાખી સોની ઊંઘી ગઇ હતી એના નિર્દોષ ચહેરામાં આછો આછો મોનાનો આભાસ થતો હતો.

– મને હવે તારા તરફથી કંઇ પણ ન જોઇએ..!! બસ, તેં મને મારી જિંદગીની એક અણમોલ ભેટ ધરી દીધી છે આ સોનીના રૂપમાં!!  તેં મને અસીમ પ્રેમ આપ્યો છે.. તેં મને મારી જાત કરતાં પણ મને વધુ ચાહી છે અને મને વિશ્વાસ છે કે તું મને આમ જ ભવોભવ ચાહતો રહેશે !! હંમેશને માટે…!! ક્યારેક તો લાગે છે કે હું તારા આ પ્યારમાં પાગલ ન થઇ જાઉં, મરી ન જાઉં તો સારું!!!

મોના ફરી છપ્પો મારી ગઇ મિહિરના મનદર્પણ પર!!

મિહિર મ્લાન હસ્યો ને બરાબર એ જ સમયે સોનીનો આઇ ફોને મધુરો રણકાર કર્યો.

‘વ્હાય આર યૂ લાફિંગ ડેડ?’  સોનીએ લાગણીથી મિહિરને જકડતાં પુછ્યું.

‘ન….થિં…ગ..!!’ પછી ફોન તરફ ઇશારો કરી કહ્યું, ‘જો, શું કહે છે તારો ક્રિષ્ણા… ?! આટલું સરસ નામ છે તેનુ ક્રિસ કરી નાંખ્યુ!!’

સોનીએ આઇ ફોન પોતાના હાથમાં લીધો… ક્રિસનો જ ટેક્સ્ટ મેસેજ હતો એ વાંચી ને એણે ફોન ડેડને આપ્યો, ‘હી વોન્ટ ટુ ટેઇક યૂ ફોર ડીનર ટુડે!!’

‘મી…ઇ…ઇ..ઇ…ઇ……?’ ફોનમાંનો મૅસેજ વાંચી મિહિર જરા ગુસ્સે થવાનો અભિનય કરતાં બોલ્યો, ‘ઇફ હી ગોના આસ્ક ફોર યૂ આઇ વિલ ડિનાય!!  એ જો મને મસ્કા મારવા માટે ખવડાવવા લઇ જવાનો હોય તો એને કહી દે જે કે મારી ના છે…!!’

‘વ્હાય ડોન્ટ યૂ ટેલ યોરસેલ્ફ?’ સોનીએ હસીને કહ્યું. પછી ફોન સાથે થોડું રમી ફોનમાં મેસેજ ટાઇપ કરી, સેન્ડ કરી મહિરિના વાળ ખોળી નાંખતા એણે કહ્યું, ‘મેં એને પાંચ વાગે આવવા કહ્યું છે. ધેન ટોક ટુ હિમ…મેન ટુ મેન!!’

‘ચાલ મારી મા!! મારે ઘણા કામ છે,  તું ને તારા  આ ક્રિસની વાતમાં તો દસ વાગી ગયા!!’

‘ડેડ, મેઇક મી એ પૅન કેઇક…!’

‘ઓ કે…!!ધેન યૂ વિલ હેલ્પ મી ઇન ગાર્ડન.. !!’

‘ઓ કે!!’

પછી તો બન્ને બાપ દીકરી ગાર્ડનમાં બરાબર કામે લાગ્યા. સોની હોમ ડીપોમાંથી ફ્લાવરીંગ પ્લાંટસ્ લાવેલ તે બાગમાં રોપ્યા. બાગમાં જરૂરી સાફ સફાઇ કરી બાગને બહારને આવકરવા લાયક બનાવી દીધો. બાગકામ લગભગ પુરૂં થવાં આવ્યું ને ક્રિસે મર્સિડીસ ડ્રાઇવ-વેમાં પાર્ક કરી..આમ તો એ મિની કુપર વાપરતો હતો પણ આજે એ એના ડેડની સિલ્વર મર્સિડીસ લઇને આવ્યો હતો!!

‘કામ પત્યું ત્યારે આવ્યો.!!’ સોનીએ પાઇપમાંથી એના પર પાણી છાંટતા કહ્યુ.

‘બી કેરફુલ!!’ એના હાથમાં સુટ કવરોને બચાવતા એ મોટેથી બોલ્યો. પછી મિહિર તરફ જોઇ કહ્યુ, ‘હાઇ ડેડ !’

‘હાય ક્રિસ!! હાઉ યૂ ડૂઇંગ?’ માટીવાળા હાથ સાફ કરી એણે ક્રિસ સાથે હાથ મેળવ્યા..

સોનીએ જીભ કાઢી ક્રિસને ચાળા પાળી કહ્યું, ‘ડોન્ટ બટરીંગ  ડેડ!!’

‘ઓ……ઓ…….ઓ યૂ શટ અપ!!’

ત્રણે બેકયાર્ડમાંથી થઇ ઘરમાં ગયા. ક્રિસે સાથે લાવેલ થ્રી પીસ સુટ મિહિરને આપતાં કહ્યું, ‘ડેડ, ધીઝ ઇઝ ફોર યૂ!! ફ્રોમ મી..!! પ્લીઝ, વેઅર ધીઝ ફોર ટુનાઈટ ડીનર..!!’

‘વા…ઉ!!’ મિહિરે આંખો પહોળી કરતાં કૈંક પ્રશ્નાર્થ નજરે સોની તરફ જોયું…

અરમાનીનો મોંઘામાનો ડિઝાયનર સુટ હતો. બ્લેક કલ્રરનો.! સાથે ટરકોઈશ કલરનું પ્યોર કોટનનું શર્ટ પણ હતું.

‘ઇટ ઇઝ રિયલી માર્વેલસ…!!’ સુટ જોઇ, શર્ટ જોઇ મિહિર બોલ્યો.

‘ડૂ યૂ લાઇક ઇટ…?!’

‘અફકોર્સ !!’  મિહિરે સુટ પાછો કવરમાં વ્યવસ્થિત મૂકતાં કહ્યુ, ‘યૂ શુડ નોટ બ્રિંગ ધીઝ.. એની વે..! થેંક્સ… ક્રિસ !!’

‘યૂ આર વેરી વેલકમ્ડ !!’

ત્રણે ય સાથે બપોરનુ હળવું લંચ લીધું વેજીટેબલ સેન્ડવિચ ખાધી. ક્રિસનો ડોકટરીનો અભ્યાસ પણ પુરો થઇ ગયો હતો. એ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ બન્યો હતો..પેટ રોગનો નિષ્ણાત.!! એની પ્રેક્ટિસ પણ ધમધોકાર ચાલતી હતી !

સોની અને ક્રિસ સોનીના રૂમમાં ગયા. કંઇ ગુસપુસ કરતાં કરતાં..

મિહિરની થોડી નવાઇ તો લાગી ક્રિસની વર્તણૂકથી.. પણ સોની ક્રિસને વરસોથી જાણતી હતી અને એને સોની પર પુરો વિશ્વાસ હતો.

બરાબર પાંચ વાગ્યે મિહિરના રૂમના દરવાજે સોનીને હળવેકથી ટકોરો માર્યો… ‘ડે…ડ..!!’

મિહિરે અંદરથી કહ્યું, ‘ઇટ ઇઝ ઓપન.!! કમઓન !!’

‘ડેડ ગેટ રેડી…!! વરરાજા તો તૈયાર પણ થઇ ગયો છે..!!’ સોનીએ હસતાં હસતાં કહ્યું, ‘હવે એને ના ન પાડશો.. !’

‘તું પણ બરાબર તૈયાર થઇ છે ને…?! તને એ પસંદ તો છે ને… કે પછી…?’

‘ડે…એ….ડ..!!’ શરમાઇને સોની બોલી., ‘ગેટ રેડી. વી આર ગેટીંગ લેઇટ..!’

આછા ગુલાબી રંગની પ્યોર સિલ્કની સાડી અને ક્રેપ સિલ્કના બ્લાઉઝમાં સોની બહુ જ રૂપાળી લાગતી હતી. ઘણા સમય પછી એણે સાડી પહેરી હતી.. મિહિર એનો ઉત્સાહ જોતો જ રહી ગયો!! એ ઝડપથી તૈયાર થયો. એના આશ્ચર્ય વચ્ચે ક્રિસે લાવેલ સુટ-શર્ટ એને બરોબર માપોમાપ આવી ગયાં આમ તો એ ઘણી વાર સુટ પહેરતો પણ આજે જાણે એ પહેલી વાર સુટ પહેરી રહ્યો હોય એવો રોમાંચ થઇ રહ્યો હતો એને..એણે કદી ય ટરકોઈશ કલરનું શર્ટ પહેર્યુ ન્હોતું. પણ બ્લેક કલરના સુટ સાથે ટરકોઈશ શર્ટનું કોમ્બિનેશન કંઇક અનેરું લાગતું હતું. ધ્યાનાકર્ષક લાગતું હતું.. ટાઇનો નોડ બરાબર ટાઈટ કરતાં પોતાની જાતને આદમ કદ અરીસામાં નિહાળી એ બહાર આવ્યો..

‘ઓ……!! ડે…..ડ  !!!’ સોની મિહિરને લગભગ ભેટી પડતાં બોલી.. ‘યૂ લુક હેન્ડસમ…!!’

‘નોટ લાઇક ક્રિસ…!!’

‘ફરગેટ હિમ હી ઇઝ નથિંગ અગેઈન્સ્ટ યૂ..!! એમ આઇ રાઇટ ?’ ક્રિસ તરફ ફરી સોની બોલી. ક્રિસ પણ તૈયાર થઇ ગયૌ હતો. એણે પણ બ્લેક સુટ જ પહેર્યો હતો ને ગુલાબી શર્ટ બરાબર સોનીની સાડીના કલર જેવું જ પહેર્યું હતું.. એ પણ ખૂબ જ ભવ્ય લાગતો હતો. એ પણ બરાબર તૈયાર થયો હતો. ઝડપથી ચાલી ક્રિસે મર્સિડિઝનો પાછળનો દરવાજો  ખોલ્યો એટલે ઝડપથી ચાલીને સોની પહેલાં બેસી ગઇ થેન્ક યૂ!! જરા ખંચકાયને મિહિર પણ એની સાથે પાછળ જ બેઠો.

‘મેમસા’બ!!’ નમ્રતાપુર્વક અદબથી દરવાજો બંધ કરી ક્રિસ બોલ્યો, ‘કહાં સવારી લેનેકી હૈ…..?’

એના આ અભિનયથી મિહિર મનોમન મરકતો હતો. એણે સોની તરફ નિહાળી આંખો પહોળી કરી આશ્ચર્યથી..!!

‘કુછ ઐસી પ્લેસિસ…. વ્હોટ ઇઝ કૉલ્ડ, જગા પર લઇ લો, ફોર ખાના…!! સારા… મીન અચ્છા ડિનર મિલે!! અચ્છા ખાના ખિલાયા તો સા’બ તુમકો મોટ્ટી બોક્ષિસ દેગા… !!ક્યૂં સાબ…?’ગાંડા-ઘેલા હિન્દીને કારણે પોતાના હાસ્ય પર માંડ કાબૂ રાખતાં સોની બોલી.

‘બોક્સિસ…??!! બોક્સિસ કો મૈં ક્યા કરૂંગા ??’ મોટ્ટેથી હસી પડતાં ક્રિસ બોલ્યો.      ‘અ…રે!! એ..એ…. એ ડબ્બુ ડ્રાયવર!! એટલા ભી માલુમ નથી તુમેરેકો…?! બોક્શિસ એટલે કે ગિફ્ટ ક્યા સમજા?!’ જરા ગુસ્સે થવાનો કરી સોની બોલી.

‘જી મેમસા’બ…!’  ક્રિસ સ્ટિયરીંગ પાછળ ગોઠવાયો. કાર હળવેકથી ડ્રાઇ-વે માંથી બહાર કાઢી. કાર સડસડાટ દોડવા લાગી. પાછળ સોની મિહિરનો હાથ પ્રેમથી પકડીને બેઠી હતી. મિહિરના મનમાં સેંકડો સવાલો સાગરમાં આવતા મોજાંની જેમ આવીને સમી જતાં હતાં.

થોડી વારમાં મર્સિડિઝ એક મોટી મહેલ જેવી ઇમારત આગળ આવીને ઉભી રહી. મિહિરે જોયું તો એ હોટલ શેરેટન હતી…પાર્સીપેની શેરેટન!!

ક્રિસે ઉતરીને ચાવી વેલૅ પાર્કિંગ માટે આપી…પોર્ચમાંથી એણે મિહિર અને સોનીને દોર્યા… ‘કમ ધીઝ સાઇડ પ્લીઝ…!!’

ત્રણે એક મોટા બંધ દરવાજા આગળ ઉભા રહ્યા.. સોની અને ક્રિસ બન્ને મિહિરની આસપાસ ઉભા હતા. ક્રિસે હવેકથી દરવાજો ખોલ્યો અને મિહિરને સહેજ અંદરની તરફ જવા કહ્યુ. મિહિરે અંદરના ઝાંખા અજવાળા વાળા મોટા ઓરડામાં પગ મૂક્યો..પગ મૂકતાંની સાથે જ ઓરડો ઝળહળાં થઇ ગયો. મોટ્ટેથી સંગિત ગૂંજ્યુ.

ડીજે એ મિહિરને આવકારતું મોટેથી મ્યૂઝિક વગાડ્યું!!

‘સ…ર….પ્રા આ આ આ આ ઇ ઝ…..!!!હેપ્પી બર્થ ડે ટુ મિહિર!!! હેપ્પી ગોલ્ડન જ્યુબિલી…!!!’ શેરેટનના ગ્રાન્ડ બોલ રૂમમાં ભેગાં થયેલ બસો માણસોનાં ટોળાંએ મોટ્ટેથી પુકાર કર્યો….

મિહિર તો હક્કો-બક્કો જ રહી ગયો: ઓ…ઓ…ઓ….!! તો વાત આમ છે…!!

સહુ એને ઘેરી વર્યા હતા.. એતો સાવ જ વીસરી ગયો હતો કે સોમવારે એનો જન્મદિન છે.. પચાસમો..!! સોની-ક્રિસે એને જરાય ગંધ ન આવવા દીધી..એ પ્રેમથી સહેજ આભારવશ સોનીને અને ક્રિસને બન્ને હાથોમાં લઇ ભેટી પડ્યો.. ‘થેંક યૂ..!! યૂ નોટી કપલ.. આઇ લાઇક ઇટ..!! આઇ એમ રિયલી સરપ્રાઇઝડ!!’

પછી તો એ વારા ફરતી બધાને મળવા લાગ્યો.. બધા એને મળવા લાગ્યા.. સોની-ક્રિસે બહુ કાળજીથી સહુને આમંત્ર્યા હતા.. બૅયરનો રિસર્ચનો સ્ટાફ, મોનાના મિત્રો, સોની-ક્રિસના મિત્રો.. મિહિરના અભ્યાસના સાથીઓ.. એના ડોક્ટેરેટના ગાઇડ ડો. એડ પોવૅલ પણ આવ્યા હતા. વરસો બાદ એમને મળીને તો એ ભાવ વિભોર થઇ ગયો..એ હવે જરા વધુ વૃધ્ધ લાગતા હતા. એમને હવે વોકિંગ સ્ટિકની જરૂર પડતી હતી. ડો એરિક તો ખરા જ એની પત્ની સહિત..!! અલબત્ત મોટાભાગે સહુ સજોડે જ આવ્યા હતા.

ડીજેએ હળવે અવાજે મધુરુ ભારતિય સંગીત વગાડવા માંડ્યું હતુ. ગણવેશધારી બેરા-સ્ટુઅર્ડ  જાત-જાતના વેજ-નોનવેજ  એપેટાઇઝર – લઇને ફરવા માંડ્યા..ઓપન બારમાંથી પીણાંઓ પીવાવા માંડ્યા.મોજ-મસ્તીનો માહોલ છવાય ગયો. સોની-ક્રિસ પણ સહુને રૂબરૂ મળીને આવકારતા હતા. મોનાના ગયા પછી પ્રથમવાર મિહિર કોઈ પાર્ટીમા સામેલ થયો હતો.બાકી દર ક્રિસમસે તો એની કમ્પની તરફથી બે બે વાર પાર્ટી ફંકશનો થતાં પણ એ એમાં સામેલ ન થતો.. હા, જ્યારે મોના હતી ત્યારે તો એ એક વાર બેસ્ટ ડ્રેસ્ડ  કપલનું ઇનામ પણ જીત્યો હતો..મોનાને કારણે !! એ બહુ ચીવટાઇથી તૈયાર થતી અને એનું સાડીનુ કલેક્શન અનેરૂં હતું સાડી પહેરવાની એની સુઝ અનોખી હતી. ત્યારે એણે મિહિરને જોધપુરી સુટ પહેરવ્યો હતો..એ નવાબ સમો લાગતો હતો. હવે તો એ બધું એક ખ્વાબ જેવું લાગતું હતું.

ગ્રાન્ડ બોલરૂમમાં વચ્ચે વુડન ડાન્સિગ ફ્લોર હતો અને એની આજુબાજુ પચ્ચીસ રાઉન્ડ ટેબલો સજાવીને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા હતા. એના પર સેંટર પીસમાં પુષ્પોના મોટા ગુચ્છ વચ્ચે ધીમે ધીમે કેન્ડલ સળગી રહી હતી. મિહિરને એ વાતની નવાઇ લાગતી હતી કે આટલા બધાં માણસોને આ પાર્ટીની ખબર હતી છતાં પણ એને કોઈએ જરા ય જાણ ન થવા દીધી!!

‘ડે…ડ!!!’ સોની એની પાસે હળવેથી સરકી..એની સાથે એક યૂવતી હતી. સહેજ ઊંચી,પાતળી, આકર્ષક, સહેજ તામ્રવર્ણી એની કાયાને એણે ટર્કોઇશ રંગની સિલ્કની સાડી બહુ જ કાળજીથી સજાવી હતી.. ‘ડે…..ડ….., મિટ મિસ માયા..!!’

‘હા…આ….ઇઇઇ!!’ માયાએ હસ્તધુનન માટે એનો પાતળો જમણો હાથ લંબાવ્યો. એનાં કાંડાં પરની કાચની બંગડીઓએ મધુર રણકાર કર્યો. એની સ્લીવલેસ બ્લાઉઝને કારણે એનો હાથ જરા વધુ લાંબો લાગતો હતો, ‘હે…પ્પી બર્થડે!!!’

સહેજે ખંચકાઈને, કંઇક ચમકીને મિહિરે માયા સાથે હાથ મેળવ્યો, ‘હા……ય!!’

‘ડેડ, મિસ માયા ઇઝ ક્રિસ આન્ટ!’  સોનીએ ઓળખાણ કરાવતા કહ્યું..

‘નાઇઝ ટુ મિટ યૂ…..!!’ માયાએ મિહિરનો હાથ પકડી જ રાખ્યો હતો. મિહિરને જરા મીઠી મુંઝવણ થઇ આવી. એણે હળવેકથી એનો હાથ છોડાવ્યો. માયાની અફીણી આંખોમાં એક અજીબ ચુંબકીય આકર્ષણ હતું.. તમે જો એક વાર એના તરફ જોઇ રહો તો બસ જોતાં જ રહી જાઓ…!!

મેકે આવીને મિહિરના હાથમાં વાઇનનો જામ પકડાવી દીધો..નહિંતર મિહિર માયાને જ તાકતો રહ્યો હોત !! મિહિરને લાગ્યું કે માયાએ પહેરેલી સાડીનો કલર એણે ક્યાંક જોયો છે!!

‘લે…ડિ…સ એન્ડ જેં…ટ…લ…મે…..ન……, આઇઇઇઇએએ એમ ડીજે શ્યાઆઆમ…!!’ ડીજે શ્યામે એના ઘેરા અવાજે એનાઉન્સ કર્યું. ‘આઇ એમ સ્યોર યૂ ગાઇઝ હેવિંગ ફન..વી હેવ સમ સ્પીચીસ.. સમ પર્ફોરમંસીસ!!! એંડ સમ સ્પેશ્યલ એનાઉંસીસ….’ એનો અવાજથી આખો હોલ ગૂંજી રહ્યો હતો ‘એ….ન્ડ ધેન ધ ડાન્સ ફ્લોર વિલ બી ઓપન!!’ મધ્યના વુડન ફ્લોર પર શ્યામ ફરી વળ્યો હતો… ‘આઇ વોન્ટ યૂ મેઇક એ બી…ઈ…ઈ…ઈ…ગ નોઇઝ વિથ મી ટુ વિશ એ વેરી વેરી હે…એ…એ..એ…એ….પ્પી..ઈ…..ઈ….ઈ બર્થડે ટુ મિહિર…મિસ્ટર મિહિર!!!’

‘હે…એ…એ..એ…એ….પ્પી..ઈ…..ઈ….ઈ બર્થડે ટુ મિહિર!!!’ સહુએ એની સાથે મોટ્ટેથી પોકાર કર્યો…

‘થેંક યૂ … થેંક યૂ… થેંક યૂ!! યૂ ઓલ આર… ગ્રેટ….સુપર્બ!!!!! આઆઆઈઈઈમ સ્યોર વી વિલ હેવ લોટ ઓફ ફન ટુઉઉડે…!!’ એના ઈંગ્લીશ ઉચચ્ચારણોમાં થોડી બ્રિટિશ છાંટ હતી, ‘મે આઇ રિક્વેસ્ટ ટુ બર્થડે બોય…!! યેસ…., બો ઓ ઓ ય…મિ. મિહિર પ્લીઝ, કમ ટુ ટેઇક પ્લેઇસ ઓન ડાયસ..આઇ ઓલ્સો રિક્વેસ્ટ એવરીબડી ટુ ટેઇક યોર સીટ્સ પ્લીઝ..!’.

સોની મિહિરનો જમણો હાથ પ્રેમથી પકડી એને સ્ટેજ પર દોરી લાવી. ત્યાં ફક્ત એક જ સિંહાસન ગોઠવવામાં આવેલ હતું…મિહિર સહેજ સંકોચથી એના પર ગોઠવાયો.

‘થેંક યૂ મિસ સોની…..!! થેકસ સ…ર….!!!’ મિહિર તથા સોની તરફ નિહાળી શ્યામે એમનો આભાર માન્યો, ‘થેંક યૂ ઓલ વન્સ અગેઇન…!! આઇ જસ્ટ વોન્ટ ટુ રિમાઇઇઇન્ડ યૂ ઓલ ધેટ ધ બાર ઇઝ ઓપન એન્ડ વિલ  બી ઓપન થ્રૂ આઉટ ધ ફન્કશન….!! સો પ્લીઝ હેલ્પ યોરસેલ્ફ!!!’

બીજું માઇક્રોફોન એણે સોનીના હાથમાં પકડાવ્યું, ‘લેડિસ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ મિસ સોની…’

‘વે…..લ…!’ ઊંડો શ્વાસ લઇ સોનીએ શરૂઆત કરી.. ‘આઇ એમ વેરી વેરી થેંકફુલ ટુ યૂ ઓલ….!! આઇ એમ નોટ એ ગુડ સ્પીકર.. આઇ ડિડ નોટ નૉ ધેટ આઇ હેવ ટુ ગીવ અ સ્પિચ્. બટ મિ. શ્યામ ઇંસિસ્ટ મી ટુ સ્પિક સમ વર્ડસ !!!’ સોનીએ આખા હોલમાં નજર ફેરવી મિહિર તરફ પ્રેમથી એક નજર કરી.. એ બે-ત્રણ ડગલા ચાલી મિહિરની નજીક ગઇ. ‘બટ આઇ વીલ સે સમ વર્ડસ ફોર માય ડિયર ડે….એ….એ….ડ!!’ એ સહેજ અટકી… ‘ડેડ… યૂ આર ધ બેસ્ટ ડેડ ઇન ધ વર્લ્ડ…!!ઇન ધ યૂનિવર્સ… !! યૂ આર સન !! ધ સન..! વિચ ઇઝ ગિવિંગ લાઇટ  ટુ ઓલ.. લાઇફ ટુ ઓઓઓલ.. !! ..ઇન અવર લેંગવેજ…!! ધ મિનિંગ ઓફ મિહિર ઇઝ ધ સન…!!’ હોલમાં નજર ફેરવી એ બોલી, ‘યૂ એન્લાઇટ ધ એનર્જી ઇન માય લાઇફ…યૂ સ્ટેન્ડ વિથ મી ઓલવેઝ…આઇ કેન નોટ ઇમેજીન માયસેલ્ફ વિધાઊટ યૂ!! યૂ આર ઓલવેઝ ઇન માય હાર્ટ…આઇ કેરી યોર હાર્ટ વિથ મી!!’  ક્રિસ તરફ નિહાળી એ બોલી.. ‘સોરી ક્રિસ…!!બટ ધીઝ ઇઝ ધ ફેક્ટ…!!’એ હસીને બોલી… ક્રિસ એની જગા પરથી ઉભો થઇ સોની પાસે જઇ એના જમણા હાથનો પંજો પકડી એની પાસે ઉભો રહ્યો. ‘આઇ ફીલ વેરી લકી એન્ડ પ્રાઉડ ટુ બી યોર ડોટર..!!વી નો અવર પાસ્ટ ફ્યુ યર્સ પાસ્ડ થૃ એ ગ્રેઇટ સોરો !! યસ, આઇ એમ ઓલસો મિસિંગ માય લવલી મોમ એસ યૂ ..!’ એ સહેજ અટકી, ‘વી કેન નોટ ફરગેટ હર….!!નોબડી કેન ફરગેટ હર!! બટ નોબડી કેન પાસ ધ હોલ લાઇફ ઓન ધ મેમરીસ્…..!! યાદોના સહારે જીવન જીવી શકાતું નથી…!’ એ મિહિર તરફ હેતથી નિહાળી બોલી.. ‘યાદોના સહારે જીવાતું જીવન જીવન નથી…!!જીવન એ એક પ્રવાહ છે.. આપણે એની સાથે વહેવાનું હોય છે… વી હેવ ટુ ફ્લો વિથ ધ લાઇફ…! યૂ ટીચ મી હાઉ ટુ ડ્રીમ એન્ડ એચીવ ઇટ… વોટ એવર આઇ એમ, આઇ એમ બીકોઝ ઓફ યૂ…. !! વી બિલીવ ઇન રિકાર્નિશન એન્ડ આઇ પ્રે ટુ ઓલમાઇટી ગોડ ધેટ યૂ વિલ બી ઓલવેઝ માય ડેડ…..માય બિલવ્ડ ડેડ…!!’ એની આંખ ભરાઈ આવી.. ‘આઇ લવ યૂ ડેડ ફોર એવર…!’ મિહિર ઉભો થયો ને સોનીને ભેટી પડ્યો….બન્નેને સહુએ તાળીઓથી વધાવી લીધા…સહુ પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા..

‘વા આ આ આ આ ઉ!!’ ડીજે શ્યામે સોનીના હાથમાંથી માઈક્રોફોન લઈ લેતાં કહ્યું, ‘વ્હોટ એ લવલી સ્પીચ ફ્રોમ એ લવલી ડોટર ટુ એ ગ્રેઇટ ફાધર… !! ઇઝન્ટ….??!!’ શ્યામે સહુને ફરી પાછા પોતાના મોહપાશમાં લેવાની શરૂઆત કરી, ‘એ ગ્રેઇઇઇટ… સ્પીચ… !!’ સોની તરફ ફરી એ બોલ્યો… ‘થેંક્સ ડોક્ટર સોની…!! ના…ઉ લેટ્સી, હુ ઇઝ રેડી આફ્ટર એન અનફર્ગેટેબલ સ્પીચ……?’ એણે એના હાથમાંના નાના ઇન્ડેક્ષ કાર્ડ પર ઉડતી નજર કરી, ‘મે આઇ રિક્વેસ્ટ મિ.મેક…!’

મેકે એક નાનકડી સ્પીચ આપી: કેવી રીતે મિહિર પોતાના કામનું આયોજન કરે, સહુને સાથે રાખી ઇનવોલ્વ કરે.. એચિવેબલ ટાર્ગેટ સેટ કરી એચિવ કરે; એરિકની મિમિક્રી કરી બધાને હસાવે… જ્યારે.. જ્યારે… રિસર્ચમાં નિષ્ફળતા મળે ત્યારે સહુનો ઉત્સાહ કેવી રીતે વધારે.. વગેરે વગેરે વિગતવાર કહી સમાપન કરતાં કહ્યું, ‘એસ ડો. સોની સેઇડ.. આઇ વિલ ઓલ્સો લાઇક ટુ સે…. ડિયર બોસ,  ડિયર ડો. મિહિર.. યૂ આર ધ બેસ્ટ બોસ. એન્ડ વી વીશ યૂ એસ અ બોસ… ઇન ઓલ અવર લાઇવ્સ… !!’

સહુએ મેકને પણ તાળીઓથી વધાવી લીધો..પછી વારો આવ્યો બૅયરના સીઇઓ ડો એરિકનો…

‘ડિયર ફ્રેંડસ…, એન્ડ ધ સન…મિ. મિહિર..!’ સહેજ હસીને એ બોલ્યા…, ‘ધેટ્સ વાઇ યૂ આર સો બ્રાઇટ…! આઇ કેન ટોલ્ક એબાઉટ હિમ ઓલ નાઇટ…બટ ડીજે  રિક્વેસ્ટ મી ટુ ગીવ અ શોર્ટ સ્પીચ..!’  ડીજે તરફ ફરી એ બોલ્યા, ‘હી માઇટ નોટ અવેર ધેટ આઇ એમ બોસ ઓફ મિહિર!!’ જરા ગુસ્સે  થવાનો ખોટ્ટો અભિનય કરતાં એ બોલ્યા.. ‘બિગ બોસ…!’

ડીજેએ જમણા હાથે કાનની બે બુટ વારાફરતી અડતાં માફી માંગવાનો અભિનય કર્યો.. આખા હોલમાં હાસ્યની લહેરખી ફરી વળી..

‘ધેટ્સ ગુડ..!!’ જાણે એરિકે શ્યામને માફ કરી દીધો.. ‘વી આર વેરી થેંકફુલ ટુ લવલી લેડી ડો સોની…હેન્ડસમ ડો. ક્રિસ હુ ઓરગેનાઇઝ્ડ સચ એ ગુડ પાર્ટી.. એન્ડ ઇન્વાઇટીંગ અસ…!! વ્હેન માય લવલી વાઇફ કેઇમ ટુ નો અબાઉટ ધીઝ એન્ડ શી આસક્ડ મી વ્હોટ ગિફ્ટ શુડ વી ટેઇક ફોર મિહિર એન્ડ આઇ ટોલ્ડ હર નથિંગ !! બિકોઝ વી વેર સ્ટ્રિક્ટલી ટોલ્ડ નોટ ટુ બ્રિંગ એની ગિફ્ટ!! બિલીવ મી શી વોસ ધ હેપીએસ્ટ વુમન ઓન ધ અર્થ. એટ ધેટ ટાઇમ!!’ સહુ જોરથી હસી પડ્યા, ‘સો આઇ એમ હિયર ફોર યૂ વિધાઉટ એની ગિફ્ટ મિ. મિહિર!!’ મિહિર તરફ ફરી એ બોલ્યા, ‘બટ આઇ વિલ લાઇક ટુ ટેઇક યૂનિક ઓપોર્ચ્યુનિટિ ટુ એનાઉન્સ હિયર!!’ એક રહસ્ય ઉભું કરવા જ એ અટક્યા, ‘સો, યૂ ઓલ આર રેડી ફોર એન ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ……??’

‘યયય સસ!!’  ટોળાએ પોકાર કર્યો…

‘ઇટ ઇઝ સેઇડ ધેટ મેન્સ લાઇફ બીગિન્સ એટ ફોર્ટી…!! હુ સેઇડ ધીઝ..?? ધે આર રોંગ….!! ફ્રોમ ટુડે ઇટ ઇઝ કરેક્ટેડ એસ લાઇફ બીગિન્સ એટ ફિફ્ટી !! એમ આઇ રોન્ગ..??”

એમણે માઇક્રોફોન મેદની તરફ કર્યું.. સહુએ અવાજ કર્યો,  ‘નો ઓ ઓ ઓ ઓ!!!’    ‘ધેટ્સ રાઇટ…!! સો ફ્રોમ ટુ…..ડે, લાઇફ બીગિન્સ એટ ફિફ્ટી…!! મેન્સ લાઇફ બીગિન્સ એટ ફિફ્ટી!! એન્ડ મિહિર વિલ સ્ટાર્ટ હીઝ ફિફ્ટી વન એઝ વી પી….!! વાઇઝ પ્રેસિડેંટ ઓફ આર એન્ડ ડી ઓફ બૅયર….! ફ્રોમ નાઉ હી હેસ બીન પ્રમોટેડ ફ્રોમ ડાયરેક્ટર ટુ વીપી……!!’એ અટક્યા, ‘કોન્ગ્રેચ્યુલેશન ટુ મિહિર!!’  ડો એરિકે મિહિર પાસે જઇ એની સાથે હાથ મેળવ્યા, ‘યૂ ડિઝર્વ ઇટ… !!’

સહુએ તાળી પાડી એને અભિનંદન આપ્યા..

મિહિર તો માની જ ન શક્યો!  ડો. એરિકની જાહેરાત એવા સમયે અચાનક આવી પડી કે એ માની જ ન શકતો હતો..કે એ વીપી બની ગયો હતો… વાઇઝ પ્રેસિડેન્ટ બની ચુક્યો હતો, ‘થેંક યૂ સર…!! થેંક યૂ એરિક.. ડો એરિક..!!’

‘યૂ વેરી વેલકમ્ડ મિ. વાઇઝ પ્રેસિડન્ટ !! યૂ વર્ધ ઇટ..!!’ ડો એરિકે લાંબા સમય સુધી મિહિર સાથે હસ્તધૂનન ચાલુ રાખતાં કહ્યું.. ‘થેંકસ ટુ ઓલ ફોર ગિવિંગ મી એ ચાંસ ટુ સ્પિક….’

‘ઓ ઓ ઓ કે… ગાઇઝ…!!’ ડીજે શ્યામનો અવાજ ફરી ગૂંજ્યો.. ‘સો ધીઝ વોઝ અ રિયલ સરપ્રાઇઝ…!! કોંગ્રેટ… !! મિ. મિહિર!!’  શ્યામે મિહિર તરફ ફરી કહ્યું, ‘ના.આ….આ….ઉ વી વિલ હેવ અ ગ્રેઇટ પર્ફોરમન્સ ઓફ ડો લક્ષ્મી સુબ્રમણિયમ…!! શી ઇઝ ફિઝિશિયન એન્ડ હર પેસન ઇઝ ભારતીય નાટ્યમ !! શી ઇઝ ઓલ્સો પ્રેસિડેન્ટ ઓફ નૂપુર ડાન્સ એકેડેમી ઓફ ન્યુ જર્સી…શી ઇઝ ફ્રેન્ડ ઓફ ડો. સોની!! પ્લીઝ, વેલકમ ડો લક્ષ્મી એન્ડ હર ગ્રૂપ.. ધે આર પર્ફોમિંગ રાસ લીલા ઓફ રાધા-ક્રિશ્ના !!’

સહુ ડો લક્ષ્મી અને એમના ગ્રૂપ દ્વારા રજુ કરવામાં આવેલ ભારતીય નાટ્યમથી પ્રભાવિત થઇ ગયા. સહુએ મિહિરને  થોડાં શબ્દો બોલવા માટે ખૂબ આગ્રહ કર્યો..પણ મિહિર કંઇ પણ બોલી ન શક્યો.. ફ્ક્ત. સહુનો આભાર માની એની આંખો ભરાઈ આવી એનું હૈયું ભરાઈ આવ્યું. એ કંઈ બોલી ન શક્યો!!

સોનીએ ડીજે શ્યામ સાથે કંઇક મસલત કરી.

એણે સંગીતના સૂરો બદલ્યા. હળવું ક્લાસિકલ સંગીત રેલાવા લાગ્યું….એ સંગીતનો અવાજ એણે સહેજ મોટો કર્યો.. ‘સો લાઇફ બિગિન્સ એટ ફિફ્ટી…!!’ એણે ડો એરિક તરફ માનથી નજર કરી કહ્યું, ‘એન્ડ લેટસ વેલકમ ન્યુ લાઇફ ઓફ અવર મિહિર વિથ અ ડાંસ….!! ડાંસ વિથ હિસ લવલી ડોટર સોની….!!’

સોની બે હાથ પકડી મિહિરને ડાન્સ ફ્લોર પર લઇ આવી.. મિહિરનો જમણો હાથ પોતાના જમણા હાથમાં લઇ મિહિરના ડાબા ખભા પર ડાબો હાથ મુકી પ્રેમથી મિહિર સાથે સંગીતના તાલે ધીમે ધીમે બન્ને ઝૂમવા લાગ્યા..મિહિરે પ્રેમથી સોનીના કપાળ પર એક  ચુંબન કર્યું, ‘થેંકસ ડિયર..!!’ એની આંખો ફરી ભરાઈ આવી…સોની પોતાના પિતાને હેતથી વળગીને એના પિતૃત્વને પામી રહી હતી… સહુ બન્નેને ઝૂમતા જોઇ રહ્યા. થોડાં સમય પછી એ નૃત્યમાં ક્રિસ જોડાયો મિસ માયા સાથે…!! ચારે નૃત્યના લયે ઝૂમતા ઝૂમતા નજીદીક આવ્યા ત્યારે સોની હળવેકથી ક્રિસ પાસે સરકી ગઇ એટલે સ્વાભાવિક માયા મિહિરની બાહોંમાં આવી ગઇ.. બધુ એક પળમાં સાવ સહજ અચાનક બની ગયું.. મિહિરને થોડો સંકોચ થયો પણ માયા હળવી થઇ સંગીતના તાલે એની સાથે કદમ મેળવી રહી હતી. માયાના માદક સાન્નિધ્યથી એના શરીરમાં એક મધુરું કંપન ફરી વળ્યું..જાણે પારિજાત ખીલી ઉઠ્યા રોમ રોમમાં !!  માયાની પીઠ પાછળ એનો ડાબો હાથ હતો અને જમણા હાથમાં માયાનો પાતળો જમણો હાથ કે જે માયાએ જરા જોરથી પકડ્યો હતો..કેટલાં વરસો પછી…, લગભગ  પાંચેક વરસ બાદ મિહિર કોઈ સ્ત્રી…અતિ સૌંદર્યવાન સ્ત્રીની આટલી નિકટતા માણી રહ્યો હતો…. માયાએ એના સહેજ ફાંચરા ચહેરા પરના પરવાળા જેવાં ઓષ્ઠદ્વય પર હળવા ગુલાબી રંગની લિપસ્ટીક લગાવી હતી એ કારણે એ હોય તેના કરતાં વધુ ભરાવદાર લાગતા હતા… સુરેખ કપાળ પર બરાબર વચમાં સજાવેલ કાળા રંગની બિંદી એના ચહેરાને ચાર ચાંદ લગાવતી હતી. એના ડાબા ગાલ પર હડપચી નજીક નાનકડો તલ એના રૂપની ચોકી કરતો હતો.  એની પાતળી પણ સુડોળ કમનીય કાયા સંગીતના તાલે ઝૂમતી હતી એથી એક લચક ઉઠતી હતી એના તનમાં.. મિહિરે માયાના ચહેરા પર એક નજર કરી.  જાણે એની ચોરી પકડી પાડી હોય એમ માયાએ પણ એ જ સમયે મિહિર તરફ સહેજ ઉપર નિહાળીને મોહક હાસ્ય કર્યું.. એના આછા કથ્થઇ રંગની મૃગનયની આંખોમાં અજીબ આકર્ષણ હતું…માયાના રતામણા ચહેરા પર શરમની એક સુરખી ફરી ને સમી ગઇ…મિહિરના તનમનમાં પણ અસંખ્ય સ્પંદનો ઉઠીને સમી જતા હતા.. આજુબાજુનાં વાતાવરણથી એ થોડી પળો જાણે એ સાવ અલિપ્ત થઇ ગયો..માયાના દેહમાંથી મોગરાની મીઠી મહેક આવી રહી હતી.. મિહિરને યાદ આવ્યું કે સોનીએ ઉતાવળ કરતાં ઘરેથી નીકળતા પહેલાં એ પર્ફ્યુમ છાંટવાનું તો સાવ વીસરી જ ગયો હતો.. નૃત્ય કરતાં થતાં હલન ચલનથી એનો ડાબો હાથ માયાની માંસલ પણ સુડોળ પાતળી પીઠ પર એની લીસી ત્વચાને સીધે સીધો સ્પર્શી જતો હતો…મિહિરને લાગ્યું કે એ પોતાના પરનો કાબૂ ખોઇ રહ્યો છે…એક ઐહિક પુરુષ સહજ વાંચ્છના એના મનના કોઈ અગમ્ય ખણામાં સળવળી ને એનાથી એની જાણ બહાર જ માયાને પોતાની વધુ નિકટ લાવવા માયાની પીઠ પાછળના ડાબા હાથથી દબાણ વધારાઇ ગયું. માયા હવે લગભગ એને ચીપકીને સરળતાથી તાલ મેળવી રહી હતી..હવે બીજા યૂગલો પણ ડાન્સ ફ્લોર પર જોડાયા…માયાની સાડીનો રંગ ક્યાંક જોયો છે એવું મિહિરને લાગ્યું…એ ટર્કોઇશ કલરને કારણે માયાની તામ્રવર્ણી ત્વચા વધુ ખીલી ઉઠતી હતી..એણે એજ કલરનો આછો આઇ શેડો લગાવ્યો હતો જે એની અફીણી આંખોનો નશો ઓર વધારતો હતો.. મિહિરને અચાનક યાદ આવ્યું કે બરાબર આજ કલર એના શર્ટનો પણ હતો…!!

– કેવો જોગાનુજોગ!!

ના એ જોગાનુજોગ ન હતો…!!

ટર્કોઇશ કલરની સિલ્કની એ અપ્રતિમ સાડી સોનીએ માયાને ભેટ આપી હતી જેમ ક્રિસે મિહિરને સુટ-શર્ટ ભેટમાં આપેલ એમ જ!!

મિહિરે માંડ પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો..માયાના માદક મોહપાશમાંથી એ પાછો વર્તમાનમાં આવ્યો.. થોડી પળોની યાદગાર સફરનું સંમોહન હજુ એના મનમાં છવાયેલ હતું…એણે માયાને ઘણા પ્રશ્નો પુછવાં હતાં..એ કોણ છે… ક્યાં રહે છે…શું કરે છે…કોની સાથે રહે છે… નૃત્ય કરતાં કરતાં એણે માયાના આકર્ષક ચહેરા પરથી નજર હટાવી આજુબાજુ નજર કરી… ફ્લોર હવે છલકાઈ ગયો હતો.. સંગીતના સુરો હવે એને સંભળાઇ રહ્યા હતા!!  થોડે દૂર ક્રિસના ખભા પર માથું રાખી આંખો બંધ કરી સોની પણ ઝૂમી રહી હતી..

– મેઇડ ફોર ઇચ અધર…!! એમને જોઇ મિહિરે વિચાર્યું…

લગભગ એજ ક્ષણે સોનીએ આંખો ખોલી ક્રિસની નજરે નજર મેળવી મિહિર-માયા તરફ નિહાળી સહેજ ઊંચા થઇ ધીમેથી ક્રિસના કાનમાં કહ્યું, ‘ધે આર મેઇડ ફોર ઇચ અધર…!! વોટ ડૂ યૂ સે, ડાર્લિંગ…?!’

‘ય…સ…ધે આર..!’ ક્રિસ પણ ગણગણ્યો, ‘ડેડ લૂક વેરી હેપ્પી ટુડે…!!આઇ વોન્ટ હી શુડ રિમેઇન સેઇમ હેપ્પી એવરીડે… ! એવરી ટાઇમ…!! ફોર એવર… !!’ સોનીના ગાલ પર ચુંબન કરતાં ક્રિસ બોલ્યો…

સંગીતના સૂરો બદલાયા… એની ઝડપ વધી… એટલે મિહિર-માયા હળવેકથી ફ્લોર પરથી બહાર નીકળ્યા ને હોલમાં ગોઠવેલાં રાઉન્ડ ટેબલની ફરતે ગોઠવેલ ખુરશી પર બેઠાં.

માયા ક્રિસની માસી થતી હતી. એની મોમની સગી બહેન !!

એ કોસ્મેટિક કેમિક્લ સાયન્સમાં ડોક્ટરેટ થઇ હતી ને સૌંદર્ય પ્રસાધન બનાવતી દુનિયાની અગ્રગણ્ય કંપની લોરિયાલના સ્કિન કેર ડિપાર્ટમેંટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ હતી. ત્રણ બેડરૂમના એના કોન્ડોમિનિયમમાં એ એકલી જ રહેતી હતી… એક ઇટાલિયન પુરુષ ચાર્લી સાથે એના સબંધો બંધાયા હતા..જે ત્રણેક વરસ ચાલ્યા હતા અને એક દિવસે માયાએ ચાર્લીને એના પોતાના જ બેડરૂમમાં અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ પકડી પાડ્યો હતો.. ને માયા વિફરી હતી..એજ ઘડીએ એણે ચાર્લીને લાત મારી બોક્સર પહેરેલી હાલતમાં જ ઘરમાથી તગેડી મૂક્યો હતો !!  જે પહેલાં પુરુષ પર એણે દિલ-ઓ-જાન ન્યોછાવર કર્યા એ ચાર્લી કળા કરી ગયો એથી પુરુષો પ્રત્યે તિરસ્કારના થોર માયાના મનમાં ઊગી નીકળ્યા હતા. એ પુરુષો પ્રત્યે, પુરુષો સાથે સખ્તાઇથી વર્તતી.. !!! એના કામમાં એણે એની જાતને જોતરી દીધી હતી ને એનો બદલો પણ મળ્યો હતો એને..એના નામે પંદર-સોળ જેટલી પેટંન્ટો બોલતી હતી… એન્ટિરિન્કલ ફેઇઝ ક્રિમથી માંડીને સન સ્ક્રીન લોશન સુધીની !!  લોરિયાલમાં એનુ નામ બોલાતું હતું માનથી…! શાનથી…!! વળી એને કામ લેતાં પણ સરસ આવડતું હતું… કામ કરતાં કરતાં કામ લેવાના ગુણને કારણે એ ઝડપથી હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ બની હતી… એની સાથે કામ કરતાં સાયંટિસ્ટો પણ એનાથી ડરતા.. વરસમાં ત્રણ-ચાર વાર એ કંપનીના હેડ ક્વાટર પેરિસની મુલાકાત લેતી.. હાલે એ સૌંદર્ય પ્રસાધનો બનાવવા વિવિધ વનસ્પતિના અર્કના ઉપયોગ પર રિસર્ચ કરી રહી હતી..પિસ્તાલીસની આસપાસની હતી પણ માંડ ત્રીસ-પાંત્રીસની લાગતી હતી એ…!!

ડાંસ ફ્લોર પર નૃત્ય હવે બદલાયું હતું… સંગીતનો તાલ બદલયો હતો..પાશ્ચાત્ય સગીતના સથવારે ઝુમી રહ્યા હતા સહુ…ભોજનના ટેબલો સજાવી દેવામાં આવ્યા.. જાત જાતની આઇટમો જમવામાં હતી.. ઇટાલિયન પાસ્તા…લઝાનીયા..ચિકન આલ્ફ્રેડો.. એગપ્લાન્ટ પારમાઝાન… મેક્સિકન બરીતો…પીત્ઝા…ભારતીય મલાઇ કોફતા…દમ આલૂ…પનીર ટીક્કા મસાલા…. વગેરે વગેરે જાત જાતની મનપસંદ વાનગીઓ હતી જમવામાં..

મિહિરના ટેબલ પર મિહિરની સાથે સાથે સોની,  ક્રિસ, માયા, ડો. એરિક અને એમના પત્ની, મિહિરના ડોક્ટરેટ વખતના ગાઇડ ડો. એડ પોવૅલ, ડો લક્ષ્મી સુબ્રમણિયમ અને એના ઇજનેર પતિ બેઠાં હતા. એઓ એમનો ભારતીય નાટ્યમ કરતી વખતે પહેરેલો ડ્રેસ બદલી આવ્યા હતા અને સુંદર કાંજીવરમ સાડી પહેરી સાવ બદલાય ગયા હતા. દરેક ટેબલ કરતાં એમનું ટેબલ જરા મોટું હતું… બેસવાની વ્યસ્થા માટે પણ ક્રિસ-સોનીએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. ક્રિસના માત-પિતા ક્રુઝ પર ગયા હતા…જ્યારે મોનાના મા-બાપ દેશ ગયા હતા.

‘ના…ઉ!! ડિનર ઇઝ સર્વ… ! સો પ્લીઝ, ગેટ સમ એનરજી એન્ડ બાર ઇઝ ઓપન સો પ્લીઝ ગેટ સમ સ્પિરિટ ….!’ શ્યામે સહુને ડીનર લેવા માટે સૂચન કર્યું, ‘ડાંસ ફ્લોર વિલ ગેટ મોર ચાર્મ એંડ સ્પિડ આફ્ટર અ ડિનર…!!’ શ્યામે સંગીતના સુરો ધીમા કર્યા.. રસિયાઓએ ડાંસ ફ્લોર ધબકતો રાખ્યો એ દરમ્યાન ડિનર પત્યું. માયા મિહિર સાથે હસી હસીને વાતો કરતી હતી. મિહિરને હજુ ય થોડો સંકોચ થતો હતો. સાડા અગિયાર-પોણા બારે ધીમે ધીમે સહુ વિખેરાવા લાગ્યા. બારના ટકોરે શ્યામે સંગીત બંધ  કર્યું.

મિહિરને ગુડ નાઇટ કહી સહુ છૂટા પડવા લાગ્યા. સહુથી છેલ્લે મિહિર, ક્રિસ, સોની અને માયા રહી ગયા. માયા પોતાની કાર લઇને આવી હતી. એટલે  એ થોડી વહેલી નીકળી. વળતી વખતે પણ ક્રિસે જ મર્સિડિઝ ચલાવી ને સોની પાછળ મિહિર સાથે જ બેઠી.

‘આઇ એમ વેરી વેરી થેંકફુલ ટુ યૂ… !! બોથ ઓફ યૂ. મને તો તમે જરાય જાણ ન થવા દીધી !!’

‘ડૂ યૂ હેવ ફન, ડેડ??’ સોનીએ મિહિરનો હાથ પોતાના હાથમા લઇ પ્રેમથી પસવારતા પુછ્યું.

‘ઓફ કોર્સ…!!’

થોડી વારમાં ઘર આવી ગયું. બન્નેને ઉતારી ક્રિસ બારોબાર પોતાના ઘરે જવા નીકળી ગયો.

મિહિરની રાત્રિ થોડી ધીમી પસાર થઇ. ઊંઘ તો આવી પણ માયા અને મોના  વચ્ચેની ખેંચાતાણ એની જાણ બહાર એના મનમાં ચાલતી રહી. મોના ક્યાંય ન્હોતી તો ય જાણે વિશ્વ વ્યાપી હતી! સર્વ સ્થળે હતી…!! જ્યારે માયાએ મિહિરના સુષુપ્ત મનનો કબ્જો લઇ લીધો હતો!!

મિહિર માંડ માંડ સૂતો હતો એટલે સવારે ઉઠવામાં એ સોની કરતા મોડો પડ્યો. સોની તો જોગિંગ કરીને આવી ગઇ હતી અને બેકયાર્ડમાં સ્ટ્રેચ આઉટ કરી રહી હતી. કોફીનો મગ લઇ મિહિર ડેક પર આવ્યો, ‘ગુડ મોર્નિંગ, ડિયર…!!’

‘ગુડ મોર્નિંગ, ડેડ!!’ સોનીએ મિહિરને વ્હાલ કરતાં કહ્યું, ‘વ્હોટ ઇઝ યોર સ્કેડ્યુલ ટુડે ડેડ ?’

‘એટ યોર સરવિસ, ડિયર….!!’ મિહિરે સોનીના કપાળ પર પ્રેમથી ચુમી ભરી.

‘ધેટ્સ ગુડ!! આજે આપણે બીઝિ રહેવાના છીએ….’

‘એ વાત પછી…’ મિહિરે કોફીનો ઘુંટ પીતા કહ્યું, ‘મારે તારી સાથે થોડી વાતો કરવી છે…!’

‘મારી સાથે? ઇન વોટ મેટર..??’ પ્રશ્નાર્થ નજરે સોની મિહિર તરફ જોઇ રહી

‘એબાઉટ ક્રિસ…..!’ મિહિર સોની તરફ જોઇ બોલ્યો, ‘યૂ શુડ….બોથ ઓફ યૂ શુડ ડિસાઇડ એબાઉટ યોર રિલેશન…!’

‘રિલેશન…?’

‘વ્હેન યૂ આર ગોઇંગ ટુ મેરી…?’

‘ડે….એ…એ…એ….એ….ડ!! વી વિલ…!’ સોની સહેજ હસીને બોલી, ‘હી ડિડ નોટ ઇવન પ્રપોઝ મી..!!’

‘વોટ ડૂ યૂ મીન નોટ પ્રપોઝડ યૂ…?’

‘ઓ…કે…!’ ઊંડો શ્વાસ લઇ એ બોલી, ‘ડેડ, ડોન્ટ વરી એબાઉટ મી એંડ હીમ…એ કહેતો હતો કે એને કોઈ કામ છે!  મો….ટ્ટું કામ,  સમ બિગ એસાઇનમેન્ટ!! એ એ પુરૂં કરવા માંગે છે… પ્રપોઝ કરવા પહેલાં.. પછી જ એ તૈયાર થશે..!’

‘તારા સિવાય બીજું મોટ્ટું કામ શુ હોય એને…? તારા ફર્ટિલિટી સેંટર વિશે તો એ ચિંતા નથી કરતોને..?!’

‘નો…..ડેડ….,’ સહેજ અટકીને એ બોલી, ‘બાય ધ વે….!આજે આપણે બે-ત્રણ સાઇટસ્ જોવા જવાનું છે… એસ્ટેટ  એજંટનો મેસેજ હતો. ક્લિફ્ટનમાં મેઇન એવન્યુ પર એક નવી જ બિલ્ડીંગ બની રહ્યું છે તે એ જોવા લઇ જવાનો છે… મેં ને ક્રિસે તો એક-બે વાર જોઇ છે. તમે નથી જોઇ.. ક્રિસને તો ગમી ગઇ છે….એ તો એનું બીજુ લોકેશન ત્યાં ખોલવા પણ તૈયાર થઇ ગયો છે!!’

‘કેટલા વાગે આપણે જવાનું છે….?’

‘એજન્ટના મેસેજ આવશે પણ આફ્ટરનૂન મે બી અબાઉટ ટુ…!’

‘હાઉ વી ડૂઇંગ વીથ ફાયનાન્સ??’ મિહિરે પુછ્યું

‘ડેડ, યૂ ડોન્ટ વરી!! બધું જ બરાબર છે. મોમના રેમ્યુનરેશનના મની આવી ગયા તે કામ આવશે..’

મોનાના અકાળ આકસ્મિક અવસાનને કારણે સારું એવું વળતર મળે એમ હતું. પરંતુ, મિહિરે આઘાતવશ કોઈ રસ લીધો ન્હોતો..પણ સોની અને ક્રિસે બાજી હાથમાં લઇ લીધી હતી અને એ માટે એમણે પૂરો પ્રયત્ન કર્યો. મોના જે કમ્પનીમાં કામ કરતી હતી એઓએ પણ પુરો સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યું. એ માટે એમણે એક એજન્સીની નિમણૂંક કરી હતી. સરકારની સરંક્ષણની નિષ્કાળજી સાબિત થતાં થતાં રહી ગઇ છતાં સારું એવું વળતર મળ્યું હતું. આ ઉપરાંત મોનાના લાઇફ ઇન્સ્યુરન્સના પણ અલગ પૈસા આવ્યા. ન્યૂયોર્ક સ્ટેટ ગવર્નમેંટ તરફથી પણ મળવાપાત્ર વળતર મળ્યું. ડબલ્યુટીસી ઓથોરિટી સાથે તો હજૂ ય કેસ ચાલતો હતો..આમ બધું મળીને સાત થી સાડાસાત મિલિયન ડોલર આવ્યા હતા. પહેલાં તો મોનાને નામે ડોનેશન કરી દેવાનો  વિચાર આવ્યો પણ ત્યારબાદ એ પૈસા સોનીને ‘મોના ફર્ટિલીટી સેંટર’ ખોલવામાં ઉપયોગી થઇ પડશે એમ વિચારી એ પૈસા બરાબર સાચવીને રોક્યા એટલે એમાં પાછો વધારો થયો. એટલે સોનીએ પોતાનું જ સેંટર ખોલવાનું નક્કી જ કરી દીધું. એ માટે એણે સારામાં સારા ઓબસ્ટ્રિશયન ડોક્ટરોની પેનલ બનાવી હતી અને એના ગ્રૂપમાં જોડાવા માટે સારો સાથ – સહકાર મળ્યો. સોનીને આત્મવિશ્વાસ હતો કે એને મોમ મોનાના આશીર્વાદ એની સાથે હતા એટલે એના આ ભગીરથ કાર્યમાં એ જરૂર સફળ થશે. એણે અને ક્રિસે નક્કી પણ કર્યું હતું કે એક વખત સેંટર બરાબર શરૂ થઇ જાય પછી દર વરસે મોનાની યાદમાં ડોનેશન કરવું!!

બપોરે એ બન્ને લોકેશન જોઇ આવ્યા. મિહિરને પણ જગ્યા પસંદ પડી ગઇ. જગ્યા જોઇ એણે આખું બિલ્ડિંગ જ ખરીદી લેવાની સલાહ આપી. સોની અને ક્રિસ પણ એવું જ વિચારતા હતા. રવિવાર તો ઝડપથી પસાર થઇ ગયો. સોમવારે સોની થોડી વિધી બાકી હોય તે કરવા માટે રટગર્સ પર ગઇ એક વીક માટે. એ ડોક્ટરી તો પાસ થઇ ગઇ હતી પણ થોડું પેપર વર્ક અને ગાઇડંસ માટે જવું જરુરી હતું. થોડી ઔપચારિક વિધી બાકી હતી તે પતાવવી જરૂરી હતી.

*     *     *     *     *     *     *

સમયની નદી ને કોઈ રોકી નથી શકતું…વહેવું અને વહેડાવવું એ કાળની પ્રકિયા છે જે સદીઓથી નિરંતર ચાલતી આવી છે. આપણે ક્યારેક એમાં વહેતા હોઇએ છીએ તો ક્યારેક એમાં ઘસડાતા હોઇએ છીએ… મોનાના ગયા બાદ મિહિર વહેવા કરતાં ક્યાંક વધુ ઘસડાતો હતો  સમયના પ્રવાહમાં…માનવ હતો એ.. !! મોના એના મનના સામ્રાજ્યની રાણી હતી એક વાર.. એના જીવનના મોટા ભાગના નિર્ણયો લીધાં હતા મોનાએ… સોની એના કામમાં ડૂબી ગઇ હતી.. હેકનસેક હોસ્પિટલમાં એણે પાર્ટ ટાઇમ જોબ સ્વીકારી હતી અને સાથે સાથે એ એના ફર્ટિલીટી સેંટરની સ્થાપનાનું કાર્ય પણ સફળતાથી-સરળતાથી કરતી હતી. ડોક્ટરોની પેનલ નક્કી કરી એઓની સાથે ડીલ કરવાનુ હતું….જુદી જુદી હેલ્થ ઇન્સ્યુરન્સ કમ્પનીઓ સાથે વાતચીત ચાલુ હતી: એમના પ્રોવાઇડર તરીકે જોડાવા માટે…! ફર્ટિલીટી સેંટર માટે અતિ ઉત્તમ સાધનો લેવાના હતા.. અત્યાધુનિક સાધનો ખરીદવાના હતા…કેટલાંક મેન્યુફેક્ચરરો સાધનો લીઝ પર આપવા તૈયાર હતા…તો કેટલાંક ફક્ત વેચાતા જ આપે એમ હતા…જુદા જુદા મેડિકલ ટેકનિશયનો, લેબ ટેકનિશયનો, રેડિયોલોજીસ્ટો પણ હાયર કરવાના હતા.  સોનીની આદત હતી મોના જેવી!! જે કંઇ કરવું તે વ્યવસ્થિત કરવું… ઉત્તમ કરવું… અને સફળતાપૂર્વક કરવું…

-એવી જ ટેવ હતી મિહિરની પણ!! એટલે જ એના કદમો સફળતાને ચૂમતા હતા.. સાથીઓનો સાથ મળ્યો હતો… મહાભયંકર અસાધ્ય રોગ એઇડસને નાથવાની દવાની શોધ પુર્ણતાને આરે હતી… !! દુનિયાભરમાં લેવાયેલ ક્લિનકલ ટ્રાયલસના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક આવ્યા હતા. એઇડસના વાયરસની સક્રિયતા એણે શોધેલ એન્ટીવાયરલ ફ્લ્યુડથી અટકી જતી હતી જે આજ સુધીની તબીબી જગતમાં સહુથી મોટી સફળતા હતી… સહુ ખુશ હતા એની આ સફળતાથી…

મિહિરનું નામ મેડિકલ રિસર્ચના નોબલ પ્રાઇઝ માટે બૅયરે પસંદ કરીને મિહિરને આશ્ચર્ય આપ્યું.. ડો. એરિકે તો મિહિરને જ પ્રાઇઝ મળે એ માટે લોબિઇંગ પણ અત્યારથી જ  મિહિરની જાણ બહાર ચાલુ કરી દીધું હતું…મિહિરના આનંદનો કોઈ પાર ન હતો.. કાશ, અત્યારે મોના હોત તો કેટલો આનંદ થાત એને!! મિહિર માટે તો નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થવું એ જ જાણે ઇનામ મળવા જેવું હતું…આ વાતની કોઈને જાણ ન્હોતી… સોનીને જ્યારે એણે વાત કરી તો એ એના બધાં કામ પડતાં મૂકીને દોડી આવી..

‘વ્હોટ એ ગ્રેઇટ ન્યૂઝ ડેડ!!’ સોની તો નાચી ઊઠી આનંદની મારી… ‘યૂ આર ગ્રેઇટ ડેડ…આ તો સેલિબ્રેઇટ કરવું જ જોઇએ…!’

‘ઇટ ઇઝ જસ્ટ નોમિનેશન!!’  મિહિર હસીને બોલ્યો, ‘મને ક્યાં પ્રાઇઝ મળી ગયું છે??’

‘ડેડ, યૂ વિલ ગેટ ઇટ!!’

એટલામાં ફોન રણક્યો. કોલર આઇડીમાં નજર કર્યા વિના જ સોનીએ ઊંચક્યો, ‘હ….લો ઓ ઓ!!’

‘………….!’

‘ઓહ!! વોટ અ સરપ્રાઇઝ!!’ સોનીએ આંખો નચાવી મિહિર તરફ નજર કરી માઉથપીસ પર હાથ રાખી ધીમેથી મિહિરને કહ્યું… ‘મા……આ…….આ…..યા…!’ પછી ફોનમાં કહ્યુ… ‘પ્લીઝ ટોક ટુ હિમ….!’ સોનીએ ફોનનુ રિસિવર મિહિરને આપ્યું. થોડુંક ખંચકાઈને મિહિરે વાત શરૂ કરી, ‘હા….આ…ય…..!’ માયાનો ફોન આમ અચાનક આવશે એવી એને કલ્પના ન્હોતી..

‘કોંગ્રેચ્યુલેશનસ્‍ …!’ માયાનો રણકાર ફોનમાં મિહિરને વધુ મીઠો-મધુરો લાગ્યો..

‘ઇટ ઇઝ ટુ અરલી…મિસ માયા…!’

‘ક્રિસે મને કહ્યું કે યૂ આર નોમિનેટેડ ફોર નોબલ પ્રાઇઝ્…! ઇટ ઇઝ પ્રાઉડ ટુ બી ઇવન નોમિનેટેડ ફોર સચ અ બિગ પ્રાઇઝ્..!!’ સહેજ અટકીને માયા બોલી, ‘વ્હેર ઇઝ ધ પાર્ટી… ? ક્રિસ પણ અહીં જ બેઠો છે….’

‘પા…આ….ર્ટી…??’ મિહિરે પ્રશ્ન કર્યો.

સોનીએ રિસીવર મિહિરના હાથમાંથી લઇ લીધું, ‘કમ ઓવર પ્લીઝ. નાઉ…!!’  મિહિર હાથના ઇશારાથી ના…ના…ના… કહેવા લાગ્યો…પણ સોની એમ કંઇ માને??

ને થોડી વારમાં તો ક્રિસ અને માયા આવી પહોંચ્યા મિહિરના ઘરે…!!

આ પણ ક્રિસ-સોનીની એક ચાલ જ હતી. માયા-મિહિરને ભેગા કરવાની!!

એઓ તક શોધતા હતા માયા મિહિરને ફરી ભેગા કરવા માટે અને નોબલ પ્રાઇઝ નોમિનેશનની માહિતિ મળતાં જ બન્ને પોત-પોતાના અગત્યના કામો છોડી દોડી આવ્યા હતા…ક્રિસ માયાના ઘરે તો સોની પોતાના ઘરે….! ને સોનીને ખબર જ હતી કે માયાનો ફોન આવશે..એને ક્રિસ પર વિશ્વાસ હતો…કે એ એવી રજુઆત કરશે કે માયા ઇન્કાર જ ન કરી શકે…

સહુ બેક યાર્ડમાં, ડેક પર ગયા. નેવી બ્લ્યુ ડેનિમની કેપ્રી અને આછા આકાશી રંગના ચીકન ભરત કરેલ કોટન ટોપમાં માયા બહુ આકર્ષક લાગતી હતી.. છેલ્લાં થોડાં દિવસોમાં સોનીએ મિહિરને માયા વિશે ઘણી માહિતી આપી હતી એટલે મિહિર માયા વિશે ઘણુ જાણી ચુક્યો હતો. હવે એ માયા સાથે બરાબર ખુલીને વાત કરી શકતો હતો. ક્રિસે ગ્રીલ ચાલુ કરી બાર્બેક્યુની તૈયારી કરવા માંડી.. સોની મક્કાઇ દોડા, વેજીટેબલ બર્ગર, કેપ્સીકમ-રેડ પેપર-ગ્રીન પેપર વગેરે લઈ આવી તે એણે ગ્રીલ પર સેકાવા મુક્યું…

ક્રિસ અને સોની ખુશ હતા. એ બન્ને ઇશારાથી વાતો કરતા હતા. સોનીએ ઓલિવ ગાર્ડન રેસ્ટોરાં પર  ફોન કરી ઇટાલિયન ફુડ ઓર્ડર કરી દીધું. મિહિરની બર્થડે પાર્ટીના ફોટાઓનું આલબમ લઈ સોની ડેક પર આવી અને માયાને એ જોવા આપ્યું…માયા રસપુર્વક ફોટાઓ જોવા લાગી..એના અને મિહિરના ફોટાઓ બહુ જ જીવંત લાગતા હતા.. આખો આલબમ બહુ જ વ્યવસ્થિત સજાવેલ હતો સોનીએ..અને લગભગ બે કે ત્રણ પાના ઉથલાવતાં ક્યાંક મિહિર તો ક્યાંક માયાના ફોટાઓ હતા… જાણે કે માયા છવાઇ ગઇ હતી…સોની માયાની નજર પારખી શકતી હતી..માયાની નજર વાંચી શકતી હતી.. માયાની અફીણી આંખોમાં મિહિર પ્રત્યે ઉગી રહેલ આકર્ષણની વેલ પાંગરતી એ નિહાળી રહી હતી..બસ, હવે એને એવી રીતે ઊછેરવાની હતી કે મિહિર અને માયા એક થઇ જાય…. અઘરૂં હતું એ પણ અશક્ય ન્હોતું. મિહિર-એના ડેડ મોનાની યાદોના ડુંગર પરથી ઊતરે અને માયાની માયાજાળ-પ્રેમજાળમાં લપેટાઇ…

‘માયા તમે અહીં આવતા-જતાં રહો તો ડેડને પણ કંપની રહે..!! અમે બન્ને તો અમારા પેશંટો, ક્લિનિક, પ્રિસ્કિપ્શન, ફર્ટિલીટી સેંટરમાંથી જ ઊંચા નથી આવતા..!! ઇટ્સ્ ઓલ હેકટીક…!”

‘સ્યોર…!’ માયા મિહિર તરફ નિહાળી બોલી, ‘ઇફ યોર ડેડ ડોન્ટ માઇન્ડ….!’

‘નો…નો…આઇ ડોન્ટ માઇન્ડ…!’ મિહિર સહેજ અચકાઇને બોલ્યો.

ધીરે ધીરે મિહિર-માયાની મુલાકાતો વધતી ગઇ.. માયા બહુ જ ધીરજવાન હતી..સમજુ હતી..એને મિહિર ગમવા લાગ્યો હતો.. મોનાની બધી જ વાતો એણે બહુ જ રસપુર્વક સાંભળી…એ જોઇ શકી હતી કે મિહિર મોનાને પોતાની જાત કરતાં ય વધુ ચાહતો હતો… મોનાની વાતો કરતાં કરતાં ભીની થઇ જતી મિહિરની આંખોની ભીનાશમાં માયા પણ ભીંજાઈ હતી….માયાને લાગતું હતું કે મિહિરને મોના પાસેથી મેળવવો અઘરો હતો…પણ એને ય અઘરાં જ કામો કરવાની આદત જો હતી… મિહિરે પોતાની આસપાસ ચણી દીધેલ અદૃશ્ય દીવાલમાં દરવાજો શોધવાનો હતો માયાએ!!

સોનીના ફર્ટિલીટી સેંટરનું કાર્ય સંપૂર્ણ થવા આવ્યું હતું..ઓપનીંગ સેરેમનીના આમંત્રણ કાર્ડ લઇને એ માયાને ત્યાં આવી હતી..ક્રિસ આવવાનો હતો પણ એક મેડિકલ ઇમર્જંસી ઊભી થતાં એ ન આવી શક્યો અને સોની એકલી જ આવી હતી..

‘સો ફાયનલી ડે ઇઝ હીયર…!’ સોનીએ માયાને ઇન્વીટેશન કાર્ડ આપી કહ્યું.. ‘આફ્ટર એ લોંગ વેઇટીંગ વી આર રેડી…!’

‘વા…આ…આ….ઉ..!! વોટ અ લવલી કાર્ડ…! વેરી નાઇઝ લે-આઉટ…!’ માયાએ એન્વેલપમાંથી કાર્ડ બહાર કાઢી જોતાં કહ્યું… છ પાનાની નાની પત્રિકા હતી જેમાં ‘મોના ફર્ટિલીટી સેંટર’ની મોટા ભાગની માહિતી ખૂબીપૂર્વક સમાવી લેવામાં આવી હતી.

‘થેંકસ્! તમને કાર્ડ ગમ્યો. ?આઇડિયા ક્રિસનો જ છે..!’

‘વેલ ! ક્રિસ તો ક્રિસ જ છે… !’ માયાએ ક્રિસના વખાણ કરતાં કહ્યું. એ સોફા પરથી ઊભી થઇ, ‘ક્યાં છે ક્રિસ?! હશે એના કોઈ પેટના પેશન્ટ સાથે… !!બરાબરને….??’ પછી સોની તરફ ફરી એણે પુછ્યું, ‘વોટ વિલ યૂ લાઇક ટુ હેવ…?’

સોનીએ માયા તરફ નજર કરી..હળવેકથી પુછ્યું, ‘મને જે જોઇએ તે આપશો, મિસ માયા…??’

‘અફકોર્સ…ડિયર…!!’

એના સિંગલ સોફા પરથી સોની હળવેકથી ઉભી થઇ. માયાની નજીક ગઇ. એના પગ પાસે ફ્લોર પર જ બેસી ગઇ. માયા કંઈ સમજે તે પહેલાં માયાના બન્ને હાથના પંજા પોતાના બન્ને હાથોમાં પ્રેમથી પકડી લઇ એ ધીમેથી બોલી, ‘આઇ વોન્ટ યૂ!! મને તો તમો જ જોઇએ….!! વિલ યૂ પ્લીઝ મેરી માય ફાધર…? માય ડેડ…??’ યાચક નજરે એ માયા તરફ જોતી રહી, ‘વિલ યૂ બી માય મોમ….?’  એનાથી માયાના પંજાની આંગળીઓ પર દબાણ વધારાઇ ગયું.

થોડીવાર તો માયા અવાચક જ બની ગઇ. એ પણ સોની તરફ જોતી જ રહી…સોની ફ્લોર પર ઘૂંટણીએ બેસી પડી હતી. માયાએ નમીની સોનીના બન્ને બાહુઓ પકડી હળવેકથી એને ઊભી કરી..સોની ધ્રુજતી હતી…કાંપતી હતી…માયાએ પોતાના પગના પંજા પર ઉભા થઇ એનાથી સહેજ ઊંચી  સોનીના કપાળ પર ચુમી ભરી. સોની એની આંખ બંધ કરી ગઇ હતી…માયાના મૃદુ હોઠોના કપાળ પરના નરમ સ્પર્શે એને રોમાંચિત કરી દીધી… એક પળ તો એને એની મોમ મોનાની યાદ આવી ગઇ!!

– મોમ પણ આમ જ ચૂમી ભરતી કપાળે !!

‘આઇ વિલ બી વેરી હેપ્પી ટુ હેવ અ ડોટર લાઇક યૂ…!! માય ડિયર…!!’ માયાએ સોનીને સ્નેહથી બાથમાં લેતાં કહ્યુ…

સોનીને સહેજ અસમંજસ થઇ આવી: શું કહેવા માંગતી હતી માયા…?!

એણે માયાની ફરતે બન્ને હાથો વીટાળી જ રાખ્યા..

‘આઇ એમ યોર ડોટર…મોમ…!!’ એ ધીમેથી ગણગણી…એની આંખ ભીની થઇ ગઇ. ‘બટ આઇ વિલ લાઇક ટુ નો યોર આન્સર!! વિલ યૂ મેરી…….’

એના હોઠો પર હાથ મૂકી એને બોલતાં અટકાવી સહેજ શરમાઇને માયા બોલી, ‘યય…સ…ડિયર…યયસ….!!’

‘થેંકસ, મો ઓ ઓ ઓ મ….!’ એ જોરથી માયાને ભેટી પડી.. એની આંખોમાંથી એની જાણ બહાર જ શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો… આ આંસુનો સ્વાદ આજ અવશ્ય ખારો ન્હોતો!!

માયાની આંખો પણ ભરાઇ તો આવી જ.. એની એ ભીનાશમાં કુમાશ હતી… કમળના પુષ્પ પરની પાંદડીઓ પર જેમ ઓસબિન્દુ મોતીની માફક ચમકે એમ એની આંખોમાં અટકેલ બિન્દુઓમાં એક ચમક હતી… પ્રેમની ચમક… સ્નેહની દમક હતી…

પછીની વાત છે ટૂંકી!! મિહિર માંડ માંડ માન્યો… સોનીએ-ક્રિસે એને થોડો સમય આપવો પડ્યો..એને જ્યારે ખાતરી થઇ કે માયા પર કોઈ દબાણ નથી અને માયાનો એ પોતાનો નિર્ણય છે ત્યારે એ રાજી થયો… માયાએ પણ એની રાહ જોઇ ધીરજ રાખી.. અને ધીરજના ફળ તો મીઠાં જ હોય!! મિહિર અને માયા એક થયા.. મિહિરના જીવનમાં છવાયેલ પાનખર બહાર બનીને ફરી મોહરી ઉઠી….!!

(સમાપ્ત)

(‘બહારે ફિરભી આતી હૈ….’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

30 comments on “બહારે ફિર ભી આતી હૈ…….

  1. Rekha Sindhal કહે છે:

    શ્વેતાને ખુબ ખુબ આશિષ ! વાર્તાનું હેપી એંડીગ વાંચીને આનંદ થયો. મોકલવા માટે આભાર ! 9-11 ની કરૂણતા શબ્દોમાં મૂકવાનું મુશ્કેલ કામ આપે કર્યુ છે.

  2. vijayshah કહે છે:

    bahuj sundar vaartaa..

    શ્વેતાને ખુબ ખુબ આશિષ

  3. Priti કહે છે:

    Very nice story. I like the end of the story best. Life must go on.

  4. Priti કહે છે:

    Also, congratulation to your daughter and wish her good luck.

  5. આપની વાર્તાને કારણે 9-11ની કરુણ ઘટના ફરી તાજી થઇ વ્યથીત થયો, પરંતું વાર્તાનો સુખદ અંતથી આનંદ અનુભવ્યો.ખુબ જ સરસ વાર્તા છે.અભીનંદન…
    ભલે પધારો નવસારી… સુ સ્વાગતમ્
    ચી.શ્વેતાને ખુબ ખુબ હાર્દીક આશિષ.

  6. Margesh કહે છે:

    Nice story and as usual beutiful narration of the story…and congratulations to Shweta for getting married.

  7. કુણાલ કહે છે:

    very gud story !! .. wish heartiest congratulations to shwetaben… and wish a blessed and happy married life…

  8. atuljaniagantuk કહે છે:

    એક વાત તો નક્કી કે આપની વાર્તા વાંચવાનું શરુ કરતા પહેલા પુરતો સમય લઈને જ બેસવું જોઈએ કારણકે કોઈ પણ સંજોગોમાં તે અડધી મુકીને ઉભા થઈ શકાતુ નથી. વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયા હંમેશા સારા નરસા સમયમાંથી પસાર થાય છે. અમુક ઘટનાઓ એવી હોય છે કે જે સમગ્ર માનવ જાતને સ્તબ્ધ કરી દે અને ફરી પાછા પુનઃ-વિચારણા કરવા મજબુર કરી દે. આવી જ એક ઘટના છે ૯-૧૧ ની. આપે તેમને ચોટદાર શબ્દદેહ આપ્યો છે. કાળના આ અખંડ પ્રવાહમાં ભુતકાળ અને ભવિષ્યની પકડમાંથી છૂટીને માત્ર વર્તમાનમાં જ જીવવાનું ભાગ્યે જ કદાચ કોઈ વિરલાને માટે શક્ય હોય. બાકી આ અતિત અને અનાગતની આપણા જીવન ઉપરની પકડ છોડાવવી એ અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવું જ કઠીન કામ છે. આપની આ સુંદર વાર્તા અને વળી સુખાંત (જે હંમેશા આપની વાર્તામાં હોતો નથી) માણવાની મજા પડી. કોઈ એક સુંદર ફીલ્મ બની શકે.

    શ્વેતાબહેનને ખુબ ખુબ શુભેછાઓ. દેશમાં આપનું ભાવભર્યું સ્વાગત છે.

  9. Kalpesh કહે છે:

    Let me say, I will be the critic of the writing.
    When I read it, here is what I thought

    1) God, it is stretched too much.
    2) It would have been better to write it in English
    (considering the conversation in English is written in Gujarati)

    Think about the effort it takes for people to read something which is not belonging to the language

    e.g. Ek shunyavakash chhavai gayo mihir na magajma
    It requires you to read it carefully & translate it into Gujarati and understand it at the same time.

    3) There are many words which people (not from US) will find difficult to understand.

    4) So many brand names (iphone, shertaton, WTC, Dorm, Rutgers, Braun)

    How many people know of 911 (other than those from US)? i.e. the date is written in month/day/year style.

    5) Also, it confuses me as a reader to think -The combination of English & Gujarati (especially words like “ઓષ્ઠદ્વય”). And words like Winter written in Gujarati (શિયાળો)

    In the end, I have not written in Gujarati & am nowhere near your writing journey. But, as a reader – I feel it will be better for you to simplify the content so that Gujaratis (not only from US) are able to understand it in simple form.

    Length is equally important.

    A request – please take this as a constructive criticism.

    And, my best wishes to your family & Shweta on beginning a new journey.

  10. Viren Shah કહે છે:

    Too many brand names…
    Why to put lots of small details, unrelated to story such as Limo, Wooden floors and so on…It is unnecessary, I guess it is your style..

  11. natvermehta કહે છે:

    સ્નેહીશ્રી કલ્પેશભાઇ અને વિરેનભાઇ
    મારો કાન પકડવા બદલ આભાર.
    હાશ!! કોઇક તો મળ્યું જેને મારી વાર્તા “બહારે ફિર ભી આતી હૈ…….” માટે આટલી ઊચ્ચ વિવેચકની કક્ષાએ કોમેંટ કરી. આપનો આભાર. આજ તો બ્લોગની મજા છે. બાકી બધાએ તો મને ચણાના ઝાડ પર જ ચઢાવી દીધો હતો…
    મારા માટે તો આપની કોમેંટ સર-આંખો પર.
    આપની કેટલીક વાત સાચી છે.
    વાર્તા લાંબી છે. ક્યારેક મેં પણ એ વિચારેલ અને સંક્ષિપ્ત કરવી એવું નક્કી કરેલ. પણ પછી બે-ત્રણ વાર વાંચતા મને સંક્ષિપ્ત કરવી યોગ્ય ન લાગેલ.
    હા, કેટલાંક બ્રાંડ નામો છે.આજે તો ભાઇ Brand Name નો જમાનો છે. વળી આ તો ઇંટરનેટ વાપરતા વાંચકો જ મોટે ભાગે વાંચવાના એટલે એઓ થોડાં તો જાણકાર ખરા જ. અને આ બધા બ્રાંડ નામો બહુ જ પ્રખ્યાત છે. ભારતમાં આઇ ફોન લોંચ થઇ ગયા છે. શેરેટન તો મુંબઇમાં વરસોથી છે. બ્રાઉનનુ ઇલેક્ટ્રીક શેવર ઘણા વાપરે છે. રટગર્સ તો વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી છે. ડોર્મ કદાચ નવો શબ્દ છે પણ એ શબ્દ વાપર્યા બાદ મેં તરત જ લખેલ કે સોની ત્યાં જ રહેતી હતી.
    મારી ગુજરાતી જોડણી એટલી સારી નથી અને એ કારણે જ હું બ્લોગ શરૂ કરતા ડરતો પણ હતો..
    આ જ વાર્તા અને મારી અન્ય વાર્તાઓ સમય મળ્યે અંગ્રેજીમાં અનુવાદિત થનાર છે. અને એનો અલગ બ્લોગ કરવાનો વિચાર છે. પણ સમય મળ્યે એ થશે. કદાચ, લાંબો સમય પણ લાગે. આપની શુભેચ્છા ચાહું છું.
    આપે જે કોમેંટ કરી એ હવે પછીના લખાણમાં ધ્યાનમાં રાખીશ. મારા લખાણમાં અંગ્રેજીનો અતિ ઊપયોગ કઠે એવો છે. એ હકીકત છે માટે મને માફ કરશો.
    આજ રીતે કોમેંટ કરતા રહેશો એવી આશા છે.
    આપનો આભારી,
    નટવર મહેતા.

  12. kaushik કહે છે:

    ખુબ જ સુંદર વાર્તા. લાંબી જરૂર છે. પણ નટવરભાઇની કલમને દાદ આપવી જ પડે. દરેક પાત્રોને ન્યાય આપવામાં કદાચ લંબાઇ વધી છે. બાકી, મોનાનું પાત્ર છવાય ગયું છે. એમના જ શબ્દોમાં:મોના ક્યાંય ન્હોતી તો ય જાણે વિશ્વ વ્યાપી હતી! સર્વ સ્થળે હતી…!!
    મોનાના અકાળ અવસાન બાદ મિહિરની માનસિક પીડા મનોમંથન કાબીલ-એ-તારીફ! એની વયે જે કોઇ પોતાનું અર્ધાંગ ગુમાવે એની પીડા જાણે લેખકે ખુદ અનુભવી હોય એટલી સુપેરે વ્યક્ત થઇ છે. આધેડ વયે એકલતાની અસીમ પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણે. સોનીનું પિતાને ફરી જીવન ઘટમાળમાં જોડવાનું આયોજન એટલું વ્યવ્સ્થિત હતું કે એ સફળ થઇ. એમાં એને ક્રિસનો સાથ મલ્યો. સહુને આવી દિકરી હોય તો કેટલું સારું! માયાની એંટ્રી મોડી મોડી પણ સમયસર થઇ.
    મિહિરની માયા સાથેની મુલાકાત વખતે મિહિરનું માનસિક વર્ણન પણ ખુબ જ સુંદર રીતે વ્યક્ત થયુ છે.
    સોનીની ગ્રાઉંડ ઝીરોની મુલાકાત તો હૃદયદ્રાવક બની છે. કારલોસની માતાએ જ સોનીને રાહ દર્શાવ્યો.
    વાર્તામાં લેખકે પોતાના એઇડ્સ અંગેના સંશોધનના જ્ઞાનનું વર્ણન કરેલ છે એ દર્શાવે છે કે કેટલાંક સંશોધન બાદ આ વાર્તા લખાઇ હશે. એ જ પ્રમાણે સોનીના ફર્તિલીટી સેંટર વિશે વાત ટુંકાવી શકાય હોત.
    વાર્તામાં છંટાયેલ કાવ્ય પંક્તિઓને કેમ વિસરાય?
    આ વાર્તા બ્લોગ પર પ્રકાશિત થઇ છે. બ્લોગ વાંચનારા- ઇંટરનેટ વાપરનારા વાંચકો માટે બ્રાંડ નામોની નવાઇ નથી. અંગ્રજીની નવાઇ નથી. આખી વાર્તા અમેરિકાના બેકગ્રાઉંડ પર લખાય છે. એટલે મોટે ભાગે સંવાદો અંગ્રેજીમાં જ હોય એ સ્વભાવિક અને સહજ છે.
    નટવરભાઇ કેરી ઓન, વી આર રેડી ટુ રીડ યોર અનધર હાઇબ્રિડ લેંગવેજ સ્ટોરી.
    શ્વેતાના લગ્ન માટે શુભકામના અને નવદંપતિને આશિરવાદ.

  13. dhara કહે છે:

    yes,uncle,
    this time i also got bored reading too long story.

    marriage is just not a word:it is a sentence.
    so best wishes to ur darling daughter.

    dhara shukla/swadia

  14. shruti કહે છે:

    નટવરભાઇ કેરી ઓન, વી આર રેડી ટુ રીડ યોર અનધર હાઇબ્રિડ લેંગવેજ સ્ટોરી.
    શ્વેતાના લગ્ન માટે શુભકામના અને નવદંપતિને આશિરવાદ.
    and welcome to india!!!!!!!!!
    shruti

  15. Kavita કહે છે:

    est wishes for sweta, may god bless her with all the happiness.
    Good story

  16. govind shah કહે છે:

    Dear shri Mehta saheb,

    I have gone thru. story.very wonderful depicting Indian-american background & beautifully dratfed each word..
    Hope by this time Sweta got married & Our congtat. & best wishes to Sweta.

    Govind shah – V. V. nagar

  17. Manisha Shah કહે છે:

    Wonderful story.
    All characters are at their own places. The psychological and psychosomatic interpretation of Main Character Mihir is marvelous.
    The emotional touch is the heart of this story.
    I enjoyed it.
    One another story to be filmed.
    It should be sent to Karan Zohar. Or some good director for Hindi Cinema!!

  18. dhufari કહે છે:

    શ્રી નટવરભાઇ,
    તમારો બ્લોગ જ વાંચવો એવું નક્કી કરી ગઇકાલથી વાંચ્યા કરૂં છું,ચી.સ્વેતાના લગ્નને તો લગભગ સાત માસ જેટલો સમય પસાર થઇ ગયો તો પણ મારા આશિષ નવદંપતિને પહોંચડશો.
    આપની વાર્તા વાંચી અને થાય છે કે બાપની વ્યથા સમજી શકે એવી સોની જેવી દીકરીઓ ભાગ્યશાળી માનવીને ત્યાં પેદા થાય આમ પણ દીકરી વ્હાલનો દરિયો અમસ્થુ કહેવાયું હશે? હા અન્ય વાંચકો સાથે હું સહમત છું કે,વાર્તા જરા વધારે લાંબી થઇ ગઇ છે.
    અભિનંદન,
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  19. Ajit Patel કહે છે:

    સપ્ટેમ્બર ૧૧ એવી તારીખ કે જેણે દુનિયા ખળભળાવી દીધી અને આંતકવાદ આટલી અધમ કક્ષાએ જઈ શકે છે એ નિહાળી દુનિયા ચોંકી ગઈ.

    સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે ત્યારે આ વાર્તા જાણે કે આંખ સામે ભજવાતા દૃષ્યોસમ એક બાયોસ્કોપની માફક લાગી. સરસ વાર્તા.
    મિહિરના મનોભાવ ખુબ સુંદર વર્ણવ્યા છે.
    આવા તો કેટલાય પિતાઓ આધેડવયે અર્ધાંગિનિ ગુમાવે અને પારાવર પિડા-વિંટબણામાંથી પસાર થાય ત્યારે એક પુત્રી, ભારતિય સંસ્કૃતિ ધરાવતી પુત્રી સોની પિતાને વ્હારે આવે એ બિરદાવવા માટે શબ્દો નથી.

    પ્રભુ ૯-૧૧માં શહિદ થયેલ દરેકના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

    અસ્તુ.

  20. Vrja Dave કહે છે:

    aaje readgujarati maathi bloga par aavyo ane vaarta vaanchi saras.Gujarati ped kholyu hatu pan copy-pest na baba na haju favat nathi.dhiredhire hatha besi jase.varta lambi ane videshi bhasano vadhu upayog,pan vartaa mate jaruri hase.
    aavajo. ha Dikari Sweta ne amaari subhakamanaa.

    Vraj Dave

  21. aarohi કહે છે:

    nice story. yup, it’s true tht story is very long, but nt mind. Mr,Mehta, u express feelings of all characters very nicely. All the best. And specially my best wishes to your duaghter. keep it up.

  22. vidya કહે છે:

    Dear uncle, again am late for this story but anyways as usual u r story moral is really very good i also went to past that trade center accident before any thing to say i feel to pray god again for all of them to give peace them soul. and being a daughter, sony is really good character but i respect mr. mihir who loved his wife more than his self u know in life u get everything i mean wealth and all but if love is not there than everything is zero so mona is died for enery 1 but still alive for mr mihir heart that’s really nice,,,,,,,anyways good one and again waiting for some good story.

  23. parmar rita કહે છે:

    dear sir,
    pratham aapshree ni kalam ne daad aapu chhu,gani badhi gatna o vistari ne raju kari chhe,khoob barikai thi jethi amara jeva vachak ne ek anubhav feel thay chhe.
    bahare fir bhi aati hai…………JI HA A to prakruti no niyam chhe…….pankhar pachhi vasant………..aa chakra ma badha j bhag le chhe…….
    ek vaat no anand thayo k aap kahani ma pachha NAVSARI na pahochi gaya…………biji bahar shodva………..heeee
    well mihir a saru sabit karyu k life begin again 50…………gud.
    vanchta vanchta mehta ji amara ankhma pan MAYAMASI awi gaya……….
    bye.
    enjoying story……………

  24. Mihir J Sangani કહે છે:

    Dear Natvarbhai,
    Very nice story and right matching to American mindset. In your story, you give space to everyone to enjoy their own individuality and at the same time, enjoy their family warmth and security feelings as a whole.. without implying any compulsion.. whether it can be Mihir or Soni..
    Both gave required space to each other and at same time stayed close as family understanding depth in each other, pain and agony of losing Mona but giving enough time of healing
    And bringing Maya’s character in timely manner, and introducing Maya in Mihir’s life was like bringing coolness of full moonlight in Mihir’s life. Main cushioning effect to all these gaps was each of their respective career successes, heights and accomplishments complimenting each other as success driven and motivating to move life forward with ending notes of enjoying those successes as a family in whole.
    Excellent and very healthy thought process of all characters Mona, Mihir, Soni, Chris and Maya.!! Excellent story.!!

  25. mahendra satasiya કહે છે:

    realy , it is very nice story ,

  26. FALGUNEE કહે છે:

    khub j sundar…… sir.. mari pase athi vadhu koi shabdo nathi pan sachu kahu to vanchta vanchta aankh ma pani avi gaya…..
    khub j hraday sparshi chhe….

  27. Parul mehta કહે છે:

    Khub j saras varta hati..9/11 ni fari yaad aavi gai…ending happy hato atle gamyu….aavi saras varta o lakhta raho a j subhechha…..

  28. raxa કહે છે:

    rahdayne sprsi gai..dikari bapna dilne jani sake..pachhalni jeendagina divaso ekala kadhava bahu muskel 6e ?e nari vastavika 6e

  29. Karuna talati કહે છે:

    Good and interesting story I like it.

  30. આજના જમાનામાં નવલકથા વાંચવા સમય પણ જોઈએ અને સાથે સાથે ધીરજ-Strength પણ જોઈએ. નાની નવલિકા જલ્દી વંચાઈ જાય, પણ, એમાં બહુ વિગતો ના આવે, suspene પણ જલ્દી આવી જાય અને અંત પણ જલ્દી આવી જાય જ્યારે થોડી મોટી હોય તો આડેધડ લખાણને બદલે મનને-દિલને ગમે તે માટે થોડું વધારે હોય તો વાંચવાની પણ મજા આવે.

    માબાપની ચિંતા કરવાવાળા આવા સમજુ સંતાનો હોવા એ પણ આવી હાલતમાં મુકાયેલા માતા કે પિતાને માટે એક વરદાન સમાન છે.

    આ વાર્તા આજે વાંચી. સરસ વાર્તા છે. બહુ ગમી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s